“ટોપા એ સાતવર્ષ લગાતાર ફેઈલ થવાવાળા નું નામ વરુણ કઈ રીતે હોઈ શકે યાર..” વરુણે ચિડાઈને કહયું.
“હવે એ તું એના બાપને પૂછ કે એણે એનું નામ વરુણ કેમ રાખ્યું.” મેં જવાબ આપ્યો.
“એ લે હજુ એક પેગ બનાવ” અરુણે ખાલી ગ્લાસ મારા તરફ ધકેલો. મેં મારો ને એ બંને ગ્લાસ વરુણની તરફ કર્યા.
“સાંજ પડી ગઈ કે શું.” મેં ઉઠવાની કોશિશ કરી પણ મારું માથું ચકરાવે ચડ્યું હતું.
“કેન્ટીન પછી શું થયું એ કહે.” વરુણે ગ્લાસ મારી તરફ સરકાવતા કહયું.
“કેન્ટીન પછી...” મને જો આ સમયે બીજું કઈ પણ પુછેત તો હું ના બતાવી શકેત પણ મારી કોલેજમાં વીતેલી જિંદગી વિષે કોઈ રાત્રે બાર વાગે જગાડીને પૂછે તો પણ હું કહી દઉં.
એ દિવસે કેન્ટીનની એ હરકતે મને અંદર સુધી હલાવીને રાખી દીધો હતો. અરુણ પણ ચુપચાપ બેઠો હતો અને હું પણ ગુસ્સામાં લાલ થઇ ને બેઠો હતો ત્યારે કેન્ટીનવાળો ઓર્ડર લઈને આવો મેં ગુસ્સામાં કહયું.
“તું જ ખા .” હું ત્યાંથી ગુસ્સામાં ઉઠો અને કેન્ટીનની બહાર આવી ગયો.મારી સાથે સાથે અરુણ પણ બહાર આવી ગયો.
“અરમાન ઉભો રે.. પ્લીઝ..” અરુણ દોડીને મારી સામે આવી અને ઉભો રહી ગયો અને બોલ્યો.
“ભૂલીજા ભાઈ આ વાત ને”
“ એ સાલી નું નામ મને કે તો સાલી ને અત્યારે જ હુ ... ” મેં ગુસ્સામાં લાલપીળા થઇ ને કહયું.
“એનું નામ તો મને પણ નથી ખબર ...” કહેતા કહેતા અરુણે મને ગળે , લગાવી દીધો. ખબર નઈ એ હરામી માં શું જાદુ હતો કે મારો બધો ગુસ્સો ઓગળી ગયો.
“હવે આઘો જા હરામી, હું કઈ ગે નથી.” મારો ગુસ્સો પૂરો ઉતારી ગયો તો મેં કહયું.
“એક વાત કે તો મને તને વરુણની સાથે વાળી છોકરી માલ લાગી ને.”મારાથી અલગ થતા થતા અરુણે મને પૂછ્યું.
“માલ તો છે એટલે જ તો નામ પૂછ્યું હતું.” મેં કહયું.
“તો ભાઈ ભૂલીજા નઈતર વરુણ નાગો કરીને પુરા કેમ્પસમાં દોડાવશે.” અરુણે કહયું.
“એ એટલી પણ હોટ નથી કે એના માટે હું કપડા વગર દોડું, નાઉ કોન્સન્ટ્રેટ ઓન્લી ઓન દીપિકા મેમ.” ત્યારબાદ અમે બંને પોતાના ક્લાસ તરફ આવ્યા. ફસ્ટ ઇયરના બધા ક્લાસ આસપાસ જ હતા. ત્યાં બહાર ઉભેલા સ્ટુડન્ટ પાસે જઈ ને ઉભા રહી ગયા. ત્યાં થોડા છોકરાઓ ગ્રુપ બનાવીને ઉભા હતા ને જે મેં વિચારું હતું એવી જ રીતે ટોપિક ગર્લ્સ પર જ હતો.
ફસ્ટ ઇયરના એક છોકરાએ પોતાના સિનિયરને ખુબ ખરાબ રીતે માર્યો એ વાત લગભગ હર કોઈ જાણવા લાગ્યું હતું. એનો મતલબ એ હતો કે મારી પોપ્યુલારિટી શેરમાર્કેટની જેમ રાતોરાત હાઈ થઇ ગઈ હતી. વરુણની ધુલાઇથી ઘણા બધા ખુશ હતા તો ઘણા બધા લોકો એવા પણ હતા કે જેને મેં મારા દુશ્મન પણ બનાવી લીધા હતા.
બીજા દિવસથી ફરી એ જ ઘીસીપીટી જિંદગી ચાલુ થઇ ગઈ હતી. પરંતુ આજે હું અને અરુણ પાછળ વાળા ગેટથી જવાને બદલે અમે આગળવાળા ગેટથી કોલેજ ગયા હતા. આજે મને કોઈ ફર્ક નહોતો પડતો કે કોણ સીનીયર છે અને કોણ જુનિયર છે.જયારે હું ફસ્ટઇયરના ક્લાસના કોરીડોરમાં પહોચ્યા તો ત્યાં ઉભા સ્ટુડન્ટની નજર મારા પર જ જડાયેલી હતી.
“આમ જો તું મારી સાથે ચલાવનો ફાયદો.” બકવાસ કરતા અરુણે કહ્યું.
“તું અત્યારમાં પકવ નહિ, હમણાં કુર્રે આવીને ફિજીક્સના લો ભણાવી ભણાવીને મગજ પર હથોડા મારશે.” મેં અરુણને કહ્યું.
ક્લાસમાં બેગ રાખીને હું બહાર ગયો પરંતુ અરુણ કોઈ બીજાની કોપી માંથી સીજી ના અસાઇનમેન્ટ કોપી કરી રહ્યો હતો. ક્લાસ શરુ થવામાં હજુ વાર હતી તો મેં ક્લાસની બહાર ઉભા રહીને ગપ્પા મારવાનું જ બેહતર સમજુ. ત્યાં થોડાક છોકરાઓ હોસ્ટેલના હતા તો કેટલાક સીટીના હતા. એ લોકો પોતાની આંખોમાં એક ચમક લઈને મને પૂછી રહ્યા હતા કે સાચે જ મેં વરુણ અને તેના મિત્રોની ધુલાઇ કરી કે મહેજ એક અફવા માત્ર છે.
“અરમાનના કેસમાં તો જે કઈ પણ થાય એ હકીકત જ હોઈ છે અફવા તોઆ ટોપાના કેસમાં હોઈ છે કે જે નોકિયા ૧૨૦૦ લઈને બેઠો છે.” ભૂ બેઠો બેઠો એસએમએસ ટાઇપ કરી રહ્યો હતો તેની તરફ ઈશારો કરતા તેના હાથમાંથી મોબાઈલ આચકી લેતા કહ્યું.
“અબ્બે ઘોચું મારા માલ નો મેસેજ આવવાનો છે ખોટી મગજની નચ ના ખેંચ “ ભૂએ ધૂંધવાતા કહ્યું.
“અબ્બે ખચ્ચર માલ, તારાથી કોણ છોકરી પટે “ મેં ભુની ટાંગ ખેચતા કહ્યું.
“આ એ જ છોકરી છે..” ભૂ એ કહ્યું.
“ કોણ એ?” મેં પૂછ્યું.
“એ જ” ફરી ભૂ એ એવો જ જવાબ આપ્યો.
“બીસી નામ કહે.” મેં ગુસ્સાથી કહ્યું.
‘એશ..” ભૂ શરમાતા બોલ્યો. ભૂ તો જાણે એમ શરમાતો હોઈ કે એની પીઠી ચોળવાની રસમ ના હોઈ. મેં નંબર જોયો તો સાચે જ એશ સાથે મેસેજ મેસેજ રમતો હતો પેહલા તો મને વિશ્વાસ નહોતો આવતો પણ જયારે એશ નો રીપ્લાઈ આવ્યો તો મારે વિશ્વાસ કરવો પડ્યો.
“ક્યાં છો? એશનો મેસેજ આવ્યો.
“ક્લાસની બહાર ઉભો છું.” ભૂ એ રીપ્લાઈ આપ્યો.
“હું તને કેવી રીતે ઓળખીશ?” એશનો ફરી મેસેજ આવ્યો.
“તું બસ કોલેજ આવી જા હું તને ઓળખી લઈશ.” ભૂ એ જવાબ આપ્યો.
“ક્લાસની બહાર નીકળ હું પહોચવા જ આવી છું.” એશ નો ફરી એક મેસેજ આવ્યો.
“હું બહાર જ છું” એ મેસેજ ટાઇપ કરીને એશ ને સેન્ડ કરી દીધો. ત્યાં ઉભા બધા જ છોકરાઓના મો ખુલ્લા જ રહી ગયા. મારી હાલત પણ ખરાબ જ હતી. ક્યાંક એશ એનાથી પટી ગઈ તો મનમાં એક શંકા પ્રગટી.
એશ... આ નામ ને હું હોસ્પિટલ વાળા કાંડ પછી ભૂલવા લાગ્યો હતો. પરંતુ આ બંનેના મેસેજ ,મેસેજ ના ખેલના લીધે ફરી એકવાર દિલમાં એક ટીસ ઉભી થઇ. મને ગૌતમ અને એશ નો એ લવ સીન બધે નજર આવવા લાગ્યો.જયારે એશ ને કોરીડોરમાં ગૌતમ સાથે આવતી જોઈ તો દિલમાંથી એક અવાજ આવ્યો કે કાશ એશ ગૌતમને છોડી મારી સાથે આવી જાય. દિલમાંથી અવાજ આવ્યો કે કાશ ગૌતમ બીજી છોકરી પસંદ કરીલે અને એશ ને છોડી દે. દિલમાંથી અવાજ આવ્યો કે કાશ એશના દિલમાં પણ મારા માટે એજ અરમાન જાગી જાય જે મારા મનમાં એશ માટે અરમાન છે.
ત્યારે જ એક જોરદાર અવાજ આવ્યો જાણે કે કોઈએ કોઈને એક જોરદાર થપ્પડ જડી દીધી હોઈ. અને જયારે નજર અવાજ બાજુ ગઈ તો મારી હસી સાથે ગુસ્સો પણ ફૂટી પડ્યો. ગૌતમે ભૂ ને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. હસી તો એટલે આવી હતી કે ભૂ જ્યાં થોડીવાર પેહલા એશ માટે પોતાના અરમાન ઉછાળી રહ્યો હતો એ હવે પોતાનો ગાલ પંપાળી રહ્યો હતો. ગુસ્સો એટલે આવી રહ્યો હતો કે હું જેને પેહલા દિવસથી જ પામવાની ચાહત લઈને ફરતો હતો તેના જ બોયફ્રેન્ડ એ મારા મિત્ર ને થપ્પડ મારી હતી.
“ઓયે લંગુર, મને મેસેજ કરતા પેહલા પોતાની શકલ અરીસામાં જોઈ લીધી હોત તો.” એશ ભૂ ની મજાક ઉડાવી રહી હતી તો ગૌતમ કે જેણે હાલમાં જ ભૂને થપ્પડ મારી હતી એ હસી રહ્યો હતો.
ગૌતમ કોલેજનો ફેમસ છોકરો હતો અને વરુણ નો કરીબી પણ હતો. એનું રંગ રૂપ ચાલ ચલણ તેની અમીરીને બતાવતું હતું. અને કાલે કોઈકે મને હોસ્ટેલમાં કહ્યું પણ હતું કે આ પણ વરુણની જેમ હાર્ડ રેગીંગ કરે છે.
“સાંભળ લંગુર હવે પછી જો તું એશ આસપાસ પણ જો ભટકો છો તો તને કોલેજમાં નાગો કરીને દોડાવી દોડાવીને મરીશ સમજ્યો.” ગૌતમ પોતાની સીનીયારીટીણી અકડ બતાવતા કહ્યું.
“સાઈન્સ કહે છે કે બધા જ ઇન્સાનના પૂર્વજો વાંદરા અને લંગુર હતા તો પોતાના બાપ દાદાની ઈજ્જત કરતા શીખો.” ભુના ખંભા ઉપર હાથ રાખતા મેં કહ્યું.
“ફરીથી હાથ ઉઠાવ્યો તો હાથ પગ તોડીને હાથમાં આપી દઈશ સમજ્યો.” મેં વાત પૂરી કરતા કહ્યું. એ વખતે મને એ હિંમત કદાસ જલનના લીધે આવી હતી નહીતર ભૂ મારો એટલો પણ ખાસ મિત્ર નહોતો કે હું તેના માટે લડાઈ ઝગડા કરતા ફરું.
“શું બોલ્યો તું?” ગૌતમ ગુસ્સામાં લાલ થઇ ગયો.
“આને અહીંથી કાઢ નહીતર છોકરી સામે બેઈજ્જતી થઇ જશે.” મારો ઈશારો એશની તરફ હતો. ત્યાં જે હાલત ગૌતમની હતી એજ જ હાલત એશની પણ હતી. મારી ગૌતમ સાથે સાથે એશ માટે પણ મનમાં નફરત હતી.
“એશ જાન, તું અહી જ ઉભી રહે આ કાલનો આવેલો છોકરો શું કરી લે છે” એમ કેહતા ગૌતમે ફરીવાર ભૂને માર્યો.
“એવું છે, તો આ લે...” હું થોડો પાછળ હતો અને એક જોરદાર થપ્પડ ગૌતમના ગાલ ઉપર જડી દીધી. મેં એ થપ્પડ પૂરી તાકાતથી મારી હતી એટલે તેની ગુંજ ત્યાં ઉભા બધા જ ના કાન સુધી પહોચી ગઈ હતી. ત્યાં ઉભા બધા જ સ્ટુડન્ટ્સની આંખો પોહળી થઇ ગઈ હતી કેટલાકના તો મો પણ ખુલ્લા રહી ગયા હતા. કેટલીક છોકરીઓએ તો છોકરીઓ વાળી સ્ટાઇલમાં પોતાના મો પર હાથ રાખીને અવવવવ પણ કર્યું. ફસ્ટઈયરના ક્લાસમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ હતા એ લડાઈનું નામ સાંભળીને ને ક્લાસમાંથી બહાર કોરીડોરમાં આવી ગયા હતા. ત્યારે મને થયું કે ગૌતમને નહોતો મારવો જોઈતો. ગૌતમની ગર્લફ્રેન્ડ ત્યાં જ ઉભી હતી એટલે એ મને ગાળો આપી શકે એમ નહોતો અને મારે જેને ગર્લફ્રેન્ડ બનાવવી હતી એ સામે ઉભી હતી એટલે હું પણ ગાળો આપી શકું એમ નહોતો.
“ચાલ સાઇડમાં સાલા.” ગૌતમે મને કોલર પકડતા કહ્યું, જવાબમાં મેં પણ બેનને હાથથી તેની કોલર પકડી લીધી.
“તું ખુદને સમજે છો શું અને તું જાણે છો કે વ્હુ એમ આઈ એન્ડ વ્હોટ કેન આઈ ડુ?” ગૌતમે કહ્યું.
“ મારા હાથ ફ્રીકશ્ન્લેસ છે જો હું મારવાનું ચાલુ કરું તો પછી મારતો જ જાવ છું, ત્યાર પછી એના શું હાલ થઇ છે એ પેલા વરુણને પૂછી લેજે.” મેં ગૌતમને કહ્યું. તો ગૌતમ થોડો ઢીલો પડી ગયો અને મને પૂછ્યું હું ક્યાં રહું છું તો મેં કહ્યું હોસ્ટેલમાં અને તેણે મારી નામ પૂછ્યું તો મેં મારું નામ અરમાન કહ્યું તો મારા નામની અસર તેમાં ઉપર થઇ અને તરત જ તેણે મારી કોલર છોડી દીધી.
“સીડારના દમ ઉપર ઉછાળે છો,આવતા વર્ષે એ જતો રેહશે પછી તું શું કરીશ.” ગૌતમે મને ડરાવતા કહ્યું.
“હું આ વર્ષે જ બધું વસુલ કરી લઈશ પછી આવતા વર્ષે જરૂર જ નહિ પડે.” મેં જવાબ આપતા કહ્યું.
“અબ્બે અરમાન માર એને..’ પાછળથી ચીખતા ભૂએ કહ્યું.
“ચુપ કર ટોપા નહીતર હમણાં દઈશ એક ઉંધા હાથની તો અહી જ ધેર થઇ જઈશ.” ભૂ ને કહ્યું.
“ચાલ છોડ મારે ક્લાસમાં જવાનું છે” મેં ગૌતમને પાછળ ધકેલતા કહ્યું. અને હું ક્લાસમાં જવા માટે આગળ વધ્યો તો પાછળથી ગૌતમનો અવાજ મારા કાને પડ્યો.
“એટલો બધો પાવર છે તો આજે રીસેસમાં કેન્ટીનમાં મને મળજે “
“સોરી, મારી પાસે ટાઇમ નથી.” મેં પાછળ જોયા વગર જ કહ્યું અને ક્લાસમાં ઘુસી ગયો.
જેની પણ મારી સાથે થોડી ઘણી પણ ઓળખાણ હતી એ લોકો પણ બહાર આવી ગયા હતા પરતું જે મારો સૌથી ખાસ દોસ્ત હતો કે જે મારો રૂમમેટ હતો,કલાસમેટ હતો, ત્યાં સુધી કે બેંચમેટ હતો માત્ર એજ બહાર નહોતો આવ્યો. એ મને જાણ ત્યારે થઇ કે જયારે હું પાછો ક્લાસમાં આવ્યો ત્યારે ખબર પડી કે એ ક્લાસમાં બેઠા બેઠા અસાઇનમેન્ટ લખતા જોયો.
‘શું લખે છો?” મેં નોર્મલ થતા કયું. પરંતુ સાચું તો એ હતું કે ત્યારે હું ખુબ ગુસ્સામાં હતો. અરુણને તો એ પણ ખબર નહોતી કે મારી લડાઈ હમણાં એશના બોયફ્રેન્ડ સાથે થઇ હતી.
“ક્યાં હતો તું?” અસાઇનમેન્ટ છાપતા અરુણે કહ્યું.
“બહાર હતો કેમ?” મેં પૂછ્યું.
“થોડી વાર પેહલા આવ્યો હોત તો એક મસ્ત નજારો હતો બહાર કોઈ લડાઈ કરી રહ્યું હતું.” અરુણે કહ્યું.
“કોની કોની વચ્ચે લડાઈ હતી?” મેં ફરી અરુણને પૂછ્યું.
“ખબર નહિ હું તો અહી બેઠા બેઠા અસાઇનમેન્ટ લખતો હતો” અરુણે કહ્યું. તરત જ મેં એક મુક્કો અરુણના મો પર જડી દીધો. અને કહ્યું,
“સાલા હું ત્યાં સીનીયર સાથે ઝગડતો હતો અને તું અહી બેઠા બેઠા અસાઇનમેન્ટ લખતો હતો.” મેં ગુસ્સામાં કહ્યું.
“તારી લડાઈ?” એણે ચોંકતા કહ્યું.
“સાલાનું નામ બતાવ ક્લાસમાં જઈને મારું.” અરુણે તાવ સાથે કહ્યું.
“ગૌતમ, મિકેનિકલ સેકન્ડ ઈયર, એશ નો બોયફ્રેન્ડ “ ગૌતમનું નામ સાંભળતાં અરુણના તેવર ઢીલા પડી ગયા અને પાછો એ અસાઇનમેન્ટ લખવા લાગ્યો.
“ફાટી રહી એની નામ સાંભળીને” મેં અરુણને કહ્યું.
“હું કોઈથી નથી ડરતો.” અરુણે પોતાની તંગડી ઉચી રાખતા કહ્યું.
“તો ચાલને ક્લાસમાં થઈને એને મારીએ” મે ફરી કહ્યું.
“ના ફરી ક્યારેક વાત” ફરી અરુણે કહ્યું.
“સાલા નૌટંકી.” મેં બેગ ખોલતા કહ્યું.
“ફસ્ટ લેકચર કોનો છે? મેં અરુણને પૂછ્યું.
“દીપિકામેમ નો “ દીપિકામેમ નું નામ સાંભળીને ફરી એકવાર મારું મૂડ ઓફ થઇ ગયું. કેમ કે આજે અસાઇનમેન્ટ ચેક કરવાના હતા. અસાઇનમેન્ટ તો દૂરની વાત હતી મેં તો હજુ કોપી પણ નહોતી લીધી અને આગલું અસાઇનમેન્ટ પણ હજુ અનકમ્પલીટ હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ બધા સ્ટુડન્ટ્સ ક્લાસની અંદર આવતા ગયા અને ફરી એકવાર બધાની તરફ હતી. હું ઈચ્છતો હતો કે આ વખતે કોઈ તો એવું હોઈ કે જે પોતાનું નામ અસાઇનમેન્ટ ના લખવાવાળા ના લીસ્ટમાં લખાવે. એ દિવસે પણ હું એકલો જ હતો બધા સાલા ભણેશ્વરી નીકળા.
“અરમાન..” દીપિકામેમ એ કહ્યું.
“યસ મેમ..” ઉભા થઈને મેં મારું માથું ઝુકાવી લીધું.
“તારા બે અસાઇનમેન્ટ હતા તને યાદ છે ને..” મેમ એ ફરી કહ્યું.
“યસ મેમ..” માથું ઝુકાવીને જ મેં જવાબ આપ્યો.
“ગુડ, તો લાવ હું ચેક કરી આપું.”
“અસાઇનમેન્ટ તો મેં નથી કર્યું મેમ નેક્ટ ટાઇમ હું ત્રણેય અસાઇનમેન્ટ સાથે જ બતાવી દઈશ.” મેં વિચાર્યું કે મારા આ એસ્ક્યુઝથી કદાચ કામ ચાલી જાય. પરંતુ એવું કઈ જ ના થયું દીપિકામેમ મને ભૂખી સિંહણની જેમ જોઈ રહ્યા અને પછી મને પ્રેક્ટીકલમાં ઓછા માર્ક્સ આપવાની ધમકી આપી દીધી.
“લોલ “ અરુણે કહ્યું.
“અબ્બે આ લોલ શું છે?” મેં અરુણ સામે જોતા કહ્યું.
“કઈ નહિ બસ તું આને એક વાર હવેલી પર લઇ આવ કસમથી આખા વર્ષના અસાઇનમેન્ટ એક સાથે આપી દઈશ. એક વાર આવી જાઈને હવેલી પર તો હું એન્જીનીયરીંગ છોડી દઉં.” અરુણે કહ્યું.
“તારો ઇન્સ્પેકટર બાપ તને જેલમાં નાખી દેશે જો તે એન્જીનીયરીંગ છોડ્યું તો” મેં હસતા હસતા કહ્યું.
“અરુણ એન્ડ અરમાન” ફરીથી મેમ ગરજ્યા.
“જી જી મેમ “ અમે બંને હડબડીમાં બોલ્યા અને બુક ખોલીને વાંચવાનું નાટક ચાલુ કરી દીધું.
“ગેટ આઉટ..” મેમ એ કહ્યું.
“શું મેમ?” ન સંભળાયું હોઈ એમ નાટક કરતા બોલ્યા.
“ગેટ લોસ્ટ” હવે સાંભળ્યું.” ઉપરા ઉપરી બે વાર કહ્યું.
“યસ મેમ” કેહતા આમે બંને ક્લાસની બહાર નીકળી ગયા.
“બીસી બધી તારી ભૂલ હતી ના તું હવેલી પર લઇ જવાની વાત કરતો અને ના હું હસતો અને ના આપડે અત્યારે બહાર હોત.” ક્લાસમાંથી બહાર નીકળતા જ હું અરુણ પર વરસી પડ્યો.
“ઘંટો મારી ભૂલ છે તું જ રાક્ષસની જેમ હસતો હતો.” અરુણ પોતાની ભૂલ માનવાથી રહ્યો. અમે બંને ક્લાસની બહાર ઉભા રહી ગયા. અરુણે એ દિવસે કોમ્પ્યુટરલેબમાં શું થયું હતું એ પૂછવા લાગ્યો તો ત્યારે જે કઈ બન્યું હતું એ મેં અરુણને કહ્યું.
“એક વાત મને સમજણમાં ના આવી.” અરુણ પોતાના દિમાગ ઉપર જોર આપતા કહ્યું.
“એના અને તારી વચ્ચે આટલું બધું થઇ ગયું છે તો પછી તને એ રોજ અસાઇનમેન્ટ માટે છોડી દે છે.”
“ધીરે બોલ.” મેં અરુણને કહ્યું.
“તું મને ક્યાંક પોપટ તો નથી બનાવતો ને.” અરુણે ફરી શક કરતા કહ્યું.
“જે હતું એ મેં તને કહી દીધું.” મેં કહ્યું. ત્યાર બાદ ક્લાસની બહારની વાતો થઇ ઘણી વાર સુધી. જયારે લેકચર પૂરો થયો તો દીપિકામેમ બહાર આવીને આમારી સામે ઉભા રહી ગયા. અમારા બંનેના રોલ નંબર નોટ કર્યા અને કહ્યું.
“આજે તો જવા દઉં છું હવેથી ધ્યાન રાખજો.” આ અરુણની તરફ જોઇને બોલી. અને ત્યાર પછી મારી તરફ જોતા બોલ્યા.
“અને તું રીસેસમાં મને કોમ્પ્યુટર લેબમાં આવીને મળજે.”
“જ..જી મેમ.” એ ફરીવાર હસ્યા અને આગળ ફરીને ચાલવા લાગ્યા.
ક્રમશઃ