Three microfiction story in Gujarati Short Stories by Rupa Patel books and stories PDF | ત્રણ મીક્રોફિક્શન વાર્તા

Featured Books
Categories
Share

ત્રણ મીક્રોફિક્શન વાર્તા

1. લાલો


સીતાબાએ લાલા ને તૈયાર કર્યો . દર સાલ પરણા ના દિવસે સીતાબા છપ્પન ભોગ ધરાવતા. પ્રસાદ લઇ ને ડ્રાઇવર મગન ની સાથે ચાલી માં જવા નીકળ્યા. મગને પ્રસાદ ના પડીયાઓ ગાડી માં ગોઠવ્યા . ને હવે ગરીબ મજૂર અને ભીખારીઓને વહેંચવા નીકળ્યા .

ચાલી માં પહોંચી ને સાડી સંકેલી ઉભરહ્યા રખેને કોઈ અડી જાય !! નહીં તો ફરીથી નહાવું પડશે .

ગરીબ ભૂખ્યા અર્ધનગ્ન નાના બાળકો એ સીતાબા ને ઘેરી લીધા.

"અરે દૂર દૂર " કહી એમણે બાળકો ને ઈશારા થી દૂર ધકેલ્યા. નાક માં થી લિંટ નીકળતા ને ભૂખરા વાળ વાળા એક છોકરા ને ધક્કો લાગતા એ સીતાબા ને અથડાઈ ગયો , ને સીતાબાનો પારો ઉપર ચડ્યો. એમણે બાળક ને ધક્કો માર્યો ને મોટી ચીસ પાડી ," અરે મૂર્ખ ! મને અપવિત્ર કરી દીધી મારે ફરી થી નહાવું પડશે."

ગબડી ગયેલું બાળક રડતું રડતું ઉભુ થયું ને એની માં ની ગોદ માં લપાઈ ગયું.

સાંજે દીવાબત્તી સમયે સીતાબા એ મંદિર માં થી ગબડી ગયેલા લાલા ને પાછો ઝુલા પર બેસાડ્યો ને કહ્યું , " લાલા તું તો ભારે તોફાની કેમ કરતા ઝુલા પર થી ગબડી ગયો ?"


……………………………



2. પબજી


સાલું ઘેર અને બહાર બધે એનું એજ .

ડેન્ટિસ્ટ ના ત્યાં ગઈ તો એક 16 કે 17 વરસ નો એક છોકરો મોબાઇલ લઇ ને કાન માં head phone લગાડી ને ક્યારનો એકલો એકલો બબડયા કરતો . હું તો બેઠી ત્યાર ની વિચાર્યા જ કરતી કે આ શું બોલે છે? , " હું તો તારી પાછળ જ છું"

કે પછી , " મારી પાસે કાર આવી ગઈ છે તમને બધા ને હું લેવા આવું છું. "

કે વળી , " no 5 તું મારી સાથે બઈક લઇ ને ચાલ ." વગેરે વગેરે.

ઘેર પણ મારો દીકરો આમ જ કોઈ game પાછળ ગાંડો જ થાયછે.

રહેવાયું નહિ એટલે મેં એને પૂછી જ લીધું pubji રમે છે?

એટલે અહોભાવ થી એ "હા "બોલ્યો કે જાણે રેગિસ્તાન માં પાણી નો ઝરો મળ્યો હોય. કદાચ એને આધેડ વય ની સ્ત્રી પાસે થી આવા સવાલ ની અપેક્ષા નહતી.

હવે ધીરે ધીરે એણે મારી સાથે વાત ચાલુ કરી , "આંટી તમે પણ રમો છો? "

મેં હસી ને ના પડી તો એનું મો વિલાઈ ગયું. ને એ પાછો એની game માં ગૂંથાઈ ગયો.

વેઇટિંગ માં બેઠા બેઠા હું તો એનું નિરીક્ષણ જ કરતી રહી. રમતા રમતા એના હાવભાવ કેટલીય વાર બદલાયા જાણે સાચે જ યુદ્ધ લડવા ગયો હોય તેમ એના મો પર આક્રમકતા , ટેનશન , ભય એમ કઈ કેટલાય ભાવ આવ્યા.

મારો નમ્બર આવ્યો એટલે કન્સલ્ટિંગ રૂમ માં ગઈ પણ મન માં થી એ છોકરો નીકળ્યો જ નહીં . એક ગંભીર સવાલ મન માં ઘોળાયે જ જતો કે શું આ નવી જનરેશન આમ જ ગેમ પાછળ સમય અને શક્તિ વેડફતાં જ રહેશે?

ઘેર જઇ ને મારા ઘર થી જ શરૂઆત કરવી પડશે નો દ્રઢ નિશ્ચય કરી ને ઘેર પહોંચી તો મારો દીકરો પણ આમ જ કેટ કેટલા વાક્યો બોલતો સંભળાયો.

મેં નિશ્ચય કર્યો , ધીરે ધીરે જ આ કડણ એને બહાર કાઢવો પડશે . મને ખબર છે આ અઘરું છે પણ અશક્ય તો નથી જ.

.........................

3. વરસાદ


"જલ્દી બારી બરણા બંધ કરી દે વાવાઝોડું આવ્યું છે ' બૂમ સાંભળી પથારી માંથી એ સડક થઈ ને ઉભી થઇ ગઈ.

બારીઓ ફટાફટ બંધ કરી ગેલેરી ના બરણા પાસે પહોંચી ત્યાજ પગલ પ્રેમી વર્ષો પછી પ્રેમિકા ને મળતો હોય તેમ વરસાદ પણ તૂટી પડ્યો. મિલન ના સાક્ષી બનવા માટે વિજળીઓ અને વાદળ ના ગડગડાટ વચ્ચે પણ શીત યુદ્ધ ચાલ્યું. ને અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

એ પણ આ પ્રેમ મિલન ના સાક્ષી બનવા માટે ગેલેરી માં જ ઉભી ઉભી વાછટ ની ઝીણી ઝીણી છાંટ ને અનુભવતી ટગર ટગર જોયા કરતી ઉભી રહી. એટલા માં જ મંદિર માં થી બીજી બૂમ પડી , " ગલરી નું બારણું અને બારીઓ બંધ થઈ ગઈ હોય તો જલ્દી થી કૂકર ચડાવી દે જે આજે તારા પપ્પા ને જલ્દી જવાનું છે."

ફટાફટ કૂકર ચડાવી ઝાપટ ઝૂંપટ ચાલુ કર્યું , પણ વરસાદ જોયા પછી મન નું તોફાન શાંત થવાનું નું નામ જ નતું દેતું. આવું જ થતું જ્યારે જ્યારે એ વરસાદ ને જોતી . એને વરસાદ માં ભીંજવાનું ખૂબ જ ગમતું એમાંય પહેલો વરસાદ મન માં તોફાન મચાવી દેતો . એણે ઝપાટિયા પર બધી દાઝ ઉતારતા ધડાધડ કરવા માંડ્યું. પણ એના તોફાન આગળ વરસાદે પણ હોડ માંડી હતી. જેટલા ઉતાવળે એ ઝાપટિયું પછાડતું એટલાજ મોટેથી ગડગડાટ પણ થતો. ઝાપટિયા અને ગડગડાટ વચ્ચે જબરી જુગલબંધી ચાલી.

એટલામાં તો એનો પતિ પથારી માંથી ઉઠ્યો, ને બૂમ પડી, "સાંભળે છે ? આ બારણા ની ધાર માં થી પાણી આવે છે જલ્દી પોતું લઇ ને ઉપર આવ ."

"એ આવી " કહી ઝડપ થી એ રૂમ માં ગઈ . એનો પતિ પણ વરસાદ ની જેમ એને ભીંજાવવા તત્પર હતો . એને ઉચકી ને ટેરેસ પર લઈ ગયો . અડધા કલાક પછી વરસાદ અને એના બંને ના તોફાન શાંત થઈ ગયા. ત્યાં બૂમ પડી પોતું મારતા આટલી બધી વાર ? જલ્દી થી ટીંડોળા વઘારી દે ચડવા માં મોડું થશે.

એ ધીરે પગલે આવી ને મલકાતાં મલકાતાં શાક વધાર્યું . વરસાદ પછી આકાશ કેવું ચોખ્ખું લાગે છે ! એનું મન પણ ચોખ્ખું અને શાંત થઈ ગયું હતું