વાયરસ – ૧૧
ઉપરવાળાએ મારા નસીબમાં શું લખ્યું છે એ જ સમજાતું નહોતું..આંખ સામે અંધારા આવતા હતા..અને આખીરાતનો ઉજાગરો હતો..અચાનક ગાડી ને બ્રેક લાગી..
ચલો ડોક્ટર સાબ..
મ્હાત્રેએ મને જગાડ્યો..હું લગભગ સુઈ ગયો હતો. સામે મોટો જેલનો દરવાજો જેના ઉપર લખ્યું હતું “ જીલ્લા કારાવાસ – થાણે ”
મોટા દરવાજા ની પાસે ઉભેલા હવાલદારે દરવાજાની નાની ખડકીમાંથી અંદર ઈશારો કર્યો..અને મોટો દરવાજો ખુલ્યો, અમારી વેન અંદર પ્રવેશી,અને એક જગ્યાએ ઉભી રહી, મ્હાત્રે એ દરવાજો ખોલ્યો, આગળ હું ઉતર્યો અને મારી પાછળ મ્હાત્રે..અને આગળના દરવાજેથી ઇન્સ્પેક્ટર ખાન..
અરે ખાન સાહેબ ક્યા બાત હૈ આજ આપ કે દર્શન હુએ..જેલના મુખ્ય જેલર સાહેબે ખાન સાથે હાથ મિલાવતા વાત શરુ કરી..
નમસ્કાર સરાફ સાહેબ, આપ કભી બુઢે નહિ હોતે ક્યા..?
સરાફ સાહેબ હસ્યા.
ક્યા કરે ફિટ રહેના પડતા હૈ ખાન, બાકી આપ બતાઓ..
કમિશ્નર સાહબ કા મેસેજ મિલા?
હા આતાચ કોલ આલા હોતા..
મારી તરફ ફર્યા, કરડાકીભરી નજર કરી..ઉપરથી નીચે સુધી મને ધ્યાનથી જોયો..અને બોલ્યા.
અચ્છા યે હૈ ડોક્ટર સાહબ..કાય મ્હાત્રે કસકાય?
મજેત સાહેબ.
હા..આમની ડીટેઈલ લઇને કાર્યવાહી પૂરી કરો જલ્દી.ખાન સાહેબે કહ્યું.
પોલીસની આ ભાષા મને સમજાઈ નહિ..કારવાહી પૂરી કરો. એટલે હું સમજ્યો નહિ. અચનાક હાથ્કડીને ઝટકો લાગ્યો મ્હાત્રે એ દોરડું ખેચી મને પોતાની સાથે આવવાનો ઈશારો કર્યો. હું એની પાછળ પાછળ ગયો,મ્હાત્રે મને એક ઓરડીમાં લઇ ગયો, ત્યાનું વાતાવરણ જોઈ લાગ્યું કે આ જ જેલર સાહેબની કેબીન હશે..એક ટેબલ,ખુરશી,એક તરફ હાથકડીઓ,જેલની ચાવીઓનાં ગુચ્છા, દીવાલ પર નેતરની સોટી, અને એક ખૂણામાં બે ત્રણ ડંડા,એકાદ ચામડાનો પટ્ટો પણ દેખાયો.લેબોરેટરીનાં બીકર કસનળી સાથે કામ કરનારા ડોકટરે આ બધું પણ જોવું પડશે એવું સપનામાંય નહોતું વિચાર્યું.
ડોક્ટર સાહેબ તમારી ઉલટતપાસ લેવાની છે..જે જે તમે કમિશ્નર સાહેબને કહ્યું છે એ મને કહો..અને હા એક પણ વાત ખોટી કરી.કે તપાસમાં ખબર પડી કે તમે અમને અવળે માર્ગે દોર્ય છે તો..
પણ આ ફરીથી મારી ઉલટતપાસ શા માટે ?
જ્યાદા સવાલ મત કરો ડોક્ટર સાહબ, સરાફ સાબ જો કહેતા હૈ વો કરો..
ખાન નાં અવાજમાં વજન હતું મને સમજાતું નહોતું કે મારી સાથે શું થઇ રહ્યું છે..
આખો દિવસ મોટા કારાગ્રહમાં, ઇન્કવાયરીમાં જ ગયો..પોલીસની આ કાર્યવાહી મારી સમજની બ્હાર હતી.
આપકો કુચ નહિ હોગા આપ બસ કો ઓપરેટ કરો ડોક્ટર.
અચાનક સરાફનાં મોઢે આ વાત સાંભળી જાણે મારા જીવમાં જીવ આવ્યો અને મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા..
હોય,આપકો કુછ નહિ હોગા, અસલી ગુનેગાર પકડા ગયા હૈ..
શું ?
એ જ દિવસે રાત્રે લગભગ અગિયાર વાગ્યા હશે.સરાફ સાહેબ મારી પાસે આવ્યા.
ડોક્ટર વેન મધે બસા.ગાડી લેવા આવી છે.તમારે પાછા જવાનું છે.
પણ મને અહિયાં લાવ્યાતા શા માટે?
એ તમને કમિશ્નર સાહેબ કહશે.
પોલીસની એક સામાન્ય જીપમાં મને ફરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો જ્યાં આવતાની સાથે જ કોઈની ચીસો સભ્લાવા લાગી.
મને છોડી દો, માફ કરી દો મને, કોઈ નવા કેદીની ધુલાઈ થઇ રહી હતી અને અ વખતે ખાન સાહેબ અને કમિશ્નર સાહેબ બંને અંદર લોકઅપમા હતા. હું દુર બાકડા પર બેઠો, અને લોકઅપમાં કોણ છે એ જોવાની કોશિશ કરતો રહ્યો, લોકઅપ માં નાનો બલ્બ હતો અને અડધી રાત થવા આવી હતી. કમિશ્નર સાહેબ નો અવાજ સંભળાતો હતો.
હું તને જણાવું છું કે તે એ બન્ને ડોક્ટરનું ખૂન કેવી રીતે કર્યું.
ડોક્ટરની વાત આવતા જ મારા કાન સરવા થયા અને હું ઉઠીને લોકઅપ તરફ ગયો હવાલદારે મને રોકવાની કોશિશ કરી પણ હું ન રોકાયો..અને લોકઅપમાં મેં જોયું તો..
તારા બધા જ ફોન કોલ્સની માહિતી છે અમારી પાસે ત્રણ કરોડની માંગણી કરી હતી તે ડોક્ટર થાપર પાસે.અને એણે રૂપિયા આપવાની નાં પાડી દીધી હતી.
હા હા એણે મને ચોક્ખી નાં પાડી હતી અને એ સાલાઓએ આશિષ સાથે ગદારી કરીને ફેમ હાસલ કરી હતી, આશિષતો ડરપોક હતો પણ હું નહોતો આટલી મોટી સફળતા, એક જ રાતમાં કરોડોપતિ, સરકાર તરફથી એ બંને ને બહુ મોટી રકમ મળી હતી, અને આશિષે એ વાત મને કરી હતી, મારા અને આશિષ સિવાય આ વાતની જાણ માત્ર સરિતાને હતી.
અને સરિતાને છોડીને આશિષ તારી પાસે આવી ગયો હતો પુના.
હા, એણે મને વાત કરી ત્યારે જ મે નક્કી કર્યું હતું કે હું ડોક્ટર થાપર અને ઝુનૈદને છોડીશ નહિ. મેં કોલ કર્યો અને રૂપિયાની માંગણી પણ કરી.
ક્રમશઃ