Premdiwani - 3 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પ્રેમદિવાની - ૩

Featured Books
Categories
Share

પ્રેમદિવાની - ૩

મનમાં ઘણી ચાલી રહી છે ઉથલપાથલ;
દોસ્ત! વિચાર મનને કરી રહ્યા છે પાગલ!

મીરાં અત્યાર સુધી પરિસ્થિતિને સાચવી શકી હતી, પણ જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ એને અમનની ચિંતા વધતી જતી હતી આથી મીરાંના ચહેરા પર એ ભાવ હવે ઉપજી રહ્યા હતા. સૌ મીરાં અને અમનની મિત્રતાને જાણતા જ હતા આથી મીરાંના ચહેરા પર ઉપજતા હાવભાવ હજુ સત્ય હકીકતને છુપાવવાની ક્ષમતા ધરાવતા હતા. મીરાંની મનઃસ્થિતિ ફક્ત મીરાં જ જાણતી હતી. મીરાં અનેક વિચારોને અંકુશમાં રાખવાનો ખોટો પ્રયાસ કરતી હતી, અંતે રાત્રે મીરાંએ તેના મમ્મીને પૂછ્યું, 'અમનના શું સમાચાર છે? એને કેટલી ઈજા પહોંચી છે?' મીરાં આટલું તો એની મમ્મીને માંડ પૂછી શકી, મીરાંને મનમાં ડૂમો ભરાઈ ગયો એ શબ્દોને તો અંકુશમાં રાખી શકી પણ આંખ તેના મનની ચાડી ખાઈ રહી હતી. પણ રાત્રીના હિસાબે મીરાંના મમ્મીને કઈ જ ખબર નહોતી પડી.

મીરાંના મમ્મીએ કીધું, ' અમનને ડૉક્ટરએ ૪૮ કલાક આપ્યા છે, બહુ જ લોહી વહી ગયું છે, હાથ પગમાં ફેક્ચર છે, ખુબ નાજુક હાલત છે, હજી અમન ભાનમાં નહીં આવ્યો. કોણ જાણે શું સુજ્યું આવા ડાયા છોકરાને કે આવું પગલું અમને ભર્યું?' આટલું બોલી અમનના મમ્મી પણ ખુબ ભાવુક થઈ ગયા હતા.

મીરાંનું હૃદય જાણે એક ધબકાર ચુકી ગયું, હવે એનું એના પરનું કાબુ છૂટી ગયું. એ ચક્કર ખાયને પડી ગઈ હતી. એના મમ્મીએ એના મોઢા પર પાણી છાંટ્યું અને એને હલાવી ને ઉભી કરી. મીરાંની બેન તરત જ મીરાં માટે લીંબુ સરબત લાવી, અને મીરાંને પીવડાવ્યું હતું. થોડીવારે મીરાંને ખબર પડી કે એને શું થયું, તરત જ એણે ફરી પોતાની જાતને સંભાળી લીધી હતી. મીરાં મનમાંને ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે અમન જલ્દી સાજો થઈ જાય.

અમનના ઘરે પણ બધા અલ્લાને દુવા કરી રહ્યા હતા કે અમન આ પરિસ્થિતિ માંથી જલ્દી બહાર આવે. લગભગ આજની રાત કોઈ ઊંઘી જ ન શક્યું, બધાના મન અમન માટે બેચેન હતા.

માંગી રહ્યું છે હર કોઈ એક જ દુવા;
રક્ષા કર અમનની, કબૂલ કરો અમારી દુવા!

અમનએ ૨૪ કલાક આ પરિસ્થિતિમાં વિતાવી લીધી હતી. એની ગંભીર હાલતમાં હવે સુધારો થયો હતો. ઘણા રિપોર્ટ્સ સારા થયા હતા. દરેક માટે સવાર નવી આશા લાવી હતી. નર્સ અમનને ઇંજેક્શન આપવા આવી ત્યારે એણે અમનના હાથમાં થોડી હલચલ જોઈ, નર્સે તરત જ ડૉક્ટરને જાણ કરી હતી. ડૉક્ટરએ તરત જ અમનના ઘરના લોકોને આ ખુશી સમાચાર આપ્યા હતા. અમનનો મિત્ર પણ ત્યાં હાજર જ હતો એ પણ ખુબ ખુશ થયો હતો. બધા જ ખુશ થયા. અમનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા કે અમન હવે નાજુક સ્થિતિ માંથી બહાર આવી ગયો છે.

મીરાં આ સમાચાર સાંભળીને થોડી નોર્મલ થઈ હતી. એના મનનો ભાર થોડો હળવો થયો હતો. મીરાંના મનને આ વાત સતાવી રહી હતી કે અમનની આ સ્થિતિ મારે લીધી જ બની છે. મીરાં મનમાં વિચારી રહી કે મારી કઈ એવી ભૂલ હશે જેના લીધે મિત્રતા અમનના મનમાં પ્રેમના રૂપમાં ફેરવાઈ ગઈ? એને આ વાતનો ખુબ રંજ હતો. અમન પર ગુસ્સો ભારોભાર હતો છતાં મીરાંના મનને એ વાત ઉંચક કરી રહી હતી કે અમન હજુ સંપૂર્ણ ભાનમાં આવ્યો નહોતો.

ઓરંગી નહીં ક્યારેય કોઈ રેખા;
છતાં કરે કપરી કસોટી ભાગ્યરેખા!

અમનના પરિવારને હવે અમનને જોવા માટેની છૂટ આપવામાં આવી હતી. એક પછી એક બધા જ અમનને ICU રૂમમાં જોઈ આવ્યા હતા. અમન હજુ સંપૂર્ણ ભાનમાં નહોતો એના કણસવાના ધીરા અવાજ સાથે એ મીરાં નું નામ ઉચ્ચારી રહ્યો હતો. ઘરના દરેકને અમન શું બોલે છે એ ખબર ન પડી પણ અમનનો મિત્ર અમનનો મનનો ભાવ સાંભળી ગયો હતો. મીરાં અમનના મનમાં અલગ જ સ્થાન પામી ચુકી હતી. આથી જ અર્ધજાગૃત અવસ્થામાં અમનના મનમાં પ્રથમ મીરાં નામ જ ગુંજી રહ્યું હતું. અમનના મિત્રએ પણ વાતને અંકુશમાં રાખી હતી. પણ એણે મીરાંને આ વાત જણાવવી જરૂરી લાગી હતી. એણે મીરાંને મળવાનો નિર્ણય લીધો અને એને હકીકત જણાવવાનું નક્કી કર્યું.

ગજબ બની જાય નાજુક પરિસ્થિતિ;
જો મનપર હાવી બને મનઃસ્થિતિ!

શું થશે અમનના મનની ઈચ્છાને લીધે આગળની પરિસ્થિતિ?
શું અમનનો મિત્ર મીરાંને વાત કરવામાં સફળ નીવડશે?
જાણવાવાંચતા રહો 'પ્રેમદિવાની'...