જંગલ નાવાતાવરણ માં અચાનક બદલાવ આવવા લાગ્યો. ઘુવડ અને ચીબરી નો અવાજ વાતાવરણમાં ગુંજવા લાગ્યો.. અચાનક જાણે એક સામટા બધા કુતરા રડવા લાગ્યા.. અને આવા વાતાવરણમાં રોહિ જાણે કોઈના વશમાં હોય તેમ ચાલી જતી હતી જંગલની મધ્યમાં આવીને રોહી ઊભી રહી ગઈ અને એની સામે પેલો બિલાડો આવીને ઉભો રહી ગયો એ બિલાડો રોહિની સામે ઘુરકિયાં કરવા લાગ્યો જાણે રોહિ ને અહીંથી પાછા ચાલ્યા જવાનું કહેવા માંગતો હોય..... પણ રો હી એ માત્ર હાથના એક ઇશારાથી તેને દૂર ફેંકી દીધો તે છતાંય બિલાડો પાછો ઊભો થઈને રોહિ તરફ આવવા લાગ્યો અને જ્યારે તે ચાલી રહ્યો હતો ત્યારે તેનું રૂપ બદલાવા લાગ્યુ તે બિલાડા માંથી એક પુરુષના રૂપમાં આવી ગયો તેણે પોતાની શક્તિઓથી રોહિત રોકવા માટે તેની આસપાસ એક ચક્ર નિર્મિત કર્યું.. રોહી એ ચક્ર માં પુરાઈ ગઇ,તે બહાર નીકળવા ધમપછાડા કરવા લાગી પણ તે સફળ નહોતી થઇ રહી..ત્યાં સુધી પેલા પુરુષે કોઈ સાથે સમ્પર્ક સાધ્યો અને થોડા સમય બાદ તેના હાથમાં ભભૂત ઉત્પન્ન થતા તેણે રોહિ ના માથે લગાવી અને રોહિ જાણે વશીકરણ થી મુક્ત થઈ હોય તેમ આમતેમ જોવા લાગી.. તેણે હજી પેલા પુરુષ ને જોયો જ હતો ને તે બેભાન થઈ ગઈ..
" રોહિ ઉઠી જા સવાર પડી ગઈ છે અને કોલેજ જવાનું મોડું થાય છે રોહી જલ્દી ઉઠી જા," રોહી ને હલાવતા જૈના બોલી
"ઓહ,બહુ માથું દુઃખી રહ્યું છે જાણે હું આખી રાત સૂઈ જ નથી ગઈ"રાતી આંખો પરાણે ખોલતા રોહિ બોલી..
રીના-તારી તબિયત તો ઠીક છે ને રોહિ, રાત્રે સૌથી પહેલા તુ સુતી હતી"
રોહિ માથું પકડી ને બેઠી એને કોઈ નો ધુંધળો ચહેરો દેખાવા લાગ્યો.. રાત્રે તે ક્યાંક ખૂબ ચાલી હોય તેવું તેને લાગતું હતું છતાં કોલેજ લેટ થતું હતું તો મગજમાં થી આ બધા વિચાર ખંખેરીને કોલેજ જવા તૈયાર થવા લાગી...
મયાંગ, આસામ
"ગુરૂજી, આજે તો મે એને બચાવી લીધી, પણ દરેક વખતે આ શક્ય નથી, માયા ની શક્તિ વધતી જાય છે...."એક પુરુષ ગુરુ શંકર નાથ ને કહેવા લાગ્યો આ એ જ પુરુષ હતો જેને ગઇરાત્રે રોહીને માયા ના વશ માં થીબહાર કાઢી હતી...
" હા મેં રોહીના ચક્રો જાગૃત કરવાની વિધિ આરંભ કરી છે એટલે અડચણ ઉભી કરવાની કોશિશ તો ભરપૂર કરશે તે રોહિ ને નુકસાન પહોચાડી શકે છે..તે રોહીને મારી નથી શકતી.. તમારે ત્યાં રહીને રોહી પર નજર રાખવાની છે કે જ્યારે હું એના ચક્રો જાગૃત કરીશ ત્યારે તે પોતાના વશમાં નહીં હોય તેની તાકાતો કાબૂ બહાર જતી રહેશે તે કોઇને નુકસાન ન પહોંચાડે બસ તે જોવાનું છે વિધિ ચાલુ કરી દીધી છે હવે સતત એક મહિના સુધી રોહીના ચક્રો જાગૃત કરવાની વિધિ ચાલશે હા પણ છેલ્લુ ચક્ર જાગૃત નહીં કરી શકું એ ચક્ર ફક્ત અને ફક્ત એ વ્યક્તિ જાગૃત કરી શકશે જે રોહીને સાચા હૃદયથી ચાહે છે, અને જ્યાં સુધી એ ચક્ર જાગૃત નહીં થાય ત્યાં સુધી રોહી માયા સાથે લડવા માટે સક્ષમ નથી અને કદાચ હવે તેની પાસે બહુ સમય પણ બચ્યો નથી માટે જે પણ કરવું છે તે જલ્દી કરવો પડશે બહુ જલદી કરવું પડશે" માયા મહેલ તરફ જોતા ગુરુ શંકરનાથ બોલ્યા..
" પણ ગુરુજી તે બહાર કેવી રીતે આવી શકે છે એ તો પથ્થર બની ગઈ છે ખુદ હીર અને રોમિલે તેને પથ્થરની બનાવેલી છે.. એ બહાર આવી જશે તો રોમિલ અને હીર ની કુરબાની વ્યર્થ જશે એવું કઈ રીતે થઈ શકે છે ગુરુજી?" રેહા નો સહારો લઈને ચાલતી લાવણ્યા બોલી
" જાણું છું પુત્રી કે તે પથ્થર છે પણ તેની શક્તિઓ આજકાલની નથી તેણે શેતાનને વશમાં કરેલો છે એ તું ભૂલી ગઇ? શેતાન પણ તેની પૂજા કરે છે એ છે માયા તેને આપણે પથ્થરને ભલે બનાવી લીધી પણ તેની શક્તિઓને આપણે બાંધી શકતા નથી એ કામ ફક્ત અને ફક્ત રોહી કરી શકે છે અને રોહી હજુ સુધી પોતાની પૂરી શક્તિઓ નથી મેળવી માટે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને હવે તને ખબર છે શું આવી રહ્યું છે એની પહેલા આપણે રોહી ની શક્તિઓ જાગૃત કરવી પડશે, અને સાથે સાથે એ વ્યક્તિને પણ શોધવો પડશે જે આ જંગમાં રોહી નો સાથી બનશે.. યાદ રાખજે લાવણ્યા એ સાથી કોઈ માનવ પણ હોઈ શકે છે" ગુરુ શંકરનાથે વિધિ માં બેસતા પહેલા લાવણ્યા ને કહ્યું...
" કોઈ માનવ ભલા એક ચુડેલ નો સાથી હોઈ શકે?" આશ્ચર્ય પામતી રજની બોલી
" રજની તુ કદાચ ભૂલે છે કે રોમિલ પણ એક સામાન્ય માનવ હતા અને હું ગ્રહ દશા જોઈ રહી છુ. રોહીના સાથી સામાન્ય માનવ છે જે એની સાથે આ જન્મનો નહીં ગયા જન્મનો પણ સાથી છે" આકાશ તરફ જોતા રેહા બોલી
" એ જે પણ હોય આપણે તેને વહેલી તકે શોધવો પડશે નહીં તો આ જંગમાં રહી એકલી કશું નહીં કરી શકે આપણે વહેલી તકે તે કોણ છે તે જાણવું પડશે વહેલી તકે જાણવું પડશે"લાવણ્યા બહેનો સામે જોતી બોલી...
(ક્રમશઃ)