First Turning Point of my life - 1 in Gujarati Biography by Manthan Thakkar books and stories PDF | જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ - ભાગ ૧ - ૬ જાન્યુઆરી ૨૦૧૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ - ભાગ ૧ - ૬ જાન્યુઆરી ૨૦૧૯

છેલ્લા વર્ષો માં તમારો જે પ્રેમ મળ્યો એવો જ પ્રેમ આ નવા વર્ષ માં પણ મળે અને સાથે છેલ્લા ઘણા સમય થી લખવાનું બંધ હતું તો આ નવા વર્ષ થી ફરી સ્ટાર્ટ કર્યું અને હવે નિયમિત રીતે લખાય એટલે આ વર્ષ ના પ્રથમ રવિવાર થી શરૂઆત કરું છું. લાંબા સમયે લખવાનું ચાલુ કર્યું એટલે કદાચ કોઈ ને પેહલા જેવું નહિ ગમે પણ પૂરતો પ્રયાસ કરીશ કે દરેક લખાણ તમને પસંદ આવે. આજથી ચાલુ કરેલ મારી અને મારી આસપાસ ની વાતો ની શરૂઆત ત્યાંથી જ કરું જયારે મારી લાઈફ નો પ્રથમ ટર્નિંગ પોઇન્ટ આયો કે જે પછી લાઈફ માં ઘણો ફેરફાર આયો અને આજે જે કઈ પણ છું એની પાછળ કદાચ એ ટર્નિંગ પોઇન્ટ જ જરૂરી હશે.

૬ જાન્યુઆરી ૨૦૧૯ આજ નો દિવસ અને બરાબર આજ થી ૧૦ વર્ષ પહેલા ૬ જાન્યુઆરી ૨૦૦૯ મારી જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ. એ દિવસે અમે અમારા નવા ઘરે જવાના હતા. નવું ઘર એટલે કેમકે સયુંકત કુટુંબ થી વિભક્ત માં આવેલ. એ દિવસે સવારે ૬ વાગે તૈયાર થઇ ને સાયન્સ ની એક્ઝામ માટે નીકળેલા. સ્કૂલ થી કદાચ કલાક નો રસ્તો હશે જ્યાં અમે રોકાયેલા ત્યાંનો. ૭:૧૫ એ પરીક્ષા શરુ થવાની હતી અમે પપ્પા સાથે ૬:૩૦ ના નીકળેલા . પપ્પા ડ્રાઈવ કરતા હતા અને હું અને સંકેત પાછળ વાંચતા હતા. પરીક્ષા ની સાથે લોકો શું કેહ્શે અને બીજા પણ ઘણા સવાલો મગજ માં ચાલતા હતા.આ બધા ની વચ્ચે અમે પરીક્ષા પર ધ્યાન આપ્યું અને સવાર ની ગુલાબી ઠંડી વચ્ચે પપ્પા એ અમને ૪૦ મિનિટ માં સ્કૂલે પહોંચાડ્યા. સ્કૂલ પહોંચી ને અમે અમારા પરીક્ષાખંડ માં ગયા ત્યાં મિત્રો એ આગળ ગેરહાજર રહેવાનું કારણ પૂછ્યું પણ બહાનું બનાઈ ને પરીક્ષા આપવાની ચાલુ કરી. પરીક્ષા પત્યા પછી બધા પેપર કેવું ગયું પૂછતાં હતા પણ મારા અને સંકેત ના મગજ માં બીજા ઘણા સવાલો ચાલુ હતા. આ બધા ની વચ્ચે અમે અમારા નવા ઘેર પહોંચ્યા જ્યાંથી એક નવી જ સફર શરુ થઇ. નવા લોકો , નવી ઓળખાણ , નવું ઘર આ બધા ની વચ્ચે હું બહાર બાલ્કની માં આવી ને ઉભો રહ્યો અને કઈંક અલગ લાગવા લાગ્યું હું નહોતો સમજી શકતો કે શું થઇ રહ્યું છે મને જાણે દિલ અને દિમાગ બને અલગ જ દિશા માં જય રહ્યા હોય. બધા જ વિચારો ને બાજુ માં મૂકી ને દિલ અને દિમાગ એ કોઈ રમત રમતા હોય કે પછી રેસ લગાવી હોય. કહેવાય છે કે જયારે કઈ ના સૂઝે તો દિલ નું સાંભળવું પણ મારે દિલ કરતા વધારે દિમાગ નું સાંભળવું હતું કેમકે જે પરિસ્થિતિ માં ઘેરાયેલ હતા ત્યાં રહી ને દિલ ની જગ્યે દિમાગ ને કામ પર લગાવું એ મારા માટે વધારે જરૂરી હતું. પણ દિલ પણ ક્યાં માનવાનું હતું પહેલેથી જ જિદ્દી હતું મારી જેમ બસ એને દિમાગ પર ભારે થઇ ને પોતે જીતવાનું ચાલુ રાખ્યું પણ દિલ અને દિમાગ બને ની લડાઈ માં કોઈ પણ જીતે હાર તો મારી જ થવાની હતી. પણ એ હાર , એ દિવસો , એ હારેલ સમય , એ દિલ અને દિમાગ ની લડાઈ અને બને ની વચ્ચે પીસાતો હું , એ પાગલપન ,એ જીતવાના સપના પણ દરેક તૂટેલ સપના ને હું એકલો જોતો અને પાછો દિલ અને દિમાગ ને બને ની વચ્ચે મુકતો અને બીજું પણ ઘણું બધું કદાચ આજીવન મને યાદ રહેશે. લખવું તો ઘણું છે ,શબ્દો પણ મળશે પણ આ બધા ની વચ્ચે આજે પણ ૧૦ વર્ષ પહેલા ની એ યાદો મારી સામે ચલચિત્ર બની ને આવી રહી હોય એમ લાગે છે. એ બધું જ આજે પણ મારી સાથે ,મારી યાદો માં જ બંધ થઇ ને રહેશે . વધુ આજે નહિ લખી શકું પણ હા એ જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ હંમેશા યાદ રહેશે અને સાથે સાથે એની વધારે વાતો પણ કરીશ આગળ . પણ જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ જયારે આયો ત્યારે મેં કદી નહોતું વિચાર્યું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ આઇશ કે આજે જે કઈ પણ છું એ બની શકીશ.એ વખતે તો જિંદગી જ મારી સાથે એક ફિલ્મ કરી રહી હતી.આજે એટલે હું નથી લખી શકતો કેમકે એ ભૂતકાળ ફરી મારી સામે આવી રહ્યો હોય એમ લાગે છે.દિલ ફરી થી એજ ઘટનાને યાદ કરાવે છે.અત્યારે કોમ્પ્યુટર પર નહિ પણ એ બાલ્કની માં ઉભો હોવું તેમ લાગે છે માટે કદાચ હું વધારે નહિ લખું અને જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ ભાગ ૧ તરીકે જ અટકાવું છું. જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ ની બધી વાતો પાછળ થી અલગ ભાગ રૂપે મુકીશ. કદાચ પેહલો ભાગ નહિ ગમે પણ આગળ જરૂર થી ગમે એમ લખીશ. વાંચવા બાદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટિમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

વધારે માહિતી માટે મારા સોશ્યિલ મીડિયા પર સંપર્ક કરવો મેરી કહાની મેરી ડીજીટલી ઝુબાની નો પ્રથમ ભાગ એટલે આજ ની આ સ્ટોરી બસ હવે થી આગળ એક નવી શ્રેણી શરુ થશે મારા જીવન ની જેમાં આપ ને ખુબ મજા પડશે