umbaro - 1 in Gujarati Fiction Stories by Bhavna Jadav books and stories PDF | ઉંબરો (ભાગ 1)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઉંબરો (ભાગ 1)

ઉંબરો

(સ્ત્રીની મનોવેદના)

(લગભગ આપડા સમાજમાં ખૂબ વણાયેલો ને ચવાયેલો માનસિકતાના દ્વાર ને બંધન સ્થિતિ માં મુક-રૂપે સ્વીકારાયેલો એક શબ્દ જેની સીમા હદ નક્કી કરીને એક માત્ર સ્ત્રી પૂરતો મર્યાદિત રાખવામાં આવતો શબ્દ " ઉંબરો" એ ને સ્ત્રી ના સંસ્કાર નર સમાજની સંસ્કૃતિ ની ઓળખ સમો ગણીને લગભગ દરેક પૂરૂષપ્રધાન સમાજ સ્ત્રી પર આ ભારેખમ શબ્દ થોપીને એક ગર્વ લેછે એની મેઈલ ઈગો ને થપ્પડ સમાન આ ધારાવાહિક માં અલગ અલગ ટૂંકીવાર્તા રૂપર અલગ અલગ સ્ત્રીઓ ની મનોદશા ને દુનિયા સામે અવગત કરાવવા જ હું આ વિષય પર મારી આસપાસ ના સમાજ વર્તુળ માં બનેલી સત્ય ઘટનાથી પ્રેરીત વાર્તા લઈને આવી છું આશા છે કે તમને પસંદ આવશે. પત્રોના નામ કાલ્પનિક હશે..જેની નોંધ લેવી. દરેક માં અલગ અલગ રંગ જોવા મળશે બિલકુલ મેઘધનુંષ જેવા.. તો ચાલો શરૂઆત કરીએ..)

પ્રથમ ભાગ

(જિયા - અનિમેષ)

નોંધ : પાત્રો ના નામ કાલ્પનિક પણ વાર્તા વાસ્તવિક છે


એક નાનકડા શહેરમાં "જિયા "નામે છોકરી એના લગ્ન બાજુ માં જ આવતા ગામ માં થયેલા શરૂઆત માં સગાઈ નો સમયગાળો અતિ આનંદિત ખુશમિજાજ રહ્યો.

જિયા પિયરમાં બોવ છૂટથી રહેલી ખુબજ મળતાવડા સ્વભાવની આધુનિક છોકરી. એને સારા ઘરનું માંગુ આવ્યું એટલે એના પાપા એ નક્કી કરી નાખ્યું..

છોકરો ગ્રેજ્યુએટ અને સારું ખાનદાન કુટુંબ એટલે જોવા જેવું નહોતું નામ એનું "અનિમેષ" એક પ્રાઇવેટ કંપની માં જોબ કરતો . સારું એવું કમાઈ પણ લેતો. દેખાવડો પણ એટલે એને ના પડવાની કોઈ શકયતા નહોતી

સગાઈ ના થોડા સમય બન્ને ખૂબ હર્યા-ફર્યા ફ્યુચરની વાતો કરી .

જિયા હમેશા જીન્સ - ટીશર્ટ , ફ્રોક જેવા આધુનિક પોશાકમાંજ સજ્જ થયીને અનિમેષ ને મળવા જતી.
અનિમેષ ને પણ મોઢે સ્મિત અને હાસ્ય સાથે મળતી.. વતોડિયન પણ બોવ એટલે હસીખુશી સમયગાળો પસાર થયી ગયો ને લગ્ન નો સમય આવી ગયો..

જાન પધરામણી ને ફેરા વિધિ પતાવીને ખૂબ ધામધૂમ કરી લગ્નમાં અંતે ભારે હૈયે ગાડીમાં દિકરીને વિદાય આપી.


₹***

સાસરીમાં અનિમેષ ની માતા એ સ્વાગત કરવા ઘર ના ઉંબરે કળશ ભરી ને ચોખા મુકેલા અને વહુને કહ્યું.
જિયા વહુ આ ઉંબરો ઓળંગીને ઘરમાં આવીને શોભાવો હવે અમારા ઘરની ઈજ્જત તમારા હાથમાં છે સાચવજો.


જિયાને આ ભારેખમ શબ્દો સમજણ ન પડી એટલે એણે એમની સૂચના મુજબ ગૃહપ્રેવશ કરયો.

જિયા ને લગભગ આ પોશાક ની ટેવ નહોતી એટલે એને થોડું અનકમ્ફરટેબલ લાગતું.પણ એ શાંત રહીને લગ્ન ઠારવાની વિધીને પતાવીને રાત્રી ની રાહ જોતી હતી.
સર્વ વિધિ પતાવીને જિયા રૂમમાં ગઇ.. જિયાએ તરતજ એ કપડાં કાડીને બેગમાંથી નાઇટી પેરીને આરામ કરતા કરતા થકાન થી સુઈ ગયેલી.

અનિમેષ ની મમ્મી રૂમમાં એને મળવા આવતા એ દ્રશ્ય જોઈને થોડા વિચલિત થયા પણ પછી એને જગાડ્યા વગર અનિમેષ જોડે કાંઈક સમજાવવા લાગ્યા..

અનુ હજુતો પહેલો દિવસ છે આમ ન ચાલે બેટા એને સમજાવ આમ નાઇટી પેરીને ન સુઈ જવાય અપડે ગામમાં રહીએ છીએ એને મર્યાદા સમજવી જોઈએ..

અનિમેષ આ બધું યંત્રવત સાંભળીને રૂમમાં ગયો ને જિયાને સુતા જોઈ એને વ્હાલ આવ્યું ને બધું ભૂલી ગયો ને એને પ્રેમથી વળગીને સુઈ ગયો .

સવાર પડતાજ 5 વાગે રૂમ પર નણંદ એ ખખડાવ્યું.

અરે ભાભી જાગો.. લગ્નની વિધિ કરવાની છે. તો મંદિરે સ્નાન કરીને આવી ઝટ..

અનુ. વૉટ ઇઝ ધીસ..?
આ લોકો આટલા વેલા શુ કામ જગાડે છે.

અરે ગાંડી એતો આપડા ગામનો રિવાજ છે..એટલે ઓકે ચાલ રેડી થા

બન્ને રેડી થઇને મન્દિર જઈને પૂજા વિધિ કરેછે

એક વિક તો પૂજા ને મેહમાન ગતિમાં જ વીત્યું અને એમના સમાંજમાં સાતમા દિવસે ઘેર આવી જવાનું હોયછે પછી બીજું આણુ કરે ત્યારે જવાનું હોયછે.

આ અરસામાં અનિમેષ અને જિયા ફોનમાં વાત કરી લેતા ખૂબ સરસ સમય ચાલતો હોયછે.. પ્રેમ અને લગ્ન એક સિક્કાની જ બે બાજુ હોયછે... પ્રેમ કરીને લગ્ન થાય ન થાય પણ લગ્ન કરીને સાથે સમય વિતાવીને પ્રેમ જરૂર થાયછે..

આમ આણુ વિધિ પણ પતાવીને છૂટ થી રહેવવાળી જિયા સાસરે એડજસ્ટમેન્ટ કરવામાં ગૂંગળામણ અનુભવવા લાગી..

કયારેક ડ્રેસ ન પહેરો, ક્યારેક આમ જોરથી ન હસાય વહુ બેટા, આ દાળમાં જરાક મીઠું વધુ પડ્યું છે..જો તમે એક વધુ છો ઘરની શોભા ને ઘરની શોભા આમ આસપડોસ માં જઈને ઉભા રે ઘરની અંગત વાત ગામલોકો ને જણાવે એ સારું ન લાગે..

દરેક વાત માં સાસુ માં ને વાંકુ જ પડતું.. જિયા ખૂબ પ્રયત્ન કરતી દરેકને ખુશ કરવા પણ આ લોકો હતા કે જિયા ને જજ કરે જતા ક્યારેય એના મનોભાવ ને સમજ્યા નહીં..અંતે અનિમેષ ના કાન પ ભંભેર્યાં અને અનિમેષ ને જિયા ને 5 વર્ષ ના ગાળા માતો અસંખ્ય ઝગડા થવા લાગ્યા. હદ તો ત્યારે થયી કે ગાળો પણ બોલતો એટલે સુધી કે અનિમેષ દારૂ પણ પીવા લાગ્યો અને મારવા પણ લાગ્યો.

જિયા કંટાળીને પિયર જતી રહેછે..પણ અનિમેષ એને લેવા કે સમજાવવા જતો નથી.. કદાચ જિયા એને પૂછ્યા વગર ઉંબરો ઓળગીને ગયી એટલે નારાજ હતો પણ એને જિયા જોડે એનું મન જાણવા કોશિશ ન કરી ને માતા નું જ સાંભળી રાખ્યું ખૂબ જ વ્યથિત જિયાને પાપા ને મમી દુઃખી નહોતા જોઈ શકતા .

એ વેવાઈને ફોન કરીને સમાધાન કરાવેછે પણ જિયા એ રૂમમાં સાંભળીને વધુ દુઃખી થાયછે એ ત્યાં જેલ માં કેદ રહેવા માંગતી નથી એટલે એ વકીલને ફોન કરીને ડિવોર્સ ના કાગળ કરાવે છે અને અંતે એક ઉંબરો ઓળંગવાથી બન્ને પરિવાર ને માઠું લાગે છે પણ જિયા ને મન આનંદનો અવસર આવેછે..

સમાપ્ત

ભાગ 2 માં અન્ય પાત્રો ની એક બીજી અલગ ટૂંકીવાર્તા લઈને આવશું આવજો