Kalakaro Ane Kasabio - 5 in Gujarati Biography by દીપક ભટ્ટ books and stories PDF | કલાકારો અને કસબીઓ ભાગ - ૫

Featured Books
Categories
Share

કલાકારો અને કસબીઓ ભાગ - ૫

પ્રકરણ - ૫૧

"યે જીવન હૈ ઇસ જીવન કા યહી હૈ રંગરૂપ
થોડે ગમ હૈ થોડી ખુશિયાં, યહી હૈ, યહી હૈ છાંવધુપ"
.
અનિલ ધવન ~~~
.
દેખાવે મધ્યમવર્ગનો , સાદો અને સરળ પોતીકો લાગતો અભિનેતા.
.
રાજીન્દર ધવન નાનો અને અનિલ ધવન મોટો
બંનેય પુના FTII ના વિદ્યાર્થીઓ

રાજીન્દર ધવન એટલે ડેવિડ ધવન
કાનપુરમાં ક્રિશ્ચિયન પરિવારો વચ્ચે રહેતા એટલે એ પરિવારોના સભ્યો રાજીન્દરને ડેવિડ કહી બોલાવતા એટલે મૂળ નામ ભુલાઈ ગયું અને લાડકુ નામ કાયમ માટે આવી ગયું
.
ડેવિડને ખબર પડી ગઈ હતી કે ફિલ્મ અભિનયમાં આપણા ચણા મમરાયે નહિ ઉપજે એટલે એણે અભિનય પર ક્યારેય હાથ અજમાવ્યો જ નહિ !
ડેવિડે ફિલ્મ એડિટિંગનું કામ કરવાનું શરુ કર્યું પછી ફિલ્મનિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું અને હાસ્યફિલ્મોમાં સફળતા મેળવી
.
જયારે અનિલે અભિનય કરવાનું સ્વીકાર્યું અને એમાં અકલ્પનિય સફળતા મેળવી
.
જયા ભાદુરી, શત્રુઘ્ન, અનિલ અને અનિલની પત્ની રશ્મિ FTII ની એક જ બેચના વિદ્યાર્થીઓ
.
અનિલે શત્રુઘ્નને પોતાનો ફ્રેન્ડ , ગાઈડ અને ફિલોસોફર ગણેલો
.
૧૯૭૦માં બાબુરામ ઈશારા પોતાની ફિલ્મ "જરૂરત" પછી ફિલ્મ "ચેતના" બનાવવાની તૈયારીમાં હતા અને તેઓએ શત્રુઘ્નને ફિલ્મના હીરોના હીરો તરીકે પસંદ કરેલો અને અન્ય પાત્ર માટે બીજા હીરોની શોધમાં હતા ત્યારે શત્રુઘ્નએ અનિલનું નામ આપી અનિલને એ ફિલ્મમાં કામ અપાવેલું
.
અને સૌ પ્રથમ અનિલને ફાળે બાબુરામ ઈશારાની ફિલ્મ "ચેતના" આવી
જે ૧૯૭૦ની ફિલ્મ હતી
ફિલ્મ પ્રદર્શિત કરાઈ ત્યારે સળંગ ત્રણ દિવસ બાબુરામ ઈશારા અને અનિલ ફિલ્મ થિયેટર પર હાજર રહ્યા
એ ફિલ્મનું મુકેશનું ગીત "મૈં તો હર મોડ પર તુઝકો દૂંગા સદા ...." લોકહૈયે વસી ગયું અને ફિલ્મનો અભિનેતા અનિલ ના માત્ર ચાલી ગયો એ દોડવા લાગ્યો

ત્યારબાદ અનિલના ફાળે આવી દોરાહા, પ્યાર કી કહાની, અન્નદાતા, "પિયા કા ઘર" (જેમાં જયા ભાદુરી અભિનેત્રી હતી. એ ફિલ્મ ખુબ સફળ રહી. એ ફિલ્મના LP ના ગીતો ખુબ જ પ્રચલિત થયા)

અફસોસ કે અનિલ ધવન પોતાની કારકિર્દીની શરૂઆતમાં સફળ ફિલ્મો આપવા છતાંયે ક્યારેય A Grade ની ફિલ્મોનો અભિનેતા ના બની શક્યો

એની મોટાભાગની ફિલ્મો B grade અને C gradeની જ રહી
.
રશ્મિ, પૂનામાં FTII માં એક જ બેચની વિદ્યાર્થીની
એને ફિલ્મોમાં કામ મેળવવામાં ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો
એને ૧૯૭૩માં ફિલ્મ રુપેશકુમાર અને શત્રુઘ્ન સિંહા અભિનીત ફિલ્મ "એક નારી દો રૂપ" મળી.
(જે ફિલ્મનું રફીનું ગીત, "દિલ કા સૂના સાઝ જમાના ઢૂંઢેગા ...." આજેય એટલું પ્રચલિત છે. જે ફિલ્મનું સંગીત LP ના પ્યારેલાલના ભાઈ ગણેશનું હતું)
.
એ ફિલ્મના નિર્માણ સમયે રશ્મિ પાસે રહેવા માટે મુંબઈમાં ઘર નહોતું અને પેઈંગ ગેસ્ટ તરીકે રહી શકાય તેવી પણ આર્થિક પરિસ્થિતિ નહોતી
સેવાભાવી અને લાગણીશીલ અનિલે રશ્મિ માટે પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાની વ્યવસ્થા કરી આપેલી અને એ વ્યવસ્થાના પૈસા ચુકવવાની જવાબદારી પણ પોતે જ લીધેલી
.
અનિલે મુંબઈમાં પોતાની કમાણી પર ફ્લેટ ખરીદ્યો
અનિલના માતાપિતાના કહેવાથી અનિલે રશ્મિને પોતાની સાથે રહેવા તેડાવી લીધી
અનિલ અને રશ્મિના સંબંધોની વાતો ના માત્ર અડોશપાડોશમાં જ પણ અને ફિલ્મજગતમાં પણ ચર્ચાવા લાગી
આખરે એ ચર્ચા પર પૂર્ણવિરામ મુકવા અનિલે અને રશ્મિએ કાયદેસરના લગ્ન કરી જ લીધા
.
૨૭ નવેમ્બર ૧૯૫૦ના દિવસે દિલ્હીમાં જન્મેલો અનિલ મધ્યમવર્ગીય સામાન્ય પરિવારમાંથી આવતો
અનિલના પિતા એ જમાનામાં UCO BANK માં AGM હતા
૧૯૪૭ના ભાગલા સમયે તેમનું પોસ્ટિંગ પેશાવરમાં હતુ ભાગલા સમયે અનિલના પિતા સપરિવાર ભારત આવ્યા અને તેમનું પોસ્ટિંગ કાનપુરમાં કરાયું
મૂળ દિલ્હીનો પંજાબી પરિવાર
.
અનિલે અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો
.
૧૯૭૦માં શરુ કરેલી કારકિર્દીમાં ૨૦૧૧ સુધીમાં લગભગ ૯૦ ફિલ્મો આપી.
આશા પારેખની TV સિરિયલ "કોરા કાગઝ" અને અરુણા ઇરાનીની TV સિરિયલ "મૈં લક્ષ્મી તેરે આંગન કી"માં અભિનય કર્યો
આ સિવાય પરંપરા, કુસુમ, તૂફાન, તુમ બીન જાઉં કહાં, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા, રૂપ - મર્દ કા નયા સ્વરૂપ. ભાગ્યલક્ષ્મી જેવી TV સિરિયલોમાં કામ કર્યું
.
અનિલનો પુત્ર સિદ્ધાર્થ TV સીરીયલોનો નિર્માતા અને નિર્દેશક છે
જયારે ભત્રીજો, વરુણ ધવન હિન્દીફિલ્મનો જાણીતો અભિનેતા છે
.
અનિલ ધવન અભિનીત ફિલ્મોના ગીતોની ઝલક મેળવીયે
- મૈં તો હર મોડ પર તુજકો દૂંગા સદા - ચેતના
- તુમ્હી રેહનુમા હો મેરી જિંદગી કે - દો રાહા
- એક પતે કી બાત સુનાઉં સન મેરે હમજોલી - પ્યાર કી કહાની
- યે જીવન હૈ ઇસ જીવન કા યહી હૈ યહી હૈ રંગ રૂપ - પિયા કા ઘર
- ગુજર જાયે દિન દિન દિન કે હર પલ ગીન ગીન ગીન - અન્નદાતા
- નૈન હમારે સાંજ સકારે દેખે લાખો સપને - અન્નદાતા
- ઓ મેરી પ્રાણ સજની ચંપાવતી આજા - અન્નદાતા
- સબકે રહેતે લગતા હૈ ઐસે કોઈ નહિ હૈ મેરા - સમજૌતા
- સમજૌતા ગામો સે કર લો - સમજૌતા
- બડી દૂરસે આયે હૈ પ્યાર કા તોહફા લાયે હૈ - સમજૌતા
- તેરી ગલીયો મેં ના રાખેંગે કદમ આજ કે બાદ - હવસ
- જીવન હૈ એક સપના મધુર સુહાના સપના - હનીમૂન
- મેરે પ્યાસે મન કી બહાર કબ સે થા તુમ્હારા ઇંતઝાર – હનીમૂન
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૫૨

"चमन के फूल भी तुझ को गुलाब कहते हैं
हमीं नहीं, हैं सभी लाजवाब कहते हैं"
.
GS કોહલી ઉર્ફે ગુરુશરણ સિંહ કોહલી ~~~

GS કોહલી, એક વેડફાઈ ગયેલી પ્રતિભા
GS કોહલી, કદાચ પોતાના આત્મવિશ્વાસના અભાવે આગળના આવ્યા
GS કોહલી, OP નૈયરના આજીવન સહાયક
GS કોહલી, તુંડમિજાજી, આમ તો OP પણ તુંડમિજાજી પણ બન્નેયના વ્યવસાયિક સંબંધો વર્ષો સુધી અકબંધ રહયા એ એક આશ્ચર્ય જ કહેવાય
GS કોહલી, કેટલાક જાણકારો પણ GSને મદનમોહનના ભાઈ ગણતા રહયા
GS કોહલી, સ્વતંત્ર સંગીતકાર તરીકે જેણે ગણતરીની દસ - બાર ફિલ્મો આપી

ગુરુશરણ સિંહ કોહલીનો જન્મ ૧૯૨૮માં પંજાબમાં થયો
GS કોહલીને તબલા, ઢોલક સહીતના અનેક વાદ્યો વગાડવાની કુદરતી બક્ષીશ પ્રાપ્ત થયેલી
૧૯૫૨માં OP નૈયરને દલસુખ પંચોલીની ફિલ્મ આસમાન માટે સ્વતંત્ર સંગીતકાર તરીકે સંગીત આપવાની તક મળી બસ એ દિવસથી OPએ પોતાના સહાયક તરીકે GS પર પસંદગી ઉતારેલી
એ સાથ છેક ૧૯૬૮ સુધી જળવાયો

આ દરમ્યાન એ ગુરુચેલાની જોડીએ આરપાર, બાઝ, Mr & Mrs 55 , બાપ રે બાપ , CID , હમ સબ ચોર હૈ , નયા દૌર, તુમસે નહિ દેખા, 12 O'Clock , રાગીની , મુઝરીમ, હાવરા બ્રિજ, દો ઉસ્તાદ, કલ્પના, એક મુસાફિર એક હસીના, કાશ્મીર કી કલી, મેરે સનમ, યે રાત ફિર ના આયેગી, સાવન કી ઘટા, મહોબ્બત જિંદગી હૈ, બહારે ફિર ભી આયેગી, દિલ ઔર મહોબ્બત, કિસ્મત જેવી એકએકથી ચઢિયાતા ગીતોવાળી ૨૪ ફિલ્મો આપી

૧૯૬૦ની ફિલ્મ "લંબે હાથ"એ GSની સ્વતંત્ર સંગીતકાર તરીકેની પ્રથમ ફિલ્મ
પોતાની ટૂંકી કારકિર્દીમાં GSએ લંબે હાથ, Mr India (૧૯૬૧), ફૌલાદ, શિકારી, ચાર દરવેશ, નમસ્તેજી, Adventures of Robin Hood and Bandits, દો મતવાલે, સંગદિલ, ગુંડા, જંગ ઔર અમન, જાલસાઝ, મહાદાન (GSની ૧૯૮૪ની છેલ્લી ફિલ્મ) જેવી ગણતરીની ફિલ્મો જ આપી

ફિલ્મ શિકારી અને નમસ્તેજીના સદાબહાર ગીતો આજેય સંગીત રસિયા મિત્રોના માનીતા ગીતો છે

મોટાભાગે GSને B Gradeની અને C Gradeની જ ફિલ્મો મળી

આ સદાબહાર ગીતો જે સંગીતકાર GS કોહલીએ બનાવ્યા છે પણ આજે જ નહિ જે તે સમયે જે ગીતો OPના કે અન્ય કોઈ સંગીતકારના હોય એમ મનાતું

ફિલ્મ - શિકારી

૧.
अगर मैं पूछूँ जवाब दोगे
दिल क्यों मेरा तड़प रहा है
तेरे ही दिल में है प्यार कुछ कुछ
मेरे भी दिल में ज़रा ज़रा है

૨.
चमन के फूल भी तुझ को गुलाब कहते हैं
हमीं नहीं, हैं सभी लाजवाब कहते हैं
नज़र मिला के मेरे दिल की बात पहचानो
सुना है चेहरे को दिल की किताब कहते हैं

૩.
तुमको पिया दिल दिया कितने नाज़ से
नैना लड़ गए भोले-भाले कैसे दगाबाज़ से हो
तुमको पिया दिल दिया ...

ફિલ્મ - નમસ્તેજી

बहारों थाम लो अब दिल मेरा महबूब आता है
हो शरारत कर न नाज़ुक दिल शरम से डूब जाता है
बहारों थाम लो अब ...

ફિલ્મ - ફૌલાદ

याद तोरी आई मैं तो छम-छम रोई रे
प्रीत भरे आँसुओं ने चुनरी भिगोई रे चुनरी भिगोई ) -२
याद तोरी आई ...

ફિલ્મ - લંબે હાથ
પ્યાર કી રાહ દિખા દુનિયા કો રોકે જો નફરત કી આંધી
તુમમેં હી કોઈ ગૌતમ હોગા તુમમેં હી કોઈ હોગા ગાંધી

અને આ ગીતો સાંભળ્યા પછી કોઈપણ સંગીતપ્રેમીને એ વાતનું આશ્ચર્ય જરૂર થાય કે આ સંગીતકારને ફિલ્મો અને સારી ફિલ્મો શા માટે નહિ મળી હોય !

OPના બે આસિસ્ટન્ટ - GS કોહલી, જે તે ગીતની રિધમ એટલે કે તાલ અને લય નક્કી કરે અને સેબેસ્ટિન ડિસોઝા - મ્યુઝિક એરેન્જર
સેબેસ્ટિન, શંકર જયકિશનના પણ આસિસ્ટન્ટ
સેબેસ્ટિન ક્યારેય સ્વતંત્ર સંગીતકાર ના બની શક્યા !

OPના ગીતોની મોટાભાગની ધૂન થોડાક ફરક સાથે એકસરખી જ રહેતી.
એક સાક્ષાત્કારમાં OPએ કબુલ્યું હતુ કે
"GSએ મને ઘણીવખત મોં પર કહેલું કે और कितने दिन क्लॅरीनेट के पिसेस निकालने हैं।"

FC મેહરાની ફિલ્મ ફૌલાદનો GSની કારકિર્દીને વેગ આપવામાં મોટો ફાળો
આ ફિલ્મ અભિનેત્રી તરીકેની મુમતાઝની પ્રથમ સફળ ફિલ્મ
ગીતકાર ફારૂક કૈસરની પ્રથમ ફિલ્મ અને આ ફિલ્મના સંવાદો પણ ફારૂક કૈસરે લખ્યા હતા.

GSની એ કમજોરી અને કમનસીબી જ ગણવા રહયા કે ફિલ્મ નમસ્તેજી કે શિકારી જેવા ગીતો અન્ય ફિલ્મોમાં ના આપી શક્યા.

૧૯૬૦ના દશકના અંતિમ ભાગમાં OPને કામ મળતું ઓછુ થઈ ગયું
અને આપોઆપ GS અને OP છુટા પડી ગયા

૨૫ જુલાઈ ૧૯૯૬ના દિવસે GS કોહલીએ અંતિમશ્વાસ લીધા

મને ખાતરી છે કે દરેક સંગીતપ્રેમી આજે GSના સંગીતબદ્ધ કરેલા ઉપર દર્શાવેલા ગીતો પોતાના સંગ્રહમાંથી શોધીને જરૂર સાંભળશે જ
શક્ય છે કે કદાચ OPના ઉપર દર્શાવેલી ફિલ્મોના ગીતો પણ સાંભળવા લલચાય !
~~~~~~~~~~~~
પ્રકરણ - ૫૩

"કસમે હમ અપની જાન કી ખાઈ ચાલે ગયે ..."
.
અનવર ઉર્ફે અનવર હુસૈન ~~~~

મહમ્મદ રફી પછી આવેલો મહમ્મદ રફીની સૌથી નજીકનો એવો એક અવાજ

પહેલી ફેબ્રુઆરી ૧૯૪૯ના દિવસે મુંબઈમાં જન્મ

અન્વરના પિતા એહમદ અલી ખાન એક સારા હાર્મોનિયમ વાદક હતા અને તેઓ સંગીતકાર ગુલામ હૈદરના સહાયક સંગીતકાર હતા.
અન્વરના ગીતો ગાવાના શોખને ધ્યાનમાં રાખી એમના પિતાએ ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાનની સંગીત અકાદમીમાં મોકલ્યા
જ્યાં મહેન્દ્ર કપૂરે પણ તાલીમ મેળવી હતી

અન્વર જયારે તક મળે ત્યારે સ્ટેજ પર મહમ્મદ રફીના ગીતો ગાતા
વર્ષ ૧૯૭૩માં બસ આવા જ એક કાર્યક્રમમાં ઓછા જાણીતા એવા સંગીતકાર "કમલ રાજસ્થાની"એ અન્વરને સાંભળી લીધા અને એ સમયે પોતાના સંગીત સાથેની ફિલ્મ "મેરે ગરીબ નવાઝ"ની ગઝલ "કસમે હમ અપની જાન કી ખાઈ ચાલે ગયે ..." ગવડાવી
જે ગઝલ સાંભળ્યા પછી ખુદ મહમ્મદ રફીએ કહ્યુ હતુ કે "અન્વર" ભવિષ્યમાં મારી જગ્યા લેશે

જો કે આ ગઝલથી ઘણા સંગીતરસીયાઓ પણ અજાણ છે

હિન્દી ફિલ્મજગતે એ ગઝલની નોંધ જરૂર લીધી

નિર્માતા, અદાકાર અને હાસ્યકલાકાર એવા મેહમુદે ૧૯૭૯ની પોતાની ફિલ્મ "જનતા હવાલદાર"માં અન્વર પાસે બે ગીતો ગવડાવ્યા

જે બંનેય ગીતો આજેય લોકહૈયે વસેલા છે.
૧.
हमसे का भूल हुई जो ये सज़ा हमका मिली -२
अब तो चारों ही तरफ़ बंद है दुनिया की गली
हमसे का भूल हुई जो ये सज़ा हमका मिली

૨.
तेरी आँखों की चाहत में तो मैं सब कुछ लुटा दूँगा
मुहब्बत कैसे की जाती
मुहब्बत कैसे की जाती, हाँ दुनिया को दिखा दूँगा
तेरी आँखों की चाहत में ...

જે ગીતોની લોકચાહના અને પ્રસિદ્ધિના કારણે ફિલ્મ પણ વખણાઈ અને ગીતો પણ

અને રફીના પર્યાય કહેવાતા એવા અન્વરની ગાડી દોડવા લાગી.

મનમોહન દેસાઈની ૧૯૮૧ની ફિલ્મ નસીબનું ગીત "જિંદગી ઈમ્તિહાન લેતી હૈ ...." જે અન્વર, સુમન અને કમલેશ આવસ્થીના કંઠે ગવાયુ હતું એ પણ એટલુ જ લોકપ્રિય રહ્યું

આ ગીત કમલેશ આવસ્થીનું સૌ પ્રથમ ગીત હતું
પણ નસીબ ફિલ્મના એ ગીતને મળેલી પ્રસિદ્ધિ પછીએ કમનસીબ કમલેશ આવસ્થી ફિલ્મજગતમાં પોતાનું સ્થાન જમાવી ના શકયા.

અન્વરના પિતા એહમદ અલી ખાને "રંજના" ઉર્ફે "રઝિયા" નામની ઓછી જાણીતી અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા
આ લગ્નથી તેમને ત્રણ સંતાન , પુત્ર - અન્વર , પુત્રીઓ - રેશ્મા અને આશા
એહમદ અલી ખાને અને રંજનાએ છૂટાછેડા લઇ લીધા હતા
પુત્ર અન્વર પિતા એહમદ અલી ખાન સાથે રહ્યો
અને પુત્રીઓ રેશ્મા અને આશા માતા રંજના સાથે રહયા

માતા રંજનાએ પોતાના વકીલ એવા "સચદેવ" સાથે લગ્ન કર્યા
એટલે એ "રંજના સચદેવ" બની ગઈ
અને સાથે સાથે દીકરીઓ પણ "રેશ્મા સચદેવ" અને "આશા સચદેવ" બની ગઈ
એજ "આશા સચદેવ" જે આગળ જતા ફિલ્મ અભિનેત્રી બની તે !

બીજી તરફ અન્વરના પિતાએ બીજા લગ્ન કર્યા
એ લગ્નથી એક પુત્ર, અર્શદ
જે આગળ જતા ફિલ્મોમાં અદાકાર બન્યો તે "અર્શદ વારસી"

એટલે અન્વર, આશા સચદેવ અને અર્શદ વારસી એકબીજાના ભાઈબહેન છે

આમ તો રફીની ખોટ પૂરતો અન્વર LPનો માનીતો ગાયક બની ગયો હતો
પણ એના મગજ પર સફળતાનો નશો ચઢી ગયો હતો
એટલે એનું મોઢું મોટુ થવા લાગ્યુ અને સાથે ઘમંડ અને અભિમાન ભળ્યા
જેના કારણે એની કારકિર્દી અણધારીરીતે ખતમ થઈ ગઈ

LPએ રાજકપૂરની ફિલ્મ "પ્રેમરોગ"ના ગીતો અન્વર પાસે ગવડાવવાનું નક્કી કર્યું હતુ
પરંતુ તેના આવા વર્તનના કારણે માત્ર એક જ ગીત એના ફાળે આવ્યું

જે ગીત સુધા મલ્હોત્રા સાથેનું ડ્યુએટ ગીત હતુ
કદાચ સુધા મલ્હોત્રાનું એ છેલ્લુ ફિલ્મીગીત હતુ

"યે પ્યાર થા યા કુછ ઔર થા ના તુજે પતા ના મુજે પતા ..."

ત્યારબાદ ના માત્ર LPએ જ એ સમયના તમામ સંગીતકારો અન્વરને અવગણવા લાગ્યા અને એની પડતી થઈ.

અને એક સારો ગાયક ગુમનામીની ગર્તામાં સરી પડ્યો

આજે ક્યારેક ક્યારેક ૪ - ૬ મહિને એકવખત કોઈક અન્ય ગાયક સાથે એકાદ સ્ટેજ પ્રોગ્રામ મળે છે
બાકી આજે ૭૦ વર્ષની ઉંમરે પોતાનું ઘર ચલાવવા માટે અન્વર સાન્તાક્રુઝની હોટલોમાં કે પબમાં ગાવા જાય છે
જયાં તેને મહિનાના ૮ - ૧૦ હજારની આવક થાય છે

અત્યારે અન્વર લગભગ પાકા ઘરમાં રહેતા એક ભિખારી જેવી જિંદગી જીવે છે !

તેણે પોતાના ભાઈ અરશદ વારસી અને પોતાની બહેન આશા સચદેવ પાસે મદદનો હાથ લંબાવ્યો
પણ ત્યાંથી કોઈ મદદ મળી નથી અને મળશે પણ નહિ
કારણ કે અરશદ વારસી અને આશા સચદેવે અન્વરના ફોનનો જવાબ આપવો જ બંધ કરી દીધો છે

એક સમયે મારા FB લિસ્ટમાં અન્વર, મહમ્મદ અઝીઝ અને શબ્બીર કુમાર ત્રણેય હતા
પણ અન્વરને અને શબ્બીરને મેં UF કરી દીધા હતા
જયારે મહમ્મદ અઝીઝે હમણા છેલ્લા શ્વાસ લીધા

એ જે હોય તે
પણ આપણે અહીં અન્વરના ગાયેલા અને મને ગમતા ગીતો યાદ કરી લઈએ
કદાચ તમનેય એ ગીતો ગમતા જ હશે

- સોહની મેરી સોહની.. સોહની - સોહની મહીવાલ
- હમસે કા ભૂલ હુઈ જો યે સજા હમકા મિલી - જનતા હવાલદાર
- તેરી આંખો કી ચાહત મેં તો મૈં સબ કુછ લૂંટા દૂંગા - જનતા હવાલદાર
- કસમેં હમ અપની જાન કી ખાઈ ચાલે ગએ - મેરે ગરીબ નવાઝ
- યે પ્યાર થા યા કુછ ઔર થા ના તુજે પતા ના મુજે પતા - પ્રેમરોગ
- જિંદગી ઈમ્તિહાન લેતી હૈ - નસીબ
- તુજપે કુરબાં મેરી જાન મેરા દિલ મેરા ઈમાન - કુરબાની
- મહોબ્બત અબ તિજારત બન ગઈ હૈ - અર્પણ
- કોઈ પરદેશી આયા પરદેશ મેં ...- હમ હૈ લાજવાબ
- કહાં જાતે હો રુક જાઓ ..- દુલ્હા બિકતા હૈ
- હાથો કી ચંદ લકીરોં કા - વિધાતા
- મેરે ખયાલો કી રહગુજર સે વો દેખિયે વો ગુજર રહે હૈ - યે ઇશ્ક નહિ આસાં
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૫૪  
.
"મૈં વોહી વોહી બાત મેરે લિયે તો હર દિન નયા દિન હર રાત નયી રાત"
.
રાજેન્દ્ર ક્રીષ્ણા ઉર્ફે રાજેન્દ્ર ક્રિષ્ણન દુગ્ગલ ~~~
.
રાજેન્દ્ર ક્રિષ્ણા; ગીતકાર, પટકથા લેખક, સંવાદ લેખક

ગુજરાતમાં જન્મેલ પણ ગુજરાતી નહિ કારણ પાપીસ્તાનના ગુજરાત જીલ્લાના જલાલપુરમાં ૬ જૂન ૧૯૧૯ના દિવસે જન્મ

૧૩ - ૧૪ વર્ષની ઉંમરથી જ કવિતાનો શોખ વળગેલો
અને દેશવિદેશના કવિઓને વાંચવાનો શોખ પાળી લીધેલો

ઉત્તરભારતમાં જન્માષ્ટમીના અવસરે યોજાતી કાવ્યસ્પર્ધામાં અવારનવાર ભાગ પણ લીધેલો
સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારેલી
પણ જીવ એ નોકરીમાં લાગતો નહિ
એટલે એક ગીતકાર તરીકે પોતાનું નસીબ અજમાવવા માટે સિમલા છોડીને મુંબઈની વાટ પકડી

વર્ષ ૧૯૪૭માં એક સાથે ગીતકાર (ફિલ્મ - ઝંઝીર) અને પટકથા લેખક (ફિલ્મ - જનતા) તરીકે નસીબ અજમાવ્યું

ગાંધીજીના અકાળ મૃત્યુ થયા બાદ લખેલા ગીત
"સુનો સુનો એ દુનિયાવાલો બાપુ કી એક અમર કહાની ...."થી નામ મળ્યું

અને ફિલ્મ બડી બહન અને ફિલ્મ લાહોરના ગીતોથી સફળતા મળી

રાજેન્દ્ર ક્રીષ્ણા એક ગીતકાર જ છે એવી સામાન્ય સમજ
પણ રાજેન્દ્ર ક્રીષ્ણાએ હિંદીફિલ્મોમાં સંવાદો પર માત્ર હાથ અજમાવેલો એમ જ નહિ, ધારી સફળતા પણ મેળવેલી

એમના લખેલા સંવાદોવાળી સફળતમ ફિલ્મો હતી...
બડી બહન (૧૯૪૯)
નાગીન (૧૯૫૪)
ભાઈ ભાઈ (૧૯૫૬)
નજરાના (૧૯૬૧)
ખાનદાન (૧૯૬૫)
પ્યાર કીયે જા (૧૯૬૬)
પડોસન (૧૯૬૮)
ગોપી (૧૯૭૦) વગેરે ફિલ્મો મુખ્ય હતી
.
રાજેન્દ્ર ક્રિષ્ણાએ ઘર બસાકે દેખો, પડોસન અને મનમંદિર ફિલ્મની પટકથા પણ લખેલી

રાજેન્દ્ર ક્રીષ્ણા "તામિલ ભાષા" જાણતા હોવાથી એવીએમ માટે ૧૮ ફિલ્મોની કથા લખેલી

આમ તો સંગીતકાર અણ્ણા ઉર્ફે સી રામચંદ્ર માટે ગીતો લખવાનો મહાવરો
પણ અન્ય સંગીતકારો સાથે કામ કરવાનો છોછ નહિ એટલે એ જમાનાના પ્રસિધ્ધ સંગીતકારો શંકર જયકિશન, એસ ડી બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, મદનમોહન, સજ્જાદ હુસેન, આર ડી બર્મન, ચિત્રગુપ્ત, સલીલ ચૌધરી કે ઓછા જાણીતા એસ મોહિન્દર સાથે પણ કામ કરેલું
.
.
શરાબ પીવાનો અને રેસકોર્સ પર જવાનો એ બે કાયમી પાળેલા શોખ

રેસકોર્સ પર જવાના આંધળા શોખે એ જમાનામાં એક વખત "જેકપોટ" જીતાડી દીધેલો એ પણ પૂરા ૪૮,૦૦,૦૦૦ રૂપિયાનો !

એ જમાનામાં તો અધધધ જ કહેવાય એટલે હિંદી ફિલ્મજગતના સૌથી પૈસાવાળા ગીતકાર તરીકેની નામના મળેલી !

જો કે દારૂની લતે જીવ ખોયો તે એક અલગ વાત છે.\

૨૩ સપ્ટેમ્બર ૧૯૮૭ના દિવસે તેમણે અંતિમશ્વાસ લીધા

પોતાની કારકિર્દીમાં, ફિલ્મ ખાનદાન (૧૯૬૫)ના ગીત "તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા ..." માટે શ્રેષ્ઠ ગીતકારનો એકમાત્ર "ફિલ્મફેર" એવોર્ડ મળ્યો હતો
.
એમણે +૩૫૦ ગીતો હિંદી ફિલ્મો માટે લખ્યા.....
એમના લખેલા જાણીતા ગીતોને યાદ તો કરવા જ રહ્યા ---

ચાલો ખૂબસુરત અને સદા જીવંત એવા ગીતોને મમળાવીયે

મને ખાત્રી છે કે મારા મિત્રો આજે પોતાના ગીત-સંગીતના ખજાનામાં ખાંખાખોળા કરીને આમાંના મોટાભાગના ગીતો સાંભળશે જ

૧. ખુદા ભી આસમાં સે જબ જમીં પર દેખાતા હોગા - ધરતી
૨. ગોરે ગોરે ઓ બાંકે છોરે કભી મેરી ગલી આયા કરો - સમાધિ
૩. તુમ્હી હો માતા પિતા તુમ્હી હો - મૈં ચૂપ રહૂંગી
૪. મૈં કૌન હું મૈં કહાં હું મુઝે યે હોશ નહિ - મૈં ચૂપ રહૂંગી
૫. યું રૂઠો ના હસીના મેરી જાન પે બન જાયેગી - નીંદ હમારી ખ્વાબ તુમ્હારે
૬. હુસ્ન જબ જબ ઇશ્ક સે ટકરા ગયા - નીંદ હમારી ખ્વાબ તુમ્હારે
૭. અય મેરી આંખો કે પહેલે સપને, રંગીન સપને માસુમ સપને - મનમંદિર
૮. જો ઉનકી તમન્ના હૈ બરબાદ હો જા - ઈંતેકામ
૯. ગીત તેરે સાઝ કા તેરી હી અવાઝ હું - ઈંતેકામ
૧૦. આ જાને જા આ મેરા એ હુસ્ન જવાં - ઈંતેકામ
૧૧. કૈસે રહુ ચૂપ કે મૈને પી હી ક્યા હૈ - ઈંતેકામ
૧૨. તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા - ખાનદાન
૧૩. બડી દેર ભયી નંદલાલા તેરી રાહ તકે બ્રીજબાલા - ખાનદાન
૧૪. કલ ચમન થા આજ એક સહેરા હુઆ દેખતે હી દેખતે એ ક્યા હુઆ - ખાનદાન
૧૫. મૈં વોહી વોહી બાત મેરે લિયે તો હર દિન નયા દિન હર રાત નયી રાત - નયા દિન નયી રાત
૧૬. પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો - બ્લેકમેઇલ
૧૭. મિલે મિલે દો બદન ખીલે ખીલે દો ચમન - બ્લેકમેઇલ
૧૮. સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ - ગોપી
૧૯. રામચંદ્ર કહે ગયે સિયા સે - ગોપી
૨૦. સજના સાથ નિભાના , સજના સાથ નિભાના - ડોલી
૨૧. ડોલી ચઢકે દુલ્હન સસુરાલ ચલી - ડોલી
૨૨. સો બરસ કી જિંદગી સે અચ્છે હૈ પ્યાર કે દો ચાર દિન - સચ્ચાઈ
૨૩ અય દોસ્ત મેરે મૈંને દુનિયા દેખી હૈ - સચ્ચાઈ
૨૪. કભી કભી ઐસા ભી તો હોતા હૈ જિંદગી મેં - વારિસ
૨૫. દિલ મેરા તુમ્હારી અદાએ લે ગઈ - ગૌરી
૨૬. લોગ તો મરકર જલતે હોંગે મૈં જીતે જી જલતા હું - ગૌરી
૨૭. એક ચતુર નાર - પડોસન
૨૮. મેરે સામનેવાલી ખિડકી મેં - પડોસન
૨૯. સપને હૈ સપને કબ હુએ અપને - નઈ રોશની
૩૦. જીતની લિખી થી મુકદ્દરમેં હમ ઉતની જી ચુકે - નઈ રોશની
૩૧. ફિર વોહી શામ વોહી ગમ વોહી તન્હાઈ હૈ - જહાં આરા
૩૨. તેરી આંખ કે આંસુ પી જાઉં - જહાં આરા
૩૩. મૈં તેરી નજર કા સુરુર હું - જહાં આરા
૩૪. વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ - જહાં આરા
૩૫. જબ જબ તુમ્હે ભુલાયા - જહાં આરા
૩૬. કભી ના કભી કહીં ના કહીં કોઈ ના કોઈ તો આયેગા - શરાબી
૩૭. મેરી આંખો સે કોઈ નીંદ લિયે જાતા હૈ - પૂજા કે ફૂલ
૩૮. વો દિલ કહાં સે લાઉ તેરી યાદ જો ભુલાદે - ભરોસા
૩૯. ઈસ ભરી દુનિયા મેં કોઈ ભી હમારા ના હુઆ - ભરોસા
૪૦. યે ખામોશીયા યે તન્હાઈયા - યે રસ્તે હૈ પ્યાર કે
૪૧. અય દિલ અબ કહીં ના જા ના કિસીકા મૈં - બ્લફમાસ્ટર
૪૧. ગોવિંદા આલા રે આલા જરા ...- બ્લફમાસ્ટર
૪૨. મૈં તો તુમ સંગ નૈન મિલાકે હાર ગઈ સજના - મનમૌજી
૪૩. ઝરૂરત હૈ ઝરૂરત હૈ ઝરૂરત હૈ - મનમૌજી
૪૪. ઇતના ના મુજસે તું પ્યાર બઢા કે મૈં એક બાદલ આવારા - છાયા
૪૫. આંસુ સમજ કે કયું મુજે આંખ સે તુમને ગીરા દિયા - છાયા
૪૬. યું હસરતો કે દાગ મહોબતમેં ઢો લિયે - અદાલત
૪૭. ઉનકો યે શિકાયત હૈ કે હેમ કુછ નહિ કહેતે - અદાલત
૪૮. જાના થા હમસે દૂર બહાને બના લિયે - અદાલત
૪૯. મેરા દિલ યે પુકારે આજા - નાગિન
૫૦. મન ડોલે મેરા તન ડોલે - નાગિન
૫૧. જિંદગી કે દેનેવાલે જિંદગી કે લેનેવાલે નાગિન
૫૨. ઊંચી ઊંચી દુનિયા કી દીવારે સૈયા તોડ કે - નાગિન
૫૩. તેરી યાદ મેં જાલકાર દેખ લિયા - નાગિન
૫૪. યે જિંદગી ઉસીકી હૈ - અનારકલી
૫૫. જિંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ - અનારકલી
૫૬. જાગ દર્દ ઇશ્ક જાગ - અનારકલી
૫૭. અય જાને જીગર દિલે સામાને આજા - આરામ
૫૮. ધીરે સે આજા રી અખીયન મેં - અલબેલા
૫૯. શોલા જો ભડકે - અલબેલા
૬૦. શામ ઢલે ખિડકી તલે - અલબેલા
૬૧. ભોળી સુરત દિલ કે ખોટે - અલબેલા
૬૨. મહોબ્બત કે ધોખે મેં કોઈ ના આયે - બડી બહેન
૬૩. ચલે જાના નહિ - બડી બહેન
૬૪. દુનિયા હમારે પ્યાર કી યુંહી જવા રહે - લાહોર
૬૫. બહારે ફિર ભી આયેગી મગર હમતુમ જુદા હોંગે - લાહોર
૬૬. મેરે પિયા ગયે રંગૂન - પતંગા
૬૭. હમ પ્યારમેં જલનેવાલોં કો ચૈન કહાં આરામ કહાં - જેલર
૬૮. ભૂલી હુઈ યાદો - સંજોગ
૬૯. છુપ ગયા કોઈ રે દુરસે પુકારકે - ચંપાકલી
૭૦. હમસે આયા ના ગયા - દેખ કબીર રોયા
૭૧. મેરી વીના તુમ બિન રોયે - દેખ કબીર રોયા
૭૨. મૈં અપને આપ સે ઘબરા ગયા હું – બિંદિયા
~~~~~~~~~~
પ્રકરણ - ૫૫

"तू है मेरा प्रेम देवता"
.
S S વાસન ઉર્ફે સુબ્રમણ્યમ શ્રીનિવાસન ~~~

SS વાસન એક અજાણ્યું નામ
SS વાસન એક બહુમુખી પ્રતિભા
SS વાસન એટલે જેમિની પિક્ચર્સના સ્થાપક
SS વાસન એટલે મદ્રાસ સ્થિત જેમિની સ્ટુડિયોના માલીક
SS વાસન ફિલ્મ નિર્માતા
SS વાસન ફિલ્મ નિર્દેશક
SS વાસન કે જેમણે હિન્દી સહીત દક્ષિણની ભાષાઓમાં સામાજિક ફિલ્મો આપી
SS વાસનની સામાજિક ફિલ્મો તમે તમારા પરિવાર સાથે જોઈ શકો એવી સાફસુથરી રહેતી

જેમિનીની બીજી ફિલ્મો તો તમે ભૂલી ગયા હશો પણ "જિંદગી" તો તમને યાદ જ હશે !

નાણાકીય તકલીફોના કારણે લગભગ અઢી દાયકા સુધી જેમિની સ્ટુડિયો બંધ હાલતમાં રહ્યો
ત્યારબાદ યોગ્ય કિંમત મળતા જેમિની સ્ટુડિયો વેચાઈ ગયો
અને સાપની જેમ સરકતા સમયની સાથે આજે જેમિની સ્ટુડિયો એક ભૂતકાળ બની ગયો છે

આજે તો ચેન્નાઈમાં જેમિની સ્ટુડિયોના સ્થાને "boutique hotel" નામે "The Park" ગ્રુપની હોટલ બની ગઈ છે

વાસનનો જન્મ ૪ જાન્યુઆરી ૧૯૦૪ના દિવસે તાંજોર જિલ્લામાં એક ગરીબ પરિવારમાં થયેલો
તેમની બે વર્ષની ઉંમરે જ તેમના પિતાનું અવસાન થયું અને તેઓ પોતાનો અભ્યાસ અધૂરો મૂકીને મદ્રાસ ( ચેન્નાઈ ) આવી વસ્યા
યુવા વયથી વાસન ખુબ જ વિચારશીલ અને ઉદ્યોગ - વ્યવસાયમાં અવનવા પ્રયોગો કરનાર

૧૯૨૦ - ૩૦ના દાયકામાં જે વિચાર માત્ર હાસ્યાસ્પદ લાગે એવા પત્ર વ્યવહાર પર વેચાણની શરૂઆત કરી

આશ્ચર્યજનક બાબત તો એ હતી કે જે રીતે આજે Amazon અને Flipkart જે તે વસ્તુઓનું Online વેચાણ કરે છે એ પ્રકારનું પત્ર વ્યવહારથી ૧૪૪ વસ્તુનું વેચાણ એ ૧૯૩૦ના દાયકામાં વાસને શરુ કર્યું હતું !

જેમની એક સ્કીમ હતી
"Send Rs 1 and receive 32 imported articles"

ભારતમાં On Mail ( પત્ર વ્યવહારથી ) વેચાણના પ્રણેતા વાસનને ગણાવી શકાય

સાથેસાથે એ જમાનામાં પાપા પગલી ભરતો "Advetisement Business" શરુ કર્યો

૧૯૨૮માં વાસને Ananda Vikatan નામનું એક નબળું પડી ગયેલું અને બંધ થવાની હાલતમાં હતું એવું મેગેઝીન ખરીદ્યું

એ મેગેઝીનની નવા રુપરંગમાં પ્રકાશિત કરીને ના માત્ર એ મેગેઝીનને જીવાડ્યું પણ એ મેગેઝીનને ટોચ પર લઈ ગયા આજે +૯૦ વર્ષ પછી પણ તમિલ ભાષાનું એ સર્વશ્રેષ્ઠ મેગેઝીન મનાય છે

અને વાસન પત્રકાર બની ગયા
૧૯૩૦ના જમાનાએ એ મેગેઝીનની ૩૦૦૦૦ પ્રતો વેચાતી !

સાથે સાથે વાસનની કલમ પણ ચાલવા લાગી તેઓ નવલિકા અને નવલકથા લખતા થઈ ગયા
અને વિદેશી ભાષાના પ્રખ્યાત પુસ્તકોના તેલુગુમાં ભાષાંતર કરી પ્રગટ કર્યા

દેશભરમાં પોતાના આ મેગેઝીન દ્વારા Crossword Puzzle સૌપ્રથમ વખત શરુ કરી
" The Merry Magazine " નામનું હાસ્યરસથી ભરપૂર English મેગેઝીન વાસને શરુ કર્યું હતું

૧૯૩૬માં વાસનની નવલકથા "સાથી લીલાવતી" પરથી ફિલ્મ બનાવવામાં આવી અને વાસન ફિલ્મજગતમાં આવી ગયા.

૧૯૪૦માં મદ્રાસના Motion Picture Producers Combine નામના સ્ટુડિયોમાં ભયાનક આગ ફાટી નીકળી અને એ સ્ટુડિયો બળીને રાખ થઈ ગયો
એ સમયે વાસને બળીને રાખ થયેલી હાલતમાં Motion Picture Producers Combineનો એ સ્ટુડિયો તેના માલીક અને પોતાના મિત્ર એવા K સુબ્રમણ્યમ પાસેથી રૂ. ૮૬૪૨૭માં ખરીદી લીધો

અને એ સ્ટુડિયોને નવેસરથી બનાવ્યો અને એ સ્ટુડિયોને Gemini Studio નામ આપ્યું

"જેમિની" નામકરણ પાછળ અલગઅલગ તર્ક પ્રચલિત છે

૧. રેખાના કહેવાતા પપ્પા "જેમિની ગણેશન"ના નામ પરથી સ્ટુડિયોને જેમિની નામ અપાયું
૨. SS વાસન ઘોડાની રેસના શોખીન હતા અને Gemini Star નામનો ઘોડો તેમનો પોતાનો ઘોડો હતો
૩. SS વાસનની પત્ની Puttamalની ચંદ્ર રાશિ જેમિની ( મીથુન ) હતી

સ્ટુડિયો ખરીદ્યા પછી વાસન પોતાના મિત્ર K સુબ્રમણ્યમ અને Motion Picture Producers Combineના માલિકને મળવા તેમના ઘેર ગયા હતા

એ સમયે તેમનો ચાલતા શીખતો એવો નાનકડો દીકરો બાલકૃષ્ણન હાથમાં નાનકડું બ્યુગલ લઈને ડગુમગુ ચાલતા આવતો દેખાયો અને વાસનના મગજમાં એક ઝબકારો થયો અને તત્ક્ષણ Gemini Picturesનો LOGO અને TITLE નક્કી થયા

જેમિની સ્ટુડિયો ૨૪ X ૭ કાર્યરત રહેતો
અને તેના માલીક વાસન દિવસના ૨૨ કલાક કામ કરતા એમ કહેવાતું

આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ S રાધાકૃષ્ણન વાસનના બંગલાની બરાબર સામે જ રહેતા
તેઓએ ક્યારેક કહ્યું હતું કે
"એ સમયે દુનિયાનો સૌથી વ્યસ્ત માણસ કોઈ હોય તો એ વાસન હતો. વાસનનો ઘરમાં આવવાનો કે ઘરેથી નીકળવાનો કોઈ સમય નક્કી જ ના હતો"

કહે છે કે પોતાની ફિલ્મ ચંદ્રલેખાના ચિત્રીકરણ સમયે એક દિવસ વિચાર આવ્યો કે ફિલ્મના ખાસ દ્રશ્યોને જીવંત બનાવવા ફિલ્મમાં હાથી, ઘોડા, વાઘ અને સિંહ સાથેના દ્રશ્યો જરૂરી છે
અને ૧૦૦ હાથી સહીત અસંખ્ય ઘોડા અને દસ દસ સિંહ અને વાઘ ભાડેથી મંગાવી જે તે ટ્રેનરોની હાજરીમાં એ દ્રશ્યોનું ચિત્રીકરણ કરાયું હતું

ફિલ્મ ચંદ્રલેખા એ જમાનાની સૌથી મોંઘી ફિલ્મ ગણાતી હતી

જેમિની પિક્ચર્સના બેનર હેઠળ લગભગ ૨૦ ફિલ્મો બની
જેમાંથી ઔરત, જિંદગી, ગૃહસ્થી , ઘૂંઘટ, કલ્પના, સંજોગ, શતરંજ, પૈગામ, ઘરાના, ઇન્સાનિયત, તીન બહુરાનીયા, ચંદ્રલેખા જેવી ફિલ્મો સફળ રહી

તમિલ અને તેલુગુ ફિલ્મોનું તેમનું પ્રદાન ભૂલી ના શકાય

એ જમાનામાં દક્ષિણ ભારતના ફિલ્મજગતમાં SS વાસન, AVM ( AV મયપ્પન) અને B નાગિરેડ્ડીની બોલબાલા અને ઈજારો હતો

તમિલ ફિલ્મના ઈતિહાસકારના શબ્દોમાં કહીયે તો
SS વાસન એ "Cecil B De Mille of India" હતા એમ કહેવું અતિશયોક્તિ નહીં જ ગણાય કે
"૧૯૨૦ થી ૧૯૭૦ સુધી SS વાસને જુદાજુદા ક્ષેત્રોના માધ્યમે દેશ પર રાજ કર્યું"

કુશળ વેપારી એવા વાસને પોતાની ફિલ્મોને માત્ર દક્ષિણ ભાષાના ગણતરીના ચાર રાજ્યોના અલગ અલગ ભાષાના પ્રેક્ષકો પૂરતી બનાવવાના બદલે વિશાળ ભારતના કરોડો પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને હિન્દી ફિલ્મો બનાવવી શરુ કરી

SS વાસનની જીવનવૃતાંત એટલે "રંક થી રાજા" બનેલા એક સફળ વ્યક્તિની જીવનકહાણી

ફિલ્મજગતમાંથી રાજ્યસભામાં નોમિનેટેડ સભ્ય બનનાર SS વાસન સૌપ્રથમ વ્યક્તિ હતા
૧૯૬૪માં વાસનની રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂંક કરાઈ હતી અને ૨૬ ઓગસ્ટ ૧૯૬૯ના દિવસે તેમના અવસાન સુધી તેઓ એ પદ પર રહયા
દરેક ક્ષેત્રે વાસનની કારકિર્દી ઉજ્વળ હતી અને એ સમયના રાષ્ટ્રપતિ S રાધાકૃષ્ણને પોતાના જુના પાડોશીને રાજ્યસભાના સભ્ય બનાવવા માટે પ્રયત્ન કર્યા હતા.

૧૯૬૯માં SS વાસનને "પદ્મભૂષણ"થી સન્માનિત કરાયા હતા.
તેમના જન્મ શતાબ્દી વર્ષ ૨૦૦૪માં ૨૬ ઓગસ્ટના દિવસે તેમના સન્માનમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડાઈ હતી.

આવા મહાન વ્યક્તિત્વ એવા SS વાસનની હિન્દી ફિલ્મોના યાદગાર ગીતોની એક ઝલક મેળવી લઈએ

ફિલ્મ - જિંદગી

૧.
हम प्यार का सौदा करते हैं एक बार -२
चाहे मिट जाएँ चाहे मर जाएँ -२
हम प्यार का सौदा ...

૨.
हम दिल का कँवल देंगे जिसको होगा कोई एक हज़ारों में
सागर में कहीं ज्यों इक मोती जैसे चंदा कई सितारों में

૩.
हम ने जफ़ा न सीखी, उनको वफ़ा न आई
पत्थर से दिल लगाया, और दिल ने चोट खाई

૪.
घूंघरवा मोरा छम-छम बाजे -२
छम-छम की धुन पर जिया मोरा नाचे -२
घूंघरवा मोरा ...

૫.
मुस्कुरा लाड़ले मुस्कुरा -२
कोई भी फूल इतना नहीं ख़ूबसूरत
है जितना ये मुखड़ा तेरा
मुस्कुरा लाड़ले मुस्कुरा

૬.
पहले मिले थे सपनों में, और आज सामने पाया
हाय क़ुर्बान जाऊँ
तुम संग जीवन ऐसे कटेगा जैसे धूप-संग छाया
हाय क़ुर्बान जाऊँ

ફિલ્મ - ગૃહસ્થી

तेरे नाज़ उठाने को जी चाहता है
तुझे ढूँढ लाने को जी चाहता है

ફિલ્મ - શતરંજ

જંગલ મેં મોર નાચા કિસને દેખા

ફિલ્મ - ઘૂંઘટ

૧.
हाय रे इन्सान की मजबूरियाँ -२
पास रह कर भी हैं कितनी ( दूरियाँ ) -२
हाय रे इन्सान की ...

૨.
लागे न मोरा जिया, सजना नहीं आये, हाय
लागे न मोरा जिया ...

૩.
मोरी छम-छम बाजे पायलिया -२
आज मिले हैं मोरे साँवरिया -२
मोरी छम-छम ...

ફિલ્મ - પૈગામ

૧.
ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઈ ચારા યહી પૈગામ હમારા

ફિલ્મ - કલ્પના

तू है मेरा प्रेम देवता
इन चरणों की दासी हूँ मैं
मन की प्यास बुझाने आई
अन्तरघट तक प्यासी हूँ मैं
तू है मेरा प्रेम देवता

ફિલ્મ - ઘરાના

૧.
दादी-अम्मा दादी-अम्मा मान जाओ -२
छोड़ो जी ये ग़ुस्सा ज़रा हँस के दिखाओ
दादी-अम्मा दादी-अम्मा मान जाओ -२
छोड़ो जी ये ग़ुस्सा ज़रा हँस के दिखाओ
दादी-अम्मा दादी-अम्मा मान जाओ

૨.
हुस्न वाले तेरा जवाब नहीं
कोई तुझ-सा नहीं हज़ारों में

૩.
जब से तुम्हें देखा है आँखों में तुम्हीं तुम हो
हम भी यही कहते हैं साँसों में तुम्हीं तुम हो

૪.
जय रघुनन्दन जय सियाराम
हे दुखभंजन तुम्हें प्रणाम
~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૫૬

"सुबह ना आई, शाम ना आई
जिस दिन तेरी याद ना आई, याद ना आई"
.
હેલન ઉર્ફે હેલન રિચાર્ડસન ઉર્ફે હેલન સલીમ ખાન ~~~

એન્ગ્લો ઈન્ડિયન પિતા અને બર્મીઝ માતાનું સંતાન
૨૧ નવેમ્બર ૧૯૩૮ના દિવસે જન્મ
જન્મસ્થળ રંગુન, બર્મા

પિતાના અવસાન બાદ માતાએ અંગ્રેજ રિચાર્ડસન સાથે બીજા લગ્ન કર્યા. કમનસીબી જ કહેવાય કે રિચાર્ડસન બીજા વિશ્વયુદ્ધમાં શહીદીને વરેલા
ત્યારબાદ હેલનની માતાએ અન્ય શરણાર્થીઓની સાથે કોલકાતામાં શરણાર્થી શિબિરમાં આવીને વસવાટ કર્યો

બર્માથી કોલકાતાના રસ્તે આવતા અનેક યાતનાઓ સહન કરી જેમાં મુખ્ય યાતના એ હતી કે હેલનની ગર્ભવતી માતાનો બર્માથી કોલકાતાના રસ્તે માર્ગમાં ગર્ભપાત થયેલો

હેલનની માતાએ કોલકાતામાં શરૂઆતમાં કોઈક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી સ્વીકારેલી.
ઓછા પગાર અને આર્થિક સંકડામણના કારણે હેલનને શાળાકીય અભ્યાસ છોડાવી દીધો હતો

ઊંચા પગારની નોકરી મળવાની શક્યતાઓ સાથે હેલનની માતાએ કોલકાતા છોડી મુંબઈમાં રહેવાનું પસંદ કર્યું.

કહે છે હેલન અને તેની માતા કોલકાતાથી મુંબઈ (+૨૦૦૦ Km) રીતસર પગપાળા આવ્યા હતા !

હેલનને રોજર નામનો ભાઈ હતો અને જેનિફર નામે ઓરમાન બહેન હતી

૧૯૭૧માં હેલનની માતા હેલનના ગાડીના ડ્રાઈવર સાથે ભાગી ગઈ
બસ એ દિવસથી હેલને પોતાની માતા સાથે, પોતાના ભાઈ અને પોતાની ઓરમાન બહેન સાથે કાયમ માટે સંબંધ તોડી નાખ્યા
હેલનની માતાનું ૧૯૮૬માં મૃત્યુ થયું

મુંબઈમાં તેમની મુલાકાત મૂળ એન્ગ્લો ઇન્ડિયન એવી કૌટુંબિક મિત્ર અને એ સમયની અભિનેત્રી અને નીવડેલ નૃત્યાંગના કુકૂ સાથે મુલાકાત થઈ.
કુકૂએ નાનકડી હેલનને ફિલ્મોમાં નૃત્યાંગના તરીકે કામ અપાવવાનું બીડુ ઝડપ્યું

૧૯૫૧માં આવેલી ફિલ્મો સબિસ્તાન અને આવારામાં સમૂહનૃત્યમાં હેલનને કામ અપાવ્યું, જયારે હેલનની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી

૧૯૫૮ની ફિલ્મ હાવરાબ્રીજમાં સૌ પ્રથમ સોલોડાન્સ કરવાનો મોકો મળ્યો,
ગીત હતું - મેરા નામ ચીન ચીન ચૂં
અને હેલનની ગાડી ચાલવા લાગી

દરમ્યાન વર્ષ ૧૯૬૩માં કુકૂ , ફિલ્મજગતમાંથી અચાનક જ અલોપ થઈ ગઈ અને હેલનને મોકળુ મેદાન મળ્યું.

યહૂદી અને ચલતી કા નામ ગાડીમાં હેલન અને કુકૂએ સાથે નૃત્ય કરેલું
૧૯૬૩ની ફિલ્મ "મુઝે જીને દો" કુકૂની આખરી ફિલ્મ હતી

અભિનેત્રી તરીકેની હેલનની ફિલ્મ "હમ હિન્દુસ્તાની" હતી
જે ફિલ્મમાં હેલનનું એકપણ નૃત્ય નહોતું !

સમય જતા હેલને મણિપુરી નૃત્યની તાલીમ મેળવી હતી
ત્યારબાદ તેણે ભારતનાટ્યમ અને કથ્થકનૃત્યોની તાલીમ P L Raj પાસેથી મેળવી હતી

હેલનને તેના ઉત્તેજક નૃત્યોના કારણે H Bomb અને Dancing Queen જેવા ઉપનામો અપાયા છે

૧૯૫૭માં હેલને પોતાનાથી ૨૭ વર્ષ મોટા ફિલ્મ નિર્દેશક P N Arora સાથે ઉતાવળે લગ્ન કર્યા
૧૯૭૪માં હેલનને ભાન થયું કે એ ભંગારીયો હેલનની કમાણી પર જ તાગડધિન્ના કરે છે
એ નંગના કારણે હેલનને પોતાની આર્થિક નાદારી નોંધાવવી પડી અને પોતાનો ફ્લેટ ગુમાવવો પડ્યો આખરે ૧૯૭૪માં હેલને P N Arora ને છોડી દીધો
.
આમ તો સલીમખાન સાથે હેલનની મુલાકાત ૧૯૬૨માં ફિલ્મ "કાબલી ખાન" સમયે થયેલી પણ એ સુષુપ્ત સંબંધો છેક ૧૯૮૧માં જીવંત થયા અને સલીમખાને અચાનક હેલન સાથે લગ્ન કર્યા.

સલીમખાનના બીજા લગ્નનો વિરોધ તેના ઘરમાં જ તેના ત્રણેય પુત્રો સલમાનખાન, અરબાઝખાન અને સોહેલખાને કર્યો
સલીમની પ્રથમ પત્ની અને તેના ત્રણેય સંતાનોની માતાનું નામ "સુશીલા ચરક" છે જેની સાથે સલીમખાને ૧૯૬૪માં લગ્ન કર્યા છે
જો કે સમય જતા ઘરમાં ઉભો થયેલો એ વિરોધ શમી ગયો અને આજે બધાયે એકસાથે એક જ ઘરમાં રહે છે

સલીમખાન અને હેલને કચરાપેટી પાસે ત્યજાયેલી એક નાનકડી બાળકીને દત્તક લીધી જેનું નામકરણ "અર્પિતા" કરાયું હતું
એક ઓછા જાણીતા એવા અભિનેતા "આયુષ શર્મા" સાથે અર્પિતા લગ્ન થયા છે

૧૯૮૩ સુધી નિયમિતરીતે હેલને ફિલ્મોમાં અભિનય આપ્યો.
પછી જરૂર પડે અને અથવા પોતાના home productionની ફિલ્મોમાં કામ કર્યું

હેલને ૧૯૭૩માં લંડન, પેરિસ અને હોંગકોંગમાં સ્ટેજ શો કર્યા હતા

કેબરે ડાન્સર હેલને ક્યારેય ધુમ્રપાન કે શરાબપાન કર્યું નથી

H બૉમ્બ અને સેક્સ સિમ્બોલની તેની ઈમેજના કારણે હેલન ઘરની બહાર જતી ત્યારે મોટાભાગે બુરખો પહેરતી

હેલનને ૧૯૮૦માં ફિલ્મ "લહુ કે દો રંગ"ના અભિનય માટે શ્રેષ્ઠ સહકલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

આ સિવાય ફિલ્મ ગુમનામ (૧૯૬૬), ફિલ્મ શિકાર (૧૯૬૯), ફિલ્મ એલાન (૧૯૮૦), ફિલ્મ ખામોશી: The Musical (૧૯૯૭)ના અભિનય માટે સહકલાકારના શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડમાં નામાંકન મેળવ્યું

વર્ષ ૧૯૯૯માં ફિલ્મફેરનો Lifetime Achievement Award મેળવ્યો

વર્ષ ૨૦૦૯માં ભારત સરકારે હેલનને "પદ્મશ્રી"નું સન્માન આપ્યું

કેટલાક અપવાદોને બાદ કરતા હેલન પર ફિલ્માવાયેલા મોટાભાગના ગીતોને આશા ભોસલેનો સ્વર મળ્યો છે

હેલનને પોતાની સમવયસ્ક અને સમસુખીયા સહઅભિનેત્રીઓ એવી વહીદા, આશા પારેખ, નંદા અને સાધના સાથે ખાસ મિત્રતા

આજેય ઘણા સમારંભમાં હેલન, વહીદા અને આશા પારેખ સાથે જોવા મળે છે

હેલન, એક ગૌરવશાળી વ્યક્તિત્વ
હેલન, એક સવાઈ ભારતીય
હેલન, એક નીવડેલ નૃત્યાંગના
હેલન, એક સફળ અભિનેત્રી

હેલન પર ફિલ્માયેલા કેટલાક ગીતોની ઝલક મેળવીયે

ફિલ્મ - શિકારી
૧.
तुमको पिया दिल दिया कितने नाज़ से
नैना लड़ गए भोले-भाले कैसे दगाबाज़ से हो
तुमको पिया दिल दिया ...

ફિલ્મ - પારસમણી
૧.
ઉઈ મા ઉઈ મા યે ક્યા હો ગયા , ઉનકી ગલી મે દિલ કહો ગયા
બિંદિયા હો તો ઢૂંઢ ભી લુ મે ,દિલ ના ઢૂંઢા જાયે

ફિલ્મ - ઈંતેકામ
૧.
आ जान-ए-जां
आ जान-ए-जां
आ मेरा ये हुस्न जवां, जवां, जवां
तेरे लिये है आस लगाये
ओ ज़ालिम आ जाना न) -२
आ जान-ए-जां

ફિલ્મ - ચા ચા ચા
૧.
सुबह ना आई, शाम ना आई (२)
जिस दिन तेरी याद ना आई, याद ना आई
सुबह ना आई, शाम ना आई

૨.
वो हम न थे वो तुम न थे ) -२ वो रहगुज़र थी प्यार की
लुटी जहाँ पे बेवजह ( पालकी बहार की ) -२
वो हम न थे ...

૩.
इक चमेली के मँडवे तले -२
मैकदे से ज़रा दूर उस मोड़ पर -२
दो बदन प्यार की आग में जल गए
इक चमेली के ...

ફિલ્મ - કારવાં
૧.
पिया तू अब तो आ जा
शोला सा मन दहके आ के बुझा जा
तन की ज्वाला ठंडी हो जा
ऐसे गले लगा जा
अह हं हह हहा
अह हं हह हहा

ફિલ્મ - હલાકુ
दिल का ना करना ऐतबार कोई हो
भूले से भी न करना प्यार कोई -२
दिल का ना करना ...

ફિલ્મ - ઠાકુર જરનૈલ સિંઘ

हम तेरे बिना जी न सकेंगे सनम -२
दिल की ये आवाज़ है, दिल की ये आवाज़ है
हम तेरे बिना जी न सकेंगे सनम

ફિલ્મ - જિંદગી
૧.
घूंघरवा मोरा छम-छम बाजे -२
छम-छम की धुन पर जिया मोरा नाचे -२
घूंघरवा मोरा .

ફિલ્મ - ગુમનામ
૧.
इस दुनिया में जीना हो तो सुन लो मेरी बात
ग़म छोड़ के मना लो रंग रेली
और मान लो जो कहे किट्टी केली
૨.
हमें काले हैइं तो क्या हुआ दिलवाले हैइं -२
हमें तेरे तेरे तेरे चाहने वाले हैइं
हम काले हैं तो ...

ફિલ્મ - ઈન્કાર
૧.
મૂંગડા મૂંગડા..
~~~~~~~~~~~~
પ્રકરણ ૫૭

"છત્રી ના ખોલ બરસાતમેં....ભીગ જાને દે ભીગી રાત મેં"
.
સુષ્મા શ્રેષ્ઠ ઉર્ફે પૂર્ણિમા ઉર્ફે પૂર્ણિમા શ્રેષ્ઠ ~~~~~~

મૂળ નેપાળી
પણ પિતા ભોલા શ્રેષ્ઠ ૧૯૫૦ના દાયકામાં ભારત આવી વસ્યા હતા
ભોલા શ્રેષ્ટ (૧૯૨૪ - ૧૯૭૧), કે જેઓએ ૧૦ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું (નજરીયા, તન્ખાહ, નવલખા હાર, યે બસ્તિ યે લોગ, કાફિલા, કિંમત, લાખોમેં એક) અને લગભગ ૬૦ ગીતો આપ્યા અને ૫ ફિલ્મોના ૧૦ ગીતોમાં પોતાનો કંઠ આપ્યો
તેઓએ નેપાળી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું અને ગીતો પણ ગાયા.

સંગીતકાર ભોલા શ્રેષ્ઠની દીકરી એટલે સુષ્મા શ્રેષ્ઠ ઉર્ફે પૂર્ણિમા ઉર્ફે પૂર્ણિમા શ્રેષ્ઠ

આમ તો ભોલા શ્રેષ્ટના પાંચ સંતાન -
બે દીકરા , સુનિલ અને શૈલેન્દ્ર
ત્રણ દીકરી - સુષ્મા, શશી અને સમઝાના
પણ સુષ્મા સિવાય ગીતસંગીત ક્ષેત્રે કોઈ કાઠુ કાઠી શક્યા નહિ

૧૯૬૦માં જન્મેલી સુષ્મા શ્રેષ્ઠે પોતાની ૯ વર્ષની ઉંમરે બાળગાયક કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
ચંદ્રકાન્ત ભોંસલે નામક સંગીતકાર શંકર જયકિશનના એક મ્યુઝિક એરેન્જરે સુષ્મા શ્રેષ્ઠનું નામ અંદાઝ ફિલ્મના ગીત "હે ના બોલો બોલો ..." ગાવા માટે નામ સજેસ્ટ કર્યું
રફી, સુમન અને સુષ્માએ ગાયેલ એ ગીત એ જમાનામાં ખુબ જ પ્રચલિત થયુ.
એ વર્ષે એ ગીત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થયું પણ ......

સૌથી નાની ઉંમરની ગાયીકા તરીકે ફિલ્મફેરમાં નોમિનેશન મેળવનાર સુષમા સૌપ્રથમ હતી

આ ગીતના રેકોર્ડિંગ સમયે મહંમદ રફીએ સુષ્માની ગાયકીથી ખુશ થઈ સુષમાને ૧૦૦ રુપીયા આપ્યા હતા

બાળગાયક કલાકાર તરીકે ગાયેલા ગીતોમાંથી નીચે દર્શાવેલા ગીતો જે તે જમાનામાં સુપ્રસિદ્ધ રહયા

અને સૌથી અગત્યની વાત એ રહી કે પોતાની ૧૧ વર્ષની ઉંમરે એક ગાયિકા તરીકે ફિલ્મફેરમાં શ્રેષ્ઠ ગીત ગાવાની શ્રેણીમાં નોમિનેશન મેળવનાર સુષમા શ્રેષ્ઠ સૌથી યુવા કલાકાર બની ગઈ

૧. હે ના બોલો બોલો - ફિલ્મ અંદાઝ (૧૧ નવેંબર ૧૯૬૯ના દિવસે આ ગીત રેકોર્ડ થયું)
૨. તેરા મુઝસે હૈ પહેલે કા નાતા કોઈ - આ ગલે લગ જા (ફિલ્મફેર નોમિનેશન)
૩. એક દિન બીક જાયેગા માટી કે મોલ - ધરમ કરમ
૪. ક્યા હુઆ તેરા વાદા - હમ કિસીસે કમ નહીં (ફિલ્મફેર નોમિનેશન)
૫. ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે - પતિ પત્ની ઔર વો
૬. તેરી હૈ જમીં તેરા આસમાન - ઘી બર્નિગ ટ્રેન

સુષ્માની ૧૧ વર્ષની ઉંમરે તેના પિતા ભોલા શ્રેષ્ઠનું અવસાન થયું .
પોતાના કુટુંબના ભરણપોષણ માટે તેણે ફિલ્મોમાં ગીતો ગાવાનું ચાલુ રાખ્યું

પોતાના લગ્ન બાદ સુષ્માએ ફિલ્મી ગીતો ગાવાનું અને સ્ટેજ શો કરવાનું બંધ કર્યું

સુષ્મા તરીકે તેનું છેલ્લું ગીત ૧૯૮૬ની ફિલ્મ અંકુશનું "ઈતની શક્તિ હમે દેના દાતા...." જે સુષ્માએ "પુષ્પા પાગધરે" નામની ગાયીકા સાથે ગાયેલું

સુષ્માએ નાગેન્દ્ર ભારી નામના નેપાળી વ્યક્તિ સાથે લગ્ન કર્યા
આ લગ્નથી બે દીકરીઓ નામે એલિઝા અને એલીના

૧૯૯૦ના દાયકા T Series ના સર્વેસર્વા "ગુલશનકુમારે" પોતાની ફિલ્મોમાં ગીતો ગાવા માટે સુષ્માનો સંપર્ક કર્યો.
સુષ્માએ તેમની ફિલ્મોમાં ગીતો ગાવાની સંમતિ આપી ત્યારે ગુલશનકુમારે તેણીને પોતાની બાળકલાકારની છાપમાંથી બહાર આવવા સુષમાના બદલે અન્ય કોઈ નામ રાખવા જણાવ્યું

અને સુષ્માએ પોતાના સગાસંબંધીઓની સલાહે "પૂર્ણિમા" નામ રાખ્યું

અને "પૂર્ણિમા" નામે સુષ્માને પૂર્ણિમાના ચંદ્ર જેવી સફળતા અપાવી !

પૂર્ણિમાએ હિન્દી ઉપરાંત નેપાળી, મરાઠી અને ભોજપુરીમાં પણ ઘણા ગીતો ગાયા છે.

પૂર્ણિમાએ સૌથી વધારે ગીતો આનંદ મિલિન્દ અને અનુ મલિકના સંગીતમાં ગાયા

પૂર્ણિમાના ગીતોમાં એક અલગ લહેકો અને એક અલગ લહેજો જોવા મળે છે
પૂર્ણિમાના ગીતોમાં એક રોમાન્સ અને એક રોમાન્સ જોવા મળે છે
પૂર્ણિમાના મોટાભાગના ગીતોના શબ્દો ગલગલીયા કરાવે તેવા હતા

એટલે ક્યારેક એવું પણ કહેવાયુ કે પૂર્ણિમાએ ગાયેલા મોટાભાગના ગીતો દ્વિઅર્થી અને અથવા બિભસ્તરસ પ્રચુર હતા !

પૂર્ણિમાએ ગાયેલા યાદગાર ગીતોની ઝલક મેળવી લઈએ

૧. તુ તુ તુ .....તુ તુ તારા તોડોના દિલ હમારા - બોલ રાધા બોલ
૨. તુરુ રૂ તુરુ રૂ કહાંસે કરુ મૈં પ્યાર શુરુ - એલાન
૩. ચને કે ખેત મેં..... - અંજામ
૪. સૈયાં કે સાથ મઢીયામેં બડા મઝા આયે - ઈના મીના ડીકા
૫. આંખોંમેં મહોબ્બત હૈ માથે પે પસીના હૈ - ગૈર
૬. ટોવેલમે બહાર જાઓગે તો હલ્લાં મચ જાયેગા - ઈના મીના ડીકા
૭. છત્રી ના ખોલ બરસાતમેં ભીગ જાને દે ભીગી રાત મેં - ગોપી કીશન
૮. તેરી કિસ્મતમેં મેરા પ્યાર લિખા હૈ - કિસ્મત
૯. અરે રે રે ચુનરી ઉડી સાજન અરે રે રે દિખાને લાગે બદન - ક્રાંતિવીર
૧૦. હૂન હૂના રે હું હુના , દેખો હજારો પ્યાર કે લિયે તુમ્હે ચુના - તાકાત
૧૧. મિસ્ટર લોવા લોવા - ઈશ્ક
૧૨. મૈં પૈદલસે જા રહા થા - હીરો નંબર ૧
૧૩.દિલમેં હૈ તુ ધડકનમેં તુ - દાવા
૧૪. સોને જૈસા રંગ હૈ ઈનકા રૂપ હૈ ઈનકા ગુલાબી - દીવાના હું પાગલ નહિ
૧૫. ચલ કરલે થોડા પ્યાર - તુ ચોર મૈં સિપાહી
૧૬. પિંજરે મેં પોપટ બોલે - ભીષ્મ
૧૭. ટુકુર ટુકુર દેખતે હો ક્યા - માસુમ
૧૮. લોગ આતે હૈ લોગ જાતે હૈ - પહેચાન
૧૯. ઊંચી હૈ બિલ્ડીંગ લિફ્ટ તેરી બંધ હૈ - જુડવા
૨૦. જબ તક રહેગા સમોસે મેં આલુ - Mr & Mrs ખિલાડી
૨૧. હાય હુક્કુ હાય હુક્કુ હાય હાય - ગોપી કીશન
૨૨. ઓ સનમ લે કસમ - હત્યારા
૨૩. સરકાઈ લો ખટીયા જાડા લગે - રાજા બાબુ
૨૪. કયું શરમાયે કયું ઘભરાયે (ચૂં ચૂં ચૂં) - ચિત્તા
૨૫. સોના કિતના સોના હૈ - હીરો નંબર ૧
૨૬. આજ ઘરમેં અકેલે હૈ સનમ - રક્ષક
૨૭. મુઝે કંબલ મંગા દે - શેર એ હિન્દુસ્તાન
૨૮. હે ઉઈ અમ્મા ઉઈ અમ્મા ક્યા કરતા હૈ - રાજા બાબુ
૨૯. ગોરે ગોરે ગાલ મેરી જાન કે દુશ્મન - જય વિક્રાંતા
૩૦. એક લડકી નાચે રાસ્તેમેં દેખ તમાશા સસ્તે મેં - સુરજ
૩૧.. જવાની દીવાની થોડી આગ હૈ થોડા પાની - ચમત્કાર
૩૨. બત્તી ના બુઝા અંધેરેમેં લગતા હૈ ડર - ગોપી કીશન
~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૫૮  

"ओ नींद न मुझ को आए,
दिल मेर घबराए
चुप के चुप के, कोई आ के,
सोया प्यार जगाए"
.
પી એલ સંતોષી ઉર્ફે પ્યારેલાલ સંતોષી ઉર્ફે પંડિત સંતોષી ~~~~~
.
પી એલ સંતોષી, એક બહુઆયામી પ્રતિભા
પી એલ સંતોષી, અભિનેતા, ગીતકાર, નિર્માતા, નિર્દેશક, કથા - પટકથા લેખક, સંવાદ લેખક
મૂળ નામ પ્યારેલાલ શ્રીવાસ્તવ
૧૬ ઓગસ્ટ ૧૯૧૬ના દિવસે જબલપુર, મધ્યપ્રદેશ જન્મ
અને ૭ સપ્ટેમ્બર ૧૯૭૮ના દિવસે દેહાવસાન
.
૪૦ વર્ષની વૈવિધ્યસભર અને સફળ કારકિર્દી
લગભગ ૪૦ ફિલ્મોમાં ગીત લખ્યા
'આના મેરી જાન મેરી જાન સન્ડે કે સન્ડે' - ફિલ્મ શહેનાઈ (૧૯૪૭)
અને "નીંદના મુઝકો આયે"- ફિલ્મ પોસ્ટ બોક્સ ૯૯૯ (૧૯૫૮) જેવા એમની કલમે લખાયેલા સદાબહાર ગીતો આજે વર્ષો પછીયે એટલા જ પ્રચલિત, પ્રસિદ્ધ, સંગીતના રસિયાઓને હૃદયસ્થ અને કંઠસ્થ છે.

સૌ પ્રથમ ૧૯૪૬માં ગુરુદત્ત અને દેવાનંદ અભિનીત ફિલ્મ "હમ એક હૈ"થી હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું
એ ફિલ્મને ગુરુદત્ત અને દેવાનંદ જેવા અભિનેતાઓ હોવા છતાંયે સફળતા મળી નહિ

૧૯૪૭માં કિશોરકુમારને અભિનયવાળી ફિલ્મ "શહેનાઈ" બનાવી જેને અકલ્પનિય સફળતા મળી
.
૧૯૪૮માં ફિલ્મ ખિડકી બનાવી
જે ફિલ્મ બોક્સઓફિસ પર સદંતર નિષ્ફળ રહી.
૧૯૫૦માં અભિનેતા રાજકપૂર વાળી ફિલ્મ સરગમ બનાવી જે ફિલ્મ બનાવવાનો ખર્ચો બાદ કરતા થોડાક પૈસા કમાવી શકી
.
ત્યારબાદ ૧૯૫૦ થી ૧૯૫૯ સુધીમાં બનાવેલી ૮ ફિલ્મો બોક્સઓફિસ પર સદંતર નિષ્ફળ રહી
ફિલ્મોની સતત અને સદંતર નિષ્ફળતાએ પી એલ સંતોષી પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેઠા
.
૧૯૬૦માં પી એલ સંતોષીએ ફિલ્મ "બરસાત કી રાત"નું નિર્દેશન કર્યું ...
જે ફિલ્મ બોક્સઓફિસ પર સફળ રહી અને ફરી આત્મવિશ્વાસ જગાવી ગઈ
.
પણ એ પછી ફરી ત્રણ મોટી નિષ્ફળતાઓ - ફિલ્મ - પ્યારકી દાસ્તાન, ઓપેરા હાઉસ અને હોલીડે ઈન બોમ્બે નિષ્ફળ રહી
.
૧૯૬૩માં રાજકપૂરના અભિનયવાળી ફિલ્મ "દિલ હી તો હૈ" જે બોક્સઓફિસ પર ખાસ કાંઈ કરી ના શકી
૧૯૬૮માં વધુ એક નિષ્ફળ ફિલ્મ "રૂપ રૂપૈયા" બનાવી ૧૯૬૮ પછી ફિલ્મનું નિર્માણ અને નિર્દેશનને કાયમ માટે અલવિદા કહી દીધી
.
આશ્ચર્યની વાત એ છે કે પિતાને ફિલ્મ નિર્માણ અને નિર્દેશનમાં મળેલી સતત અને સખત નિષ્ફળતાઓને અવગણીને પણ એમનો દીકરા રાજકુમાર સંતોષીએ ફિલ્મ નિર્માણ અને નિર્દેશનનું ક્ષેત્ર અપનાવ્યું !
.
પી એલ સંતોષીએ લખેલી કથા, પટકથા અને સંવાદોવાળી મુખ્ય ફિલ્મોમાં નિરાલા, પોસ્ટ બોક્સ ૯૯૯, મન કી આંખે, સૌદાગર (૧૯૭૩)ને ગણાવી શકાય.
.
પંડિત પી એલ સંતોષીની કસાયેલી કલમે લખાયેલા "નિષ્ફળ નિર્માતા - નિર્દેશક"ના "સફળ ગીતો"ની ઝલક મેળવીયે
.
ફિલ્મ - સરગમ (૧૯૫૦)
૧.
वो हम से चुप हैं, हम उनसे चुप हैं
मनाने वाले, मना रहें हैं
वो हम से चुप हैं, हम उनसे चुप हैं
मनाने वाले, मना रहें हैं
.
૨.
जब दिल को सतावे ग़म
तू छेड़ सखी सरगम
.
स रे ग म प ध नि स
नि ध प म ग रे स
.
बड़ा ज़ोर है सात सुरों में
बहते आँसू जाते हैं थम
ऊ छेड़ सखी सरगम ...
.
૩.
कोई किसी का दीवाना ना बने -२
हो तीर-ए-नज़र का निशाना ना बने
निशाना ना बने
दीवाना ना बने
कोई किसी का दीवाना ना बने
.
ફિલ્મ - પોસ્ટ બોક્સ નંબર 999
૧.
बिछड़े हुए मिलेंगे फिर -२
क़िस्मत ने गर मिला दिया -२
उसका ख़ुदा भला करे -२
जिसने हमें जुदा किया -२
बिछड़े हुए मिलेंगे ..

૨.
ओ नींद न मुझ को आए,
दिल मेर घबराए
चुप के चुप के, कोई आ के,
सोया प्यार जगाए
ओ नींद ...
.
૩. મેરે દિલમેં હૈ એક બાત , કહે દો તો ભલા ક્યા હૈ
.
ફિલ્મ - શહેનાઈ

आना मेरी जान, मेरी जान, Sundayके Sunday
आना मेरी जान, मेरी जान, Sundayके Sunday
.
ફિલ્મ - નીરાલા
.
महफ़िल में जल उठी शमा, परवाने के लिये
प्रीत बनी हैं दुनिया में, मर जाने के लिये ) -२
~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૫૯

"ખાલી હાથ શામ આયી હૈ ખાલી હાથ જાયેગી"
.
અનુરાધા પટેલ ~~~

અનુરાધા પટેલનું કુળ અને મૂળ શોધવા અશોકકુમારના ઘરના દરવાજે જવું રહ્યું

અશોકકુમારને ત્રણ દીકરી અને એક દીકરો - દીકરી ભારતી, રૂપા અને પ્રીતિ અને દીકરો અરૂપકુમાર
.
રૂપા ગાંગુલીએ દેવેન વર્મા સાથે લગ્ન કર્યા

પ્રીતિ ગાંગુલી કોમેડિયન તરીકે ફિલ્મોમાં આવી અને વર્ષ ૨૦૧૨માં એ કુંવારીકાનું મૃત્યુ થયું.

ભરતી સૌથી મોટી
પિતાની માફક ભારતીએ પણ હિન્દી ફિલ્મો નસીબ અજમાવેલું પણ લાંબો ગજ ના વાગ્યો -
ફિલ્મો હતી હઝાર ચૌરાસી કી માં, દેવી અહલ્યા બાઈ, દમન - એ વિક્ટિમ ઓફ મેરીટલ વાયોલન્સ વગેરે વગેરે
.
ભારતીએ બે વાર લગ્ન કર્યા
પ્રથમ લગ્ન ડો.વીરેન્દ્ર પટેલ નામક ગુજરાતી સાથે કર્યા હતા

ભારતી અને ડો.વીરેન્દ્ર પટેલનું સંતાન એટલે "અનુરાધા પટેલ"
અનુરાધાના જન્મ પછી ભારતીએ ડો.વીરેન્દ્ર પટેલ સાથે છેડા છુટ્ટા કરી દીધા
.
ફેશન ફોટોગ્રાફર "રાહુલ પટેલ"એ અનુરાધાનો મોટો ભાઈ અને ભારતીનો દીકરો
.
ભારતીએ "સઈદ જાફરી"ના ભાઈ "હમિદ જાફરી" સાથે બીજા લગ્ન કર્યા
બીજા લગ્નથી ભારતીને એક દીકરો સાહિલ જાફરી , પોતાની ૮ વર્ષની ઉંમરથી જ જે નાટ્યકાર છે.
.
અનુરાધાએ કંવલજીતસિંઘ સાથે લગ્ન કર્યા છે
કંવલજીતસિંઘ એટલે ફિલ્મ સત્તે પે સત્તા, શંકર હુસેન, માચીસ, દિલ માંગે મોર, અશાંતિ વગેરે વગેરે જેવી ફિલ્મોના સહકલાકાર
કંવલજીતે હિન્દી ફિલ્મો ઉપરાંત પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું
કંવલજીતે ફિલ્મો સાથે TV સિરિયલોમાં પણ કામ કર્યું

૧૯૮૨ની ફિલ્મ અશાંતિના સેટ પર કંવલજીતે ઝીનત અમાન સાથે લગ્ન કરવાના ઈરાદે સગપણ કરેલું

....પણ .......

ઝીનતે કંવલજીતને છોડીને એના જેવા જ બીજા એક બેકાર "મઝહર ખાન" સાથે લગ્ન કરી લીધા
"દિલ લગા ગધે સે તો રાજકુમાર ભી ક્યા ચીજ હૈ !"
.
કંવલજીતને અનુરાધા મળી ગઈ
આ લગ્નથી અનુરાધાને બે સંતાન - સિદ્ધાર્થ અને આદિત્ય
.
અને કંવલજીતે દીકરી માનેલી અફઘાની છોકરી નામે - મરીયમસિંઘ
જે સાન્ટિયાગો USAમાં રહે છે
જે આજે +૩૫ છે
મરીયમ ૮ વર્ષની હતી ત્યારે કંવલજીતને દિલ્હીની કોઈક હોટલમાં મળી હતી

આજથી ૬ - ૮ વર્ષ પહેલા મરીયમે સોશિયલ મીડિયાના માધ્યમે કંવલજીતને શોધી કાઢ્યો અને જણાવ્યું કે તેના માતાપિતા તેની સાથે સારો વ્યવહાર નથી કરતા અને તે કંવલજીતને પોતાના પિતા માને છે

અને અનુરાધાએ અને કંવલજીતે મરીયમને પોતાની દીકરી માની પોતાની "સિંઘ" અટક આપીને "મરીયમ સિંઘ"ને એક નવી ઓળખ આપી
.
કંવલજીતે TV પર ટીપુ સુલતાન, સાંસ, જનમ જનમ, બુનિયાદ, અંદાઝ, ફેમિલી નં. 1, દરાર, દિલ દેકે દેખો સહીત લગભગ ૨૫ સિરિયલોમાં કામ કર્યું
.
TV સિરિયલ સાંસની અભિનેત્રી કમ નિર્દેશિકા "નીના ગુપ્તા" સાથે કંવલજીતને પ્રેમસંબંધ બંધાઈ ગયો અને અનુરાધાના લગ્નસંબંધ વિચ્છેદ થવા સુધી પહોંચી ગયા ...
.
અરે નીના ગુપ્તાને તમે ભૂલી ગયા ?
.
અરે પેલા વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચાર્ડસ સાથે પ્રેમસંબંધમાં વગર લગ્નસંબંધે સાથે રહીને દિકરી "મસાબા"ને જનમ આપનાર નીના ગુપ્તા
.
જોકે આપણા બહેન પણ ક્યાં ઓછા હતા
૧૯૮૩માં અનુરાધાનું સગપણ "મયુર વર્મા" સાથે થયેલું પણ ........
.
એક જમાનામાં અનુરાધા, શબાના આઝમીવાળા માર્ક ઝુબેર સાથે પણ પડી પાથરી રહેતી
ફેશન ડિઝાઈનર રુફીના ઉફે રેણુ સાથે પણ અનુરાધાને (સમલેંગિક?!) ઘનિષ્ઠ સંબંધ
જોકે અનુરાધાએ માર્ક ઝુબેરનો છોડ્યો અને તરત જ માર્ક ઝુબેરે રુફીનાને પકડી લીધી હતી
.
અનુરાધાએ ૧૯૮૩ની ફિલ્મ લવ ઈન ગોવાથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી
ઉત્સવ, અનંતયાત્રા, દયાવાન, દસ કહાનિયા, ઈજાજત, જેન્ટલમેન, દીવાને, માનવીની ભવાઈ (ગુજરાતી), રેડી (Ready) સહીત લગભગ +૫૦ ફિલ્મોમાં અભિનય કર્યો
.
ફિલ્મો સાથે અનુરાધાએ TV સિરિયલોના માધ્યમે નાના પડદે પણ પોતાની હાજરી નોંધાવી જેમાં "દેખો મગર પ્યાર સે" મુખ્ય હતી.
.
ફિલ્મો અને TV સિવાય અનુરાધા, "Dynamic Finishing Academy for Personality Development" નામની પોતાની સંસ્થા ચલાવે છે.
.
જે હોય તે અનુરાધા પટેલ , જન્મે ગુજરાતી તો ખરી જ ને !
.
- મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ - ઈજાઝત
- ખાલી હાથ શામ આયી હૈ ખાલી હાથ જાયેગી - ઈજાઝત
- મન કયું બહેકા રે બહેકા આધી રાત કો – ઉત્સવ
~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૦

"किसी नज़र को तेरा इंतज़ार आज भी है
कहाँ हो तुम कि ये दिल बेक़रार आज भी है"
.
સુરેશ ઓબેરોય ઉર્ફે વિશાલ કુમાર ઉબેરોય ઉર્ફે સુરેશ ઉબેરોય ~~~

અમિતાભ, ભરત કપૂર, રઝા મુરાદ જેવા અવાજનો માલીક
બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ
જન્મજાત સ્ટ્રગલર કમ ફાઈટર

આપણા હાલના પ્રધાનસેવકના પ્યારા "બલુચિસ્તાન"ના કવેટામાં ૧૭ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે જન્મ

પિતા આનંદ સ્વરૂપ ઉબેરોય અને માતા કરતારી દેવી ઉબેરોય.
૪ ભાઈ અને ચાર બહેનોનું બહુ બહોળું કુટુંબ
પિતા બલુચિસ્તાનમાં પોપર્ટી લે વેચની દલાલી અને પોપર્ટી લે વેચનો ધંધો કરે

૧૯૪૭ના અખંડ ભારતના ભાગલા સમયે કુટુંબ હૈદરાબાદમાં આવીને સ્થાયી થયું

હૈદરાબાદમાં આવીને પિતાએ મેડિકલ સ્ટોર્સ શરુ કર્યો આજેય એમના સ્થાપેલા મેડિકલ સ્ટોર્સ આંધ્ર અને તેલંગાણામાં ધમધમે છે

શાળાકીય જીવન સમયે તે ટેનિસ અને તરણનો ચેમ્પિયન રહ્યો
બેસ્ટ સ્કાઉટ ગાઈડ તરીકે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ પણ મેળવેલો
સુરેશ માતૃભાષા પંજાબી સિવાય, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, તેલુગુ અને તમિલ ભાષા જાણે છે

બાળપણમાં તે ડોક્ટર બનવાના સપના જોતો અને ડોક્ટરની માફક સફેદ કોટ પહેરી આમથી તેમ આંટા મારતો
અરે એ સફેદ કોટ પહેરીને જ સૂતો
પણ ......
પિતાજીના અવસાન બાદ એ સ્વપ્ન અધુરુ રહ્યું

પિતાના અવસાન બાદ તેણે ભણવાનું છોડી દીધું અને પોતાના ભાઈ સાથે મેડિકલ સ્ટોર્સનો વહીવટ સંભાળવા લાગ્યો
પણ .........

હૈદરાબાદમાં શાળા શિક્ષણ દરમ્યાન એને ઘણીવાર નાટકમાં ભાગ લેવાનો મોકો મળેલો
એ કારણે એની અદમ્ય ઈચ્છા હિન્દી ફિલ્મજગતમાં જઈ અભિનેતા બનવાની પણ પોતાના પિતાજીના અવસાન બાદ આ ઈચ્છા પોતાના સૌથી મોટા ભાઈને બતાવી શક્યો નહિ !

૧૯૭૪માં તેણે પોતાના ભાઈ જગમોહનને FTII માં અભિનય શીખવા જવાની વાત કહી
કુટુંબના સભ્યોએ શરત મૂકી કે પહેલા સુરેશ લગ્ન કરી લે પછી FTII માં ભણવા જઈ શકે છે
સુરેશે સામી શરત મૂકી કે એ એવી કન્યા સાથે લગ્ન કરશે જે જન્મે પંજાબી હોય અને જેનો પરિવાર વર્ષોથી દક્ષિણ ભારતમાં સ્થાયી થયો હોય

પરિવારના સભ્યોએ એવી એક યુવતી મદ્રાસમાં શોધી કાઢી

"યશોધરા", કે જે મૂળ પંજાબી પણ વર્ષોથી એનો પરિવાર મદ્રાસમાં સ્થાયી થયેલો
"યશોધરા", કે જે એ સમયમાં અબજોપતિ પિતાની દીકરી જેના ઘરમાં દરેક કામ માટેના અલગ અલગ નોકર - ચાકર હતા
પત્ની યશોધરા, સુરેશથી ૮ વર્ષ નાની છે

એણે નોકરી-ધંધા વગરના સુરેશ સાથે લગ્ન કર્યા
હા ક્યારેક સુરેશ રેડિયો પર પ્રોગ્રામનું સંચાલન કરતો અથવા નાનામોટા જાહેર પ્રોગ્રામનું સંચાલન કરતો
લગ્નના દિવસે જ સુરેશને FTII માં હાજર થવાનું હતું પણ તેણે એક અઠવાડિયા પછી હાજર થવાની પરમિશન લઇ લીધી
પત્ની યશોધરાને 3 મહિનાની ફિલ્મ નિર્દેશન તાલીમ લેવા જાઉં છું એમ કહી લગ્નના અઠવાડિયા બાદ તે FTII પુના જવા નીકળી ગયો

૧૯૭૪ થી ૧૯૭૬ બે વર્ષની તાલીમ બાદ તેણે કામની શોધમાં મુંબઈની વાટ પકડી

૧૯૭૭ની ગિરીશ કર્નાડ અને લક્ષ્મી અભિનીત "જીવન મુક્ત" એ સુરેશ ઉબેરોયની પ્રથમ ફિલ્મ
જેમાં તે સહાયક અભિનેતા તરીકે આવ્યો

ત્યારબાદ આવી ૧૯૮૦ની ઓફબીટ ફિલ્મ "એક બાર ફિર"
જે ફિલ્મ કર્યાનો અફસોસ અને પસ્તાવો આજેય સુરેશ ઓબેરોયને છે.

ત્યારબાદ સુરેશે સારા કથાનક અને સારા પાત્રોના એગ્રીમેન્ટ કરવાનો નીર્ધાર કર્યો
૮૦ના દશકનો તે સારામાં સારો સહાયક અભિનેતા બની ગયો

તેના હિસ્સે સોલો અભિનય કરવાના પ્રસંગો બહુ જ ઓછા આવ્યા અને A Grade ની ફિલ્મો પણ બહુ ઓછી આવી

જો કે તેણે "ડબિંગ કલાકાર" અને TV ટોક શો કરીને ગાડુ ગબડાવે રાખ્યું
એ સમય ગાળામાં પોતાની અટક ઉબેરોય થી ઓબેરોય કરી દીધી
.
સુરેશ ઓબેરોયની પત્ની યશોધરા તો એક જાણીતી સમાજસેવિકા છે અને એજ પથ પર અભિનેતા પુત્ર વિવેક ઓબેરોય પણ ઘણીબધી સમાજ સેવા કરે છે
અને અગત્યની વાત એ છે કે અન્ય લોકોની માફક એ પોતાની સેવાઓનું માર્કેટિંગ કરી નામ કમાવવાનો પ્રયત્ન સુદ્ધા નથી કરતા !

થેવાનંપટ્ટનમમાં ત્સુનામીમાં ઘરવિહોણા થયેલા લગભગ ૧૦૦૦ પરિવારને, સરકારની મંજુરીથી, ઘરવખરી સાથે ઘર આપ્યા

સુરેશ ઓબેરોય પોતાની પત્નીના નામે યશોધરા ઓબેરોય ફાઉન્ડેશન ચલાવે છે અને એ અંતર્ગત ૧૭૫૦ ગરીબ અને પિતા વિહોણા સંતાનો માટે શાળા ચલાવે છે
આ શાળા બાળકોના શિક્ષણની, કપડાં, રહેવાની અને જમવાની તમામ જવાબદારી ઉપાડે છે
આજે આ સંસ્થાની એકમાં થી ત્રણ શાખા કરવી પડી છે અને લગભગ +૬૦૦ વિદ્યાર્થીઓના વેઇટિંગ લિસ્ટમાં છે.

કદાચ બાળપણની યાદ તો સુરેશ ઓબેરોયને નહિ જ હોય પણ એટલી સમજ જરૂર હશે કે પોતે આ દેશમાં ક્યારેક શરણાર્થી હતો કદાચ એ કારણે જ એ અને એનું કુટુંબ પોતાની મર્યાદિત આવકમાંથી ગરીબોને થાય એટલી મદદ કરવા હંમેશા તત્પર જ હોય છે.
.
પોતાના ભાઈ જગમોહનનું કાર અકસ્માતમાં મૃત્યુ થતા સુરેશ ઓબેરોયે કેટલાક વર્ષ સુધી ફિલ્મોમાંથી ક્ષેત્રસંન્યાસ લઈ લીધો હતો

ત્યારબાદ ફિલ્મ "ઐતબાર"થી પુનરાગમન કર્યું

પોતાની કારકિર્દીની શરૂઆતે "ચાર મિનાર" સિગારેટ માટે તથા "લાઇફબોય" સાબુ માટે મોડેલિંગ કર્યું
અત્યારેય અંગ્રેજી ફિલ્મોના હિન્દીકરણમાં ડબિંગ કરે છે.

સુરેશ ઓબેરોય; એક સાદો, સરળ, નિરાભિમાની, સંતોષી અને નખશીખ સજ્જન અભિનેતા.

સુરેશના બે સંતાન -
દીકરો વિવેક ઓબેરોય - જે અભિનેતા અને સામાજિક કાર્યકર છે
દીકરી મેઘના ઓબેરોય - જે ગાયીકા છે ( ૨૦૦૪ની ફિલ્મ "મસ્તી"માં ગીત ગયા હતા )

ક્રિષ્ણન ઓબેરોય તેનો ભાઈ
ક્રિષ્ણન ઓબેરોયે ૧૯૯૮ની ફિલ્મ ખોટે સિક્કેમાં અભિનય કરેલો અને ૨૦૦૪માં ફિલ્મ પિત્ઝાનું નિર્માણ કરેલું

ક્રિષ્ણન ઓબેરોયનો દીકરો અક્ષય ઓબેરોય
જે પૃથ્વી થિયેટર સાથે સંકળાયેલો છે અને ફિલ્મ અભિનેતા છે

ભાઈ મહેશ ઓબેરોયની દીકરીઓ શિખા ઓબેરોય અને નેહા ઓબેરોય બંનેય ટેનિસ પ્લેયર છે

ભાઈ જગમોહનનો દીકરો પૃથ્વીરાજ; નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક અને ગીતકાર / કવિ છે. જેણે ફિલ્મ 'ખોટે સિક્કે'નું નિર્માણ કર્યું અને 'ટેઢે મેઢે સપને' અને 'અપનાપન' જેવી TV સિરિયલો પણ બનાવી છે

સુરેશના ભાગે ગણતરીની A Grade ફિલ્મો આવી અને એમાંયે મોટાભાગની ફિલ્મોમાં એ સહકલાકારથી આગળ વધી ના શક્યો
અને મોટાભાગે B Grade અને C Gradeની ફિલ્મો જ આવી

અને કમનસીબી એ રહી કે પેલી B Grade અને C Gradeની ફિલ્મો પણ ડબ્બાબંધ થઈને માળીયે મુકાઈ ગઈ
જેમાં દયાલુ, પાબંદી, માં કા આંચલ, પથ્થર, પહેલી સૌગાત, મહોબ્બત ખુદા હૈ, ફાઈટર, દૂસરા જનમ, સર્વનાશ, શુદ્ર, અતીત, કોહિનૂર, ગંગા બની જવાલા, પ્રિન્સ, ક્રાંતિકાલ, ઇન્સાફ ભવાની કા, સેના અને છુપા હૈ ક્યા દિલમેં, દામન , કહેતા હૈ દિલ જેવી ફિલ્મો મુખ્ય રહી.

+૧૮૦ ફિલ્મો કરી જેમાં મોટાભાગની ફિલ્મોમાં સહાયક અભિનેતા અથવા ચરિત્ર અભિનેતાનો રોલ કર્યો

સુરેશ ઓબેરોયના અભિનયવાળી ફિલ્મો મુખ્યમાં કાલા પથ્થર, કુલી, ઐતબાર, કર્તવ્ય, લાવારીસ, વિધાતા, સાજન કી સહેલી, નમક હલાલ, શરાબી, મિર્ચ મસાલા, તેજાબ, વિજયપથ, રાજા હિન્દુસ્તાની, ગદર, લજ્જા વગેરે વગેરે ગણાવી શકાય

એનિમેટેડ ફિલ્મ "ધ લાયન કિંગ"ની હિન્દી આવૃત્તિમાં મુસ્તુફાના રોલમાં પોતાનો અવાજ આપ્યો

શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ફિલ્મ "મિર્ચ મસાલા" માટે ૧૯૮૭માં ફિલ્મફેર એવોર્ડ મેળવેલો
જયારે ફિલ્મ લાવારિસ અને ફિલ્મ ઘર એક મંદિરના પોતાના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ફિલ્મફેરમાં નોમિનેશન મેળવેલું

સુરેશ ઓબેરૉયની ફિલ્મના મને ગમતા ગીતો

ફિલ્મ - ઐતબાર

किसी नज़र को तेरा इंतज़ार आज भी है
कहाँ हो तुम कि ये दिल बेक़रार आज भी है

वो वादियाँ वो फ़ज़ायें कि हम मिले थे जहाँ
मेरी वफ़ा का वहीं पर मज़ार आज भी है

न जाने देख के क्यों उन को ये हुआ एहसास
कि मेरे दिल पे उंहें इख़्ह्तियार आज भी है

वो प्यार जिस के लिये हमने छोड़ दी दुनिया
वफ़ा की राह पे घायल वो प्यार आज भी है

यकीं नहीं है मगर आज भी ये लगता है
मेरी तलाश में शायद बहार आज भी है

न पूछ कितने मोहब्बत के ज़ख़्ह्म खाये हैं
कि जिन को सोच के दिल सोग़वार आज भी है

ફિલ્મ - ઐતબાર

आवाज़ दी है आज इक नज़र ने
या है ये दिल को गुमाँ
दोहरा रहीं हैं जैसे फ़ज़ायें
भूली हुई दास्ताँ - २

लौट आयी हैं फिर रूठी बहारें
कितना हसीन है समा
दुनिया से कह दो न हम को पुकारे
हम खो गये हैं यहाँ - २

जीवन में कितनी वीरानियाँ थी
छायी थी कैसी उदासी
सुनकर किसी के कदमों की आहट
हलचल हुई है ज़रा सी - २

सागर में जैसे लहरें उठीं हैं
टूटी हैं खामोशियाँ
दोहरा रहीं हैं जैसे फ़ज़ायें
भूली हुई दास्ताँ

तूफ़ान में खोई कश्ती को आखिर
मिल ही गया फिर किनारा
हम छोड़ आये ख़ाबों की दुनिया
दिल ने तेरे जब पुकारा - २

कबसे खड़ी थी बाहें पसारे
इस दिल की तन्हाइयाँ
दुनिया से कह दो न हम को पुकारे
हम खो गये हैं यहाँ

अब याद आया कितना अधूरा
अब तक था दिल का फ़साना

यूँ पास आके दिल में समाके
दामन न हमसे छुड़ाना - २

जिन रास्तों पर तेरे कदम हों
मंजिल है मेरी वहाँ
दुनिया से कह दो न हम को पुकारे
हम खो गये हैं यहाँ
लौट आयी हैं फिर रूठी बहारें
कितना हसीन है समाँ
दुनिया से कह दो न हम को पुकारे
हम खो गये हैं यहाँ

ફિલ્મ - વિધાતા

- હાથોં કી ચંદ લકીરોં કા

~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૧

"મૈં રંગીલા પ્યાર કા રાહી દૂર મેરી મંઝિલ"
.
સુબીર સેન ~~~
.
૧. મૈં રંગીલા પ્યાર કા રાહી દૂર મેરી મંઝિલ - છોટી બહેન
૨. મંઝિલ વોહી હૈ પ્યાર કી રહી બદલ ગયે - કઠપૂતલી
૩. હમેં ઉન રાહો પર ચલના હૈ જહાં ગીરના ઔર સંભલના હૈ - માસુમ (સંગીતકાર - હેમંતકુમાર)
૪. દિલ મેરા એક આસ કા પંછી - આસ કા પંછી
૫. આજા રે આજા આજા નૈન દુવારે - રૂપ કી રાની ચોરો કે રાજા
૬. ગોરી તોરે નટખટ નૈના વાર કરે છુપ જાયે - હમ ભી ઇન્સાન હૈ (સંગીતકાર - હેમંતકુમાર)

સાંભળતી વખતે તો ઉપરના તમામ સુમધુર ગીત જાણે હેમંતકુમારે જ ગાયા હોય તેમ લાગે પણ એ બધાયે ગીતો સુબીર સેને ગાયેલા છે

ફિલ્મ માસુમ કે જેમાં સંગીતકાર હેમંતદા પોતે હતા છતાંયે પોતાના હમઅવાજ અને પ્રતિસ્પર્ધી એવા સુબીર સેન પાસે "હમેં ઉન રાહો પર ચલના હૈ જહાં ગીરના ઔર સંભલના હૈ" ગીત ગવડાવ્યું
અને ફિલ્મ "હમ ભી ઇન્સાન હૈ"માં "ગોરી તોરે નટખટ નૈના વાર કરે છુપ જાયે"

એ હેમંતદાની નિખાલસતાપૂર્વકની ખાનદાની જ ગણવી રહી.

હેમંતદાની નાનકડી પુત્રીએ ગાયેલુ માસુમ ફિલ્મનું "નાની તેરી મોરની કો મોર લે ગયે .........."યાદ જ હશે !

હેમંતદાના અવાજને મળતો આવતો એક અવાજ દ્વિજેન મુખરજી અને બીજો અવાજ સુબીર સેન

જે સમયગાળામાં દ્વિજેન મુખરજીનો પ્રવેશ હિન્દી ફિલ્મજગતમાં થયો લગભગ એ સમયે જ સુબીર સેનનો પ્રવેશ હિન્દી ફિલ્મજગતમાં થયો

કદાચ હેમંતકુમારની ગાયકી એ જમાનામાં સારી ચાલતી એટલે સલિલદા દ્વિજેન મુખરજીને લાવ્યા

આમ તો હેમંતદા અને સલિલદા બંનેય શંકર જયકિશનના પ્રતિસ્પર્ધી જ ગણાય
એટલે શંકર જયકિશને હેમંતદા અને દ્વિજેન મુખર્જી જેવા યુનિક અવાજની નકલ એવા સુબીર સેનને હિન્દી ફિલ્મ સંગીતજગતમાં પ્રવેશ કરાવ્યો

સુબીર સેન, બાંગ્લા ફિલ્મ સંગીતનું એક જાણીતું નામ ગણી શકાય

સુબીર સેનનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૩૪ના દિવસે દિબ્રુગઢ, આસામમાં થયેલો
તેમના પિતાનું નામ શૈલેષ ચંદ્ર સેન હતું અને તેમના માતાનું નામ લીલી સેન હતું
તેમના પિતા ડોક્ટર હતા
તેમના પિતાનો ગૌહાટીમાં એક મેડિકલ સ્ટોર્સ પણ હતો

સુબીર સેનને ત્રણ ભાઈઓ અને એક બહેન હતા - પૃથ્વીશ સેન, સુનિલ સેન, અરુણ સેન અને ગૌરી સેન

મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ સંગીતમાં પોતાની કારકિર્દી બનાવવા માટે સુબીર સેન ૧૯૫૧માં કલકત્તા આવી વસ્યા હતા
પોતાની શાળામાંથી તેમણે Morris College, Lucknowમાં યોજાયેલ Classical Vocal Music Competitionમાં ભાગ લીધો હતો
જે સ્પર્ધામાં સુબીર સેન પ્રથમ ક્રમાંક પર વિજયી રહ્યા હતા

કલકત્તા આવ્યા પછી પોતાના સંગીત શોખને એક વ્યવસાય બનાવવાના હેતુસર પદ્ધતિસરની તાલીમ લેવા માટે પંડિત ચિન્મય લાહિરી સાથે તાલીમાર્થી તરીકે જોડાયા
પંડિત ચિન્મય લાહિરીનું નામ શાસ્ત્રીયસંગીતમાં પ્રથમ હરોળમાં લેવાતું
જે તે સમયે પંડિત લાહિરી ખયાલ, દ્રુપદ, ઠુમરી અને ટપ્પાના ખાં ગણાતા

પંડિત લાહિરીએ સંગીતની દુનિયાને નવા રાગ પ્રદાન કર્યા હતા
જેમાં શ્યામકોસ, યોગમાયા, પ્રભાતી તોડી, રજનીકલ્યાણ, કુસુમીકલ્યાણ, ગાન્ધારિકા, શૃભ્રા વગેરેનો સમાવેશ થાય છે

પંડિત લાહિરીએ સુબીર સેનને સંગીતની વધુ તાલીમ માટે ઉષા રંજન મુખર્જી પાસે પણ મોકલ્યા હતા

કલકત્તાની આશુતોષ કોલેજમાં અભ્યાસ કરતા HMV દ્વારા પ્રાયોજિત KEREJU સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો
જે સંગીત સ્પર્ધામાં +૧૪૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો
અને એ સ્પર્ધામાં સુબીર સેને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

૧૯૫૪માં સુબીર સેનનું સૌપ્રથમ બંગાળી ગીત રેકોર્ડ કરાયું હતું.

ત્યારબાદ ગુરુદત્તના કહેણ પર હિન્દી ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા મુંબઈની વાટ પકડી

મુંબઈમાં હિન્દી ફિલ્મમાં ગીત ગાવાની સૌપ્રથમ તક સંગીતકાર શંકર જયકિશને ફિલ્મ છોટી બહેનમાં આપી
હિન્દી ફિલ્મોમાં સુબીર સેને શંકર જયકિશન , S મોહિન્દર, વસંત દેસાઈ, હેમંતકુમાર, રોબિન બેનર્જી, દત્તારામ વાડકર , બુલો C રાની, કલ્યાણજી વીરજી શાહ, સરદાર મલિક જેવા સંગીતકારો માટે ગીતો ગાયા

૧૯૭૨ની હિન્દી ફિલ્મ "Midnight"માં સુબીર સેને સંગીત પ્રદાન કર્યું હતું
પણ એ ફિલ્મ આજસુધી ભારતમાં ક્યારેય પ્રદર્શિત થઈ નથી
૧૯૭૨માં એ ફિલ્મ માત્ર લંડનમાં પ્રદર્શિત કરાઈ હતી

૧૯૭૧ની બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ "અનુભવ"માં સુબીર સેને અભિનયનો અનુભવ લીધો હતો

હૃષીકેશ મુખરજીએ ૧૯૭૩ની પોતાની ફિલ્મ "અભિમાન"માં મુખ્ય અભિનેતાના પાત્રમાં અભિનય કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ સુબીર સેનને મુક્યો હતો
પણ સુબીર સેને એ પ્રસ્તાવનો સવિનય અસ્વીકાર કર્યો હતો
ત્યારબાદ એ ફિલ્મ અમિતાભ બચ્ચનને ફાળે આવી હતી

બંગલા ફિલ્મમાં તેમના પ્રદાન માટે વર્ષ ૨૦૧૩માં સુબીર સેનને પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારના સર્વોચ્ચ સન્માન "બંગ વિભૂષણ" થી નવાજવામાં આવ્યા હતા.

૨૯ ડિસેમ્બર ૨૦૧૫ના દિવસે ૮૧ વર્ષની ઉંમરે કલકત્તામાં ફેફસાના કેન્સરના કારણે દેહાવસાન
~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૨

"એય દિલ કહાં તેરી મંઝિલ"
.
દ્વિજેન મુખરજી ~~~~~

એક અવાજ જે હેમંતકુમારના અવાજ જેવો જ લાગે
અને એક વિચાર આવે કે હેમંતકુમારને સાંભળીને આ મહાનુભાવ હેમંતકુમારની જેમ ગાતા શીખ્યા હશે !

શક્ય છે કારણ કે
હેમંતદા ગીત- સંગીત જગતમાં ૧૯૩૫માં આવ્યા
જયારે દ્વિજેન મુખોપાધ્યાય ઉર્ફે દ્વિજેન મુખરજીએ પોતાની ૧૭ વર્ષની ઉંમરે ૧૯૪૪માં એક ગાયક તરીકે બંગાળી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો

૧૯૪૫માં મેગાફોન રેકોર્ડ કંપનીના માધ્યમે પોતાના ગાયેલા લોકસંગીત આધારિત મૂળ બંગાળી ગીતો પ્રસિદ્ધ કર્યા
વર્ષ ૧૯૪૬માં "ઓલ ઇન્ડિયા રેડિયો"ના માધ્યમે ગીતો ગાવાની શરૂઆત કરી અને વર્ષ ૧૯૪૬માં જ તેમના ગાયેલા ગીતોની પ્રસિદ્ધિને ધ્યાને લઈને HMV - સારેગામાએ દ્વિજેન મુખરજીના ગાયેલા ગીતોના આલ્બમ પ્રસિદ્ધ કર્યા

દ્વિજેન મુખરજીએ પ્રસિદ્ધ બંગાળી ગાયક અને સંગીતકાર પંકજ મલિક સહિતના એ સમયના રવિન્દ્રસંગીતના અને બંગાળી ફિલ્મસંગીતના ખેરખાંઓ પાસેથી જરૂરી તાલીમ મેળવી

૧૯૫૬માં પોતાની ૨૯ વર્ષની ઉંમરે જ ભારત અને ચીનના ૧૯૬૨ના યુદ્ધ પહેલા લદ્દાખની સરહદે મુલ્કની રક્ષા કરતા જવાનોનો આત્મવિશ્વાસ વધારવા પોતાના ગીત અને સંગીતથી તેમનું મનોરંજન કરવા પહોંચી ગયા
કદાચ સરહદ પર પહોંચી દેશના જવાનોનું મનોરંજન કરનાર દ્વિજેન મુખર્જી પ્રથમ હતા
.
એક સફળ ગાયક અને સંગીતકાર
કે જેમણે +૧૫૦૦ ગીતો ગાયા
જેમાંથી લગભગ ૮૦૦ ગીતો માત્ર અને માત્ર રવિન્દ્ર સંગીતના છે
બાકીના મોટાભાગના ગીતો બંગાળી ફિલ્મોના ગીતો છે
તેમણે હિન્દી ફિલ્મના તો ગણ્યાગાંઠ્યા જ ગીતો ગયા છે જે તમામે તમામ અવિસ્મરણીય છે
હિન્દી ફિલ્મમાં તેમને પ્રવેશ કરાવનાર સલિલદા

સલિલદા તેમના મિત્ર અને ચાહક
સલિલદા અને દ્વિજેન મુખરજીએ બંગાળી ફિલ્મોમાં અસંખ્ય અવિસ્મરણીય ગીતો આપ્યા જે આજેય ચિરંજીવ છે
.
એક સમયે સલિલદા હેમંતદાને પોતાના ભગવાન માનતા
અને ક્યારેક સલિલદાએ જાહેરમાં કહ્યું હતુ કે

"ભગવાનને મેં ક્યારેય જોયા નથી પણ જો ભગવાન હોય તો તેમનો અવાજ જરૂર હેમંતદા જેવો જ હશે"

પછી કોઈક કારણસર એ બંનેના સંબંધો બગડી ગયા
અને ત્યારે સલિલદાએ એ જ હેમંતદા વિષે જાહેરમાં કહ્યું હતુ કે

"મારા સંગીતમાં મેં ગવડાવેલા ગીતોના કારણે હેમંતકુમારને ઓળખ મળી બાકી એને કોણ ઓળખતુ !"

મઝાની વાત એ હતી કે એક જ સમયે હેમંતદા, સલિલદા અને દ્વિજેન મુખરજી ત્રણેય IPTAના સભ્યો હતા !

જો કે ૧૯૫૧ની હિન્દી ફિલ્મ "૨૫ જુલાઈ" માટે ગીત ગાયા હતા પણ ત્યારે એ ગીતોના કારણે હિન્દી ફિલ્મોમાં આટલી નામના મળી નહોતી

૧૯૫૦ - ૬૦ના દાયકામાં સલિલદા ફરીથી દ્વિજેન મુખરજીને હિન્દી ફીલ્મોમાં લઈ આવ્યા
ફિલ્મો હતી - મધુમતી, હનીમૂન, જવાહર, સપન સુહાને ,માયા,
જેમાંથી ફિલ્મ માયાના ગીતો પ્રચલિત થયા અને આજેય એ સુમધુર ગીતો સાંભળવા ગમે તેવા છે

૧. એય દિલ કહાં તેરી મંઝિલ (Solo )
૨. એય દિલ કહાં તેરી મંઝિલ (Duet )

સંગીતકાર સચિનદેવ બર્મને દ્વિજેન મુખરજીને સલાહ આપી હતી કે તેમણે હિન્દી ફિલ્મોના બદલે બાંગ્લા ફિલ્મોમાં ગીતો ગાવા પર વધારે ધ્યાન આપવું જોઈએ
અને એ સલાહ પર તેઓ મુંબઈથી કલકત્તા પરત આવી ગયા હતા

અને બાંગ્લા ફિલ્મોમાં ગીત અને બાંગ્લા ફિલ્મોમાં સંગીતના ક્ષેત્રે તેઓ છવાઈ ગયા

દ્વિજેન મુખરજીને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ,પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ અને યુગોસ્લાવિયાના પૂર્વ પ્રેસિડેન્ટ માર્શલ ટીટો જેવા મહાનુભાવો સમક્ષ ગાવાનું સૌભાગ્ય સાંપડ્યું છે

"ઇન્ડિયન કલચરલ ડેલિગેશન"ના સભ્ય તરીકે સોવિયટ યુનિયન સહીત પૂર્વ યુરોપના દેશો જેવા કે પોલેન્ડ, રોમાનિયા, ઝેકોસ્લોવેકિયા,બલ્ગેરિયામાં ગીત સંગીતના કાર્યક્રમ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે.
આ ઉપરાંત US , UK , ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર અને બાંગલાદેશ સહિતના દેશોમાં પોતાના સ્ટેજ પ્રોગ્રામ્સ કર્યા

પોતાની કારકિર્દીમાં તેમણે અસંખ્ય પુરસ્કારો મેળવ્યા
જેમાંના મુખ્ય પુરસ્કારો
વર્ષ ૧૯૯૧માં "ઇન્દિરા ગાંધી એવોર્ડ"
વર્ષ ૧૯૯૨માં "રાજીવ ગાંધી" એવોર્ડ"
વર્ષ ૨૦૦૭માં "S D Burman એવોર્ડ"
વર્ષ ૨૦૧૦માં "પદ્મ ભૂષણ"નું સન્માન મેળવ્યું
વર્ષ ૨૦૧૧માં "બાંગ્લા ભૂષણ"નું સન્માન મેળવ્યું

હેમંતકુમાર, સુબીર સેન અને દ્વિજેન મુખર્જી ત્રણેય એવા ગાયકો રહયા કે જેઓ હિન્દી ગીતો, બાંગ્લા ગીતો અને રવિન્દ્રસંગીત ખુબ જ આસાનીથી ગાઈ શકતા અને ત્રણેયની ત્રણેય ક્ષેત્રોમાં માસ્ટરી રહી.

આશ્ચર્યની વાત એ હતી કે તેઓએ પંકજ મલિક કે શાન્તિદેબ ઘોષની માફક શાંતિનિકેતનમાં રવિન્દ્રસંગીતની પ્રાથમિક તાલીમ પણ લીધી ના હતી

૨૦૧૦માં ભારત સરકારે તેઓને "પદ્મ ભૂષણ"થી સન્માનિત કર્યા
૨૦૧૧માં પશ્ચિમ બંગાળ સરકારે તેઓને "બાંગ્લા ભૂષણ"થી સન્માનિત કર્યા

૧૨ નવેમ્બર ૧૯૨૭ના દિવસે જન્મેલા દ્વિજેન મુખર્જીની જીવનયાત્રા ૨૪ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે સમાપ્ત થઈ જયારે કેન્સરના કારણે તેઓએ અંતિમશ્વાસ લીધા

તેઓના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કલકત્તામાં કરાયા હતા
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૩

"ज़िक्र होता है जब क़यामत का तेरे जलवों की बात होती है"
.
દાન સિંઘ ~~~
.
મનેય ખાતરી છે કે My Love ફિલ્મના આ બંનેય ગીતો તમનેય બહુ ગમે છે
પણ સંગીતકારનું નામ યાદ નથી અથવા ખબર નથી !

ફિલ્મ My Love સંગીતકાર દાન સિંઘની આ એકમાત્ર સફળ ફિલ્મ હતી
.
૧.
वो तेरे प्यार का ग़म, एक बहाना था सनम
अपनी क़िस्मत ही कुछ ऐसी थी
के दिल टूट गया
.
૨.
ज़िक्र होता है जब क़यामत का तेरे जलवों की बात होती है
तू जो चाहे तो दिन निकलता है तू जो चाहे तो रात होती है
ज़िक्र होता है जब ...
.
આ બંનેય ગીતો સાંભળીને ખુશ થયેલા પ્રસિદ્ધ સંગીતકાર મદનમોહને સંગીતકાર દાનસીંઘને કહ્યું હતું કે
"ભાઈ રાગ ભૈરવી મેં હમ ભી તો ગીત બના દેતે હૈ, દોસ્ત તુમને યે ક્યા સૂર લગા દિયા ! વાહ !"
.
ફિલ્મ "ભૂલ ના જાના" એ ૧૯૬૨ના ભારત અને ચીનના યુદ્ધ પર આધારિત હતી
જે ફિલ્મને પ્રદર્શિત કરવા પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો
એટલે એ ફિલ્મ આજપર્યંત પ્રદર્શિત થઈ નથી
.
એ ફિલ્મનું આ ગીત જે તે સમયે ખુબ જ પ્રચલિત થયેલું
અને આજેય ઘણા ગીત - સંગીત રસિયાઓના ગમતા ગીતોમાં સ્થાન ધરાવે છે
.
पुकारो मुझे नाम लेकर पुकारो
मुझे तुमसे अपनी खबर मिल रही है
.
આ સિવાય દાનસિંઘે ફિલ્મ "બવંડર" અને રાજસ્થાની ફિલ્મ "ઉગમરા સુરજ" અને "ભોભાર"નામની ફિલ્મોમાં સંગીત આપ્યું
.
દાન સીંઘનો જન્મ ૧૯૨૭માં જયપુર, રાજસ્થાનમાં થયો હતો
બાળપણથી જ દાન સિંઘને સંગીતનો ગજબનો શોખ હતો
બાળપણથી દાન સિંઘ એક ધૂન સાંભળ્યા પછી એજ ધૂન ફરી વગાડી શકતા

૧૯૪૦ના દાયકામાં મુંબઈ આવીને દાન સિંઘ, સંગીતકાર ખેમચંદ પ્રકાશના સહાયક બન્યા

થોડાક વર્ષો બાદ દાન સિંઘ પાછા જયપુર આવી ગયા અને સહાયક સંગીતકાર તરીકે ઓલ ઇન્ડિયા રેડીઓ (AIR) જયપુરમાં નોકરી સ્વીકારી

૧૯૬૩ની JP શર્માની ફિલ્મ "ભૂલ ના જાના"થી ફરી હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો
.
સંગીતકાર દાન સિંઘે "રેત કી ગંગા", "મતલબી" અને "બહાદુર શાહ ઝફર" નામની ફિલ્મોના કેટલાક ગીતો રેકોર્ડ કર્યા
પણ આ ત્રણેય ફિલ્મો ક્યારેય પ્રદર્શિત જ ના થઈ
એક પ્રતિભાશાળી સંગીતકારનો સંઘર્ષ !
.
છેક ૧૯૬૯માં પ્રદર્શિત થયેલી "તુફાન" પહેલી ફિલ્મ બની !
અને ૧૯૭૦માં My Love પ્રદર્શિત થઈ
.
My Love ફિલ્મના ઘણા દ્રશ્યો દક્ષિણ આફ્રિકામાં ફિલ્માવાયેલા હતા
જેના કારણે ઘણા લોકોને એવી માન્યતા હતી કે સંગીતકાર દાન સિંઘ દક્ષિણ આફ્રિકાની ફિલ્મોમાં સક્રિયપણે કામ કરે છે
પણ એ માન્યતા માન્યતા જ હતી સચ્ચાઈ નહિ !

ઉમા યાજ્ઞિક, દાન સિંઘની પત્ની હંમેશા અફસોસ અને વસવસો કરતા રહયા કે કમનસીબીએ દાન સિંઘનો પીછો ના છોડ્યો અને જાણીતા માણસો જ ભોળા દાન સિંઘનો ગેરફાયદો ઉઠાવતા રહયા
.
દાન સિંઘે ૧૮ જૂન ૨૦૧૧ના દિવસે પોતાની ૭૮ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

દાન સિંઘ , પ્રતિભાશાળી સંગીતકાર
દાન સીંગ , એક સદંતર અવગણાયેલા સંગીતકાર
દાન સિંઘ , એક ફિલ્મના બાદશાહ

દાન સિંઘ, શાપિત ગાંધર્વ !
~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૪

ઝુમરી તલૈયા ~~~

નવી પેઢી તો રેડિયોજગતના આ અમર નામથી તો સાવ અજાણ હશે

પણ ૧૯૫૦ થી ૧૯૮૦ સુધી નિયમિતપણે "રેડિયો સિલોન" (શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની હિન્દી સેવા) કે " વિવિધભારતી" (ઓલ ઇન્ડિયા રેડિયો)ના નિયમિત શ્રોતાઓ રહયા છે એમના કર્ણપટલ પર આજેય "ઝુમરી તલૈયા" નામ પડઘાયા કરે છે

ઝુમરી તલૈયા કે જેણે ૫૦ થી ૮૦ના દાયકાઓમાં મોટાભાગની ફિલ્મોના ગીતોને "લોકપ્રિય ગીતો" બનાવવામાં હાથીફાળો આપ્યો

જે તે સમયે "રેડિયો સિલોન" અને "વિવિધભારતી" પર નવા ફિલ્મી ગીતોનો ફરમાઈશી કાર્યક્રમ આવતો
જે કાર્યક્રમોમાં જે તે શ્રોતાઓની ટપાલ દ્વારા મળેલી ફરમાઈશના આધારે ગીતો સમાવીને વગાડવામાં આવતા

ઝુમરી, ઝારખંડમાં ગોદાવરી નદીના કાંઠે વસેલું એક ગામ અને તલૈયા એટલે તળાવ
એ ગામ અત્યારે નાનકડુ નગર બની ગયુ છે

સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલો બંધ દામોદર નદી પર ઝુમરી તલૈયામાં બન્યો હતો
જે બંધ ૧૨૦૦ ફૂટ લાંબો અને ૧૦૦ ફૂટ ઊંચો છે

ઝુમરી તલૈયાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે +૮૭,૦૦૦ની હતી

હવે વિચારો ત્યાં ૫૦,૬૦,૭૦ અને ૮૦ના દાયકામાં કેટલી વસ્તી હશે ?

ઝુમરી ગામની નજીકમાં "અબરખ"ની ખાણો
"મબલખ" પ્રમાણમાં "અબરખ" આજુબાજુના વિસ્તારમાંથી મળે

કદાચ નવી પેઢી "અબરખ"થી પણ અજાણ જ હશે !

મોટાભાગે અબરખની ઉપયોગ વીજળીથી ચાલતા સાધનોમાં "શોક એબ્સોર્બર" તરીકે કરવામાં આવે છે
વળી અબરખનો ઉપયોગ પાણી અને ગટર માટે સિમેન્ટથી બનાવતી પાઈપોમાં પણ થાય છે

પણ અબરખના લાંબા સમયના સંસર્ગથી શ્વાસના રોગો અને કેન્સર થવાની સંભાવના વધી જાય છે
.
૧૮૯૦માં આ વિસ્તારમાં રેલવેના પાટા નાખવા માટે જમીન ખોદવામાં આવી ત્યારે એ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં અબરખ મળી આવ્યું

અને એ વિસ્તારના લોકો અબરખનો વેપારમાં આવી ગયાને અબરખના વેપારીઓ બની ગયા
જેના કારણે ૧૯૬૦ના દસકામાં આ વિસ્તારમાં મર્સીડીઝ અને પોર્શ જેવી ગાડીઓ ઘણા લોકો પાસે હતી અને આ વિસ્તારમાં જેવા બંગલાઓ હતા એવા બંગલાઓ કદાચ અમદાવાદ, બેંગ્લોર, પૂના કે રાજકોટમાં પણ નહોતા !

એક સમયે ભારતમાં સૌથી વધુ ટેલીફોનના જોડાણો ઝુમરી તલૈયામાં હતા !

૧૯૯૦ પછી અબરખના અનેક વિકલ્પો શોધાયા અને અબરખના વેપારમાં મંદી આવી ગઈ

જેના કારણે અત્યારે ઝુમરી તલૈયામાં ૬૦-૭૦-૮૦ના દાયકા જેવી જાહોજલાલી નથી
.
એ ઝુમરી તલૈયામાં રામેશ્વરપ્રસાદ બર્નવાલ નામના અબરખના વહેપારી
જે હિન્દી ફિલ્મી ગીતોના શોખીન
અને એ શોખથી એ જમાનામાં પોતાની પસંદગીના ગીતો સાંભળવા માટે રેડિયો સિલોન પર અને વિવિધભારતી પર રોજ ઓછામાં ઓછા ૨૫ પોસ્ટકાર્ડ લખતા

એવો જ શોખ ઝુમરી તલૈયામાં પાનની દુકાન ધરાવતા ગાબગાપ્રસાદ મગધીયાને પણ જાગ્યો અને એ પણ પોતાની પસંદગીના ગીતો સાંભળવા માટે રેડિયો સિલોન પર અને વિવિધભારતી પર રોજ ઓછામાં ઓછા ૨૫ પોસ્ટકાર્ડ લખવા લાગ્યા

ત્રીજા, ઝુમરી તલૈયામાં એ જમાનામાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા નંદલાલ સિંહને આ ચેપ લાગ્યો અને નંદલાલે પણ પોતાની પસંદગીના ગીતો સાંભળવા માટે રેડિયો સિલોન પર અને વિવિધભારતી પર રોજ ઓછામાં ઓછા ૨૫ પોસ્ટકાર્ડ લખવા લાગ્યા

આથી નવા ગીતોના ફરમાઈશી કાર્યક્રમમાં દરેક ગીતમાં ઝુમરી તલૈયાનું નામ બોલાતું

કદાચ દાયકાઓ સુધી અન્ય શ્રોતાઓને એ ગામના અસ્તિત્વની ખબર જ ના હતી

રેડિયોના માધ્યમે ઝુમરી તલૈયા મશહૂર થઇ ગયું

ક્યારેક ઝુમરી તલૈયાના એ ત્રણેય હિન્દી ફિલ્મી ગીતોના ચાહકોને વિચાર આવ્યો કે આપણે ત્રણેય જણા અલગ અલગ પોસ્ટકાર્ડ લખી નાહકનો ખર્ચો કરીયે છીએ

એટલે એમણે ઝુમરી તલૈયા જેવા નાના ગામમાં સૌપ્રથમ "લિસનર્સ ક્લબ" બનાવી અને એ ક્લબના નામે ફરમાઈશી ગીતો માટે એક જ પોસ્ટકાર્ડ લખવા લાગ્યા

બિનાકા ગીતમાલાના નામે શરુ થયેલો કાર્યક્રમ પાછળથી સિબાકા ગીતમાલાના નામે પ્રસારિત થતો

એ કાર્યક્રમની એટલી બધી લોકપ્રિયતા રહી કે સમય સમય પર ભારતમાં તેના ૧ કરોડ થી ૨૦ કરોડ જેટલા નિયમિત શ્રોતાઓ રહયા
આ કાર્યક્રમ ક્યારેય પુનઃપ્રસારિત થતો ના હોવાથી જે તે સમયે જ સાંભળવો પડતો

વર્ષ આખરે પ્રસારિત થતા કાર્યકમ સમયે મારા જેવા લાખો શ્રોતાઓ ગીતો અને ગીતોનો ક્રમાંક ટપકાવવા નોટપેડ અને પેન લઈને બેસતા

ગીતોનો આ ક્રમાંક નક્કી કરવાની એક આગવી પદ્ધતિ અખત્યાર થતી

૧. ભારતભરમાં જે તે ગીતની રેકોર્ડના વેચાણના આંકડા, જે રેકોર્ડ વેચનારા ડીલરો પાસેથી દર અઠવાડીયે મેળવાતા
૨. ભારતભરમાં સ્થપાયેલી અને કાર્યરત "રેડિયો લિસનર્સ ક્લબ" અથવા "શ્રોતાસંઘ" પાસેથી દર અઠવાડીયે તેમના અભિપ્રાય મેળવાતા

એક્સમય એવો આવ્યો કે જે તે ફિલ્મના કલાકારો, સંગીતકારો, નિર્માતાઓ પોતાના ગીતની પ્રસિદ્ધિ માટે જે તે ઝુમરી તલૈયાથી ગીતોની ફરમાઈશ આપતી વ્યક્તિઓને અને ત્યારબાદ લિસનર્સ ક્લબને પોતાની ફિલ્મોના ગીતોની ફરમાઈશ મોકલવા સામેથી પૈસા આપવા લાગ્યા

આ કાર્યક્રમની વિશ્વનીયતા પર અને તેના ઉદ્દઘોષક અમીન સાયાણીની કાર્યપધ્ધતિ પર વર્ષ ૧૯૬૪ની ફિલ્મ "ચિત્રલેખા"ના ગીતો સદંતર અવગણવા બાદલ અને ત્યારબાદ ફિલ્મ બેઈમાન અને ફિલ્મ પહેચાનના ગીતોને પ્રથમ ક્રમાંક આપવા બદલ ઘણાબધા સવાલો ઉઠ્યા હતા

આપણે ઉદઘોષકે અખત્યાર કરેલા પાછળ બારણે પૈસા કમાવાના ધંધાની વાત કરવી અહીં ટાળીશું

૧૯૮૦ના દસકામાં TV ની લોકપ્રિયતા વધતા રેડિયો સિલોનનું નામું નંખાઈ ગયું અને વિવિધભારતી પર ગીતોની ફરમાઈશ મોકલતા લોકો ઓછા થઈ ગયા

અને સંગીત રસિયાઓ ગુલશનકુમારના પ્રયત્નોથી કેસેટ વાપરતા થઈ ગયા

અને ઝુમરી તલૈયાની ઓળખ ભુલાઈ ને ભૂંસાઈ ગઈ

મારા સહિતના હિન્દી ફિલ્મીગીતોના ચાહકો માટે ઝુમરી તલૈયા આશીર્વાદરૂપ હતું
કારણ કે ઝુમરી તલૈયા અમારી પસંદગીના લોકપ્રિય ગીતોની ફરમાઈશ કરતુ રહેતું
અને આખાય અઠવાડિયામાં જે તે ગીતો ૧૫ થી ૨૦ વખત સાંભળતા
એટલે જ અમને એ તમામ ગીતો યાદ રહી જતા

બાકી હોય તો દર રવિવારે સાંજે ૫:૦૦ થી ૦૫:૩૦ આકાશવાણી અમદાવાદ પર અને ત્યારબાદ સાંજે આકાશવાણી રાજકોટ પર ૦૫:૩૦ થી ૦૬:૦૦ એના એ જ ગીતો ફરી સાંભળવાનો લ્હાવો મળતો

એ પણ પડોશીઓના રેડિયો પર
ઘરમાં રેડિયો હજુ ક્યાં આવ્યો હતો !

અને આજેય એ તમામ ગીતો કંઠસ્થ છે

અમદાવાદ બાપુનગરના નાથુલાલ કલાલ તમને યાદ છે કે ?!
એ નામે પણ વારંવાર લોકપ્રિય ગીતોની ફરમાઈશ આવતી

એવી જ રીતે રાજાનાંદ ગાંવ, કટની,રસાલ રોડ, અમરોહા,પનવેલ અને નાગદા જેવા એ સમયના અજાણ્યા સ્થળોથી નવા ગીતોની ફરમાઈશ સતત આવતી

એ સમયે તો જે તે જગ્યાઓથી નવા ગીતોની ફરમાઈશ કરનાર શ્રોતાઓના નામ પણ યાદ હતા !

આજે સાયબર ક્રાઇમમાં જેમ ઝારખંડના "જામટાડા"નું નામ છે

ત્યારે રેડિયોના માધ્યમે "હિન્દી ફિલ્મજગત"માં ઝારખંડના "ઝુમરી તલૈયા"નું નામ હતું

ઈતિશ્રી ઝુમરી તલૈયા પુરાણ !

~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૫

"रात सुहानी जाग रही है
धीरे-धीरे चुपके-चुपके चोरी-चोरी हो"
.
જીતેન્દ્ર ઉર્ફે રવિ કપૂર ઉર્ફે જીતુભાઈ ઉર્ફે જંપીન્ગ જેક ઉર્ફે ઈન્ડિયન જેમ્સબોન્ડ ~~~
.
હિન્દી ફિલ્મજગતના ઈતિહાસમાં અપ્રતિમ સફળતાને વરેલો એકમાત્ર એકસ્ટ્રા કલાકાર !

૭ એપ્રિલ ૧૯૪૨ના દિવસે અમૃતસર, પંજાબમાં જન્મ
.
આમ તો આપણા બગસરામાં બને છે એવી ઈમીટેશન જવેલરીનો જીતેન્દ્રના બાપદાદાનો ધંધો
નિર્માતા - નિર્દેશક વી.શાંતારામની ફિલ્મોના સેટ પર જરૂરિયાત પ્રમાણે ઈમીટેશન જવેલરી પહોંચાડવાનો એમનો કરાર
એ કામ રવિને ઉર્ફે જિતેન્દ્રને સોંપાયેલું

ના જાણે કેમ એક દિવસ સેટ પર બેઠેલા રવિને વી. શાંતારામે ફિલ્મ "નવરંગ" માટે અભિનેત્રી સંધ્યાના "બોડી ડબલ" કરવાનો પ્રસ્તાવ મુક્યો અને રવિએ એ પ્રસ્તાવ સ્વીકાર્યો
એ વર્ષ હતું ૧૯૫૯નું

૧૯૬૩ની ફિલ્મ સેહરામાં રવિએ ફરી વખત અભિનેત્રી "સંધ્યા"ના "બોડી ડબલ" તરીકે અભિનય આપ્યો
.
એકસ્ટ્રા તરીકેના અને એય એક અભિનેત્રીના બોડી ડબલના કામને જો શરમજનક ગણીને ઠુકરાવ્યું હોત તો .....
આપણને જીતુભાઈ ના સાંપડ્યા હોત !
.
જતીન ખન્ના ઉર્ફે રાજેશ ખન્ના અને જીતુભાઈ બંનેય બાળગોઠીયા.
ગીરગાંવની શાળામાં એ બંનેય સાથે ભણતા અને શાળાકીય શિક્ષણ બાદ સિદ્ધાર્થ કોલેજમાં પણ બંનેય સાથે ભણ્યા
.
હેન્ડસમ અને ડેશિંગ જીતુભાઈથી પ્રભાવિત થઈ વી. શાંતારામે ૧૯૬૪ની પોતાની ફિલ્મ "ગીત ગાયા પથ્થરોને"માં પોતાની દીકરી "રાજશ્રી" જેવી અભિનેત્રી સામે જ અભિનેતા બનાવી દીધા !

જીતુભાઈ એ ફિલ્મમાં કામ મળ્યા પછી બાળગોઠીયા રાજેશ ખન્ના પાસેથી અભિનયના પાઠ શીખ્યા
.
ફિલ્મ "ગીત ગાયા પથ્થરોને"માં જીતુભાઈની ખાસ નોંધ ના લેવાઈ
પણ જીતુભાઈને કામ મળવાની શરૂઆત થઈ
.
૧૯૬૭ની રવિ નાગાઈચની ફિલ્મ "ફર્જ" જીતુભાઈની કારકિર્દીની સૌપ્રથમ જબરજસ્ત હિટ ફિલ્મ બની ગઈ
આ ફિલ્મથી જીતુભાઈ ટ્રેન્ડસેટર બન્યા - કંઈક યુવાનો જીતુભાઈની જેમ સફેદ પેન્ટ, સફેદ ટી શર્ટ અને સફેદ બુટ પહેરીને શહેરોની સડકો પર ફરતા થયા
આ ફિલ્મની સફળતાએ જીતુભાઈને ઇન્ડિયન જેમ્સબોન્ડનું નામ આપ્યું
આ ફિલ્મની સફળતાએ જીતુભાઈને જંપીન્ગ જેકનું નામ આપ્યું
આ ફિલ્મ અમદાવાદના "લાઈટ હાઉસ"માં બરાબર 52 હપ્તા એટલે કે પૂરું એકવર્ષ સફળતાપૂર્વક ચાલી
.
અમારી પોળ, તાડની શેરી, જમાલપુરમાં, રહેતા આશારામ પટેલનો છોકરો નંદો; જીતુભાઈની જેમ જ સફેદ પેન્ટ, સફેદ ટી શર્ટ અને સફેદ બુટ પહેરીને ફરતો થઈ ગયેલો
અને એણે આ ફિલ્મ દર અઠવાડિયે એક વખત લેખે 52 વખત આ ફિલ્મ જોયેલી !
.
અને ફર્જ પછી તો જીતુભાઈની બુલેટટ્રેન દોડવા લાગી
૧૯૬૭ થી તે છેક ૧૯૯૭ સુધી, દર વર્ષે જીતુભાઈની એવરેજ ૭ ફિલ્મો પદર્શિત થઈ
સફળતાનો આટલો અને આવો રેકોર્ડ અન્ય કોઈપણ હા અન્ય કોઈપણ કલાકારનો નથી

૧૯૯૭ પછી જીતુભાઈએ માત્ર ૭ ફિલ્મોમાં જ કામ કર્યું
૨૦૧૩ની ફિલ્મ મહાભારત ઓર બબરીક જીતુભાઈની સૌથી છેલ્લી ફિલ્મ
.
પોતાની કારકિર્દીમાં જીતુભાઈએ +૨૨૫ ફિલ્મો કરી

જીતુભાઈ દક્ષિણના ફિલ્મ નિર્માતા અને નિર્દેશકોના ખુબ જ માનીતા અભિનેતા રહયા
જીતુભાઈની +૧૦૦ ફિલ્મો દક્ષિણની સફળતમ ફિલ્મોની હિન્દી રીમેક હતી
જેમાની મોટાભાગની ફિલ્મો ખુબ જ સફળ રહી
.
જીતુભાઈના ફિલ્મોની સફળતાનો શ્રેય એમની ફિલ્મોના કર્ણપ્રિય ગીતોને અને સુમધુર સંગીત તૈયાર કરનાર એમની ફિલ્મોના સંગીતકારોનેય આપવો જ રહ્યો
શરૂઆતની ફિલ્મોમાં લક્ષ્મીકાંત - પ્યારેલાલ અને RD બર્મન રહયા અને કારકિર્દીના અંતિમ પડાવે ભપ્પી લાહિરી
.
ગુલઝારે જીતુભાઈની અભિનયક્ષમતાને પારખી અને પોતાની ફિલ્મો પરિચય, કિનારા અને ખુશ્બુમાં નિખારી
.
પોતાની પત્ની શોભાને જીતુભાઈ પોતાની ૧૪ વર્ષની ઉંમરથી જ ઓળખતા અને એ ઉંમરથી શોભાને ચાહતા
પોતાની યુવાનવયે શોભા બ્રિટિશ એરવેઝમાં એરહોસ્ટેસ હતી
છેક ૧૯૭૨ સુધી શોભા જીતુભાઈની પ્રેમિકા રહી
.
૧૯૭૪માં જીતુભાઈના જીવનમાં અચાનક જ એક વળાંક આવ્યો
'વારિસ' અને 'ગહેરી ચાલ' ફિલ્મોમાં સાથે કામ કરતા જીતુભાઈ પોતાની સહઅભિનેત્રી હેમામાલિનીના આશિક બની ગયા
અને એ બંનેની લાગણી અને લગન છેક લગ્ન સુધી પહોંચી
આ તરફ એ વાતની હેમાની માતાને ખબર પડી ગઈ અને બીજી તરફ શોભાને

હેમાની માતા જીતુભાઈ તરફની કોઈક એલર્જીના કારણે હેમાના લગન જીતુભાઈ સાથે થાય તેની સખત વિરોધી હતી
અને અણધારીરીતે જ બીજવર અને ઢાંઢા એવા ધર્મેન્દ્ર સાથે પોતાની દીકરીના ઘડિયા લગ્ન કરાવી દીધા
અને એય બંનેને ઈસ્લામધર્મ અંગીકાર કરાવીને !
.
અને આ બાબતે "ઈંડિયન જેમ્સબોન્ડ" જીતુભાઈ લગભગ ઊંઘતા ઝડપાયા
હવે ?
હવે શોભા સિવાય એમની પાસે કોઈ અન્ય વિકલ્પ નહોતો.
અને જીતુભાઈએ શોભા સાથે લગ્ન કર્યા
.
૧૯૭૪માં લગન, ૧૯૭૫માં એકતાનો અને ૧૯૭૬માં તુષારનો જનમ.
.
જીતુભાઈના પોતાની સહઅભિનેત્રી જયાપ્રદા, શ્રીદેવી , રેખા કે રીનારોય સાથેના પ્રેમ પ્રકરણની વાતો ફિલ્મજગતના છાના ખૂણે કે ફિલ્મજગતની બહાર પણ અવારનવાર ચર્ચાતી રહી
.
અગત્યની વાત એ રહી કે જીતુભાઈના ધર્મેન્દ્ર અને હેમામાલિની સાથેના મિત્રતાના સંબંધો આજેય એમ જ સચવાયેલા છે
૧૯૯૨માં હેમામાલિની દ્વારા નિર્મિત અને નિર્દેશિત ફિલ્મ "દિલ આશના હૈ"માં જીતુભાઈએ કામ કર્યું
.
શોભા સાથે લગ્ન બાદ જીતુભાઈના નસીબ અચાનક જ ખુલી ગયા અને જીતુભાઈ સફળતાની સીડી સડેડાટ ચઢવા લાગ્યા
.
૨૦૧૮માં જીતુભાઈની કોઈક માસીયાઈ બહેને સિમલા પોલીસ સ્ટેશનમાં જીતુભાઈ સામે ૪૭ વર્ષ પહેલા જીતુભાઈએ પોતાની સાથે કરેલ "જાતીય સતામણી" બાબત FIR કરી હતી
જીતુભાઈએ જે બાબતનો પોતાના વકીલ મારફત કાયદાકીયરીતે જવાબ આપ્યો હતો
ત્યારબાદ આ પ્રકરણ પર કોઈ સમાચાર નથી
.
શ્રીસંત અને અન્ય ક્રિકેટરોની IPL ક્રિકેટના સટ્ટામાં સંડોવણી બહાર આવી ત્યારે કેટલાક E મીડિયાએ જે તે પ્રકરણમાં જીતેન્દ્રનું નામ પણ ઉછાળ્યું હતું
.
હકીકતે IPL ક્રિકેટના એ સટ્ટામાં જીતેન્દ્ર નહિ પણ દારાસીંગનો દીકરો વિદૂ સંડોવાયેલો હતો
.
જીતુભાઈ , જન્મથી જ બિઝનેસમેન હતા ૧૯૯૪માં એમણે બાલાજી ટેલિફિલ્મ્સ નામની TV સિરિયલો બનાવતી સંસ્થાની શરૂઆત કરી
પત્ની શોભાને એ કંપનીમાં MD બનાવી જયારે પુખ્તતા પ્રાપ્ત કરેલી દીકરી એકતાએ એ કંપનીનો તમામ ભાર પોતે ઉપાડ્યો.
.
એકતાએ પોતાની માતા શોભાના સહયોગે TV સિરિયલો બનાવવાની શરૂઆત કરી અને અકલ્પનિય સફળતા મેળવી TV જગતમાં ડંકો વગાડ્યો
તેની મોટાભાગની TV સિરિયલોના નામ 'ક'થી શરુ થતા
.
બાલાજી ટેલીફિલ્મ અને તેની સહયોગી સંસ્થાઓએ હિન્દી ઉપરાંત તમિલ, બંગાળી અને અંગ્રેજીમાં પણ TV સિરિયલો બનાવી
બાલાજી ટેલીફિલ્મે ઘણી બધી સફળ ફિલ્મો પણ આપી
.
એક સમયે એકતા કપૂર અને બાલાજી ફિલ્મ લોકોની ઈર્ષાનું કારણ બની ગયા હતા.
આજપર્યંત કુંવારી રહેલી એકતા કપૂરનું નામ ક્યારેક કરણ જોહર સાથે પણ ચર્ચાતુ
.
અભિનેતા પુત્ર તુષાર, પોતાના પિતા અને પોતાની બહેનના જેટલી સફળતા હાંસલ ના કરી શક્યો.
ભારત દેશનો સૌ પ્રથમ સિંગલ પેરેન્ટ પિતા છે
બીજા નંબર પર કરણ જોહર છે !
.
જીતુભાઈએ લગભગ ૪૦ વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં રેખા સાથે ૨૬ ફિલ્મો, જયાપ્રદા સાથે ૨૪ ફિલ્મો, શ્રીદેવી સાથે ૧૬ ફિલ્મો કરી

જીતેન્દ્ર પોતાની કારકિર્દીની સફળતાનો શ્રેય પોતાના ગુરુ સમાન વી. શાંતારામને અને LV પ્રસાદને આપે છે

રાજેશ ખન્ના, રાકેશ રોશન, રિશી કપૂર, સુજીતકુમાર, અસરાની, કાદરખાન અને ભપ્પી લાહિરી જીતેંદ્રના ખાસ મિત્રો રહયા

ફિલ્મ જગતનો એકમાત્ર સફળ અદાકાર અને ઉદ્યોગપતિ કે જેણે ફિલ્મજગતની પોતાની કમાણીનું એવું સુંદર આયોજન કરીને રોકાણ કર્યું કે આજે એની TV સિરિયલ અને ફિલ્મનિર્માણ કંપની નંબર ૧ છે

જીતુભાઈની સફળતમ ફિલ્મોમાં ફર્જ, જીને કી રાહ, પરિચય, કિનારા, ખુશ્બુ, સુહાગ રાત, મેરે હુઝૂર, ધરતી કહે પુકાર કે,જીગરી દોસ્ત, હમજોલી, કારવાં, નાગિન, અપનાપન, સ્વર્ગનરક, બદલતે રિશ્તે, જુદાઈ, આશા, સુહાગ રાત, હિમ્મતવાળા, મેરી આવાઝ સુનો, અર્પણ, તોહફા, એક હી રાસ્તા, એક હી ભૂલ, મવાલી, જસ્ટિસ ચૌધરી વગેરે વગેરેને ગણાવી શકાય
.
જીતુભાઈના ભાઈ પ્રસન્ન કપૂર પણ ફિલ્મ નિર્માતા
.
જીતુભાઈની ફિલ્મોના પસંદગીના ગીતોનો તો રાફડો જ ફાટે
પણ યાદ તો કરવા જ રહયા
.
ફિલ્મ - ગીત ગાયા પથ્થરો ને

૧. मंडवे तले ग़रीब के, दो फूल खिल रहे हैं

૨. तेरे खयालों में हम, तेरे ही बाहों में हम
.
ફિલ્મ - ગુનાહો કા દેવતા

૧. चाहा था बनूँ प्यार की राहों का देवता
.
ફિલ્મ - ફર્જ

૧. हम तो तेरे आशिक़ हैं सदियों पुराने

૨. मस्त बहारों का मैं आशिक़ मैं जो चाहें यार करूँ

૩. तुमसे ओ हसीना कभी मोहब्बत न मैने करनी थी

૪. बार बार दिन यह आये, बार बार दिल यह गाये
.
ફિલ્મ - બુંદ જો બન ગઈ મોતી

૧. ये कौन चित्रकार है ये कौन चित्रकार

૨. हाँ, मैं ने भी प्यार किया
प्यार से कब इंकार किया
.
ફિલ્મ - પરિવાર

૧. हम ने जो देखे सपने, सच गो गए वो अपने
.
ફિલ્મ - સુહાગ રાત

૧. ख़ुश रहो हर ख़ुशी है तुम्हारे लिये -२

૨. गंगा मैया में जब तक के पानी रहे

૩. धरती की तरह हर दुख सह ले सूरज की तरह तू जलती जा -२
सिन्दूर की लाज निभाने को चुप-चाप तू आग पे जलती जा -૨
.
ફિલ્મ - મેરે હુઝૂર

૧. रुख से ज़रा नक़ाब उठा दो, मेरे हुज़ूर

૨. ग़म उठाने के लिये मैं तो जिये जाऊँगा

૩. जो गुज़र रही है मुझ पर उसे कैसे मैं बताऊँ -२

૪. झनक झनक तोरी बाजे पायलिया
.
ફિલ્મ - ધરતી કહે પુકાર કે

૧. जा रे कारे बदरा बलम के द्वार -२

૨. ख़ुशी की वो रात आ गई कोई गीत जगने दो
.
ફિલ્મ - જીને કી રાહ

૧. आने से उसके आये बहार, जाने से उसके जाये बहार
बड़ी मस्तानी है मेरी महबूबा

૨. एक बंजारा गाए, जीवन के गीत सुनाए
.
ફિલ્મ - જીગરી દોસ્ત

૧. रात सुहानी जाग रही है
धीरे-धीरे चुपके-चुपके चोरी-चोरी हो
.
ફિલ્મ - વિશ્વાસ

૧. आपसे हमको बिछड़े हुये -२
एक ज़माना बीत गया

૨. चाँदी की दीवार न तोड़ी, प्यार भरा दिल तोड़ दिया

૩. ले चल मेरे जीवन साथी
ले चल मुझे उस दुनिया में
प्यार ही प्यार है जहां
.
ફિલ્મ - વારિસ

૧. कभी कभी ऐसा भी तो होता है ज़िंदगी में
राह में चलते-चलते राही, खो गए बे-ख़ुदी में
.
ફિલ્મ - હિમ્મત

૧. मान जाइए मान जाइए बात मेरे दिल की जान जाइए
.
ફિલ્મ - હમજોલી

૧. ढल गया दिन हो गई शाम जाने दो जाना है

૨. हाय रे हाय नींद नहीं आए चैन नहीं आए दिल में तू समाए
आया प्यार भरा मौसम दीवाना दीवाना
.
ફિલ્મ - મેરે હમસફર

૧. किसी राह में किसी मोड़ पर कहीं चल न देना तू छोड़ कर
मेरे हमसफ़र -४
.
ફિલ્મ - કારવાં

૧. अब जो मिले हैं तो बाहों को बाहों में रहने दे साजना
सच्चे के झोओठे हैं, होंठों को होंठों से कहने दे साजना
ना ना) -२

૨. दिल्बर, दिल से प्यारे, दिल्बर
दिल की सुनता जा रे

૩. कितना प्यारा वादा ) -२ है इन मतवाली आँखों का
इस मस्ती में सूझे ना क्या कर डालूँ हाल मोहे स.म्भाल

૪.पिया तू अब तो आ जा
शोला सा मन दहके आ के बुझा जा
.
ફિલ્મ - એક હસીના દો દીવાને

૧. दो क़दम तुम भी चलो दो क़दम हम भी चलें
.
ફિલ્મ - એક બેચારા

૧. हो नैना तेरे नैना हो बात बताते हैं
रात भर तू किसी के साथ जागी है हो रात जागी है
.
ફિલ્મ - રૂપ તેરા મસ્તાના

૧. दिल की बातें
दिल ही जाने
आँखें छेड़ें
सौ अफ़साने

૨. ओ बड़े बेवफ़ा हैं ये हुस्न वाले -२
पर तेरी बात कुछ और है
.
ફિલ્મ - જૈસે કો તૈસા

૧. अबके सावन में जी करे
रिमझिम तन पे पानी गिरे
मन में लगे आग सी
.
ફિલ્મ - ખુશબૂ

૧. ओ मांझी रे, अपना किनारा, नदिया की धारा है
ओ मांझी रे ...
.
ફિલ્મ - નાગિન

૧. तेरे इश्क़ का मुझपे हुआ ये असर है -२
न अपनी ख़बर है न दिल की ख़बर है
.
ફિલ્મ - અપનાપન

૧. आदमी मुसाफ़िर है आता है जाता है
आते-जाते रस्ते में यादें छोड़ जाता है
.
ફિલ્મ - બદલતે રિશ્તે

૧. मेरी साँसों को जो महका रही है
ये पहले प्यार की खुशबू
तेरी साँसों से शायद आ रही है

૨. वो वो ना रहे जिनके लिये हम थे बेक़रार
अब किस का इन्तेज़ार अजी कैसा इन्तेज़ार
वो वो ना रहे
.
ફિલ્મ - ખાનદાન

૧. माना तेरी नज़र में तेरा प्यार हम नहीं
कैसे कहें के तेरे तलबगार हम नहीं

૨. ये मुलाक़ात इक बहाना है
प्यार का सिलसिला पुराना है
.
ફિલ્મ - આશા

૧. शीशा हो या दिल हो आख़िर टूट जाता है
लब तक आते-आते हाथों से साग़र छूट जाता है
शीशा हो या दिल ...
.
ફિલ્મ - પ્યાસા સાવન

૧. मेघा रे मेघा रे, मेघा रे मेघा रे
मत परदेस जा रे
आज तू प्रेम का संदेस बरसा रे
.
ફિલ્મ - તોહફા

૧. महकी क्यूँ गली गली खिली क्यूँ कली कली क्या कहती है हवा -२

૨. प्यार का तोहफ़ा तेरा बना है जीवन मेरा -२
दिल के सहारे मैने पा लिए
जीने को और क्या चाहिए
~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૬

"યે દિલ તુમ બિન કહી લગતા નહિ... હમ ક્યા કરે"
.
તનુજા ~~~

આમ તો એ જમાનામાં હજુ સારા ઘરની યુવતીઓ ફિલ્મોમાં કામ કરવાનું ટાળતી

ત્યારે "જદ્દનબાઈ" અને "રતનબાઈ" જેવી અભિનેત્રીઓની ફિલ્મજગતમાં બોલબાલા હતી

જદ્દનબાઈ એટલે અભિનેત્રી નરગીસની માતા
જયારે રતનબાઈ એટલે શોભના સામર્થ્યની માતા અને અભિનેત્રી નૂતનની અને અભિનેત્રી તનુજાની નાની

"રતન બાઈ"ની દીકરી "સરોજ શિલોત્રી" જે કુમારસેન સમર્થ સાથે લગ્ન બાદ શોભના સમર્થ તરીકે ઓળખાઈ.
એ જમાનામાં ડોકટરેટની ઉપાધિ મેળવેલા "રતનબાઈ"ના પતિ ડો.પ્રભાકર શિલોત્રીની પોતાની "શિલોત્રી બેન્ક" હતી
જેની મહારાષ્ટ્રમાં છ શાખાઓ હતી.

"રતનબાઈ" એ જમાનામાં બ્યુટીકવીન ગણાતી અને તેના વાળ ઘણી સામાન્ય મરાઠી યુવતીઓની જેમ પગના ગોઠણથી પણ લાંબા હતા

શોભના સમર્થના કુમારસેન સાથેના લગ્નથી ચાર પુત્રીઓ અને એક પુત્ર

શોભના સમર્થની પુત્રી નૂતન, તનુજા, ચતુરા, રેશ્મા અને પુત્ર જયદીપ

તનુજાના બાળપણ સમયે જ શોભના સમર્થે, સ્વકલ્યાણાર્થે, ડાયરેક્ટર કુમારસેન સમર્થ સાથે છૂટાછેડા લીધેલા
અને "મોતીલાલ" સાથે લગ્નસંબંધે જોડાયા વગર સુંવાળા સંબંધે રહેવાનું શરુ કર્યું તુ....
.
૨૩ સપ્ટેમ્બર ૧૯૪૩ના રોજ મુંબઈમાં તનુજાનો જન્મ.

તનુજા જિંદગીમાં ક્યારેય કોલેજના પગથીયા ચઢી જ નથી
પણ તનુજાને વિવિધ ભાષાઓ શીખવાનો શોખ હતો
ત્યારે એ જર્મન ભાષા શીખી હતી
અને પોતાના પિતા સાથે એ જર્મન ભાષામાં પત્રવ્યવહાર કરતી

એ જમાનામાં જયારે સારા ઘરની સ્ત્રીઓ ફિલ્મજગતમાં આવવાનું ટાળતી ત્યારે નાનીમા - "રતન બાઈ", માતા - શોભના સમર્થ અને સગપણે માસી એવી નલિની જયવંત ફિલ્મો સાથે સંકળાયેલા એ ન્યાયે પોતાની મોટી બહેન નૂતન સાથે ૧૯૫૦માં ફિલ્મ "હમારી બેટી"થી ચલચિત્રજગતમાં "બેબી તનુજા"ના નામે પ્રવેશ કર્યો

પોતાની માતા શોભના સમર્થના દિગ્દર્શન હેઠળ ૧૯૬૦માં બનેલી અને પોતાની મોટી બહેન નૂતનને મુખ્ય અભિનેત્રી તરીકે ચમકાવતી ફિલ્મ "છબીલી"માં સહઅભિનેત્રી તરીકે અભિનય આપ્યો.
જો કે સ્વતંત્ર અભિનેત્રી તરીકેની પ્રથમ ફિલ્મ હતી "હમારી યાદ આયેગી".

ફિલ્મઉદ્યોગમાં ઘણી બધી અભિનેત્રીઓને સફળતાના સમયે કે કારકિર્દીમાં નિષ્ફળતાનો દૌર શરુ થાય ત્યારે કે પોતાના ઉદ્ધત અને ઉછાંછળાપણના કારણે લાગતી બેસુમાર સિગારેટ પીવાની અને અમાપ દારૂ પીવાની લત આ બહેનને પણ લાગી ગયેલી જે આદત આજપર્યંત અડીખમ છે

૧૯૭૩માં ફિલ્મ "એક બાર મુશ્કરા દો"ના નિર્માણ સમયે ગળથુથીમાં જ ચલચિત્રજગત મેળવનાર નિર્માતા - નિર્દેશક શોમુ મુખરજી સાથે લગ્ન કર્યા અને શશધર મુખર્જી પરિવાર સાથે તનુજા જોડાઈ.

અખાડિયન શશધર મુખરજીના સાત સંતાન - રોનો મુખર્જી, જોય મુખર્જી, દેવ મુખર્જી, શોમુ મુખર્જી, શ્યામ મુખર્જી , શિબાની મુખરજી, સુબીર મુખરજી

તનુજાની બે દીકરીઓ - કાજોલ અને તનિષા.
કાજોલ હિન્દીફિલ્મની એક સફળ અભિનેત્રી જે સફળ અભિનેતા અજય દેવગણને વરી છે

તનિષા હજુ પોતાની કારકિર્દી ઘડી નથી શકી અને જે કુંવારી છે

તનિષાના જન્મ બાદ, ૧૯૮૦ના દાયકામાં, તનુજાએ પોતાના પતિ શોમુ મુખરજી સાથે લગ્નજીવનના છેડા છુટા કરી દીધા અને બંને છૂટાછેડા લીધા વગર અલગ અલગ રહેવા લાગ્યા

શોમુ મુખરજી ૧૦ એપ્રિલ ૨૦૦૮ના દિવસે સ્વર્ગે સિધાવ્યા

તનુજાને પોતાની મોટી બહેન નૂતન સાથે ૧૯૬૪થી અબોલા થઈ ગયા હતા

નૂતને પોતાની કમાણીની મિલકતને ગેરકાયદે પડાવી લેવા માટે પોતાની માતા પર કોર્ટકેસ કર્યો હતો
નૂતનને જયારે ખબર પડી કે તેની કમાણીના નાણાંનો તેની માતા શોભના સમર્થ દુરુપયોગ કરે છે ત્યારે નૂતને તેની માતા પર પોલીસકેસ કર્યો હતો
નૂતનનો દાવો હતો કે સંયુક્તરીતે તેની માતાના નામે ચાલતા શોભના પિક્ચર્સમાં નૂતનની પોતાની કમાણીના જ પૈસા રોકાયેલા છે
ઘરના અન્ય કોઈપણ સભ્ય દ્વારા એ સંસ્થામાં કોઈ રોકાણ કરાયું નથી

જયારે એ મિલકત પર તનુજાના કહેવાથી શોભના સમર્થે નૂતનની સહીની બનાવટ કરીને ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો

આખરે આ મિલ્કતનો હક અને કબજો પાછો મેળવવા નૂતને ૧૯૬૪માં પોતાની માતા પર કેસ કર્યો હતો

આ કોર્ટકેસમાં આખરી ચુકાદો નૂતનની તરફેણમાં આવ્યો હતો
દરમ્યાન નૂતનની નાની બહેન તનુજા પોતાની માતાની સાથે રહી હતી
અને તે દિવસથી નૂતને તેની માતા સાથેના અને પોતાની નાની બહેન તનુજા સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા

પોતાની નાની બહેન ચતુરાની દીકરી "શિલ્પા મુખર્જી"ની ભલામણ કરીને સાવનકુમાર ટાંકને તેમની ફિલ્મ MOTHER ( જીતેન્દ્ર અને રેખા અભિનીત ફિલ્મ )માં "જીના મુખર્જી"ના નામે એક નવા ચહેરા તરીકે ચમકાવવા રાજી કર્યા હતા

આ પહેલા શિલ્પાએ સંજય ખાનની "જય હનુમાન" નામની TV સીરિયલમાં સીતા તરીકે અભિનય કર્યો હતો
જે વાત સાવનકુમાર ટાંકથી છુપાવી હતી
ફિલ્મના નિર્માણ દરમ્યાન આ વાતની જાણ સાવનકુમારને થતા
સાવનકુમારે સેટ પરથી જ શિલ્પા મુખરજીને તગેડી મૂકી હતી

અને એ ફિલ્મમાં શિલ્પાની જગ્યાએ સનોબર કબીરને લેવાઈ હતી

અત્યારે શિલ્પા ફિલ્મજગતની એક જાણીતી ફોટોગ્રાફર છે

પોતાના નાના ભાઈ જયદીપની દીકરી મયુરીને ચમકાવતી ફિલ્મનું નિર્માણ તનુજાએ શરુ કર્યું હતું
જે ફિલ્મના નિર્દેશક ચંદ્રા બારોટ હતા
પણ મયૂરીની ક્ષમતા જોતા ફિલ્મના તમામ ફાયનાન્સરોએ ફાયનાન્સ આપવાની ના પાડતા એ ફિલ્મના પ્રોજેક્ટને અભરાઈ પર ચઢાવી દેવાયો હતો

તનુજાએ +૧૩૦ હિન્દી ફિલ્મો સહીત બંગાળી, મરાઠી અને સિંહાલી ફિલ્મોમાં અભિનય આપ્યો છે.
૧૯૭૦માં બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ તરીકેનો એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ ફિલ્મ " પૈસા યા પ્યાર" માટે મળેલો

૧૯૬૬માં પ્રદર્શિત થયેલી ગુરુદત્તની ફિલ્મ "બહારે ફિર ભી આયેગી"માં તનુજાએ કામ કર્યું
જે ફિલ્મના નિર્માણ દરમ્યાન ૧૯૬૪માં ગુરુદત્ત અવસાન પામ્યા
ફિલ્મના શૂટિંગ દરમ્યાન તનુજાએ ગુરૂદત્તનાં ઘરમાં ગુરુદત્તની અંગત લાયબ્રેરી જોયેલી એટલે એ વારંવાર ગુરુદત્તને કહયા કરતી કે
"તુમ્હારે મરને સે પહેલે તુમ્હારી પૂરી લાયબ્રેરી મેરે નામ કર દેના"

અને ગુરુદત્તનું તેડુ આવી જ ગયું

જીતુભાઈ સાથેની પોતાના જાનદાર અભિનયવાળી ફિલ્મ જીને કી રાહમાં પોતાની દમદાર અભિનયક્ષમતા બતાવતી અભિનેત્રીની ઓળખ આપવામાં સફળ રહી

ધર્મેન્દ્ર સાથેની પોતાની અભિનેત્રી તરીકેની કારકિર્દીની સૌ પ્રથમ ફિલ્મ બહારે ફિર ભી આયેગી સિવાયની દો ચોર બોક્સ ઓફિસ પર સફળ રહી

રાજેશ ખન્ના સાથેની હાથી મેરે સાથી, મેરે જીવન સાથી અને હમશકલ સફળતા અપાવવામાં સફળ રહી.

સંજીવકુમાર સાથેની ફિલ્મ "અનુભવ", અભિનયનો એક અલગ "અનુભવ" કરાવવામાં સફળ રહી.

વિનોદખન્ના સાથેની ફિલ્મ "ઈમ્તિહાન" હકીકતે અભિનયના "ઈમ્તિહાન"માં સફળ કરાવી ગઈ.

પોતાના ભાવિ પતિની ફિલ્મ "એક બાર મુશ્કરા દો", તનુજાના મોં પર મુસ્કાન આપવામાં સફળ રહી કારણ કે એ ફિલ્મના નિર્માણ દરમ્યાન નિર્માતા નિર્દેશક શોમુ મુખર્જી સાથે પ્રેમાંકુર ફૂટ્યા અને લગ્ન થયા

તનુજાની કેટલીક ફિલ્મોના યાદગાર ગીતો પર નજર કરી લઈએ

૧. ફિલ્મ - એક બાર મુશ્કરા દો

- સવેરે કા સુરજ તુમ્હારે લિયે હૈ ...
- યે દિલ લેકર નજરના આ ગયા તેરા દીવાના
- ચહેરે જરા આંચલ જબ આપણે સરકાયા
- રૂપ તેરા ઐસા દરપનમેં ના સમાય
- કિતને અટલ થે તેરે ઈરાદે

૨. ફિલ્મ - હાથી મેરે સાથી

- નફરત કી દુનિયા કો છોડ કે ......
- સુન જા આ ઠંડી હવા
- દિલબર જાની ચલી હવા મસતાની

૩. ફિલ્મ - હમારી યાદ આયેગી (સૌ પ્રથમ ફિલ્મ)

- ફરિસ્તો કી નગરી મૈં આ ગયા હું
- કભી તન્હાઈયોંમેં ... હમારી યાદ આયેગી
- સોચતા હું યે ક્યા કિયા મૈને

૪. ફિલ્મ - બહારે ફિર ભી આયેગી

- આપકે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ
- બદલ જાયે અગર માલી ચમન હોતા નહિ ખાલી
- વો હંસ કે મીલે હમસે હમ પ્યાર સમજ બૈઠે

૫. ફિલ્મ - ઈજ્જત

- યે દિલ તુમ બિન કહી લગતા નહિ હમ ક્યા કરે
- જાગી બદનમેં જવાલા સૈયાં તુને ક્યા કર ડાલા
- ક્યા મીલીયે ઐસે લોગોંસે જિનકી ફિતરત છુપી રહે

૬. ફિલ્મ - મોમ કી ગુડિયા

- બાગો મેં બહાર આયી હોઠો પે પુકાર આયી આજા આજા આજા મેરી રાની
- મૈં ઢૂંઢ રહા થા સપનોમેં તુમકો અન્જાનો અપનો મેં

૭. ફિલ્મ - દૂર કા રાહી

- બેકરાર દિલ તુ ગાયેજા
- ખુશી દો ઘડી કી મિલે ના મિલે
- જીવનસે ના હાર જીનેવાલે
- પંથી હું મૈં ઉસ પથ કા

૮. ફિલ્મ - અનુભવ

- ફિર કહી કોઈ ફૂલ ખીલા ચાહત ના કહો
- કોઈ ચુપકે સે આકે
- મેરા દિલ જો મેરા હોતા
- મેરી જાન, મુજે જાન કહો મેરી જાન

૯. ફિલ્મ - મેરે જીવન સાથી

- દીવાના લેકે આયા હૈ
- ઓ મેરે દિલ કે ચૈન

૧૦. ફિલ્મ - જીને કી રાહ

- આને સે ઉસકે આયે બહાર
- એક બંજારા ગાયે જીવન કે ગીત સુનાયે
- આપ મુઝે અચ્છે લગને લગે

૧૧. ફિલ્મ - ઈમ્તિહાન

- રુક જાના નહિ તુ કહી હાર કે
- રોજ શામ આતી થી મગર ઐસી ના થી

૧૨. નઈ ઉમર કી નઈ ફસલ

- આજ કી રાત બડી શોખ બડી નટખટ હૈ
- દેખતી હી રહો આજ દરપન ના તુમ
- સ્વપ્ન ઝડે ફૂલ સે નિત ચૂભેં શૂલ સે
~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૭

"माँगी खुशियां मगर ग़म मिला प्यार में
दर्द ही भर दिया दिल के हर तार में
आज कोई नहीं मेरा संसार में..."
.
સરદાર મલિક ~~~

ગુગલ વિકિપીડિયામાં એમના સુપૂત્ર અનુ મલિક વિષે માહિતી મળે પણ ગુગલ પાસે પિતા સરદાર મલિકની બહુ થોડી અને પ્રાથમિક માહિતી જ ઉપલબ્ધ છે

એક કડવા સ્પષ્ટવક્તા પણ હઠાગ્રહી પણ
અને એ કારણે જ એક અવગણાયેલ સંગીતકાર
તેઓ પોતે જ માનતા અને કહેતા
"મૈં હંમેશા સે અજીબ રહા હું !"

લોકોનું તું એવું જ કે ચાલ્યો છે તો ચાલવા દો બાકીના ને ભૂલીને આગળ વધો

તદ્દન સાચી એવી આ મારી વાત અનુ મલિક કે હિમેશ રેશમિયા પૂરતી મર્યાદિત તો નથી જ !

ખેર છોડો એ સંગીતકારોના રાજકારણને અને સંગીતના રાજકારણને

૧૩ જાન્યુઆરી ૧૯૨૫ના દિવસે કપૂરથલા પંજાબમાં જન્મ
પિતા "રંગારા"
"રંગારા" એટલે પેઇન્ટિંગ કોન્ટ્રાક્ટર, માતા રાજપૂત ઘરાનાની દીકરી
પોતાના નામ સાથે એમણે કદાચ રાજપૂત ઘરાનાની અને માતૃપક્ષની અટક "મલિક" અપનાવી હતી

સરદાર મલિકે પોતાની કારકિર્દીની શરૂઆત અલમોરામાં "ઉદય શંકર"ની "કલચરલ એકેડેમી"થી કરી સરદાર મલિકને તાલીમાર્થે ખુદ "કપૂરથલાના મહારાજા"એ સ્પોન્સર કર્યા હતા

એક દિવસ સરદાર મલિક, કપૂરથલાના મહારાજના ઘોડા આગળ કૂદીને ઉભા રહી ગયા અને પોતાને સંગીતની તાલીમ આપવાનો ખર્ચ ઉપાડવા માટેનો દુરાગ્રહ કર્યો અને મહારાજાએ એ માંગણી માન્ય રાખી હતી

શરૂઆતમાં ત્યાં સરદાર મલિકે ઉદય શંકર પાસેથી નૃત્યની તાલીમ મેળવી અને અલાઉદ્દીન ખાન પાસેથી સંગીતની તાલીમ મેળવી

જયાં કથ્થકલી અને ભારતનાટ્યમમાં સરદાર મલિક પ્રથમ સ્થાને રહયા !
ઉદયશંકર પાસેથી તેમણે મણિપુરી, બેલે અને યોગની તાલીમ પણ લીધી હતી

એ સમયે સરદાર મલિક સાથે ગુરુદત્ત અને મોહન સેહગલ અન્ય તાલીમાર્થી હતા
ગુરુદત્ત અને સરદાર મલિકને રહેવા માટે એક જ રૂમ ફાળવાયેલો

ગુરુદત્ત પુસ્તકો વાંચવાના શોખીન જયારે સરદાર મલિક પોતે તોફાની અને નૃત્ય, ગીત અને સંગીતના શોખીન
જેના કારણે ગુરુદત્ત સાથે રોજ જીભાજોડી અને ઝઘડા થતા
ગુરુદત્તે એ બંને વચ્ચે નિયમ કર્યો હતો કે રાત્રીના દસ વાગ્યા પછી એમના રૂમમાં ગીત અને સંગીત વાગવા ના જોઈએ

પણ ........
સરદાર મલિક સુધરે એ બીજા !

ગુરુદત્તે ગુરુ ઉદયશંકરને આ બાબતે ફરિયાદ કરી
અને ઉદયશંકરે જણાવ્યું કે ગીત અને સંગીતને ક્યારેય કોઈ સમયસીમામાં બાંધવા શક્ય નથી
અને સરદાર મલિકને ફાવતુ જડ્યું

એક જ એકેડેમીના તાલીમાર્થી અને રૂમમાં ઘણા સમય સુધી સાથે રહ્યા હોવાથી વિચારોની અસમાનતા અને સ્વભાવની ભિન્નતાને કારણે ફિલ્મજગતમાં ક્યારેય એકસાથે કામ ના કરી શક્યા
ગુરુદત્તની એકપણ ફિલ્મમાં સરદાર મલિકનું સંગીત નહોતું !

ના માત્ર ગીત સંગીત પણ સરદાર મલિક પોતાના રૂમમાં ક્યારેક રાત્રે બે વાગે જાગીને નૃત્યની પ્રેકટીસ શરુ કરી દેતા

ગુરુ ઉદયશંકરે ત્યારે જ ભવિષ્યવાણી કરી હતી કે ગુરુદત્ત સર્જનાત્મક ક્ષેત્રે ખુબ જ આગળ વધશે અને સફળ થશે
પણ સરદાર મલિકને મોટી ઉંમરે એ બાબતનું જ્ઞાન થશે અને ત્યારે બહુ જ મોડુ થઇ ગયુ હશે
અને થયું પણ ગુરુની ભવિષ્યવાણી પ્રમાણે જ.....

સરદાર મલિકના આળસુપણાને ધ્યાને રાખીને, ઉદય શંકરની એકેડેમીમાં જે તે સમયના વડાપ્રધાનની મુલાકાત સમયે વડાપ્રધાનના સ્નાનના પાણીની જવાબદારી સરદાર મલિક પર નાંખવામાં આવી હતી કે જેથી સરદાર મલિકને સમયનું ભાન થાય
પણ શેઠની શિખામણ ઝાંપા સુધી
પછી એના એ જ ..
"હમ નહિ સુધરેંગે"

ગુરુ ઉદયશંકરે, સરદાર મલિક અને મોહન સેહગલને "નાનાભાઈ ભટ્ટ"ના નિર્દેશનવાળી "40 કરોડ" નામની ફિલ્મમાં રૂ.૩૦૦૦ થી નૃત્ય નિર્દેશક તરીકે કામ અપાવ્યું
તેઓને ફિલ્મમાં "રાધા"ના પાત્રમાં એક અભિનેત્રીની જરૂર હતી
જેના માટે તેમના જ કોઈક મિત્રની દીકરીને બોલાવી કામ આપવામાં આવ્યું

એ અભિનેત્રી સાથે જે તે ફિલ્મના એક નિર્માતાએ છેડતી કરી અને એ કામમાં સરદાર મલિક અને મોહન સેહગલની સંડોવણી પણ સામે આવી

એ દિવસથી સરદાર મલિકે નૃત્ય અને નૃત્ય નિર્દેશન બંનેય છોડી દીધા

પ્રથમ ગ્રાસે મક્ષિકા !

દરમ્યાન સરદાર મલિકે એક ગાયક અને સંગીતકાર તરીકે ગુરુ ઉદયશંકરના ગ્રુપ સાથે દેશ વિદેશના પ્રવાસ ચાલુ રહયા
જે પ્રવાસ દરમ્યાન દરેક કાર્યક્રમ દીઠ રૂ.૨૦નું મહેનતાણું મળતું

એક દિવસે "રમેશ સેહગલે" પોતાની ફિલ્મ "રેણુકા"નું સંગીત તૈયાર કરવા સરદાર મલિકને પ્રસ્તાવ મુક્યો
સરદાર મલિકે મહેનતાણા તરીકે રૂ.૧૦૦૦૦ની માંગણી કરી અને આશ્ચર્યજનકરીતે રમેશ સેહગલે એ માંગણી સ્વીકારી લીધી અને હિન્દી ફિલ્મજગતને સરદાર મલિકના નામે એક નવા સંગીતકાર સાંપડ્યા
એ ફિલ્મમાં સરદાર મલિકે એક ગીત ગાયું "સુનતી નહિ દુનિયા ફરિયાદ કિસીકી........"

."સુનતી નહિ દુનિયા ફરિયાદ કિસીકી........"એ વાત આગળ ઉપર પોતાના માટે જ સાચી ઠરી...
ક્યાંક એ ફરિયાદ કરી ના શક્યા ક્યાંક એમણે કરેલી ફરિયાદ કોઈએ સાંભળી જ નહિ.

ત્યારબાદ સરદાર મલિકે ફિલ્મ "રેન બસેરા"નું સંગીત આપ્યુ, જે ફિલ્મ દ્વારા સરદાર મલિકે "રાજ ખોસલા" અને "બિનોતા ચક્રવર્તી" નામના બે ગાયક કલાકારો આપ્યા
ગાયક રાજ ખોસલા આગળ ઉપર ફિલ્મ નિર્દેશક બન્યા.

ફિલ્મોમાં સ્વતંત્ર સંગીત આપવાની શરૂઆત કર્યા બાદ સરદાર મલિકે પોતાના ગુરુ ઉદયશંકર સાથે કામ કરવાનું છોડી દીધું
થયું એવું કે વર્ષ ૧૯૪૮ થી સતત સાત - આઠ વર્ષ સુધી સરદાર મલિકને કામ મળતું ઓછું થઈ ગયુ અથવા બંધ જ થઈ ગયુ.

દરમ્યાન દેવ આનંદ અભિનીત ફિલ્મ "સ્ટેજ" કરી એ પણ સદંતર નિષ્ફળ રહી
ફિલ્મ "ખેલ"માં ફિલ્મની અભિનેત્રી "મીનાકુમારી" પાસે ગીત ગવડાવ્યું

આ ફિલ્મના એક ગીતના લેખક અને સંગીતકાર ખુદ સાહિર હતા પણ એ ફિલ્મ ક્યારેય પ્રદર્શિત જ ના થઈ.

સાહિરે પોતાનું એ ગીત પાછુ લઈને એન દત્તાને ફિલ્મ "લાઈટહાઉસ" (૧૯૫૮)માટે આપેલ "તંગ આ ચુકે હૈ કશ્મકશે જિંદગી સે હમ ...."

સતત નિષ્ફળતા મળવાથી અને કામ વગર તંગ આવીને હતાશાથી ઘેરાયેલા સરદાર મલિકે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો પણ પરિવારની જવાબદારીએ સરદાર મલિકને આત્મહત્યા કરતા રોક્યા

૧૯૪૭ થી ૧૯૭૭ સુધીની કારકિર્દીમાં માત્ર ૨૬ ફિલ્મો જ આપી અને મોટાભાગની ફિલ્મો B Grade અને C Grade ની જ રહી

હદ તો ત્યારે થઈ કે ફિલ્મ સારંગાના ફિલ્મની રોયલ્ટી પેટે ફિલ્મ નિર્માતાને એ જમાનામાં રૂ.૪૦ લાખ મળ્યા અને સંગીતકાર સરદાર મલિક અને તેમનો પરિવાર ભીખ માંગવાની કગાર પર હતા.

ફિલ્મ જુગનુ સુધી પોતે ગીતો ગાવાના ચાલુ રાખ્યા પણ જે દિવસે મહમ્મદ રફી દ્વારા ગવાયેલું ફિલ્મ જુગનૂનું ગીત "યહાં બદલ વફા કા બેવફાઈ કે સીવા ક્યા હૈ ...." સાંભળ્યું એ દિવસથી પોતે ગીતો ગાવાના છોડી દીધા કે પોતે રફીના લેવલના ગાયક નથી

એમ છતાંયે સરદાર મલિક પોતે એમ માનતા અને જાણતા કે પોતે એ સમયના અન્ય ઘણા ગાયકો કરતા સારા ગાયક છે ....

પોતાના સ્વભાવના કારણે પોતાને કામ મળતું બંધ થયું

ત્યારે પોતાના પરિવારની અવદશા જોઈને સરદાર મલિકની પત્નીએ સરદાર મલિકને સાહિરને કામ મેળવવા મળવા વિનવ્યા

સરદાર મલિક પોતાના મોટા દીકરા અનુ મલિકને સાથે લઈને સાહિરના "પરછાંઈયા" બંગલે ગયા.
ધ્રુજતા હાથે ૪ - ૫ વખત ડોરબેલ વગાડવાનો પ્રયત્ન કર્યો પણ આંખમાં આંસુ આવી ગયા અને ડોરબેલ વગાડી ના શક્યા !

તેઓ અનુને એમ કહીને ત્યાંથી પરત લઇ ગયા કે "મારાથી કામની ભીખ નહિ મંગાય"

ઓહ !

ક્યારેય કોઈ એવોર્ડ મેળવવામાં સફળતા નહિ મળેલી કદાચ ફિલ્મજગતના "રાજકારણથી" એ અલિપ્ત હશે અથવા ધારણા પ્રમાણે લોકનજરમાં વસ્યા નહિ હોય !

એક સાવ અજાણી વાત અહીં કહેવી રહી તેમના ધર્મપત્નીનું નામ "કૌસર જહાં" હતું જે ગીતકાર "હસરત જયપુરી"ના સગ્ગા બહેન હતા.

જાણીને કદાચ નવાઈ લાગશે કે આ એકમાત્ર સંગીતકાર હશે કે જેની ત્રીજી પેઢી આજેય ગીત સંગીત સાથે અને ગીત સંગીતના વ્યવસાય સાથે સક્રિયરીતે કાર્યરત છે
ત્રણેય દીકરા અનુ મલિક, અબુ મલિક અને ડબ્બુ મલિક તથા ડબ્બુના દીકરા અમાલ મલિક અને અરમાન મલિક પણ એક નીવડેલ ગાયક અને સંગીતકાર ગણી શકાય

અનુ માલિકે અંજુ મલિક સાથે, અબુ મલિકે પૂનમ મલિક સાથે અને ડબ્બુ માલિકે જ્યોતિ મલિક સાથે લગ્ન કર્યા છે

સરદાર મલિકે અંતિમ શ્વાસ ૨૭ જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે મુંબઈમાં લીધા

ચાલો સરદાર મલિકના કેટલાક જાણીતા ગીતો યાદ કરી લઈએ

જો તમે સંગીતના રસીયા હો તો સરદાર મલિક એ નામ લેતાની સાથે જ સારંગાના ગીત તરત તમને યાદ આવવા લાગે.

તમે એવું જ જાણો છો કે ફિલ્મ સારંગાનું અતિ પ્રચલિત ગીત "સારંગા તેરી યાદ મેં ...." મુકેશે જ ગાયેલું છે પણ તમારા આશ્ચર્ય સાથે અહીં એ વાત કહીશ કે એ ગીત મહમ્મદ રફીએ પણ ગાયેલું છે
(જે મારા કલેકશનમાં મોજુદ છે)

ફિલ્મ - સારંગા
૧.
सारंगा तेरी याद में नैन हुए बेचैन
मधुर तुम्हारे मिलन बिना
दिन कटते नहीं रैन, हो~
सारंगा तेरी याद में ...
.
वो अम्बुवा का झूलना, वो पीपल की छाँव
घूँघट में जब चाँद था, मेहंदी लगी थी पांव
हो, (आज उजड़के रह गया - २)
वो सपनों का गाँव, हो ...
सारंगा तेरी याद में ...
.
संग तुम्हारे दो घड़ी, बीत गये जो पल
जल भरके मेरे नैन में, आज हुए ओझल
हो, (सुख लेके दुःख दे गयीं -२)
दो अखियाँ चंचल, हो ...
सारंगा तेरी याद में ...

(By rafi)
सारंगा तेरी याद में नैन हुए बेचैन
मधुर तुम्हारे मिलन बिना दिन कटते नहीं रैन
मधुबन के मधुकुंज में चलत बिरहा समीर
बाट तकूँ तेरी मैं प्रिये जल जमुना के तीर

૨.
हां दीवाना हूँ मैं - २
ग़म का मारा हुआ
इक बेगाना हूँ मैं
हां दीवाना हूँ मैं

माँगी खुशियां मगर ग़म मिला प्यार में
दर्द ही भर दिया दिल के हर तार में
आज कोई नहीं मेरा संसार में
छोड़ कर चल दिये मुझको मंझधार में
हाय तीर-ए-नज़र का निशाना हूँ मैं
हां दीवाना हूँ मैं ...

मैं किसीका नहीं कोई मेरा नहीं
इस जहाँ में कहीं भी बसेरा नहीं
मेरे दिल का कहीं भी अन्धेरा नहीं
मेरे इस शाम का है सवेरा नहीं
हाय भूला हुआ इक फ़साना हूँ मैं
हां दीवाना हूँ मैं ...

૩.
लगी तुमसे लगन साथी छूटे न
नाता जनम जनम का टूटे न

૪.
पिया कैसे मिलूँ तुमसे मेरे पाँव पड़ी ज़ंजीर
हृदय में अग्नि सुलगे नैनन से बरसे नीर
मेरे पाँव पड़ी ज़ंजीर
दुनिया से है क्या शिकवा मेरी रूठ गई तक़दीर
लाख जतन कर हार गया सूझे न कोई तदबीर
मेरी रूठ गई तक़दीर
पिया कैसे मिलूँ ...
दुनिया से है क्या ...

ફિલ્મ - ઠોકર
૧.
ऐ ग़म-ए-दिल क्या करूँ
ऐ वहशत-ए-दिल क्या करूँ
क्या करूँ, क्या करूँ
ऐ ग़म-ए-दिल क्या करूँ

Asha version:

ऐ ग़म-ए-दिल क्या करूँ
ऐ वहशत-ए-दिल क्या करूँ
क्या करूँ, क्या करूँ
ऐ ग़म-ए-दिल क्या करूँ

मुझको क़िस्मत ने बनाया, गंदले पानी का कंवल
ख़ाक में मिल मिल गए सब, आरज़ू के ये महल
क्या खबर थी यूँ मेरी तक़दीर जाएगी बदल
ऐ ग़म-ए-दिल ...
.
रूठने वाले किसी, मजबूर से रूठेगा क्या
जिस तरह क़िस्मत ने लूटा, यूँ कोई लूटेगा क्या
ये मेरे टूटे हुए दिल, और तू टूटेगा क्या
ऐ ग़म-ए-दिल ...

ફિલ્મ - આબે હયાત

मैं गरीबों का दिल, मैं मचलती सबाँ
बेकसों के लिये, प्यार का आशियाँ
मैं गरीबों का दिल ...
मैं जो गाता चला, साथ महफ़िल चले
मैं जो बढ़ता चला, साथ मंज़िल चले
मुझे राह दिखाती चले बिजलियाँ
मैं गरीबों का दिल ...
हुस्न भी देख कर मुझको हैरान है
इश्क़ को मुझसे मिलने का अरमान है
देखो अरमान है
अपनी दुनिया का हूँ मैं हसीं नौजवाँ
मैं गरीबों का दिल ...
कारवाँ ज़िंदगानी का रुकता नहीं
बादशाहों के आगे ये झुकता नहीं
चाँद तारों से आगे मेरा आशियाँ
मैं गरीबों का दिल ...

ફિલ્મ - મેરા ઘર મેરે બચ્ચે

बहारों से पूछो मेरे प्यार को तुम
तुम्हारे तराने हम गा रहे हैं
नज़ारों से पूछो मेरे प्यार को तुम
तुम्हारे लिए हम जिए जा रहे हैं
नज़ारों से पूछो ...

ફિલ્મ - બચપન

मुझे तुमसे मुहब्बत है मगर मैं कह नहीं सकता
मगर मैं क्या करूँ बोले बिना भी रह नहीं सकता
मुझे तुमसे ...
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૮

"श्याम तेरी बंसी पुकारे राधा नाम
लोग करें मीरा को यूँ ही बदनाम"
.
સારિકા ઉર્ફે સારિકા ઠાકુર ઉર્ફે સારિકા હસન ~~~

એક બિચારી બાપડી બાળ કલાકાર
જે માતાનો માર ખાઈ ખાઈને પોતાનું બાળપણ માણ્યા વગર અભિનય શીખી અને દુનીયાદારીને સમજી.

ક્યારેક આ બાર્બી ડોલ જેવી નાજુક નમણી અને આજીવન બાળકી જ લાગતી સારિકાને ભીમકાય ક્રિકેટર "કપિલ દેવ" સાથે પણ સુંવાળા સંબંધો રહયા

પછી કોઈક અજાણી ક્ષણે સાઉથના સફળ અભિનેતા, નિર્માતા, નિર્દેશક, ગાયક, પટકથા લેખક, ડાન્સર, કોરિયોગ્રાફર એવા સાઉથની અભિનેત્રી વાણી ગણપતિને વરેલા કમલ હસન તરફ ના માત્ર દિલ ઢળ્યુ પણ પોતેય ઢળી ગઈ

અને અબુધ, અનપઢ લાગતી સારિકા ના માત્ર પોતાની જાત ને છકાવીને પણ ફિલ્મજગત અને તેના ચાહકોને છકાવીને કમલ હસનની બાળકીની કુંવારી માતા બની !
.
કમલ હસન, આમ તો લાકડુ કોરી ખાય પણ કાદવમાં ઉછરેલા કમળ જોઈને એવો તે પીગળી જાય કે કોમળ કમળની બંધ પાંદડીઓમાં આખીયે રાત પડ્યો રહે એવા કાળા ભમરા જેવો !

પોતાના જમાનાની ત્રણ સ્વરૂપવાન અભિનેત્રીઓ
વાણી ગણપતિ....સારિકા અને ગૌતમીને પટાવી, પોતાની બનાવીને મનભરીને માણી

જો કે આ તો જાહેર થયેલા નામો છે, ખાનગી વાતો તો આજેય ખાનગી જ છે !

ગુગલ મહારાજ પણ દ્વિધામાં છે
ગુગલ મહારાજ સારિકાની બે જ્ન્મતારીખ બતાવે છે
૩ જૂન ૧૯૬૨ અને ૫ ડિસેમ્બર ૧૯૬૦
.
માતા મહારાષ્ટ્રીયન અને પિતા હિમાચલ પ્રદેશના ... એ બંનેનું એકમાત્ર સંતાન
સકારણ કે અકારણ સારિકાના જન્મ પછી સારિકાના માતાપિતા અલગ થઈ ગયા
અને સારિકા, સારિકા ઠાકુરમાંથી માત્ર સારિકા બની ગઈ

સારિકા ક્યારેય શાળાનું પગથીયુ પણ ચઢી નથી
સમજણ આવે એ પહેલા જ પરાણે કેમેરાની સામે ઉભા રહેતા જે શીખી ગઈ
અને પછી તો ફિલ્મના સંસ્કાર આપોઆપ આવી ગયા

આમ પણ ભણે કોનું ભલું થયું છે

અને ખોટી ડિગ્રીઓ સાથે ખોટા વટ મારવા કરતા તો અભણ અને અંગુઠા છાપ કહેવડાવવું વધારે સારૂ !
.
એ જમાનાની મ્યુઝિકલ હિટ ફિલ્મ "હમરાઝ"થી "બેબી સારિકા" તરીકે પોતાની ઓળખ મેળવી
.
અને પછી તો "કેમેરા મુખી" બની ગઈ
.
પહેલી ફિલ્મ હમરાઝ પણ એ ફિલ્મ પ્રદર્શિત થઈ ફિલ્મ "મઝલી દીદી" પછી

બાબુરામ ઈશારાની ૧૯૭૫ની "રાજકિરણ" અભિનીત ફિલ્મ "કાગઝ કી નાવ" આમ તો પુખ્ત સારિકાની પ્રથમ ફિલ્મ ગણાય

૧૯૬૭ની ફિલ્મ મઝલી દીદીથી સારિકા અને સચિન બાળ કલાકાર તરીકે સાથે કામ કરતા
પણ ૧૯૭૫ની તારાચંદ બડજાત્યાની, રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ "ગીત ગાતા ચલ" પુખ્ત સારિકા અને સચિનની અનુક્રમે અભિનેત્રી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ

આમ પણ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મો સામાજિક ફિલ્મો જ હોય એટલે જોવા લાયક હોય વળી જે તે ફિલ્મોના ગીતો કર્ણપ્રિય અને લોકપ્રિય રહેતા વળી "ગીત ગાતા ચલ"માં છોગામાં નવી નક્કોર અભિનેતા - અભિનેત્રીની જોડી
એ જમાનાની સફળ ફિલ્મ
.
સામાન્યરીતે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મથી બ્રેક મેળવનારની ફિલ્મી કારકિર્દી આપોઆપ બની જાય છે એ નિયમે સારિકાની અને સાથે સચિનની કારકિર્દી પણ બની ગઈ
સચિન અને સારિકાની જોડીએ કુલ ૧૨ ફિલ્મો સાથે કરી
મઝલી દીદી (બાળકલાકાર), ગીત ગાતા ચલ, રક્ષા બંધન, શ્યામ તેરે કિતને નામ , પ્રતિમા ઔર પાયલ, મધુ માલતી, અંજામ , જાને બહાર, જાયે તો જાયે કહા, સત્તે પે સત્તા, રામ તેરે કિતને નામ, અને મરાઠી ફિલ્મ માઝા પતિ કરોડપતિ

સારિકાની મોટાભાગની ફોલ્મો B Grade ની જ રહી અને વધીને એ ક્યારેક C Grade પર પહોંચી !

કોઈ ખાસ બેનર નહિ, કોઈ ખાસ હીરો નહિ પણ ગાડુ ગબડે રાખ્યું
.
૧૯૮૪ની મલ્ટી સ્ટારર "રાજ તિલક" એકમાત્ર ફિલ્મ હતી કે જેમાં સારિકા અને કમલ હસને સાથે અભિનય કર્યો હતો

શ્રુતિ હસનની જન્મતારીખ ૨૮ જાન્યુઆરી ૧૯૮૬
જયારે સારિકા અને કમલ હસન લગ્નગ્રંથીએ જોડાયા છેક ૧૯૮૮માં
અધિકારીકરીતે બે વર્ષની પુત્રી શ્રુતિ પોતાના માતાપિતાના લગ્નમાં હાજર હતી !

આ તો ફિલમજગત છે
અહીંના નાટકોયે ઊંચા અને અહીંની ફિલમો પણ ઊંચી !
.
લગ્ન પછી હિન્દીફિલ્મોને તિલાંજલિ આપીને સારિકા ચેન્નાઈ રહેવા જતી રહી

૧૦ - ૧૨ વર્ષ પછી, કમલ હસનની પહેલી પત્ની "વાણી ગણપતિ"ની હાય લાગે હોય કે બીજુ કાંઈ થયુ હોય
કમલને "ગૌતમી" મળી ગઈ
આમ તો ગૌતમી એનાથી ૧૪-૧૫ વર્ષ નાની
પણ આ ક્ષેત્રમાં ઉંમર, નાત-જાત, ધર્મ-સંપ્રદાય, લાંબા-ટૂંકા કે ઊંચ-નીચનો ભેદ જ ક્યાં છે !
સારિકા જે વર્ષે અધિકારીકરીતે કમલ હસનને વરેલી બસ એ જ વર્ષે ગૌતમી, વર્ષ ૧૯૮૮માં, સંદીપ ભાટિયાને વરેલી
પણ એ સાથસંગાથ ૧૯૯૮માં તૂટી ગયેલો
.
ત્યારબાદ ગૌતમી, લવમાં પણ લિવ ઈન રિલેશનમાં કમલ હસન સાથે રહેતી થઈ ગયેલી
.
પોતાનું ઘર ભાંગવાના આ બધા નાટકો જોતા, વાણી ગણપતિનું ઘર ભંગાવનાર સારિકાએ ૨૦૦૨માં કમલ હસનથી છૂટાછેડા લેવાનો કેસ દાખલ કર્યો ,
જેનો નિવેડો ૨૦૦૪માં આવ્યો
.
૨૦૦૪માં લવ ઈન રિલેશનવાળા ગૌતમી અને કમલ એક થયા અને લગ્નના બંધને બંધાયા
જોકે ૨૦૧૬માં ગૌતમી અને કમલના છેડાએ છુટ્ટા થઈ ગયા
.
સારિકાને કમલ સાથેના લગ્ન સંબંધે બે દીકરીઓ, શ્રુતિ અને અક્ષરા
બંનેય ફિલ્મ અભિનેત્રીઓ ઉપરાંત સહાયક નિર્દેશિકાઓ
.
ભાઈ આ ફિલ્મોવાળાના તો પીલ્લા ઉકેલવા બેહોને તો એનો ક્યારેય છેડો જ ના આવે
આપણે સારિકાની વાત કરવી તી એ કરી લીધી

એની છોકરીઓની, એના પતિની કે એની "વાણી ગણપતિ દીદી"ની કે "ગૌતમી દીદી"ની કથા ફરી ક્યારેક
.
૨૦૧૪ની TV સિરિયલ "યુદ્ધ"થી ટચુકડા પડદે પણ પદાર્પણ કર્યું
૨૦૧૫માં TV સિરિયલ "ડર સબકો લગતા હૈ"માં દેખા દીધી
.
અહીં મને ગમતા પણ ના માત્ર સારિકા પર ફિલ્માયેલા પણ તેના અભિનયવાળી ફિલ્મોના ગીતોની ઝલક મૂકી છે
કદાચ તમનેય ગમી જાય !
.
ફિલ્મ - ગીત ગાતા ચલ
૧.
श्याम तेरी बंसी पुकारे राधा नाम
लोग करें मीरा को यूँ ही बदनाम
.
૨.
गीत गाता चल ओ साथी गुनगुनाता चल
ओ बन्धू रे... हंसते हंसाते बीते हर घड़ी हर पल
गीत गाता चल ...
.
ફિલ્મ - ખુશ્બુ
૧.
ओ मांझी रे, अपना किनारा, नदिया की धारा है
ओ मांझी रे ...
.
ફિલ્મ - ગૃહપ્રવેશ
૧.
आप अगर आप न होते तो भला क्या होते
लोग कहते हैं कि पत्थर के मसीहा होते
.
૨.
पहचान तो थी पहचाना नहीं मैंने
अपने आप को जाना नहीं
पहचान तो थी
.
ફિલ્મ - રઝીયા સુલતાન
૧.
ऐ दिल-ए-नादान, ऐ दिल-ए-नादान,
आरज़ू क्या है, जुस्तजू क्या है ) - २
ऐ दिल-ए-नादान...
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૬૯

"સુનકે તેરી પુકાર સંગ ચલને કો તેરે કોઈ હોના હો તૈયાર...."
.
હેમલતા ઉર્ફે લતા ભટ્ટ ઉર્ફે લતા બાલી ઉર્ફે હેમલતા બાલી ~~~

હેમલતા રાજસ્થાની મેવાડી બ્રાહ્મણ
પણ પિતા અને પરિવાર હૈદરાબાદમાં સ્થાયી થયા હોવાથી હૈદરાબાદમાં જન્મ
૧૬ ઓગસ્ટ ૧૯૫૪ના દિવસે જન્મ

મૂળ નામ લતા ભટ્ટ
પણ હિન્દી ફિલ્મજગતમાં લતા મંગેશકર ગાયિકા તરીકે પ્રસ્થાપિત નામ હતું એટલે પોતાની અલગ ઓળખ ઉભી કરવા પોતાનું નામ "લતા"ના બદલે "હેમલતા" રાખ્યું

ગરીબોની લતા એટલે હેમલતા !

આમ તો લતાના ઘરમાં જ સંગીતનું વાતાવરણ હતું
બાળપણથી જ લતાને ગાવાનો શોખ
પિતા જયચંદ ભટ્ટ શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા હતા પણ તેઓ જુનવાણી અને રૂઢિચુસ્ત
આથી લતા પોતાના પિતાથી છાનામાના ભજનના કાર્યક્રમોમાં અને પૂજા પંડાલમાં ભજન ગાવા જતી

૧૯૬૦ના દાયકાની શરૂઆતે કલકત્તામાં ગોપાલલાલ મલીકે સંગીતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું
જે કાર્યક્રમમાં હેમંતકુમાર, મન્નાડે, લતા મંગેશકર, મહમ્મદ રફી, કિશોરકુમાર, ઉષા મંગેશકર પોતાના ગીતો ગાવાના હતા
સંગીત માટે પોતાના સાજીંદાઓ સાથે હૃદયનાથ મંગેશકર હાજર હતા

આ કાર્યક્રમમાં લતા પોતાના માતાપિતા સાથે કાર્યક્રમમાં હાજર હતી

આ કાર્યક્રમના અર્ધવિરામ સમયે ગોપાલલાલ મલીકે પોતાના ખાનગી પ્લાન પ્રમાણે "બેબી લતા"ના નામે લતાને સ્ટેજ પર બોલાવીને ગીતો ગાવા પ્રસ્તુત કરી

નાનકડી લતાએ સૌ પ્રથમ "જાગો મોહન પ્યારે જાગો..." ગાયું ત્યારબાદ સળંગ બીજા ૧૧ ગીતો રજુ કર્યા

અને બેબી લતાએ એક ઈતિહાસ રચી દીધો !

લતાના પિતા અચાનક થયેલી આ રજૂઆતથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને આઘાત લાગ્યો
પણ લતાનું પરફોર્મન્સ પૂરું થતા તેઓએ ખેલદિલીપૂર્વક લતાને ઉચકી લીધી
ઔર કરે ભી તો ક્યા કરે ?!

એ દિવસથી તેના પિતાએ લતાને સંગીતની સઘન તાલીમ મેળવવાની અને જાહેર કાર્યક્રમોમાં ગીતો ગાવાની છૂટ આપી
પણ ફિલ્મો માટે ગીતો નહિ ગાવાની વાત કરી

જે તે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જે તે સમયના પશ્ચિમબંગાળના મુખ્યમંત્રી "બિધાન ચંદ્ર રોય" હાજર હતા
તેઓ ૭ વર્ષની લતાની ગીતોની રજૂઆતથી ખુબ જ પ્રભાવિત થઈ ગયા અને તાત્કાલિક વ્યવસ્થા કરાવીને લતાને ગીતોની રજૂઆત માટે "સુવર્ણચંદ્રક" આપ્યો !
.
૧૯૬૬ના વર્ષમાં પંડિત જયચંદ ભટ્ટ પોતાના પરિવાર - પત્ની અંબિકા ભટ્ટ, પુત્રી લતા ભટ્ટ અને ત્રણ પુત્રો વિનોદ, ગોપાલ અને રિષભ - ને લઈને મુંબઈ આવ્યા
ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે પંડિત જસરાજ, ઉસ્તાદ અલા રખા ખાન, ઉસ્તાદ આમિર ખાન અને પંડિત ભીમસેન જોશી, કવ્વાલ અઝીઝ નાઝાને મળ્યા

મુલાકાત દરમ્યાન અઝીઝ નાઝાએ લતાની ગાયકીથી પ્રભાવિત થઈને પંડિત જયચંદને લતાની મુલાકાત સંગીતકાર નૌશાદ સાથે કરાવવા આગ્રહપૂર્વક વિનંતી કરી

કે આસિફની હાજરીમાં સંગીતકાર નૌશાદ સાથે મુલાકાત ગોઠવાઈ
નૌશાદ પણ લતાની ગાયકીથી ખુબ જ પ્રભાવિત થયા
અને પોતાના સંગીતવાળી ફિલ્મોમાં લતાને ગીતો ગવડાવવા રાજી થઈ ગયા
પણ ....

પણ નૌશાદે એક શરત કરી
જે શરત ખુબ જ આકરી હતી
જે શરત પ્રમાણે નૌશાદ સાથે કરારબદ્ધ થયા પછી આવતા પાંચ વર્ષ સુધી લતા અન્ય કોઈપણ સંગીતકાર માટે હિન્દી ફિલ્મોમાં ગીતો નહિ ગાય !

અને સંગીતકાર નૌશાદ સાથે પાંચ વર્ષનો ગાવાનો કરાર થઈ ગયો

પોતાના સૌથી મોટા પુત્ર વિનોદને ઉસ્તાદ અલા રખા ખાન પાસે તબલાની સઘન તાલીમ મેળવવા માટે મૂકીને ૧૫ દિવસમાં કલકત્તા પરત આવી ગયા હતા

આ તરફ હિન્દી ફિલ્મજગતમાં જાહેરાતો થવા લાગી કે સંગીતકાર નૌશાદ પોતાની આગામી ફિલ્મોમાં લતા નામની એક નવી ગાયિકાને પ્રસ્તુત કરે છે

પણ લાંબા સમયસુધી એકપણ ગીત ગાવા માટે નૌશાદ તરફથી કહેણ આવ્યું જ નહિ !

બીજી તરફ નૌશાદ સાથેના કરારના કારણે લતાને મળેલી પ્રસિદ્ધિથી પ્રેરાઈને અન્ય સંગીતકારો લતા પાસે ગીત ગવડાવવાના પ્રસ્તાવો લઈને આવવા લાગ્યા

આખરે કંટાળીને લતાએ નૌશાદ સાથેનો કરાર રદ કર્યોને
.
વર્ષ ૧૯૬૭માં એક જ દિવસમાં બે ગીત રેકોર્ડ કર્યા

પ્રથમ ગીત ઉષા ખન્નાના સંગીત નિર્દેશનમાં ફિલ્મ "એક ફૂલ એક ભૂલ" માટે હતું
"દસ પૈસેમેં રામ લે લો દસ પૈસેમેં રામ ..."
જયારે બીજુ ગીત સંગીતકાર કલ્યાણજી આણંદજીના સંગીત નિર્દેશનવાળી ફિલ્મ "વિશ્વાસ"નું હતું
"લે ચલ લે ચલ મેરે જીવનસાથી ...."

અને હિન્દી ફિલ્મજગતમાં "લતા ભટ્ટ" ઉર્ફે "હેમલતા"નો જન્મ થયો

પણ એ જમાનામાં નવી આવતી કોઈપણ ગાયિકા મોટાભાગના સંગીતકારો માટે અસ્પૃશ્ય રહેતી
બસ એ જ પેલા જગજાહેર કારણના કારણે જ તો !

રવિન્દ્ર જૈન કલકત્તામાં રહેતા ત્યારે લતા ભટ્ટના પિતા પંડિત જયચંદ ભટ્ટ ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવા જતા

જયારે લતા ભટ્ટની ઉંમર માત્ર ૧૨ વર્ષની જ હતી

એ સંબંધે રવિન્દ્ર જૈન અને લતા એકબીજાના સંપર્કમાં હતા
૧૯૭૩માં રવિન્દ્ર જૈને હિન્દી ફિલ્મોના સંગીતકાર તરીકે પોતાની કારકિર્દી શરુ કરી
અને ગાયિકા તરીકે પોતાની પ્રથમ પસંદગી હેમલતા પર ઉતારી

એ સમયે ૧૯૭૩માં જ હેમલતાએ યોગિતા બાલીના ભાઈ યોગેશ બાલી સાથે લગ્ન કર્યા

"યોગેશ બાલી" ૧૯૮૮માં ૩૪ વર્ષની ઉંમરે અવસાન પામેલો

યોગેશ બાલીના અવસાન બાદ રવિન્દ્ર જૈનની ઈચ્છા રહી કે હેમલતા તેમની સાથે લગ્ન કરે

અને રવિન્દ્ર જૈને પોતાના હેમલતા સાથેના પોતાના સંબંધોની એ વાત એક સાક્ષાત્કારમાં કબુલી હતી કે તેમની અદમ્ય ઈચ્છા હેમલતાને પોતાની પત્ની બનાવવાની હતી પણ હેમલતાએ નનૈયો ભણ્યો અને એ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું

વર્ષ ૨૦૦૨માં હેમલતા "શીખ સંગત - US"ના આગ્રહે અને આમંત્રણે US રહેવા ચાલી ગઈ
જ્યાં સંગતના રાગીઓને ભારતીય શાસ્ત્રીય સંગીત સહીત ગાયનની તાલીમ આપી

ચાર પાંચ વર્ષ USમાં સેવા આપ્યા બાદ ભારતમાં પરત આવીને વર્ષ ૨૦૧૫માં હેમલતાએ સંગીતકાર હેમંત મહેતાના સંગીત નિર્દેશનમાં "બેટી બચાવો પ્રોજેક્ટ" માટે ગીત ગાયું
.
આ સિવાય વર્ષ ૨૦૧૬માં હેમલતાએ સંગીતકાર દિલીપ દત્તાના સંગીત નિર્દેશનમાં "હરેકૃષ્ણ મુવમેન્ટ" માટે "ગીતાસાર" પર આલ્બમ બનાવ્યા છે

હેમલતાની એક ફઈ પાપીસ્તાનમાં સ્થાયી થઈ છે
તેના દીકરા રમેશે સુપ્રસિદ્ધ પાપીસ્તાની ગાયિકા રેશ્માની નાની બહેન સાથે લગ્ન કર્યા છે

હેમલતાના બે ભાઈ વિનોદ અને રિષભ ફિલ્મજગત સાથે સંકળાયેલા છે
વિનોદ તબલાવાદક છે જયારે રિષભ સંગીતકાર છે
વિનોદની પત્ની સંગીતા, જમાલ સેનની દીકરી છે
અને સંગીતકાર દિલીપ સેન - સમીર સેનની બહેન છે

હેમલતાએ એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે
હિન્દી ફિલ્મના સંગીતજગતમાં પ્રવર્તતા ગંદા રાજકારણનો ભોગ એ અવારનવાર બની છે

૧. અંખિયો કે ઝરોખે સે ફિલ્મના તેના ગયેલા ગીતોની રેકોર્ડને બજારમાં વેચાણ માટે જવા દેવામાં આવી ના હતી
અને એ તમામ રેકોર્ડનો જાણીજોઈને નાશ કરાયો હતો

૨. રાજકપૂરે ફિલ્મ હિનાના તમામ ગીતો હેમલતા પાસે ગવડાવવા માટે ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર અને ફિલ્મના સંગીતકાર રવિન્દ્ર જૈનની હાજરીમાં વચન આપ્યું હતું

પણ ......

બસ ફરી એ જ કારણ અને એ જ રાજકારણ !
(તમે તો સમજુ છો)

૩. RD બર્મનના સ્ટેજ શોમાં હેમલતા મુખ્ય ગાયિકા રહેતી
એ સંબંધે RD અને હેમલતા વચ્ચે ખુબ જ સારા વ્યવસાયિક સંબંધો હતા

ફિલ્મ 1942 A Love Storyના ગીતો હેમલતા પાસે ગવડાવવા માટે સંગીતકાર RD બર્મને પોતાના સંપર્ક સૂત્રો દ્વારા સતત ૧૧ મહિના સુધી હેમલતાનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો
પણ દરેક વખતે હેમલતાના "હિતેચ્છુ સંપર્ક સૂત્રો"એ સંગીતકાર RDને એવા બહાના બતાવ્યા કે
~ હેમલતા બિમાર છે !
~ હેમલતાની ઈચ્છા હવે ગીતો ગાવાની નથી !
આ બાબતની જાણ જયારે હેમલતાને થઈ ત્યારે બહુ મોડું થઈ ગાયું હતું

અને RD બર્મનનું દેહાવસાન થઈ ગયુ હતું
.
હેમલતાના ગાયેલા કેટલાક ગીતોની ઝલક મેળવી લઈએ

ફિલ્મ - ચિતચોર
~ જબ દીપ જલે આના જબ શામ ઢલે આના
~ તું જો મેરે સુર મેં સુર મિલાલે

ફિલ્મ - અંખિયો કે ઝરોખો સે
~ અંખિયો કે ઝરોખો સે
~ કઈ દિન સે મુઝે
~ એક દિન તુમ બહોત બડે બનોગે એક દિન

ફિલ્મ - નદીયાં કે પાર
~ કૌન દિશા મેં લેકે ચલા રે

ફિલ્મ - ફકીરા
~ સુનકે તેરી પુકાર સંગ ચલને કો તેરે કોઈ હોના હો તૈયાર

ફિલ્મ - દુલ્હન વોહી જો પિયા મન ભાયે
~ લે તો આયે હો હમે સપનો કે ગાંવ મેં
~ ખુશિયાં હી ખુશિયાં હો દામનમેં જિસકે
~ અબ રંજસે ખુશીસે બહારો ખિંજાસે ક્યા

ફિલ્મ - આપ તો ઐસે ના થે
~ તું ઈસ તરાહ સે મેરી જીન્દગીમેં શામિલ હે

ફિલ્મ - આપ આયે બહાર આયી
~ તારે ... તારે કિતને નીલગગન પે તારે

ફિલ્મ - જીને કી રાહ
~ ચંદા કો ઢૂંઢને સભી તારે નીકલ પડે

ફિલ્મ - પહેલી
~ સોના કરે ઝિલમિલ ઝિલમિલ રૂપા હસે કૈસે ખિલખિલ

ફિલ્મ - વિશ્વાસ
~ લે ચલ... લે ચલ મેરે જીવનસાથી

ફિલ્મ - વિધાતા
~ સાત સહેલીયા ખડી ખડી ફરિયાદ સુનાએ ઘડી ઘડી

ફિલ્મ - નતીજા
~ દિલ કરને લગા હૈ પ્યાર તુમ્હે પ્યાર તુમ્હે

ફિલ્મ - મસ્તાના
~ સુઈ જા તારા લઈકે ખીલોને સપને સલોને

ફિલ્મ - કાંચ ઔર હીરા
~એ ભીગી ફિજાયેં ઇન્હીં મેં કહો જાયે

ફિલ્મ - ફરેબ
~ હટા દે ઘૂંઘટ દિખાદે મુખડા ચાંદસે ભી ઉજલા
~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૦

"कभी तनहाइयों में
हमारी याद आएगी"
.
સ્નેહલ ભાટકર ~~~
.
આમ તો ફોટા પરથી તો કાકા બહુ સીધાસાદા લાગે
પણ ભારે ખેપાની !

પોતે HMV સાથે પોતાના મૂળ નામ "વાસુદેવ ગંગારામ ભાટકર" તરીકે કરારબદ્ધ એટલે કાકા એ નામે સંગીતકાર તરીકે બીજે ક્યાંય કામ ના કરી શકે
કાકા એ જાતે પોતે જ રસ્તો શોધી કાઢ્યો

"બી વાસુદેવ", સ્નેહલ અને "સ્નેહલ ભાટકર"ના નામે હિન્દી ફિલ્મોમાં સંગીત આપવા માંડયું
.
સ્નેહલ ભાટકર, એ નામ વધારે રુચિકર લાગ્યું અને એ નામે જ ફિલ્મોમાં સંગીત આપ્યું
પોતાની દીકરીનું નામ સ્નેહલતા હતું
એટલે પોતાનું ઉપનામ સ્નેહલ ભાટકર રાખ્યું

૧૯૪૭ની ફિલ્મ "નીલ કમલ" થી શરુ થયેલી કારકિર્દીમાં વર્ષ ૧૯૮૧ સુધીમાં માત્ર ૧૯ ફિલ્મો કરી

કેદાર શર્મા નિર્મિત અને નિર્દેશિત ૧૯૪૭ની ફિલ્મ "નીલ કમલ"માં રાજકપૂર હીરો અને માત્ર ૧૪ વર્ષની ઉંમરની હિરોઈન, મધુબાલા
અને મધુબાલાની આ પ્રથમ ફિલ્મ
કદાચ એ વખતની અભિનેત્રીઓ કદકાઠીમાં નાની ઉંમરે જ વિકસી જતી હશે !
જે ફિલ્મ માટે કેદાર શર્માના આગ્રહે "બી વાસુદેવ"ના નામે સંગીત આપ્યું
.
૧૯૫૦ની શોભાના સમર્થ નિર્મિત અને નિર્દેશિત ફિલ્મ હમારી બેટીમાં "સ્નેહલ ભાટકર"ના નામે સંગીત આપ્યું
જે ફિલ્મ નૂતનની અને તનૂજાની પ્રથમ ફિલ્મ
.
આમ તો સ્નેહલ ભાટકરની ઓળખ એટલે કેદાર શર્માની ફિલ્મ "હમારી યાદ આયેગી"નું ટાઈટલ ગીત
.
સ્નેહલ ભાટકરના સંગીતની મુખ્ય ત્રણ જ ફિલ્મો
૧. હમારી યાદ આયેગી (કેદાર શર્મા)
૨. છબીલી (શોભાના સમર્થ) અને
૩. ફરિયાદ (કેદાર શર્મા)

ફિલ્મ છબીલીમાં નૂતન પાસે કુલ પાંચ ગીત ગવડાવ્યા
જેમાંથી ગીત - એ મેરે હમસફર...લે રોક અપની નજર ....સાંભળવા લાયક અને મમળાવવા લાયક ગણી શકાય

કાકાને બે દીકરા અને એક દીકરી - રમેશ ભાટકર, અવિનાશ ભાટકર અને સ્નેહલતા ભાટકર
રમેશ ભાટકર મરાઠી ફિલ્મના હીરો, સાથે TV અને સ્ટેજ આર્ટિસ્ટ

તેમની ફિલ્મોના જાણીતા ગીતો
.
ફિલ્મ - છબીલી
.
૧. लहरों पे लहर, उल्फ़त है जवां
रातों की सहर, चली आओ यहाँ
.
૨. અય મેરે હમસફર લે રોક અપની નજર
ના દેખ ઇસ કદર યે દિલ હૈ બડા બેખબર
.
ફિલ્મ - હમારી યાદ આયેગી
.
૧. फ़रिश्तों की नगरी में मैं आ गया हूँ मैं
आ गया हूँ मैं
ये रानाईयां देख चकरा गया हूँ मैं
आ गया हूँ मैं
.
૨. सोचता हूँ ये क्या
ये क्या किया मैंने
क्या ये सरदर्द ले लिया मैंने
.
૩. कभी तनहाइयों में
हमारी याद आएगी
अंधेरे छा रहे होंगे
के बिजली कौंध जाएगी
कभी तनहाइयों में यूँ...

ये बिजली राख कर जएगी तेरे प्यार की दुनिया - २
ना फिर तू जी सकेगा और, ना तुझको मौत आएगी
कभी तनहाइयों में यूँ...
.
ફિલ્મ - ફરિયાદ
.
૧. हाल-ए-दिल उनको सुनाना था -२
सुनाया ना गया, सुनाया ना गया
जो ज़ुबाँ पर मुझे लाना था -२
वो लाया ना गया, वो लाया ना गया
हाल-ए-दिल उनको ...
.
૨. દેખો દેખ રહા થા પપીહા , પપીહા જાકે સબસે કહેગા પપીહા
(આ ગીત જો ના સાંભળ્યું હોય તો જરૂર સાંભળજો)
.
૩. આપને હુઝૂર મુઝે ક્યા સે કે બના દિયા
(આ ગીત જો ના સાંભળ્યું હોય તો જરૂર સાંભળજો)

(ક્રમશઃ)