પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-61
અઘોરનાથે ગોકર્ણને બોલતાં સાંભળ્યો કે પ્રેતયોનીમાં શું કર્યુ એની પ્રીત કેવી હતી એ સંભળાવો તરસું છું અને ગુરુજીની આંખો લાલ થઇ ગઇ એમણે એકદમ જ ઊંચા અવાજે કહ્યું "સાંભળવું છે તારે ? ના હું તને નજર સામેજ બતાવુ છું હવે જો હમણાંજ તેં યાદ કરેલું કે એક મહા શિવરાત્રીની પૂજામાં બે અવગતિયા હરામી પ્રેતાત્મા હતાં કે જેનાં ઉધ્ધાર માટે ગતિ કરવા કોઇ ઇચ્છા લઇને આવેલાં ભૂલી ગયો ? હવે જો તુ... માનસ મનસા પણ ભલે જોતાં.
ગુરુજીએ સમાધી લગાવી અને મોટેથી મંત્રોચ્ચાર ચાલુ કર્યા. ધીમે ધીમે એમનો અવાજ ઉગ્ર થતો જતો હતો એમની આંખોમાંથી જાણે અગ્નિ વરસી રહેલો આખી શેષનાગ ટેકરીનું વાતાવરણ જ જાણે બદલાઇ ગયું. એકાએક વાદળો ચઢી આવ્યા જોરથી પવન ફૂંકાવા માંડ્યો આજુબાજુમાં વૃક્ષો ડોલી રહેલાં કોઇક અગમ્ય અવાજ ઉત્પન્ન થયો હતો ગળાની અંદરથી ઘરઘરાટી બોલી રહી હોય એવાં પિશાચી અવાજ આવવા માંડ્યા અને ગુરુજીએ હાથમાં કોઇક વિધાન લીધુ. આહુતનું આહવાન કર્યુ અને જાણે એકાએક મોટો ધુમાડો ઉભો થયો અને ગોળ ગોળ ફરવા માંડ્યુ એમાંથી ચીસોનો અવાજ આવી રહેલો.. માનસ મનસા સાંભળી રહેલાં અને અચાનક જ મનસા ચીસ પાડી ઉઠી..
મનસાનાં ગળામાંથી અવાજ કોઇક જુદોજ નીકળી રહેલો.. ગોકર્ણ આશ્ચર્યની ગુરુજી સામે જોવા લાગ્યો એને ભય વ્યાપી રહેલો.
મનસાનું રૂપ બદલાઇ રહેલું એનો અવાજ બદલાઇ ગયો અને ધુમાડાનાં વાદળમાં કોઇ આત્મા દેખાઇ રહેલો મનસાએ એ તરફ જોયુ પછી માનસ સામે જોયું માનસને એણે આહવાન કર્યુ ઉભો થા વિધુ જોઇ શું રહ્યો છે જો તું આ જો વિધુ ઉભો થા...
માનસમાં પણ પરીવર્તન આવ્યુ છે એની આંખો લાલ લાલ અંગાર જેવી થઇ ગઇ હતી એનાં મોઢામાંથી જીભ બહાર નીકળી ગઇ એ ગુસ્સામાં લાલ લાલ થઇ ગયો હતો એણે હુમલા જેવાં વાદળમાં પ્રેતની આકૃતિઓ જોઇ અને ગુસ્સાથી બરાડો પાડી ઉઠ્યો અને વૈદેહી અને વિધુ બંન્નેનાં આત્મા બંન્ને જાણે ફરીથી પ્રેતયોનીમાં પ્રવેશ્યા હોય એમ ખૂબ બળપૂર્વક એ બીજા બે પ્રેતાત્માઓને પકડ્યા અને એમની પીડા આપવા માંડ્યા પેલા બે પ્રેતાત્મા ખૂબ નબળા અને માર ખાધેલાં પીડાઇ રહેલાં.
શિવરાજ અને વિપુલનાં આત્માઓનો જાણે ખાત્મો બોલાવવાનો હોય એમ એમને અગ્નિમાં બાળવા માંડ્યા હતાં એમનાં ઉપર ધા પર ધા કરી રહેલાં વૈદેહીની લાતો ખાઇ ખાઇને શિવરાજ-વિપુલનાં આત્મા પણ મરવા માટે પ્રેતયોનીમાંથી છૂટવા માટે મરણીયાં થયાં હતાં.
માનસે કહ્યું " અમે બંન્ને જીવ હું અને વૈદેહી પછી શિવરાજનાં ઘરે પહેલાં પહોંચેલાં એને અને વિપુલને દવાખાનેથી ઘરે લાવેલાં.. વૈદેહી તો એ લોકોને જોઇને એટલી ઉશ્કેરાયેલી કે બંન્નેનાં પલંગ ઉભા કરી દીધેલાં બંન્નેને એટલી યાતના આપી હતી કે પેલા લોકો ફાંફા મારી રહેલાં કે એમને કોણ પીડી રહ્યું છે.
મેં મોટી ત્રાંડ વિવશ કરી એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોવા છતાં સાલા પિશાચી તેં એનું શિયળ લૂંટ્યુ એનો દેહ ચૂંથ્યો અને મેં એટલો એને પાઇપથી ખૂબ ફટકાર્યો છે એને અમે દેખાઇ નહોતાં રહ્યાં છતાં એ ખૂબ મારો માર ખાઇ રહેલો ચીસો નાંખી રહેલો મારી માફી માંગતો હતો પણ મારાંમાં પણ શેતાન ધૂસેલો એને શિક્ષા આપવી હતી મને કોઇ દયા નહોતી.
શિવરાજનાં રૂમમાં બધાં દોડી આવ્યાં શિવરાજ માર ખાઇ રહેલો પણ કોઇ દેખાતુ નહોતું એનો પુત્ર એની પત્નિ રડી રહેલાં ગભરાઇ ગયેલાં પણ કોઇ નિવારણ નહોતું હવે નિર્વાણ થવાનું હતું.
વૈદેહીએ એનાં ગળામાં દોરડુ નાંખ્યુ અને એનાંજ પંખા પર લટકાવ્યો અને પછી એટલો માર્યો છે કે એની ચીસોથી આખું ઘર ભયાનક થઇ ગયેલું બધાં નોકર ચાકર આડોશી પાડોળશી સીક્યુરીટી બધાં દોડી આવ્યાં પણ કોઇ કંઇજ મદદ નહોતું કરી શકતું અને શિવરાજને અને લટકાવી દીધો. એનો પણ પિશાચી આત્મા અવગતિએ ગયો પ્રેતયોનીમાં આવી ગયેલો.
હું અને વૈદેહી વિપુલને ખૂબજ કાળી અને અત્યંત કપરી સજા આપવા માંગતાં હતાં. વિપુલને મેં ટાંગેથી પકડી ઘસડતો ઘસડતો છેક રોડ પર લઇ આવેલો એ પણ રાત્રે 12.00 વાગ્યા પછી આખું શરીર લોહીલુહાણ અને રાડો અને અત્યંત પીડાથી ચીસો પાડી રહેલો. બધાં માટે કોતૂક હતું બધાં મીડીયાવાળા આવી ગયાં એમને માત્ર વિપુલજ દેખાતો કે એને કોઇ ખેંચી રહ્યું છે પણ...
પછી આખાં લોહી લુહાણ વિપુલને અમે ચારસ્તા પર લાવ્યા જ્યાં પાનનાં ગલ્લે એ બેસતો સીગરેટો ફૂંકતો ત્યાં લારી નીચે બેઠેલાં કૂતરાં અમારી પ્રેત છાયા જોઇને ખૂબ ભસ્યાં અને વિપુલની પાછળ પાછળ દોડયાં એ લોકો વિપુલને શિકાર સમજી બચકાં ભરવા લાગ્યાં જોત જોતામાં 8-10 કુતરાનું ટોળું આવી ગયું કોઇની હિંમત નહોતી કે વિપુલને છોડાવે રાત્રે બાર વાગે આમ પણ વસ્તી ઓછી હતી પોલીસની જીપ આવતી જોઇને મેં વૈદેહીને અહીં વિપુલનું ધ્યાન રાખવાનું કહી પોલીસની જીપજ બંધ કરી દીધી કોઇ નજીક ના આવી શક્યું.
વિપુલને થોડાંકજ સમયમાં કૂતરાઓએ ફાડી ખાધો એનો જીવ નીકળી ગયો. અને છેવટે એ કૂતરો કૂતરાનાં મોતેજ મર્યો.
પ્રેતયોનીમાં બંન્ને જણાં આવ્યાં પછી પણ અમે એ બંન્નેને ખૂબ હંફાવ્યા અમારી મદદે ત્યારે પણ મહાદેવ હતાં અને પિતૃનારાયણનાં શરણમાં હતાં બંન્નેને પૂરતી સજા મળી હતી પણ અમારો જન્મ-ભવ બગાડેલો એટલે અમે ક્યારેય માફ નથી કર્યા.
ધુમાડાનાં વાદળમાં બંન્ને પ્રેતાત્મા દેખાયાં અને ગુરુજીએ પાછાં શ્લોક બોલવાં ચાલુ કર્યા. ચારેબાજુ તોફાન જેવું વાતાવરણ સજાર્યુ અને ધોમધકતા યજ્ઞની ઝાળમાં બંન્ને પ્રેતાત્મા શેકાઇ રહેલાં અને એમને આજે સજા મળી રહી હતી અને માનસ-મનસાનાં આત્મામાં વેરાગ્નિ શાંત થઇ રહેલો.
વિપુલ અને શિવરાજને લાખો નાગ ડસી રહ્યાં હોય એટલી વેદના થતી હતી એમનાં આત્મા બે હાથ જોડીને માફ કરવા વિનતી રહેલાં.
અઘોરનાથ મનસા-માનસની આંખોમાં વેરાગ્નિ શાંત થયેલો જોયો અને એમણે હવનયજ્ઞમાં એક મોટું શ્રીફળ મંત્રોચ્ચાર સાથે આહુત કર્યુ અને બંન્ને પ્રેતાત્મા ગતિ કરી ગયાં.
માનસ અને મનસાનાં દેહમાં અથાગ થાક હતો આંખો અશ્રુથી ભરેલી હતી અને માનસ બોલ્યો હે ગુરુજી અમારાં કયા પાપ અને એ ભવમાં આટલી સજા આપી ગયાં અને ક્યાં પુણ્ય એ અમને આ જન્મે પાછા ભેગાં કર્યા ? અમને જણાવો અમારુ કૂતૂહુલ શાંત કરો.
ગુરુજીએ મંદ મંદ હસતાં કહ્યું "આપણે જે આપણું કર્મ લખીએ છીએ અને એજ વિધીનાં વિધાન બને છે. જ્યારે પ્રેમ આસ્થામાં શંકાના બીજ અને અંસતોષનો અગ્નિ પ્રજવળે એટલે પાત્રતા ગુમાવી અને દુઃખ ભોગવો.
જ્યારે પરાકાષ્ઠાએ પહોચેલો પ્રેમ એની પાત્રતા પાછી મેળવે અને બે જીવ પાછાં મળે. આમાં પ્રકૃતિ પણ કાંઇ ના કરી શકે પણ તમારાંમાં ધરબાયેલાં સાચો પ્રેમ જન્મો કે યોની બદલાય તો પણ અચળ રહે છે અને તમને એનુંજ પરીણામ મળે છે.
ટૂંકી પ્રેતયોનીની પ્રીત પણ તમને વાસનાપૂર્તિ નહીં પણ આત્માથી આત્માનો સાથનો સથવારો ફળ્યો આ જન્મે તમે પાછાં અહીંજ ભેગાં થયાં છો. માં માયાની કૃપા છે એનોજ પરચો છે. આજ સાચો પ્રેમ પ્રેતયોનીની પ્રીત છે. અને માનસ મનસાનાં એક એક હાથ જોડાઇ સંતૃપ્ત થયા અને માં માયા અને ગુરુનાં ચરણમાં સમર્પિત થયાં.
--- સમાપ્ત---
આજે અહીં “પ્રેત યોનિની પ્રીત” નવલકથાનું સમાપન થાય છે અને વહાલાં વાચક મિત્રોને સમર્પિત કરીએ છીએ. આ નવલકથાને આપ સહુ વાચક મિત્રોએ ખૂબ સહકાર અને પ્રેમ આપ્યો છે તે બદલ “દિલ”થી ખૂબ ખૂબ આભાર.. આવી રીતે આવનાર બધીજ નવલકથાને આનાથી વધુ સહકાર અને પ્રેમ આપી વધાવી લેશો એવી આશા.
મારી બીજી નવી નવલકથા પ્રેમવાસના સિરીઝની “ ધ કોર્પોરેટ એવીલ” આજ નવલકથાને સ્થાને આવી રહી છે એને તમારો પ્રેમ અને સંપૂર્ણ સહકાર આપી વધાવી લેશો..