horror express - 39 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 39

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 39

થોડીવાર પછી તે ધીમેથી ડાબા હાથના ટેકે ઉભો થવા લાગ્યો. દર્દ તેને ઉભો થવા દેતું ન હતું. પડેલો માર તેને તે મુશ્કેલી માંથી ઉભો કરી રહ્યો હતો.
પોતાના બંને પગ પર ઉભેલો વિજય તે અવાવરું કૂવામાં ફસાયેલા કોઈ પ્રાણી જેવો....
અંધારું લાગતું ખરું પણ બહારથી થોડાક પ્રકાશના કિરણો કૂવામાં પ્રવેશવા સફળ રહેલા તેને લીધે જ તે કૂવામાં થોડું અજવાળું હતું જેના લીધે વિજય તે કુવા ને નિહાળી રહ્યો હતો.તેમાંથી અસહ્ય દુર્ગંધ મારી રહી હતી.કૂવો બંધાયે ઘણા વર્ષો વીતી ગયેલા હોવા જોઈએ કેમકે લીલ બાઝી ગઈ હતી. દીવાલ ઘણી તૂટેલી હતી. કૂવામાં સહેજ પણ પાણી નહોતું અને કેવળ કાંકરા પથ્થરોથી ભરાયેલો આ કૂવો હતો
વિજય ના હજી માથાના વાળ કોઈક પકડી રહ્યું હતું, એટલા જોરથી પકડેલા કે તેનું માથું પણ હવે તે સ્થળની ભયાનકતા ના દર્દ માં વધારો કરી રહી હતી.
વિજયના મનમાં બોલતો હતો.
"ઘેર જવા ક્યારે મળશે."
પણ તેને સાંભળનારું કોઈ ન હતું.
"પેલા પલંગમાંથી તે ઊઠ્યો અને જાતે જ રસોડામાં શોધખોળ કરવા લાગ્યું ત્યાં સુધી તેના મા-બાપ નિંદ્રામાંથી જાગ્યા નહોતા."
તો પછી આવી જગ્યાએ કોઈ જ કહેતા કોઈ નહોતું અને દૂર-દૂર સુધી બસ એકલો જ દેખાઈ રહ્યો હતો.
કેતન ફસાવી ને જાણે તે અનંત એકાંતમાં ક્યાં ચાલ્યો ગયો. તેણે પેલી જોડે કોઈ શરત તો કરી નહિ હોય
?
"ચોક્કસ કર્યું હોવું જોઈએ" કેતન મને ફસાવવા ના બદલામાં તેને મુક્તિ મળી હોવી જોઈએ એટલે જ એ દેખાતો નથી. તેના પર ગુસ્સો આવી ગયો.કુવા ની દુર્ગંધ થી માથું ફાટી ગયું હતું તો બીજી બાજુએ આ કુવામાંથી નીકળવા માટે હવાતિયા મારવા લાગ્યો. પોતાના પગથી એક બે વાર તેણે દીવાલને મારી પણ જોયું. એમને એમ વિજય ના પગ એથી વિશેષ કશું જ કરી શકવાના નહોતા તે આમાંથી કોઈ યુક્તિ વાપરી શકે એમ હતોજ નહિ.જેના સહારે ચઢીને ઉપર પહોંચી જાય.
વિજય પણ અત્યારે એવું જ અનુભવી રહ્યો હતો ગુલામ બનીને તેની પરિસ્થિતિ પેલી ભૂતાવળ થી ઓછી ન હતી તે ચાહે તો પણ તેઓ પોતાની મેળે નીકળી શકવાનું ન હતું તેથી રાહ જોવા લાગ્યો કે કોઈ આવીને તેની મદદ કરે તેનું રાહ જોઉં એકદમ મુશ્કેલ હતું.
અનંત દૃશ્ય હતું જેમાં એકનું નામ કેસરી હતું અને બીજાનું નામ વિજય, બન્ને જ પાત્રો હતા તેઓ બંને જગ્યાએ રમી રહ્યા હતા જેમાં એક વિજય નબળો પ્યાદું બની ચૂક્યો હતો. જેની સાથે મન ફાવે તેમ કેસરી રમી રહી હતી.
દુર્ગંધ શ્વાસ માં અવરોધ પેદા કરવા લાગી હતી તે બધું સહન કરવું અસહ્ય હતું અને જો કોઈ તેને બહાર ન કાઢો તો ત્યાં મરી જવાનો હતો તે નક્કી હતું.
જ્યારે વિજય બેભાન જેવો થવાની આવ્યું ત્યારે જ ભૂતાવળ બીજું નાટક શરૂ કરવાની તૈયારી શરૂ કરી રહી હતી. વિજય ને કશું સાંભળ્યું...... અવાજ
કોઈક આવી રહ્યું હતું અને કોણ હતું.ભૂતાવળ તે કુવા પાસે આવી રહી હતી તેનો અવાજ વિજય પારખી ગયો.
વિજયના હૃદયના ધબકારા વધવાની સાથે જ તે બેભાન થઈ ગયો. ભૂતાવળ નો સામનો કરવો એના કરતા હું સુઈ જાવ તો સારુ.
વિજય ની માં તેના શરીર નું કેટલું ધ્યાન રાખતી હતી તેમના ઘરની સફાઈ પણ દરેક ને ગમે તેવી હતી એ બધું અને અત્યારે જે ગંદકી નાખી દેવામાં આવ્યો એ બધું...
વિજય નું મોત તો નક્કી હતું .વિજય મનોમન વિચારવા લાગ્યો કે હું તેના માટે મોતનો કૂવો બની જવાનો હતો.ભૂતાવળ નો અવાજ એકદમ આવ્યો અને વિજયના મનમાં ફાળ પડી.....
વધુ આવતા અંકે.....