Hu ane mara Ahsaas - 9 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 9

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

હું અને મારા અહસાસ - 9

હું અને મારા અહસાસ

ભાગ ૯

સ્વાદ આસું નો ચાખી ને જોઈ લઉં,
લાવ તને થોડોક ચાહીને જોઈ લઉં.

*************************************************

જ્યારે મળ્યો હપ્તા હપ્તા માં મળ્યો,
અડધો નહીં પૂરો પામીને જોઈ લઉં.

*************************************************

હું તને ચાહું છું એમ કહીને આજે,
દોરી મર્યાદાની લાંઘીને જોઈ લઉં.

*************************************************

તારી આખો નો ની લો રંગ મન ને લોભાવે છે,
ચુપકે થી ઈશારો કરી તારી પાસે બોલાવે છે.

*************************************************

આંખો નીલમ જેવી છે,
યાદો સીતમ જેવી છે.

*************************************************

મેઘ મન મૂકીને વરસી જાય તો સારું,
વાદળાં આભેથી લપસી જાય તો સારું.

*************************************************

જિંદગી માં સુખી
થવા ઈચ્છાઓ ની
બેગ નાની હોવી જોઈએ,
બંદગી માં સુખી
થવા સમર્પણ ની
બેગ મોટી હોવી જોઈએ.

*************************************************

આજ ની પેઢી બચત મંત્ર ભૂલી ગઈ છે,
સુખી થવા માટે જીવન તંત્ર ભૂલી ગઈ છે.

*************************************************

હું તને ના ચાહું એ મારા હાથ માં નથી,
આજ ઘેલો થઈ ગયો કે ભાન માં નથી.

*************************************************

કેટલાય યુગો યુગો ના સાથી આપણે,
જન્મોજન્મ ની પ્રીત માં રંગાઈ આપણે,
ભવો ભવ નું વ્હાલ લુટાવું,
હું તને છોડી દઉં એ મારા હાથ માં નથી

હાથ પકડ્યો છે સમજી વિચારીને,
સાથ નિભાવ્યો જી જાન થી,
એમ બધું ના બધું આટોપી દેવાય,
હું તને ભૂલી જાઉં એ મારા હાથ માં નથી

*************************************************

હ્રદય ની કવિતાઓ સાંભળવામાં ભાષા કોઈ અવરોધ નથી
આંખ ની કવિતાઓ સાંભળવામાં ભાષા કોઈ અવરોધ નથી.

*************************************************

પાગલ પ્રેમ ને કોઈ સીમા નડતી નથી,
આઝાદ પંખી ને કોઈ સીમા નડતી નથી.

*************************************************
યોગ્ય હોવું જોઇએ
સક્ષમ હોવું જોઈએ.

*************************************************

પ્રેમ કરવા માટે સક્ષમ દિલ જોઈએ
પ્રેમ પામવા માટે સક્ષમ દિલ જોઈએ.

*************************************************

બેપરવા તારી સાથે ગાઠ બાંધી જન્મોજન્મ ની,
દિલ થી દિલ ની સગાઈ હવે
જન્મોજન્મ ની.

*************************************************

અવિચારી પગલું ના ભરો,
જાણી સમજી આગળ વધો.

*************************************************

પ્રેમ માં ભાન ભૂલી ગયા,
જામ માં જાન ડૂબી ગયા.

*************************************************

દૂરંદેશી લોકો જીવન માં આગળ વધી જાય છે,
સાવધાન લોકો જીવન માં આગળ વધી જાય છે.

*************************************************

નુકસાન રૂપિયા નું પહોંચી વળાય,
આસું ના નુકસાન ભરપાઈ ના થાય.

*************************************************

મારું દિલ તોડી તું ખુશ રહે છે,
એ વાત ગળે ઉતરે તેવી નથી.

*************************************************

હિંમત બહુ મોટી વાત છે,
તે બધાં નથી કરી શકતા.

*************************************************

જીવન ને લલકારવું પડે છે,
જાત ને હચમચાવી પડે છે.

*************************************************

પ્રેમ હિંમત છે,
પ્રેમ સાહસ છે.

*************************************************

આંખ માં આસું છતાં ઠોઠ પર હાસ્ય
કઈ નાની વાત નથી,
દિલ માં આસું છતાં ઠોઠ પર હાસ્ય
કઈ નાની વાત નથી,

*************************************************

સપના વગર નો માણસ જીવતા મરેલો ગણાય

*************************************************

જીવવું તો સાથે જીવવું
મરવું તો સાથે મરવું
પ્રેમ ના આ વચન
સદા પાળીશું આપણે.

*************************************************

જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ જ દૂર જઈ બેઠા છે
જેની દિલ દઈ ને બેઠા છે એ જ દૂર જઈ બેઠા છે

*************************************************

મન પ્રફુલ્લિત રાખો,
જીવન માં સુખી થશો.

*************************************************

વ્હેમની સાંકળો તોડીને આવી જા,
નાતના બંધનો તોડીને આવી જા.

*************************************************

માટી નું છે માટી માં ભળી જાય છે,
તું આત્મા ને કેમ ભૂલી જાય છે

*************************************************

પ્રેમ સહેલાઈથી મળતો નથી,
જામ સહેલાઈથી મળતો નથી.

*************************************************

સારા દેખાવું સહેલું છે,
સરળ જીવવું અઘરું છે.

*************************************************

વિના પ્રયાસે મેળવેલું,
તેનું મૂલ્ય હોતું નથી.