revange to love - 2 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | બદલાથી પ્રેમ સુધી - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બદલાથી પ્રેમ સુધી - 2

બદલાથી પ્રેમ શુધી ભાગ 2


આપણે આગળ ના ભાગ માં જોયું કે રોહિત સોનાક્ષી ને બહાર ફરવા જવાનું કહે છે છે. અને સોનાક્ષી થોડા ખચકાટ સાથે તેની સાથે બહાર ફરવા જવાની હા પાડે છે. રોહિત સોનાક્ષી ને અડધા કલાકમાં તૈયાર રહેવાનું કહે છે.યલ્લો અને ગ્રીન કલર ના સલવાર અને સાથે ગોળ ગોળ મોટા મોટા ઝૂમખાં અને તેના થોડાક લંબગોળ ચહેરા પર નાનકડી કાળી બિંદી જાણે એટલેના લગાવી હોય કે જેથી તેને કોઈ ની નજર ના લાગી જાય.આજે સોનાક્ષી તેના ખભે પડતા બંધાયેલા વાળ માં લીધેલી પોની સાથે ખૂબ સુંદર લાગી રહી છે અને તેની સુંદરતા માં ચાર ગણો વધારો તો તેના ચહેરા પર નું સ્મિત કરતું હતું

રોહિત બહાર થી જ સોનાક્ષી ને બૂમ પાડે છે.............
"સોના......સોના.....તૈયાર થઈ કે નઈ...... આપણે જવાનું પણ છે.....કેટલી વાર ..કરીશ ચાલ જલ્દી......"

સોનાક્ષી રૂમની અંદર થી જ તેની ઓઢણી સરખી રીતે ઓઢતા જવાબ આપે છે : " આવી! આવી! બસ બે જ મિનિટમાં આવી!..... હું તૈયાર જ છું......"

રોહિત નીચે રાહ જોતાં જોતાં કહે છે કે: આ તમે છોકરીઓ ને જેટલો સમય આપીએ તૈયાર થવા માટે ઓછો જ પડે ....

સોનાક્ષી તેની વાત સાંભળી લે છે અને તેને મીઠો ઠપકો આપતા તેના હાથ માં રહેલી ઘડિયાળ બતાવતા કહે છે.:" આ છોકરાઓ છે ને ખાલી બતાવવા માટે બંધ પડેલી ઘડિયાળ પહેરે પણ ક્યારેય તેમાં ટાઈમ જોવે નઈ " .......... અને પછી સોનાક્ષી રોહિત નો કાન હળવેકથી પકડે છે અને તેને ટાઈમ બતાવતા કહે છે : " આ જુઓ મેનેજર સાહેબ તમે આપેલા સમય કરતાં 10 મિનિટ વહેલા આવ્યા છો અને ઉપર થી મને કહો છો કે હું ટાઈમ પર તૈયાર ન થઈ!"

સોનાક્ષી ના હાથ માંથી તેનો કાન છોડાવતા રોહિત કહે છે :"આહ! મારો કાન મરડાઈ ગયો....! છોડ ને સોના દુખે છે કાન માં.......", પ્લીશ છોડી દે કાન હું તારો કાન પકડીને સોરી કહું છું બસ....

આટલું કહી ને રોહિત હળવેકથી સોનાક્ષી નો કાન પકડી લે છે...સોનાક્ષી ચાલાકી થી છટકી જાય છે અને રોહિત નો કાન પણ છોડી દે છે પણ સોનાક્ષી નો હાથ ભારે હોવાથી તે સોનાક્ષી ને કહે છે:
"તે આર્મી ની ટ્રેનિંગ લીધેલી છે કે શું હજુ શુધી કાન દુખે છે......."

આર્મી ની વાત સાંભળીને સોનાક્ષી ના ચહેરા નો રંગ ઉડી જાય છે અને તે એકી નજરે રોહિત સામે જોઈ રહે છે

રોહિત સોનાક્ષી ને કહે છે :"રિલેક્સ ! યાર !... તું... વાત વાત માં આટલી બધી સીરીયસ કેમ થઈ જાય છે હું મજાક કરું છું......આમ પણ તું બહુ ઓછું હસે છે તો હમણાં જે ફેસ પર સ્માઈલ હતી તે વધારે સારી લાગતી તી તો સ્માઈલ પ્લીઝ મેડમ!....

રોહિત ની વાત સાંભળી ને સોનાક્ષી હસે છે અને કહે છે ચાલો મેનેજર સાહેબ હવે ફરવા જવા માટે મોડું નથી થતું

રોહિત તેની વાત માં હકાર માં માથું હલાવે છે અને તેનો હાથ પકડી ને તેને કમ્પાઉન્ડ ની બહાર લાવે છે અને ત્યાંથી રોહિત ટેક્ષસી લેવા જાય છે ત્યારે સોનાક્ષી તેને તેના બાઇક માં બેસીને જવાનું કહે છે.

રોહિત તેની બાઇક બહાર કાઢે છે અને ચાલુ કરે છે સોનાક્ષી તેની પાછળ બેસી જાય છે. અને પછી રોહિત 120 ની સ્પીડે તેના બાઇક ને રોડ પર ઉડાડી મૂકે છે અને સોનાક્ષી પણ જોરથી આવતા પવનને તેની બાહો માં ભરી ને આવકારે છે તે આજે ખુશ છે રોહિત અને સોનાક્ષી મોલ માં જાય છે ત્યારે સોનાક્ષી રોહિત ને કહે છે કે તે બે મિનિટ માં તેની પોની સ્ટાયલ સરખી કરી ને અંદર આવે.

રોહિત હળવેકથી સોનાક્ષી ના વાળ પાછળ થી પકડે છે સોનાક્ષી ના પાડવા જતી હોય છે પણ ત્યાંજ બીજા હાથે રોહિત સોનાક્ષી ના બંને હોઠો પર આંગળી મૂકી દે છે બંને એકબીજાની આખો માં આખો નાખી ને જોઈ રહે છે. રોહિત હળવેકથી સોનાક્ષી ના વાળ માં રહેલ પિન કાઢે છે અને તેના વાળ ને ખુલ્લા કરે છે જયારે સોનાક્ષી તો રોહિત ની આંખો માંજ ખોવાયેલી હોય છે અને ત્યારે રોહિત બોલે છે.:"ખુલ્લા રાખ ને વધારે સારા લાગે છે....."

સોનાક્ષી રોહિતનો હાથ તેના મોઢા પરથી હતાવતા પૂછે છે.: "શુ?....."

રોહિત થોડા મસ્તીભર્યા સ્વર માં જવાબ આપે છે .:" વાળ!..... સોના તને ખુલ્લા વાળ ખૂબ જ સરસ લાગે છે.તો વાળ ને ખુલ્લા રાખીને.........

સોનાક્ષી હજુ પણ રોહિત ની સામે જ જોઈ રહી હોય છે અને તેને જોતા જોતા જ તે તેના વાળ માં પાછળ હાથ ફેરવે છે ત્યારે તેને ખબર પડે છે કે તેના વાળ તો ખુલ્લા છે હજુ પણ તે રોહિત ની આંખો માં જ ખોવાયેલી છે અને ત્યાં જ તેને એક નાનકડી છોકરી નો સહેજ ધક્કો વાગે છે એટલે તેના બંને હાથે તે રોહિત ના ખભા ની જોડે અને તેનું માથું રોહિત ના ખભા ઉપર આવી જાય છે


પેલી નાનકડી છોકરી તેના મીઠાં શબ્દોમાં કહે છે :" સોરી દીદી ! હું મોલ માં ફરવા માટે ખુબ એક્સસાઇટેડ હતી ને એટલે તમને વાગ્યું તો નથી ને......!"

સોનાક્ષી રોહિત થી અણગી થઈ ને જવાબ આપે છે : ના .....

પેલી છોકરી તેમને હેવ અ ગુડ ડે કહી ને મોલ માં ચાલી જાય છે

સોનાક્ષી સ્માઈલ કરે છે અને પેલી છોકરી ને જતા જોતી રહી છે અને પછી તે પણ રોહિત સાથે મૉલ માં જાય છે.રોહિત ત્યાં બાજુમાં રહેલી ટ્રોલી લેવા જાય છે જ્યારે સોનાક્ષી ચારે તરફ મોલ માં નજર કરે છે ચારે તરફ એકદમ ફુલ લાઇટિંગ કરેલ અને કાચ ના દરવાજો . દરેક વસ્તુ ને વ્યવસ્થિત સજાવીને કાચ ની પાછળ રાખવામાં આવેલી . ત્યાં મૉલ માં આજુબાજુ નજર ફેરવીને જુવે છે ત્યાં તેને નીચે થી ઉપર જતી અને ઉપર થી નીચે આવતી કાચ ની લિફ્ટ પણ દેખાય છે અને પેલી તેની જાતે જ ઉપર જતી સિડી ઓ તે મોલ માં પહેલી વખત જુએ છે .તે આ બધો નજારો જોતી જ હોય છે ત્યાં રોહિત શોપિંગ કરવા માટે ની બાસ્કેટ લઈ ને આવે છે.રોહિત અને સોનાક્ષી સીડીઓ થી ઉપર જાય છે અને તે લોકો સોનાક્ષી માટે ડ્રેસ લે છે રોહિત પણ તેના માટે અમુક કપડાં ખરીદે છે અને પછી એ લોકો કેન્ટીન માં જાય છે જ્યાં થોડો નાસ્તો કરે છે

સોનાક્ષી અને રોહિત મોલ માં બે કલાક જેટલો સમય વિતાવે છે.અને પછી અંધારું થવા આવ્યું હોય છે એટલે તેઓ ઘર તરફ જવા નીકળે છે. પણ જયારે તેઓ થોડાક બહાર આવે છે ત્યારે રોહિત ને યાદ આવે છે કે તે રાત ના જમવાનું બનાવવા માટે શાખભાજી લેવાનું તો ભૂલી જ ગયો એટલે તે બાઇક ઉભું રાખે છે અને સોનાક્ષી ને કહે છે........

" સોના હું બજારમાં જઈને શાખભાજી લઈ આવું તું રીક્ષા લઈને ઘરે જા હું તને જમીને પછી મળીશ"

રોહિત ની વાત સાંભળીને સોનાક્ષી તેની સાથે આવવાની જીદ કરે છે અને તે પણ તેની સાથે માર્કેટ માં આવે છે......

રોહિત અને સોનાક્ષી બંને લારીમાંથી બટેકા , ટમેટા,કોબીજ,અને ભીંડા જેવા શાકભાજી ખરીદે છે સોનાક્ષી છેલ્લી લારી માં નાના ચણી બોર જોવે છે અને તે થોડાક લઈ લે છે પણ તેને વધારે નથી જોઈતા હોતા એટલે તે કાકા ને કહે છે કે "મને પાંચ રૂપિયા ના બોર આપી દો"
પેલા કાકા પાસે દસ રૂપિયાના છુટ્ટા નથી હોતા એટલે એ બોર આપવાની ના પાડે છે પણ રોહિત પાસે રહેલા ગલ્લા વાળા પાસે થી છુટ્ટા પૈસા લઈ આવે છે અને પેલા કાકા પાસેથી બોર લેવડાવે છે અને પછી રોહિત સોનાક્ષી ને કહે છે :"ચાલ સોના ઘરે જઈએ........ મોડું થાય છે"

સોનાક્ષી રોહિત નો હાથ પકડે છે અને તેને થોડેક દૂર દોડીને ખાલી રહેલા રોડ પર લઈ જાય છે...

રોહિત:"સોના! તું મને અહીં કેમ લાવી છે આપણે ઘરે નથી જઉં મોડું થાય છે ચાલ....

સોનાક્ષી:" આ જોતો ખરા મૌસમ કેટલી સરસ છે અને હમણાં વરસાદ આવશે તે ખબર છે રોહિત મને વરસાદ માં ભીંજાવું બહુ ગમે થોડી વાર રહીએ ને આપણે ઘરે જઈએ તો ના ચાલે.... પ્લીશ ......

રોહિત સોનાક્ષી થી થોડેક દૂર એક ગલ્લા પાસે ઉભો રહે છે અને સોનાક્ષી વરસાદ આવવાની પહેલા જે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે તેની મજા લે છે તેના બંને હાથ ને હવામાં અધ્ધર કરી ને તે ચારેતરફ ફરતી હોય છે......રોહિત હસતા હસતા સોનાક્ષી ને આટલી ખુશ અને નાના બાળકી ની જેમ નાચતાં અને કૂદતાં જોઈ જ રહ્યો....

રોહિત સોનાક્ષી ની સામે જોઈ જ રહ્યો હતો ત્યાં પેલાં ગલ્લા વાળા ના રેડિયો માં પેલું ગીત વાગવા લાગ્યું ..........જે આ ગીત હતું



" तुजे पाया नही है फिर भी खोने से डर रहा हु ,............................................................
छुप छुप के तुजसे तेरा चहेरा मैं पद रहा हु......
थोड़े आंसू थोड़ी यादे ,थोड़ी चाहत, थोड़े वादे,..............................................
मुजमे बाकी अब तल्क यू तेरे जस्बात है
ये प्यार नही तो क्या है, ये प्यार नही तो क्या है......



💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺

રોહિત પણ આ ગીત ની મજા લેતો લેતો હોય છે ત્યાં અચાનક વરસાદ ચાલુ થઈ જાય છે એટલે રોહિત ગલ્લા વાળા પાસે થી ભાગી ને સોનાક્ષી ની પાસે જાય છે..... અને તેનો હાથ પકડીને કહે છે.......


" સોના.... સોના..... આજો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ઘરે જઈએ હવે......",

ના મેનેજર સાહેબ મને બહુ મજા આવી રહી છે આપણે થોડી વાર અહીં જ રહીએ ને....." સોનાક્ષી એ વરસાદ માં પલળતા પલળતા જ કહ્યું....

" ના બસ હવે બહુ ના પલળાય વરસાદ માં તને શરદી થઈ જશે અને બહુ મોડું પણ થઈ ગયું છે આપણે ઘરે જઈએ ચાલ"....

રોહિત સોનાક્ષી નો હાથ પકડે છે એની સામે જોવે છે અને પછી દોડતા દોડતા તેને તેની બાઈક પાસે લઈ જાય છે સોનાક્ષી રોહિત ની બાઈક પાછળ બેસી જાય છે અને બંને વરસાદ ને માણતા માણતા ઘરે આવે છે. સોનાક્ષી ને ઘરે મૂકીને રોહિત હોટેલ માં જાય છે જ્યાં તેને થોડું કામ હોય છે અને સોનાક્ષી જે ફ્લેટ માં ભાડે થી રહેતી હોય છે તે લિફ્ટ માં ઉપર તેના ઘરે જવા ઉભી રહે છે તેના હાથ માં શોપિંગ બેગ હોય છે...

સોનાક્ષી લિફ્ટ માં પણ રોહિત વિષે વિચારતી હોય છે તે આજે બહુ જ ખુશ છે અને તેની ખુશી તેની આંખો માં અને ચહેરા પર સાફ દેખાય છે તે આખા દિવસ માં તેની શોપીંગ અને વરસાદ ને માણવાની મજા ને તેના મનમાં યાદ કરતાં કરતાં લિફ્ટ માં ઉભી હોય છે લિફ્ટ બીજા માળે પહોંચી છે તેવું રેડ કલર થી લખેલું આવે છે અને અચાનક લિફ્ટ નો દરવાજો ખુલી જાય છે સોનાક્ષી કાંઈ સમજે તે પહેલાં જ તેની સામે બે માણસો આવે છે જેઓએ તેમનું મોઢું બ્લેક કલર ના માસ્ક થી ઢાંકી રાખ્યું હોય છે અને તેમણે બ્લેક કલરની ટીશર્ટ અને જીન્સ પહેર્યા હોય છે તેમનામાંથી એક જણ જીન્સ ના ખીચ્ચા માંથી સફેદ રૂમાલ કાઢે છે અને સોનાક્ષી ના મોં પર દબાવી દે છે રૂમાલ માં રહેલી વાસ થી સોનાક્ષી બેભાન થઈ જાય છે અને પેલા બે માણસો તેને ઉપાડી ને એક સફેદ કલરની વેન માં લઈ જાય છે......

રોહિત તેનું હોટેલ નું કામ પતાવીને ઘરે જતો હોય છે ત્યારે તેના મનમાં પણ પેલા વરસાદ માં નાચતી સોના દેખાય છે અને સાથે પેલું સોન્ગ પણ યાદ આવે છે અને તે મનમાં તેની જાત ને જ કહે છે કેમ મેનેજર સાહેબ સાચે જ આ તમને પ્રેમ તો નથી થઈ ગયો ને .....અને તેના મનમાંથી સોનાક્ષી જતી જ નથી તેને તેની આજુબાજુ માં પણ સોનાક્ષી હોય તેવું લાગે છે અને તે છેવટે તેના મનમાં સ્વીકારી લે છે કે હા તેને સોનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે પછી જયારે તે સોનાક્ષી ને મળશે ત્યારે તેના દિલ ની વાત કહી ને તેને પ્રપોઝ કરશે બસ હવે સવારે જયારે હોટેલ માં સોનાક્ષી આવશે ત્યારે જ રોહિત તેને તેના દિલ ની વાત કહેવાનું નક્કી કરી દે છે


આ મારી રહસ્યમય નવલિકા નો બીજો ભાગ છે અને જેમ જેમ આ નવલિકા આગળ વધતી જશે તેમ તેના રહસ્યો ખુલતા રહેશે ....

આપણે આના પાર્ટ 3 માં જોઈશું

શું રોહિત સોનાક્ષી ને તેના દિલ ની વાત કહી શકશે

અને જો રોહિત કહી પણ દેશે તો શું સોનાક્ષી તેનો પ્રસ્તાવ સ્વીકારશે અને જો તે રોહિત ને અપનાવી ને તેનો બદલો ભૂલી જશે અને હા ખાસ હું ત્રીજા ભાગ માં સોનાક્ષી ના બદલાનો ખુલાસો કરીશ......

અને આ બે માણસો કોણ હતા અને તેઓ સોનાક્ષી ને કિડનેપ કરી ને ક્યાં લઈ ગયા શુ સોનાક્ષી તેઓ સોનાક્ષી ના દોસ્ત હતા કે દુશ્મન............

આગળ ના રહસ્યો જાણવા માટે વાંચતા રહો બદલાથી પ્રેમ શુધી.........


👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍