સવારે સૂરજ દાદા તેમનું તેજ ધરતી પર પાથરી રહ્યા છે....પંખીઓ નો કલરવ સંભળાઇ રહયો છે..ચોમાસું હમણાં હમણાં પૂરુ થઇ રહયું છે..વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે..અને સવાર ની મીઠી ઊંઘ... અને ગૌરી ની મા તેને જગાડે છે...ગૌરી ઊઠી જા કોલેજ જવાનું મોડું થશે.. હા મા ઊઠું છું કહી ને ફરી પાછી ઊંઘી જાય છે..તેની મા ફરીથી બોલી રાતે મોડા સુધી મોબાઇલ ને પછી ? અને બુમ પાડી ગૌરી આળસ મળડી ઊભી થઇ અને મોબાઇલ હાથમાં લીધો અને વ્હોટસપ ના મેસેજ જોયા... તો તેમા એક અજાણ્યા નંબર નો મેસેજ હતો.. એટલામાં તેની મા ની ફરીથી બુમ આવી જલ્દી કર નહિં તો બસ છુટી જાશે...અને તેને ઊભું થવું પડયુ ....
ગૌરી સવિતાબેન અને સુરેશ ભાઇ નું એક માત્ર સંતાન હતી...તેમની પાસે એટલો બધો પૈસો તો ન હતો પણ તે ખૂબજ મહેનત કરતા અને ગૌરી ની બધી ઇચ્છા ઓ પુરી કરવા માગતા હતા... લગભગ દરેક માતા પિતાની એવી જ ઇચ્છા હોય છે કે પોતાના બાળક ની ઇચ્છા અધુરી ના રહે..એટલે જ તો હમણાં હમણાં જ ગૌરી ને મોબાઈલ લઇ આપ્યો છે...
ગૌરી કોલેજ જવા નીકળે છે ગામથી 5કિલોમીટર દુર જ નજીકના શહેર માં કોલેજ છે..તે અને તેની મિત્ર રોમા બંને સાથે જ કોલેજમાં અપ ડાઉન કરે છે..ગૌરી રોમા ને વ્હોટસપ પર આવેલા મેસેજ ની વાત કરે છે...તો રોમા કહે છે ગૌરી તું રિપ્લાય ના કરતી અત્યારે તો તું જાણે છે ને કેવા કિસ્સા બને છે..હા યાર જાણું જ છું ને....અને બંને મહિલા આર્ટસ કોલેજ પહોંચી જય છે..પણ ગૌરી નું મન તો પેલા મેસેજ તરફ જ ખેચાય છે...તેઓ ઘરે પાછા ફરે છે...ગૌરી જમી પરવારી બેઠી બેઠી ફોન જૂએ છે ત્યાં તેજ નંબર પરથી ફરી મેસેજ આવે છે...તો તેને થયું કે લાવ ને રિપ્લાય તો કરું કોણ છે તે તો જાણવા મળશે... અને તે રિપ્લાય કરે છે..
hi.. who are you
i am nil and you
i am gauri
મારી સાથે દોસ્તી કરીશ?
ગૌરી વિચારે છે દોસ્તી કરવામાં શું વાંધો છે ?અને તેની દોસ્તી સ્વિકારે છે...હવે તો દરરોજ વ્હોટસપ પર વાતો થાય છે..હવે તો એકબીજાને મેસેજ કર્યા વિના રહી નથી શકાતું અને એકબીજાને ફોન કરતા થઇ જાય છે..."આમાં ઉમર જ રંગ લાવે છે... આ સમયગાળો જ એવો હોય છે...છોકરો કે છોકરી બંને એકબીજા પ્રત્યે એટલું આકર્ષણ હોય છે કે જેને તે પ્રેમ સમજી બેસે છે...મા બાપની આપેલી કોઇ શીખ કે વાત ધ્યાન માં રહેતી નથી બસ તેના સિવાય કોઇ બીજું દેખાતું નથી...ગૌરી ને પણ એવું જ થાય છે...બસ નીલ જ દેખાય છે...ગૌરી પણ એવું જ વિચારે છે..કે શું આને જ પ્રેમ કહેવાતો હશે....શું નીલ ને પણ મારા પ્રત્યે પ્રેમ હશે...શું આ દોસ્તી પ્રેમ માં પરીણમશે એવા અનેક વિચાર આવે છે...
દરરોજના ફોન અને મેસેજ ગૌરી માં આવેલું પરિવર્તન તેની મમ્મી થી છાનું તો નથી જ...તેની મમ્મી તેને પુછે છે...બેટા કંઇ થયું છે..તું કંઇ પણ હોય તો મને જણાવજે...ગૌરી એ કહયું મા એવું કંઇ નથી તું પણ શું કંઇપણ... અને ગૌરી ત્યાંથીચાલી જાય છે..મોબાઇલ માં જુવે છે તો નીલ નો મેસેજ છે..અને તે તેને મળવા માગે છે..ગૌરી પણ તેને મળવા તૈયાર થઇ જાય છે...અને એક દિવસ તે તેને અમદાવાદ મળવા બોલાવે છે...ગૌરી તૈયાર થઇ જાય છે...નીલ મેસેજ કયાં સ્થળ પર મળવુ તેનું એડ્રેસ મોકલાવે છે....અને બંને એ એકબીજા ના ફોટા તો જોયા જ છે..અને ફોન છે તેથી સરળતાથી ઓળખી તો જવાશે..... ગૌરી તેની મા પાસે અમદાવાદ જવા પરવાનગી માગે છે...તેની મા પૂછે છે કે શું કામ જવું છે? મા કોલેજ ની એકઝામ આપવા જવું પડે તેમ છે...શું તારા કોલેજ ની બીજી છોકરીઓ હશે ને ....ના માં મે એકલી એ જ આપી છે. ...તારા બાપુ આવે સાથે ના મા હું એકલી જ જઇ આવીશ... સાજે તો પાછી આવી જઇશ.....તારા બાપુ ને પુછી લે...ગૌરીને તેના બાપુ તરતજ પરમીશન આપી દે છે... કંઇ બીજી પુછપરછ નહિ...હંમેશા પિતા ને તેની દિકરી પર પોતાના કરતાં પણ વધુ ભરોસો હોય છે...પણ દિકરી એટલું વિચારે તો ને....
કે થોડું ખોટું બોલ્યા માં શું વાધો છે...અને તે સવારે તૈયાર થઇ અને અમદાવાદ જવા નિકળી આખો માં અવનવા સ્વપ્નો અને વિચારો ની વણજાર તે શું ખરેખર ફોટા માં દેખાય તેવો જ હશે... તેને જોઇ પહેલા શું વાત કરીશ શું હું કરું શું તે સાચું જ છે....એવા તો કેટલાય વિચારો ની વણજાર માં કયારે અમદાવાદ આવી ગયું તેની ખબર ન પડી... તે જે સ્થળે જવાનું છે...ત્યાં પહોંચી જાય છે...તે જઇને જુએ છે તો એક છોકરો સુપર મોઘા કપડાં એક દમ રાજકુમાર જેવો જ તેને થયું આ જ છે... અને તે ફોન લગાવે છે...ર અને તેની પાસે જ મોબાઇલ રણકે છે..અરે આજ નીલ છે..અને નીલ પાછું ફરી જોવે છે... ગૌરી અરે નીલ ગૌરી તો નીલ ને જોઇ આભી જ બની જાય છે...નીલ નું પણ એવું જ થાય છે...પાણી દાર આખો ગૌ વર્ણ અને નમણો ચહેરો તરત જ આકર્ષણ થાય તેવી સ્માઇલ તે જોતો જ રહી ગયો.... બંને પાસે આવ્યા હાઇ હેલ્લો કર્યું ઔપચારિક વાતો કરી અને કેફે શોપ માં બેઠા ત્યાં તરતજ નીલે એટલા ખૂબ સુરત અંદાજ માં પ્રપોઝ કર્યું કે ગૌરી તો અવાક્ જ થઇ ગઇ..અને તેને એકસેપ્ટ કરી લીધુ....અને બંને બાઇક પર નીકળી પડ્યા ફરવા....શું નીલ સાચેજ ગૌરી ને પ્રેમ કરતો હશે કે એની સાથે કોઇ રમત રમશે વધુ વાંચો આવતા ભાગમાં.....