tu mane gamto nathi - 8 in Gujarati Love Stories by Amit vadgama books and stories PDF | તું મને ગમતો થયો - 8

Featured Books
Categories
Share

તું મને ગમતો થયો - 8

વણાંક દરેક જગ્યાએ હોય છે, પછી વાર્તામાં હોય, કે પછી રસ્તામાં હોય, કે પછી જિંદગીમાં હોય. એક એવો સમય આવે છે જ્યાંથી જિંદગી પોતાના દિશા બદલે છે. તમારા જીવનમાં પણ આવ્યો હશે એવો જ વણાંક. વિચારો અને ચાલો આગળ વધીએ આ વાર્તાના આઠમાં ભાગમાં. તમે કેવા વણાંકની અપેક્ષા રાખો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચાલો વાર્તાના સફરમાં, એક નવી દિશા મળે એવી આશા સાથે આ રહ્યો "તું મને ગમતો થયો" વાર્તાનો આઠમો ભાગ.......

શ્રેયા પાસે ભવિષ્ય વિષે વિચારવા બે મહિના જેટલો સમય હતો... આગળ હવે કયો course કરવો, હવે પછીનો અભ્યાસ ક્યાં કરવો આ બધી માહિતી એ મેળવવા લાગી... B.ed કરી સ્કૂલમાં શિક્ષક બનવું કે પછી masters, P.hd કરી કૉલેજમાં પ્રોફેસર બનવું આ બન્ને વિકલ્પ હતા એની પાસે... એટલે એને ઉચ્ચ અભ્યાસ માટે B.ed નહીં masters કરવાનું વિચાર્યું.... એણે ઉચ્ચ અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી ગુજરાતની પ્રખ્યાત યુનિવર્સિટી "સરદાર પટેલ યુનિવર્સિટીમાં" અભ્યાસ કરવાનું વિચાર્યું.... એડમિશન માટે 1st જૂનથી ઓનલાઈન ફૉર્મ ભરવાના શરૂ થયા... શ્રેયા અને એની friend હેમાલીએ પણ ત્યાં ફોર્મ ભર્યા... 20 જૂને સરદાર પટેલ યુનિવર્સિટીમાં એડમિશન માટે પહેલું મેરીટ લિસ્ટ બહાર પડ્યું... શ્રેયા અને હેમાલીને યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં એડમિશન ન મળ્યું... એમને "સરદાર પટેલ યુનિવર્સિટીની" કોલેજ "શ્રી એ એન પટેલ " કોલેજમાં એડમિશન મળ્યું.... 25 જૂન સુધી admission confirm થઈ ગયું.... અને 5 જુલાઈથી કોલેજ શરૂ થવા જઈ રહી હતી.. એક અદ્ભુત સફરની શરૂઆત થવા જઈ રહી હતી... વલ્લભ વિદ્યાનગરમાં એક girls hostelમાં રૂમ મળી ગયો.... વિદ્યાનગરી વિદ્યાનગર એક અદભુત શહેર જ્યાં વિદ્યા મેળવવા દૂર દૂર થી વિદ્યાર્થીઓ આવતા રહે છે.. શ્રેયા પણ એમાંની એક હતી.... શ્રેયા માટે આ એક અનોખો અનુભવ થવા જઈ રહ્યો હતો... હોસ્ટેલ લાઈફનો અનુભવ.... સમય વીતતો ગયો માસ્ટર્સ શરૂ થયું અને સાથે સાથે હોસ્ટેલ લાઈફ.... જે freedom ઘરે હોય એવી hostelમાં ન હોય ઘરે નિયમ અલગ હોય અહીં હોસ્ટેલમાં નિયમ ઘણાં સ્ટ્રીક્ટ હોય... શરૂઆતમાં બંધન જેવું લાગે પણ પછી એ માહોલમાં સેટ થઈ જાય પછી ફાવી જાય... એમ શ્રેયાને પણ શરૂઆતમાં થોડી તકલીફ પડી... પણ એની બેસ્ટ ફ્રેન્ડ હેમાલી રૂમમેટ હતા એટલે એને એકલું લાગતું નહોતું... કૉલેજ જવા માટે રીક્ષા અથવા સિટી બસની સુવિધા હતી... કોલેજનો ટાઈમ સવારે 9 થી 11:45 હતો... અઠવાડિયા સુધી આ ટાઈમ રહ્યા પછી practical શરૂ થયા એટલે ત્રણ દિવસ practical પણ હતા... ક્લાસમાં 75 વિદ્યાર્થીઓ હતા જેમાં શ્રેયાનો roll number 60 હતો અને એની ફ્રેન્ડ હેમાલીનો roll number 42મો હતો... બન્નેને એક જ દિવસે practical ( ગુરુવાર, શુક્રવાર અને શનિવાર)... એટલે practical હોય ત્યારે સમય સવારે 9 થી બોપોરે 3 વાગે સુધી થયો.... practicalમાં ગ્રુપ બનાવામાં આવ્યા હતા.. એક ગ્રુપમાં 4 વિદ્યાર્થી... એમાં બન્યું એવું કે જુલાઈ પૂરો થતા થતા 4-5 વિદ્યાર્થીઓ અમુક કારણોસર માસ્ટર્સનું એડમિશન કેન્સલ કરી નીકળી ગયા. એમાં એક વિદ્યાર્થી શ્રેયાના ગ્રુપનો હતો. જે વિદ્યાર્થી નીકળી ગયા એમની જગ્યાએ બીજા નવા વિદ્યાર્થીઓને એડમિશન અપાયું... અને નામ પ્રમાણે રોલ નમ્બર આપી practical ગ્રૂપમા સેટ કરી દીધા. એ બધા વિદ્યાર્થીઓ practical ચાલુ થયા પછી 15 દિવસ પછી એડમિશન થયું હતું.. એટલે કહીં શકાય લેટ એડમિશન હતું એ બધાનું. પણ હજી માસ્ટર્સનું શેક્ષણિક કાર્ય એટલું ચાલ્યું નહતું એટલે નવા વિદ્યાર્થીઓને એટલું નુકસાન નહતું. શ્રેયાના ગ્રુપમાં જે વિદ્યાર્થી નીકળી ગયો હતો એની જગ્યાએ બીજો વિદ્યાર્થી આવી ગયો. એ વિદ્યાર્થી કોણ હતો?

વધુ આવતા ભાગમાં...