Manjit - 11 in Gujarati Fiction Stories by HardikV.Patel books and stories PDF | મંજીત - 11

Featured Books
Categories
Share

મંજીત - 11

મંજીત

પાર્ટ : 11

"સોરી...!!" સારાએ તરત કીધું પણ ફરી એને દોરવાતી લઈ ગઈ, " મંજીત ચાલ જલ્દી બોડીગાર્ડ આવતો હશે. એને રોજ તો વાતોમાં ફસાવી શકાય ને..?? થોડો પણ શક થશે તો મારી સિક્યોરિટી વધુ તંગ કરી દેશે. જે મને બિલકુલ પસંદ નથી." સારા એક ધારું બોલતી ગઈ.

"અરે તું પણ તો કશુંક બોલ..?" સારા કહ્યું પણ મંજીતની નજર આમતેમ થયા કરતી હતી કેમ કે વિધાર્થીઓ એને ઘુરી ઘુરીને જોતાં હતાં. થોડાક હસી પણ રહ્યાં હતાં.

"અરે શું થયું?? એમ લાગે છે ને કે સારા એક દિવસની ફ્રેન્ડશીપમાં કંઈક વધારે હક જતાવી રહી છે. હવે તારે જે સમજવાનું હોય સમજ. કેમ હું તારાથી ઘણી ઈમ્પ્રેસ થઈ છું. તું ના હોત તો દિવસે મારુ શું થયું હોત..!! તું એક સારો અને સાચો ફ્રેન્ડ મારો બની રહેશે એટલું તો હું યકીનથી બોલી શકું છું." સારા સળગ બોલતી ગઈ ત્યાં એક પાણીપુરી ની લારી દેખાઈ.

"અરે મેડમ મને મારા વિષે કશુંક કહેવું છે." મેડમ સારા પોતાના પર વધારે વિશ્વાસ દેખાડી રહી છે સાંભળીને મંજીતે કહી દીધું.

"હા.હા..!! તો બોલો ને. તને ના કોણ પાડી રહ્યું છે? હું પણ તો કહું છું કે તું પણ કશુંક બોલ." વાતોડીયન સારા હવે પોતાનાં સાચા સ્વભાવનો પરચો આપી રહી હતી.

" ભૈયા દો પ્લેટ પાની પુરી.." ગીરદી વધુ હતી પણ સારાએ મોટેથી બૂમ મારતા કહ્યું. ત્યાં એનું ગ્રુપ ગોળ ટોળું વાળીને ખુરશી પર બેઠા નાસ્તા કરતાં હતાં.

"હેયય સારા... અહીંયા જો ..!! એયય અમે..." અદિતીએ મોટેથી અવાજ આપ્યો. પણ ત્યાં અદિતીને ઠપકો આપતાં નિત્યાએ રોકી," મુક ને એને એકલીને.." અને બધા ફ્રેન્ડો એકસાથે હસ્યાં.

ઓળખીતો પાણીપુરી વાળા ભાઈએ ફટથી બે પ્લેટ સારા ને આપી દીધી. પરંતુ મંજીત મનોમન બળબડી રહ્યો હતો," ઓહ મંજીત ક્યાં ફસાઈ ગયો. સાલો અબ્દુલ પણ દેખાતો નથી."

"લો તને પસંદ તો છે ને..??" સારાએ પ્લેટ ધરતાં અત્યારે પ્રશ્ન પૂછ્યો.

મંજીતે આછું સ્મિત કરી 'હા' તો કહી દીધું પણ એને અત્યારે અહીંયાથી નીકળવાનું મન થઇ રહ્યું હતું.

સારા ભુક્કડની જેમ એક પછી એક પાણીપુરી મોઢામાં મુક્તી ગઈ. અને મંજીત ફક્ત જોતો રહ્યો.

"અરે ખાઓ..!! કોઈ આવવાનું છે? શેની રાહ જોવો છો..?" કહીને મંજીતના મોઢામાં એક પાણીપુરી મૂકી દીધી.

"ધેટ્સ માય ગુડ બોય." કહીને હસી પડી.

મંજીત આખી પૂરીને ઝડપથી ચબાવીને ગળી ગયો અને ઉતાવળમાં કહ્યું, " મેડમ, મને નીકળવું પડશે. કામ છે."

"હા પ્લેટ પૂરી થાય એટલે આપણે બંને નીકળીએ." સારા તો એક પછી એક પાણીપુરી મુક્તી ગાલ ફુલાવતી વાત કરતી રહી. પણ મંજીત અકળાયો," મેડમ અબ્દુલ રાહ જોતો હશે. બુલેટ પર બેસી કંટાળ્યો હશે." પરંતુ વાત કંઇક બીજી હતી જેના લીધે મંજીત જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી ભાગવા માગતો હતો.

"એક મિનિટ..!! પ્લેટ તારી પૂરી કરી દઉં. બોલ તારા માટે બીજું શું ઓર્ડર કરું. નથી ભાવતી ને તને પાણીપુરી..!!" સારાએ સહેજતાથી કીધું. વાત પર મંજીતને હસાઈ ગયું.

"મેડમ તને એટલી પસંદ છે પાણીપુરી.?" મંજીતે પૂછી પાડ્યું.

"દરેક મારા જેવી ચટેકેદાર છોકરીને પાણીપુરી પસંદ હોય." સારાએ કહ્યું. અને મંજીત ફરી હસ્યો. "પણ મારા માટે બીજો કોઈ ઓર્ડર આપો નહીં. મેડમ તમને પાણીપુરી ખાતા જોઈ મારુ પેટ ભરાઈ ગયું."

સારાએ પૈસા ચૂકતા કર્યા. અને તેઓ જતા હતા ત્યાં પાછળથી એક આશ્ચર્યનો પડઘો સંભળાયો, "સારા...."

સારાએ પાછળ ફરીને જોયું. મંજીત પણ ફર્યો.

સારાએ અંશને જોતાં મોઢું મચકાવી ચહેરો ફેરવી લીધો. એને મંજીતનો હાથ પકડ્યો અને ચાલવા લાગી. ત્યાં સામે અંશ આવી પહોંચ્યો.

"આખી કોલેજનાં છોકરા તારા માટે કમી પડ્યા કે??" અંશે રૂબાબ ઝાડતાં કહ્યું. અને ત્યાં ઉપસ્થિત બધા મોટો અવાજ સંભળાતા જોવા લાગ્યા.

મંજીત ભોટવાયો.

"એહ હું તારી સાથે વાત પણ નથી કરતી. જા રસ્તો પકડ..રસ્તો." સારાએ અંશને ધૂતકારતા શાનમાં બોલી.

"હું તો જઈશ . પણ તું સારો રસ્તો પકડ જાનેમન.." સારાની વધુ નજદીક આવતા કહ્યું.

" તું જા રે." સારાએ ગુસ્સાથી કહ્યું. અને અંશનું માન ઘવાયું.

"તું એક રેપીસ્ટ સાથે ફરી રહી છે...!! ખાક થું.." અંશે કહ્યું અને તે સાથે સારાના ડોળા નીકળી આવ્યાં.

(વધું આવતા અંકે)