pitana hrudayni vedna in Gujarati Short Stories by Naranji Jadeja books and stories PDF | પિતા ના હદયની વેદના

Featured Books
Categories
Share

પિતા ના હદયની વેદના

અાપણે સહુ જાણીએ છીએ,જીવન કુદરતની આપેલી અમુલ્ય બક્ષીસ છે. જીવન દરમિયાન ઘણી નાની મોટી સમસ્યા દુઃખ દર્દ શરીરના કષ્ટ આવતા હોય છે.‌અને એ માંથી આપણે પર પણ થઈ જતાં હોઈએ છીએ.
પણ ઘણી વખત અમુક કિસ્સામાં ઘણું બધું શિખવા મળતું હોય છે. હાલ થોડા દિવસ પહેલાંની જ વાત છે. એક પિતા કેટલું સહન કરતા હોય છે. એનો એક પ્રસંગ છે સત્ય છે તે કહું છું.

પપ્પા દરરોજ નિયમિતપણે સવારે વહેલી પરોઢના જાગી જાય,અને નાઈ ધોઈ પૂજા પાઠ કરી પછી ચા પાણી પીતા.ઘણી વખત મમ્મી સુતા હોય તો પણ જગાડે નહીં અને ચા બનાવી લેતા, ઘરે નાના ભાઈ પણ સાથે રહે તેમના વહું ને પણ કદી વહેલા ચા માટે કહેતાં નહીં. બાજુમાં જ ખોડીયાર માતાજી નું મંદિર ત્યાં થોડી વાર જતા અને ત્યાંના પૂજારી જોડે થોડી ઘણી વાત કરી. બજારમાં નિકળી જાય. ગામમાં લગભગ બધા સાથે સારી એવી ઓળખાણ બનાવી લીધી છે. એટલે જ્યાં જાય ત્યાં એમનો મેળાવડો જામી જાય. હસતો આને નિખાલસ સ્વભાવ બધાને ગમતો. આવતા જતા સ્નેહીજનો કુટુંબના સગાંવહાલાં મળતા રહે. જો ન મળે તો એક દિવસ પોતે દરેક ના ઘેર જઈને ને મળી આવે. તા ૧૧/૦૭/૨૦૨૦ ની સાંજે અચાનક તેમને સ્વાસ લેવામાં તકલીફ થઈ અને ઘરની સામે જ ફુટપાથ બેઠા હતા ત્યાં સંબંધી ત્યાંથી નિકળ્યા તો તેમને જોઈ કહ્યું કેમ અહીં બેસી ગયા? વધારે પપ્પા કી બોલ્યા નહીં ઈશારો કર્યો કે સ્વાસ ચડે છે એટલે બેઠો છું. તમે જાયો થોડા ગુસ્સામાં કહ્યું. તેમને પણ એમ એમને ઘણું વખત કહેતાં હોય છે વધારે ચાલુ તો સ્વાસ ચડે છે અને છાતીમાં પણ દુખાવો પણ થાય છે. એટલે એમણે વધારે ત કઈ ન કહ્યું પણ તેમ છતાં એટલું કહ્યું કે ચાલો આપણે દવા લઈ આવીએ. તો એ વાત માન્યા નહીં અને તેમને કહ્યું તમે જાઓ હમણાં જ બરાબર થઈ જસે અને ઘર સામે જ છે હું ચાલતો ચાલ્યો જઈશ.૮ વાગ્યાના ત્યાં બેઠા પછી ૯ વાગે ઊઠી ત્યાંથી મંદિરમાં બેઠા ઘરે રાત્રે ૧૧ વાગે આવી ચુપચાપ સુઈ ગયા . સવારે જ્યારે નાનો ભાઈ નોકરીએ જતો હતો ત્યારે પપ્પા ને જોઈ ને કહ્યું તબીયત બરાબર નથી લાગતી. શું ? થાય છે દવા લેવી છે ? તો કહે ઉધરસ આવે છે અને સ્વાસ ચડે છે. તો ભાઈ તરત કહ્યું ચાલો આપણે પહેલાં દવા લઈ આવીએ. દવાખાને ડોક્ટર ને પાસે ગયા બધી તપાસ કરાવી, ડો કહે કે એમના બીપી વધારે આવે છે અને ઓક્સિજન લેવલ પણ ઓછું છે. તમે દાખલ થઈ જાયો . થોડી વારમાં તો દવા ચાલુ કરી દીધી અને નાના ભાઈ એ મને મારાથી નાનો ભાઈ ને ફોન કરીને કહ્યું કે પપ્પા ની તબિયત બરાબર નથી એટલે દવાખાને દાખલ કર્યા છે. એટલે તરત જ થોડી વારમાં બંને ભાઈ ત્યાં પોંહચી ગયાં ત્યાં ભાઈ ના સાળા પણ આવી ગયા બધે ત્યાં ઊભા પપ્પા ને જોયા કરીયે. પપ્પા ને પણ બીક બેસી ગઈ કે કોરાના હસે તો. આંખમાં એમની પાણી ફરી વળ્યા. અમે બધા હિંમત આપી કહ્યું કાંઈ નથી ખાલી બીપી વધ્યાં છે અને કફ છે એટલે સ્વાસ લેવામાં તકલીફ પડે છે. હમણાં બધું બરાબર થઈ જસે.
થોડી વાર પછી ઓક્સિજન હટાવી અને એમજ ત્યાં સુતા દવાથી આરામ તો થયું પણ બીપી હજું નોર્મલ નથી થયાં. એટલે ડોક્ટર બીજી દવા લખી આપી અને થોડી વાર પછી બીપી પણ ઘટ્યાં. એટલે ડોક્ટર કહે હવે તમને ઘરે જવું હોય તો જઈ શકો . ભાઈ ના સાળા સાથે હતા તો તેમણે કહ્યું એક ઈકો અને ઈ.સી.જી નો રીપોર્ટ પણ કરાવી લઈએ. અમને પણ એ વાત યોગ્ય લાગી અને ડોક્ટર કહ્યું તો ડોક્ટર કહે ઠીક છે , કરી લઈએ બને રીપોર્ટ. રીપોર્ટ બંને નોર્મલ આવ્યા. એટલે અમને થોડો હાશકારો થયો. દવાખાને થી ઘેર પપ્પા બરાબર આવી ગયા તકલીફ પણ ઓછી થઈ ગઈ. બીજે દિવસે સાંજે જેવી ‌દવા ખાય તો ઉલટી થઈ જાય. ભાઈ એ ડોક્ટર ને ફોન કર્યું અને હકીકત કહી તો ડોક્ટર કહે તમને હું વોટ્સએપ કરું તે રીપોર્ટ અદાણી હોસ્પિટલમાં જઈ ને કરાવી આવો. બધા રીપોર્ટ લગભગ નોર્મલ હતા. પણ એક બ્લડ નું રિપોર્ટ અહી ન થયું. તો ડોક્ટર કહે તમે ભુજમાં એકોર્ડ હોસ્પિટલમાં જઈ ત્યાં રીપોર્ટ કરાવી લ્યો.
સાંજે જ ભાઈ અને એમના સાળા અને મારા મામા સાથે ભુજ જવા નિકળી ગયા. હોસ્પિટલમાં ડોક્ટર ભાઈના સાળા મિત્ર હતા એટલે બધું જલદી દાખલ થઈ ગયા અને સારવાર પણ સરુ થઈ ગઈ‌. લેબ વાળો આવી લોહીના સેમ્પલ લઈ ગયો. કલાક વારમાં તો બધા રીપોર્ટ આવી ગયાં બધાં રિપોર્ટ નોર્મલ હતા. જે અદાણી હોસ્પિટલમાં મુન્દ્રા જે રિપોર્ટ ન થઈ શક્યો તે રિપોર્ટ અહીં આવ્યો અને એમાં એક હાર્ટ એટેકના હતું ૪૭નો એટલે જોખમી ‌હતુ. તે તેજ એટેક હતું જે તેમને પહેલી વાર સાંજે સાત વાગે આવ્યું હતું . કોઈને જાણ નહોતી કરી ,એમ વિચારી ને બધાં ચિંતા કરશે. ડોક્ટર બધાં રિપોર્ટ જોયા પછી કહ્યું કે પપ્પા ને એટેક નો હુમલો થયેલો છે તો આપણે એક એન્જીયોગ્રાફી કરાવી લઈએ. ડોક્ટરે એન્જીયોગ્રાફી માટે લોહી પાતળું કરવાનાં ઇન્જેક્શન આપવાનાં શરૂ કરી દિધા. બિજા દિવસે બપોરે ૧૨ વાગ્યે એન્જીયોગ્રાફી માટે લઈ ગયા, એને તેના રિસ્ક માટેના બધાં કાગળો પર હસ્તાક્ષર કરાવ્યા. થોડી વાર ત્રણેય ભાઈઓ લોબીમાં આંટા મારીએ અને મનોમન વિચારીયે કી વધારે એવું હશે નહીં, કેમકે દિવસના પપ્પા લગભગ ૧૫ કિલોમીટર તો ચાલતાં જ હોય છે. એ દરમિયાન સગાંસંબંધીઓ ના ફોન પણ ચાલુ થઈ ગયા. શું ? થયું કેમ છે હવે તબિયત? ડોક્ટર શું કહે છે. ત્યારે તો એકજ જવાબ હતું હવે સારું છે કઈ ચિંતા જેવું નથી. એટલી વારમાં તો ડોકટરે બોલાવ્યા કે એન્જીયોગ્રાફી નો રીપોર્ટ આવી ગયો છે. તમે જોઈ લો . મનમાં દર અને શંકાના વાદળો ઘેરાયા. ડોક્ટર પાસે જઈ ને કહ્યું જી સાહેબ ! ડોક્ટર કહે રિપોર્ટ થઈ ગયું છે તેમના હ્રદયની ડાબી બાજુની ત્રણ નસો બ્લોક છે. એને ફુલેલી છે વધું આગળ જવાય એમ નથી પ્રેસર નીચે આવી જાય છે. આમાં તમને ઓપરેશન કરાવવું પડે. એટલે મેં કહ્યું શું ? બલુન બેસાડી શકાય? તો ડોક્ટર કહે એ શક્ય નથી તમને બાયપાસ કરાવવું પડે, એજ હિતાવહ છે. કેમ કે આ જીવાતો બોંબ છે ક્યારે શું થાય એ કંઈ ન કહેવાય. તમે વિચારી લો . મેં ડોક્ટર ને કહ્યું મારા બે નાના ભાઈ પણ સાથે છે એમણે બોલાવી ને બતાવી શકાય? તો ડોક્ટર કહે હા બોલાવી લ્યો ત્રણ ભાઈ ભીની આંખે જોતા રહ્યા . અમે કહ્યું કે તમે એક વખત ઝાલા બાપુ ને આ વાત કહો એને અમે બહાર જઈ ને વિચારીયે. પપ્પા ને પાછા આવી આઈ સી યુ રૂમ શિફ્ટ કર્યા. ભાઈ ને કહ્યું તમે બધાંને ફોન કરીને ને જણાવો અને શું કરવું એ પુછી જુઓ. બધાની રાય લીધી,તેમા ઓપરેશન જ એક ઉપાય છે. પછી ઓપરેશન ક્યાં કરાવવું એ પ્રશ્ન ઉભો થયો એક બાજુ કોરોના ની બીક, ઓપરેશન માટે અમદાવાદ અને રાજકોટ ઓપશન આપ્યા ડોક્ટરે. પપ્પા ને જમાડી કહ્યું કે હજી એક રીપોર્ટ આપણે કરાવવું પડશે અને રાજકોટ કે અમદાવાદમાં થાય. તો સાંજે આપણે જઈએ, એના માટે બંને નાના ભાઈ ઘેર જવા નીકળ્યા અને ત્યાં ઓપરેશન કરાવવું છે તો છ સાત દિવસ તો રોકાવું પડે. પછી ઘરના બધા લોકોને વાત કરી કે ત્રણ નસો બ્લોક છે અને ઓપરેશન કરાવવું પડશે. એટલે ભાઈ કહે હું મમ્મી ને પણ સાથે લેતો આવું છું અને કપડાં અને પથારી જેવા સમાન લઈ આવું. મેં પણ કહ્યું ભલે તમે જલ્દી પાછા આવજો . હું પણ ઉતાવળમાં જમવા બેઠો નાના ભાઈ ના બધાં મિત્રો પણ આવ્યાં. આને રવુભા જમવાનું લઈને આવ્યા હતા. થોડું જમી ને ટિફિન એમને પાછું આપ્યું. એ પણ કહે કે રૂપિયાની જરૂર હોય તો આપતો જાઉં, મેં કહ્યું એની તો જરૂર નથી અને ઓપરેશન માટે તત્કાલ મહા અમૃતમ કાર્ડ બનાવ્યું. સાંજે ૪ વાગે બને ભાઈ મમ્મી અને ભાઈના સાળા, મારા મામા અને એક મામાના દિકરો એ બધાં હોસ્પિટલમાં આવી ગયા. મમ્મી ને પપ્પા પાસે બેસાડ્યા એ પહેલાં બધી વાત ભાઈએ કરી દિધી કે પપ્પા ને હમણાં બીજું કંઈ કહેતા નહીં. અમે પાછાં ડોક્ટર સાહેબ ને મંડ્યા અને કહ્યું કે ઓપરેશન અમદાવાદમાં તો કોઈ હાલે નથી કરાવવું, રાજકોટમાં કહો જ્યાં અમૃતમ કાર્ડ ચાલે. તો ડોકટરે ઝાલા ભાઈ ને સમજાવતા કહ્યું આપણી ત્યાં સિનરજી હોસ્પિટલમાં ત્યાં જાઓ તે તમને એક દિવસ બધી સારવાર આપી અને બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી આપશે. એમને પણ એ વાત યોગ્ય લાગી. મમ્મી ને અને વચેટ ભાઈ એ ઘેર પાછા જવા અને હું સવથી નાનો ભાઈ મામા અને મામાનો દિકરો રાજકોટ જવા માટે એમ્બ્યુલન્સમા બેઠા .સેનેટ્રાઈઝર માસ્ક લઈ ને પપ્પા ને એમ્બ્યુલન્સ મા સુવડાવ્યા.
સાંજે ૬ વાગે ભુજથી નિકળ્યા. રસ્તામાં હોટલમાં જમવા માટે ગાડી ઉભી રાખી તો પપ્પા જલ્દી નીચે ઉતરી ચાલવા લાગ્યા. અમે કહેતા કે ધીરે ચાલો, તકલીફ થસે. એ કહે મને કંઈ નથી થતું હું બરાબર છું. હોટલમાં સરસ રીતે જમી ને પાછા રાજકોટ માટે નિકળ્યા. રાત્રે ૧૨:૪૫ ના રોજકોટ સિનરજી હોસ્પિટલમાં પહોંચી ગયા ત્યાં ડો. વિશાલ પોપટાણી સાહેબ જોડે બધી વાત તો થઈ ગઈ હતી. જેવા ઈમરજન્સી ગેટે પર પોહચયા ત્યાં તેમનું સ્ટાફ જલ્દી પપ્પા ને બેડ પર સુવડાવી ઈમરજન્સી સારવાર આપવા લાગ્યા. એવું કશું હતું નહીં પણ ડોક્ટર આગળ કઈ કહેવાય નહિ. કેશ કાઉન્ટર પર ૧૦૦૦૦રૂ જમા કરાવી આઈ સી યુ રૂમમાં લઈ ગયા. બસ ત્યાં કોઈ તેમની સાથે કોઈ સગાં રહી નહીં શકે. એટલે પપ્પા ને સમજાવ્યું કે અમે બધા નિચે બેઠા છીએ, તમે કઈ ચિંતા ન કરશો‌. અમે સવારે ૧૧:૩૦ તમને મળશુ.
પછી અમે નીચે આવ્યા અને ત્યાં ના સ્ટાફને સુવા માટે વ્યવસ્થા માટે વાત કરી બે જણ માટે તો સવગડ થઈ ગઈ. બીજાં બે ભાઈઓ ગાડીમાં જ સુઈ ગયા. રાત્રે મચ્છરના ગણગણાટમા પણ થાકને કારણે નિંદર તો આવી ગઈ. હું અને મામા નિચે એક રૂમમાં સરસ રીતે ઉગ્યાં. સવાર પડી એટલે શ્રી પાછી ચિંતા ફરી વડી હવે પપ્પા શું કરતા હશે. ત્યાં ભાઈ કહે ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ. એટલે મેં કહ્યું ઠીક છે પહેલાં હાથ સાફ કરી લઇએ પછી નાસ્તો કરશું. નાસ્તો કરી બંને ભાઈ ગેસ્ટ રૂમ સોધવા રાજકોટ બસ સ્ટેશન પહોંચ્યા. હું અને મારા મામા નિચે ઘડીયાલ ને જોઈ રહ્યા ક્યારે અમને બીજી હોસ્પિટલમાં મોકલશે. ડોક્ટર હજુ અમને મળ્યા ન હતા. ડોક્ટર એ ભાઈ ને ફોન કરી ને કહ્યું ઉપર ઓપીડીમા આવો‌ એટલે હું ત્યાં ગયો . આને કહ્યું પપ્પા ની તબિયત હવે સારી છે આપણે કાલે બીજી હોસ્પિટલમાં મોકલી આપીશું, મેં પણ પૂછ્યું પપ્પા ને અમે મળી શકીયે હમણાં? તો ડોક્ટર કહે હા તમે કોઈ એક વ્યક્તિ ૧૧:૩૦થી ૧૨:૩૦ અને‌ સાજે ૬ થી ૭ મળી શકશો. વારાફરતી અમે પપ્પા ને મળ્યાં અને કહ્યું બધું બરાબર છે કાલે આપણે બીજી હોસ્પિટલમાં જવું પડશે અહી એક રીપોર્ટ કરશે સાંજે કાંઈ કામ હોય તો અમે નિચે બેઠા છિએ . અહીં વધારે વખત ડોક્ટર મળવા નથી દેતા, પપ્પા પણ કહેવા લાગ્યા કે ઠીક છે મને કોઈ તકલીફ નથી અને સારી સારવાર મળે છે. અમે બપોરના સમયે જમવા ગયા. બપોરના ગરમી ગણી હતી અને સાંજે પાછી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. પપ્પા ને પણ સાંજે કહ્યું કે આપણે તમારું એક ઓપરેશન કરાવવું પડશે એટલે તમે બરાબર થઈ જસો. ઠીક છે તમે પણ આરામ કરો. ગુરૂવારની સવારે પાછા ડોક્ટર ઓપીડીમા બોલાવ્યા અને કહ્યું કે બાય પાસ ઓપરેશન જ કરવું પડશે. એમાં એમની ગળાની નસો માં પણ થોડું બ્લોક છે જે ઓપરેશન વખતે થોડું જોખમી છે. આ વાત સાંભળીને મને મારું પણ ગભરાઈ ગયું . નિચે ભાઈ ને વાત કરી, ઝાલા ભાઈ ને પણ વાત કરી તો ઝાલા ભાઈ એ ડોક્ટર ને ફોન કરવાનું ચાલુ કરી દિધું. ડોક્ટર પણ ગુસ્સામાં કહેવા લાગ્યા તમને વિશ્વાસ ન હોય તો બીજે જી શકો છો. મેં ધીમા અવાજે કહ્યું સોરી ! અમારાથી ભુલ થઈ ગઈ. પછી ડો માધવ ઉપાધ્યાય કહેવા લાગ્યા કે આપણે સત્ય સાંઈ હોસ્પિટલમાં ઓપરેશન ની મંજૂરી મળી ગઈ છે તમને સાંજે ત્યાં મોકલી આપીશું.
સાંજે ૪ વાગે એમ્બ્યુલન્સ મા જવાનું નક્કી કર્યું . હોસ્પિટલના ડિસ્ચાર્જ માટે ના બિલ જમા કરાવવા બોલાવ્યા. બીલ પે કરવા ભાઈને ઊભા રાખ્યા અને હું પપ્પા ને લઈ લિફટમા નિચે એમ્બ્યુલન્સ પાસે આવ્યો. બધા પાછા સત્ય સાંઈ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં તો ગેટ પરનો સિક્યુરિટી ગાર્ડ કે અમે ઈમરજન્સી કેશ નથી લેતા એમ કહી રોકી લીધા. મેં કહ્યું ડોક્ટર માધવ સાહેબ જોડે વાત થઈ ગઈ છે. એટલે એને ફોન કરીને તપાસ કરી અમને આવવા દિધા. ત્યાં અંદર પ્રવેશ્યા એટલે અંતર મનથી શાંતી નું ભાસ થયું. દવાખાનામાં બધા રીપોર્ટ દેખાડી અહીંના ડોક્ટર ફરી તપાસ કરી અને જનરલ રૂમમાં મોકલ્યા. ત્યાં અમૃતમ યોજનાના ના કાર્ડ ની નોંધણી કરાવી અને વેરીફીકેશન કર્યા. અહીં ખાસ કોઈ વધારે દર્દી ન હતાં એટલે મામા નો દિકરો કહે એની કરતા આપણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગયા હોત જલ્દી થાત. ત્યાં ઘણા લોકોએ સારવાર કરાવી છે. પણ કહ્યું હવે ક્યાં નથી જવું ભગવાન પર ભરોસો રાખો અને જે થાય એ સારું જ થશે એવો દિલાસો આપ્યો.
ડોક્ટર કહ્યું કે શનિવારે ઓપરેશન કરશું. એટલે થોડી નિરાંત મળી પણ ઓપરેશન ની ચિંતા હળવી ન થઈ. ત્યાં સ્વાદ રેસ્ટોરન્ટમાં જમવાનું સારુ કર્યું જમવા નું સ્વચ્છ સાત્વિક અને સ્વાદિષ્ટ હતું. એક દિવસ તો પસાર થઈ ગયું એ દરમિયાન મેં પપ્પા ને ઓપરેશન ની બધી વાત પણ કહી કે તમારા હૃદય ની જે નસ બ્લોક છે તેને બદલી દેશે. એટલે તમને છાતીમાં દુખાવો હવેથી ની થાય. ભાઈ પણ એમને નાના બાળકોને જેમ સમજાવતા કહ્યું કે આપણે તો બાપુ! બાપુ બિવે નહીં એમ કહીને ઓપરેશન માટે માનસિક રીતે ત્યાર કરી દિધા. શનિવાર ના ૯ વાગે નર્સ બોલાવવા આવી કે ચાલો દાદા તો પલંગ પરથી ઉભા થઇ તેનાથી આગળ જઈ ઓપરેશન રૂમમાં પહોંચી ગયા.
અમે પણ બહાર હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા લાગ્યા. ઘરે પણ બધાને પ્રભુ ની પ્રાથના કરવાનું કહ્યું.
હોસ્પિટલમાં આંગણ મા સાંઈ બાબા નું મંદિર તેમાં પણ સર્વ દર્દી માટે પ્રાર્થના કરી. ૧૨ વાગે તો ઓપરેશન થઈ ગયું . અને ડો. માધવ સાહેબ કહે ઓપરેશન સફળ રહ્યું કંઈ ચિંતા જેવું નથી. પણ ૭૨ કલાક તેમને આઇ સી યુ મા રાખવા પડશે. બે કલાકમાં તો પપ્પા ને હોસ આવી ગયું . અમને તો એમ હતું પાંચ છ કલાક લાગશે ભાનમાં આવતા.

સાંજે ૫ વાગે તો વેન્ટિલેટર પણ હટાવી દિધું અને મને તેમને મળવા મોકલ્યો . ધીરે થી કહેવા લાગ્યા હું ઠીક છું ત્યાં કંપાઉન્ડ કહે જોરથી બોલો કઈ નહિ થાય. એટલે કહે હવે હું બરાબર થઈ ગયો. ત્યાં એક આઈસક્રીમ ની ડબી ખવડાવી ને બહાર આવ્યો. ભાઈ ને કહ્યું બધું બરાબર છે. એટલે બધે પાછાં ફોન પર લાગી ગયા કે ઓપરેશન બરાબર થઈ ગયો અને પપ્પા પણ બરાબર છે. ડોક્ટર પણ આશ્ચર્ય પડી ગયા આટલી જલ્દી રીકરવી ! બીજાં દિવસે તો ચાલતાં થઈ ગયા . ધીરે ધીરે બધું બરાબર થઈ ગયું . હું અને ભાઈ મામા પાછાં આવ્યાં અને ત્યાં પપ્પા ના નાના ભાઈ અને બીજો ભાઈ રોકાયો.

૪ દિવસ ભાઈ ત્યાં રોકાયા પછી ડોક્ટર ને કહ્યું કે ક્યારે રજા મળશે તો ડોક્ટરે કહ્યું કે શનિવારે. એટલે ભાઈ કહે તું અહીં આવીજા મારી રજા પુરી થાય છે અને અમારા નવા સાહેબ આવ્યા છે. એટલે હું અને મારી માસીનો દિકરો રાજકોટ ગયા. હજી ભાઈ ને મોરબી પહોંચ્યા ત્યાં ડોક્ટર કહે કે આજે રજા મળશે. તો પપ્પા કહે કે તને જસ લખ્યું હશે. બપોરના ૨ વાગે હોસ્પિટલમાં થી રજા મળી ગઈ . તેમની બધી દવા અને સારસંભાળ રાખવાની વાત સમજી લીધી. રાત્રે નવ વાગ્યે તો ઘરે આવી ગયા . ત્યાં બધાં સ્નેહીજનો મળવા આવી ગયા. બધા પુછવા લાગ્યા કેમ છે હવે . ત્યાં પપ્પા કહે સારું છે હવે.
પપ્પા કહે મેં તમને એટલે વાત ન કરી કે તમે પછી ચિંતા કરો. આટલી મોટી આફત આવી છતાં પિતા હદય કેવું મજબૂત હોય પોતે તકલીફ વેઠે છતાં બીજાને તકલીફ ન આપે.







#સાજા-થાઓ