Ajib Dastaan he ye - 25 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 25

Featured Books
Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 25

અજીબ દાસ્તાન હે યે…..

25

પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના પપ્પા રાહુલ અને નિયતિ ના લગ્ન માટે માની જાય છે અને બધા ખૂબ જ ખુશ થઈ જાય છે પણ હજી નિયતિ વિચારો માં ઘેરાયેલી હોય છે…..રાહુલ ના પપ્પા નિયતિ ને સમજાવે છે અને બધા નિયતિ ના જવાબ ની રાહ જોવા લાગે છે…..હવે આગળ….

બધા નિયતિ ના જવાબ ની રાહ માં ઉભા હોય છે…..હજી તો નિયતિ કંઈ બોલે એ પહેલાં જ ખુશી બીજા રૂમમાંથી બહાર આવે છે….અને આવીને સીધી જ નિયતિ પાસે જાય છે અને કહે છે….."મમ્મા તમે આવી ગયા…..હું તમારી અને અંકલ ની રાહ જોતી હતી…..મમ્મા મને બધા એ કહ્યું કે હવે આપણે આ ઘર માં અંકલ સાથે રહેવાનું છે…..આ આપણું નવું ઘર છે…..અને આ નવા દાદા દાદી છે…..મમ્મા મને તો આ ઘર માં ખૂબ જ મજા આવે છે…..અને હવે તો મારે અંકલ સાથે જ રહેવાનું છે તો હું તો અહીં જ રહીશ…..આપણે રોજ ફરવા જઈશું…..અંકલ મારા માટે રોજ ચોકલેટ લાવશે…..પછી હું પણ સ્કૂલમાં બધા ને ચોકલેટ બતાવીશ…..મમ્મા તમને ખબર છે સ્કૂલમાં અમુક છોકરાઓ મને એમ કહે કે તારે તો પપ્પા છે પણ નહીં અમારા પપ્પા તો અમારા માટે રોજ નવું નવું લઈ આવે…..પછી હું પણ કહીશ કે મારે પણ પપ્પા છે…..મમ્મા હું અંકલ ને પપ્પા કહી શકું??શું હવે એ મારા પપ્પા થશે??ખુશી પોતાની કાલીઘેલી ભાષા માં ઘણું બોલી ગઈ અને એ સાંભળીને નિયતિ ની આંખોમાં આંસુ વહેવા લાગ્યા….

ખુશી ની વાતો સાંભળી નિયતિખુશી ને હગ કરતા રોતા રોતા કહ્યું….."હા મારી પ્રિન્સેસ તું અંકલ ને પપ્પા કહી શકે છે…."આજ થી અંકલ તારા પપ્પા છે…...અને હવે આપણે તારી ખુશી માટે અહીં જ રહીશું….."આ સાંભળતા જ બધા ની આંખ માં હરખ ના આસું આવી ગયા…..

રાહુલ પણ ખુશી પાસે બેસી ગયો અને એને હગ કરી ને બોલ્યો…"આજ થી હું તારા પપ્પા જ છું…..હવે પછી હું પણ તારા માટે રોજ નવું નવું લઈ આવીશ…..અને તું પણ સ્કૂલમાં કહેજે કે તારે પણ પપ્પા છે…..અને હા પ્રોમિસ આજ થી તને કે તારી મમ્મા ને ક્યારેય રડવા નહીં દવ…."રાહુલ નિયતિ સામે જોઈ બોલ્યો…

નિયતિ પણ થોડીવાર એમ જ રાહુલ ને જોતી રહી…..અને પોતાના આંસુ લૂછી ઉભી થઇ….રાહુલ એ ખુશી ને સોફા પર સુવડાવી અને એને કંઈક યાદ આવતા એ પરી પાસે ગયો અને બોલ્યો…."પરી i am sorry…..મારા લીધે તને ઘણું હર્ટ થયું હશે…..પણ મને નથી સમજાતું કે હું તારા અને અર્જુન નો આભાર કઈ રીતે વ્યક્ત કરું…..તમે તો મને કહ્યા વિના જ મારી જિંદગી મને આપી દીધી…..મેં તો આશા પણ છોડી દીધી હતી કે મને હવે નિયતિ મળશે…..પણ તમે બંને એ મને નિયતિ સાથે મળાવી દીધો એ બદલ ખુબ ખુબ આભાર…..હું આ અહેસાન ક્યારેય નહીં ભૂલી શકું….."ત્યાં જ નિયતિ પણ પરી પાસે આવી અને બોલી….."sorry પરી કદાચ આ બધું મારા કારણે જ થયું છે…..મેં તારા થી તારો પ્રેમ….."આટલું બોલી નિયતિ નીચું જોઈ ઉભી રહી ગઈ…..

આ જોઈ પરી બોલી…."અરે બસ કરો તમે બંને હું જરા પણ હર્ટ નથી…..અને જે થયું એ સારા માટે જ થયું છે…..હું તમારા બંને માંથી કોઈ પણ પર ગુસ્સે કે નારાજ નથી…..હું ખુશ છું કે આજે તમે બંને સાથે છો…..અને આમ પણ મને તો કોઈ એ કહ્યું છે કે મારા નસીબ માં રાહુલ કરતા પણ બેસ્ટ હશે….."આમ કહી એ સ્માઈલ સાથે અર્જુન સામે જોવા લાગી…..અર્જુન પણ આ જોઈ ખુશ થયો…..બધા ખુબજ ખુશ થઈ ગયા…..

આમ ને આમ સમય વીતતો જતો હતો…..રાહુલ ની કોલેજ ની પરીક્ષા બાદ રાહુલ અને નિયતિ ના લગ્ન નક્કી કરવામાં આવ્યા….નિયતિ ના જિંદગી માં આવવાથી રાહુલ પણ ઘણો સુધરી ગયો હતો…..અને એને પોતાના ખોટા કામ મૂકી કોલેજ અને પરીક્ષામાં ધ્યાન આપવાનું નકકી કરી લીધું હતું…...અને તેની મહેનત અને ધગશ ના કારણે તે સારા માર્કે પાસ પણ થઈ ગયો…..પરીક્ષા પુરી થયા ના થોડા જ સમય માં રાહુલ અને નિયતિ ના લગ્ન લેવાયા….નિયતિ ની ઈચ્છા ન હતી વધુ ધામધૂમથી લગ્ન કરવાની એ તો બસ બધું કોર્ટ મેરેજ કરી ને પૂરું કરવા ઇચ્છતી હતી…..પણ રાહુલ અને રાહુલ ના પરિવાર ના લોકો થોડી ધામધૂમ કરી લગ્ન કરવા ઇચ્છતા હોવાથી અંતે બધું એ રીતે જ ગોઠવાયુ…..

લગ્ન ને બસ બે જ દિવસ ની વાર હતી….રાહુલ ખુશી ને મળવા આવ્યો હતો….ખુશી ને મળીને એ ઘરે જવાનો જ હતો પણ તેને આજ નિયતિ કંઈક ઉદાસ દેખાતી હતી…..આ કારણે તેને નિયતિ સાથે વાત કરવાનું વિચાર્યું…..બંને જણા બહાર ગાર્ડન માં વાતો કરવા ગયા…..રાહુલ એ થોડી ઔપચારિક વાતો કરી પછી નિયતિ ને પૂછ્યું….."નિયતિ તમે ઠીક તો છો ને??કેમ ઉદાસ લાગો છો?તમે આ લગ્ન થી ખુશ તો છો ને??નહીંતર હજી પણ સમય છે હું બધા ને ના કહી દવ….."

આ સાંભળીને નિયતિ બોલી…"અરે ના…એવું કંઈ જ નથી…..હું ખુશ છું…..બસ એક વાત મન માં હતી જે હું તમારી સાથે શેર કરવા ઇચ્છતી હતી….પણ કઈ રીતે કહું સમજાતું નથી….."

આ સાંભળીને રાહુલ એ નિયતિ ના હાથ પર પોતાનો હાથ રાખતા કહ્યું….."જોવો નિયતિ બે દિવસ પછી આપણા લગ્ન છે…..અને હું નથી ઇચ્છતો કે તમારા મન માં કોઈ પણ વાત કહ્યા વિના રહી જાય…..તમે જે પણ વાત હોય મન ખોલીને કહી શકો છો…...મને જરા પણ ખોટું કે ખરાબ નહિ લાગે…..હું હમેંશા તમારી વાતો માં અને તમારા ફેસલાં માં તમારી સાથે જ છું…"

રાહુલ ની વાતો થી નિયતિ માં થોડી હિંમત આવી અને એને કહ્યું કે….".રાહુલ તમને તો ખબર જ છે કે હું અંગત ને હજી સુધી ભૂલી નથી શકી…..અને આ લગ્ન હું મારા થી વધારે બાકી બધા ની ખુશી માટે કરું છું એવું કહીશ તો એ પણ ખોટું નહીં કહેવાય….હું દિલ થી તમારી ખુબજ ઈજ્જત કરું છું…..અને તમને લગ્ન પછી બધી રીતે ખુશ રાખી તમારી અર્ધાંગિની બનીને તમારી સાથે ચાલવાની હમેંશા કોશિશ કરીશ…..પણ જે પ્રેમ હું અંગત ને કરતી હતી એવો કદાચ તમને…"નિયતિ એ વાક્ય અધૂરું જ મૂકી દીધું……

"કદાચ એવો પ્રેમ તમે મને નહીં આપી શકો એમ જ ને??"રાહુલ એ વાક્ય પૂરું કરતા કહ્યું…..અને નિયતિ એને જોવા લાગી….

"બસ આ જ વાત હતી ને…..તો સાંભળો ડોક્ટર નિયતિ મેં તમારી પાસે પ્રેમ પામવાની ક્યારેય આશા નથી રાખી…હું જરૂર ઇચ્છું છું કે તમે મને પ્રેમ કરો…...પણ એ તમારી મરજી થી અને દિલ થી…..હું એ દિવસ ની રાહ જરૂર જોવીશ જ્યારે તમને પણ મારા થી પ્રેમ થઈ જશે…...પણ અત્યારે મારા માટે માત્ર તમારો સાથ જરૂરી છે…...અને તમારી ખુશી એનાથી પણ વધારે જરૂરી છે…..હું તમને ક્યારેય નહીં કહું કે તમે અંગત સર ને ભૂલી મારા થી દિલ થી જોડાઈ જાવ…..બસ તમે ખુશ હશો તો મને મારી બધી ખુશી મળી જશે…..અને હું તમને હમેંશા ખુશ રાખવાની કોશિશ કરતો રહીશ…..અને ખુબજ પ્રેમ આપવાની પણ કોશિશ કરીશ…...પણ એના બદલે તમારી પાસે ક્યારેય પ્રેમ નહીં માંગુ…..બસ હું તમારી સાથે જીવી તમારી જિંદગી નો એક હિસ્સો બની આ જિંદગી જીવવા માંગુ છું…...શું તમે મારી સાથે આખી જિંદગી રહેશો???"

આ બધું સાંભળીને નિયતિ ના દિલ પર જે બોજ હતો એ જાણે ઉતરી ગયો….અને તેને રાહુલ ના પ્રશ્ન ના જવાબ માં રાહુલ ના હાથ પર પોતાનો હાથ રાખી કહ્યું…"હા હું હમેંશા તમારી સાથે રહીશ…."અને બંને ના ચેહરા પર એક ખુશી ની લહેર આવી ગઈ…

આમ ને આમ લગ્ન નો દિવસ પણ આવી ગયો અને રાહુલ અને નિયતિ ના લગ્ન કોઈપણ વિઘ્ન વિના સારી રીતે થઈ ગયા…..લગ્ન ના બસ થોડા જ સમય માં નિયતિ અને ખુશી રાહુલ ના ઘર નો હિસ્સો બની ગયા…..નિયતિ માટે આ બધું નવું હોવા છતાં રાહુલ ના સાથ અને સહકાર થી થોડા જ સમય માં એ પરિવાર સાથે સારી રીતે મળી ગઈ…..ખુશી પણ હવે ખૂબ જ ખુશ રહેવા લાગી હતી…..અને પોતાના ક્લાસ ના સ્ટુડન્ટસ ને ગર્વ થી કહેતી કે મારા પપ્પા મારા માટે આ લાવ્યા…..પેલું લાવ્યા…...અને સ્કૂલ એ થી ઘરે આવીને પોતાની મસ્તી થી આખું ઘર ગુંજવી દેતી….

રાહુલ પણ કોલેજ પુરી કરીને પોતાના પિતા સાથે એમના બિઝનેસ માં જોડાય ગયો હતો અને ખૂબ જ સમજદારીથી પોતાની જિમેદારી નિભાવતો હતો…..નિયતિ પણ હવે ખુશ રહેવા લાગી હતી અને ધીમે ધીમે રાહુલ ના પ્રેમ ના કારણે પોતાનો ભૂતકાળ ભૂલવા લાગી હતી…..પણ હજી સુધી એ રાહુલ ને અંગત નો હક નહતી આપી શકી…...ઘણી વાર કોશિશ કરવા છતાં એ અંગત ને પુરી રીતે ભૂલી રાહુલ ને એ પ્રેમ નહતી આપી શકતી જેને એ હકદાર હતો….

આમ ને આમ એક વર્ષ વીતી ગયું…..આ વર્ષ ખુશી ખુશી કેવી રીતે વીતી ગયું કોઈ ને જાણ ન થઈ…...અને આજે રાહુલ અને નિયતિ ના લગ્ન ની શાલગીરાહ પણ આવી ગઈ…..રાહુલ ની ઈચ્છા હોવાથી આજે સાંજે ઘર માં એક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું…...બધા એની તૈયારી માં લાગ્યા હતા… નિયતિ જરૂરી ફોન કરી અંગત લોકો ને આમંત્રણ આપી રહી હતી…ત્યાં જ એને પોતાના મમ્મી ને પણ સાંજે આવવા કોલ કર્યો….

જરૂરી વાતો કર્યા બાદ અચાનક જ નિયતિ ના મમ્મી એ નિયતિ ને પૂછ્યું….."એક વાત પૂછું બેટા??તે હજી પણ રાહુલ ને દિલ થી પોતાના પતિ તરીકે નથી સ્વીકાર્યો ને???"નિયતિ એ કંઈ જવાબ ન આપતા એ બોલ્યા….."જો નિયતિ ભગવાન ને જે મંજૂર હતું તે થયું….એને અંગત ને તારી પાસે થી છીનવી લીધો તો રાહુલ ને તારી જિંદગી માં ખુશીઓ ભરવા અને અંગત ની જગ્યા પુરવા મોકલી પણ દીધો ને??અને જો તું આમ જ રાહુલ સાથે વર્તન કરીશ તો એ કંઈ બોલશે નહીં પણ થોડા જ સમયમાં એ એકલો પડી જશે…..અને ક્યાંક એવું ન બને કે એને પોતાના ફેસલાં પર અફસોસ થાય…..આજે તમારા લગ્ન ને એક વર્ષ થઈ ગયું છે…..આમ છતાં હજી સુધી રાહુલ કાંઈ જ નથી બોલ્યો તો એ એનો તારા પ્રત્યે નો પ્રેમ અને લાગણી છે…..પણ હવે તારે પણ એ જ પ્રેમ દાખવવાની જરૂર છે…..અને મારું માન તો હવે રાહુલ ને દિલ થી પોતાનો પતિ માની એની બની જા….."

આ સાંભળીને નિયતિ ને પણ અહેસાસ થયો કે એને અત્યાર સુધી સમજી જવાની જરૂર હતી અને રાહુલ ને અપનાવી લેવાની જરૂર હતી…..પણ પછી મન માં જ વિચાર્યું કે હજી મોડું નથી થયું અને આજે જ એ પોતાના થી થયેલી ભૂલ સુધારી રાહુલ ની બની જશે…..નિયતિ સાંજ ની અધીરાઈ થી રાહ જોવા લાગી….આજે તે ખૂબ જ સજી ને રાહુલ ને ખુશ કરવા માંગતી હતી….તે બપોર થી જ સાંજ ની તૈયારી માં લાગી ગઈ…...રાહુલ ની પસંદ ની સાડી...એની પસંદ ની બધી જ ચીજો પહેરી ખુબજ સુંદર તૈયાર થઈ રાહુલ ની રાહ જોવા લાગી…….ત્યાં જ અચાનક દરવાજા પાસે એક એમ્બ્યુલન્સ આવી પહોંચી…....રાહુલ ની રાહ જોતા મહેમાનો અને નિયતિ અચાનક એમ્બ્યુલન્સ આવતા ગભરાઈ ગયા…...નિયતિ ની નજર સામે એનો ભૂતકાળ ફરી થી તરવરવા લાગ્યો…...અને અચાનક એમ્બ્યુલન્સ નો દરવાજો ખુલતા જ નિયતિ જમીન પર ફસડાઈ પડી……..

વધુ આવતા અંતિમ અંકે……..

શું એમ્બ્યુલન્સ માં રાહુલ જ હશે??

શું ફરી એક વાર નિયતિ વિધવા બની જશે???

જાણવા માટે જરૂર થી વાંચજો…...અજીબ દાસ્તાન હે યે…..નો અંતિમ પાર્ટ…...