થોડોક નહિ, જીવન નો સાથ માંગુ છું
જિંદગી ની હર પળ મા.
તારો સથવારો માંગુ છુ..
તુ છોડી ને જાય તો.
રુદિયે અંધારું માંગુ છુ.
એક પળ માં મેેેલી ન જતા..
હું તો જીવન નો એક માંગુ છુ..
કોઈ કહે તું. બીજાાં નો છે.
હું તો હૃદય થી તને મારો માંગુ છુ.
ઇશ્વર તુ છે મારો.
તન મન થી સાથ માંગુ છુ.
તારા વિના આંસુ સુકાતા નથી.
મારી આંખો માં વસાવા માંગુ છુ
યાદ કરું છું હરપળ.
તને હંમેશાં હૃૃદય થી માંગુ છું
બેઠી છે ... તારી રાહ જોઈ.
તુ આવીશ એ વિશ્વાસ માંગુ છુ.
પુષ્પ વાટિકા નથી કે હું સીતા નથી.
રામ સીતા જેવો વિશ્વાસ માંગુ છું. ક્યારે આવી. ક્યારે લઈ જઈશ.
રાહે રાહે કેડી નો સ્મિત માંગુ છું.
લાગણી નથી જોતી. પ્રેમ જોયે છે.
હરેક જનમ સાથ માંગુ છુ. હું યાદ નથી તુ યાદ છે.
તો કેમ જીવન અધુરુ છે.....
રાધા નથી હું કે નથી મીરા...
હું તો તારી દિલ ની રાણી બનવા માંગુ છું.
રાધા ને પ્રેમ કર્યો રુક્મિણી ને વિવાહ
હું તો પ્રેમ વિવાહ બંને માંગુ છું.
રાધા બનવું નથી કે રુક્મિણી બનવું નથી.
તારા રુદિયની રાણી બનવા માંગુ છું.
તું મારો ચાંદલિયો તારા અજવાળા માં
તારી ચકોર બનવા માંગુ છુ.
જિંદગી ના શ્વાસો શ્વાસ માં.
તને મહેસૂસ કરવા માંગુ છું
વસંત થી ઋતુ માં તુ ક્યાં છે...
તને ખીલેલા પુષ્પ માં શોધવા માંગુ છુ.
લેલા મજનું નો પ્રેમ અધુરો રહ્યો.
તારો મારો પ્રેમ પૂરો થાય એવી ઈચ્છા માંગુ છુ.
પાન લીલું હોય કે સુકેલું.
પાંદડે નામ લખાય કે ના લખાય
રુદિયે તારું નામ લખવા માંગું છું.
હું કોઈ શાયર નથી કે નથી કોઈ કવિ.
તારા માટે પ્રીત નો અક્ષર બનવા માંગુ છુ.
રાધા સંભાળે શ્યામ ની બંસરી નો સાદ.
હું હર પળ માં તારો સાદ માંગુ છુ.
સાવિત્રી નથી કે છીનવી લઈ આવું
તારો સથવારો યમરાજ ની યમપુરી માં માંગુ છુ.
તું દુનિયા ને અજવાળું આપ કે ના આપ.
તુ મારો દીપક છે હું તારી બાતી બનવા માંગુ છું.... સાથ છોડી ગયો મારો.
માને છે તને ભૂલી જઈશ.
અરે ના ના. તને તો નસ નસમાં વસાવવા માંગુ છું.
વરસાદ ની આ ઋતુ માં મોર નાચે
એમ તારી ઢેલ બની નાચવા માંગુ છું.
કોઈ ચલચિત્ર નથી હકીકત છે તારી મારી
સ્વીકારી લે.. તને જીવન ભર સ્વીકારવા માંગુ છુ. તારે શું જોયે શું નથી જોતું.
તારી હર એક ઈચ્છા માંગુ છુ.
તને એક જનમ નહિ સો જનમ માટે
તારો સથવારો માંગુ છું.
તુ સાથ આપ તો
મુશ્કિલ માં પણ રહેવા માંગુ છું.
તારી એક જલક પાછળ. તારી એક મુસ્કાન પાછળ
જિંદગી છોડવા માંગુ છું. તારી ઈચ્છા હોય કે ના હોય.
તારા દુઃખ માં સાથ માંગુ છું.
જરૂરી નથી કે પ્રેમ નું પ્રૂફ હોય.
હું તો તને જીવ પણ આપવા માંગુ છુ....
તુ સાથે હોત તો.
જિંદગી નો પરિક્ષા પાસ કરવા માંગુ છું
તુ મારો ને હું તારી
તો પણ તારો ઇંતજાર માંગુ છુ
સાંજ ના સમયે ઈશ્વર ની આરતી નહિ.
તારી આરતી કરવા માંગુ છુ
તુ મને ભૂલી જા એ ઠીક છે.
હું તને પલ પલ યાદ રાખવા માંગુ છું.
ક્યારેક તો કરી દે પ્રેમ નો ઈજહાર..
હું એ ઘડી ની રાહ માંગુ છું...
તુ જ ને તુજ જોયે બસ
એવી પ્રભુ ના આશિર્વાદ માંગુ છું.
એક તરફી નહિ
તારો પણ પ્રેમ માંગુ છું