paheli mukalat - jindagi khubsurat chhe - 4 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 4

જિંદગી એક પુસ્તક જેવી છે ,ઘણી બધી વાર્તાઓ ભેગી થઈને એક પુસ્તક બને છે.
એમાં દરેક પન્ના પર અલગ-અલગ કહાની બનેલી હોય છે.
ક્યારેક રડવાનું મન થાય, કયારેક હસવાનું મન થાય, ક્યારેક જિંદગી જીવવાનું મન થાય ,ક્યારેક જીંદગીમાં બહાના બનાવવાનું મન થાય.
એક પુસ્તકમાં ઘણા બધા પેજ હોય છે તેવી રીતે જિંદગીમાં પણ નાની નાની વાર્તાઓ બનતી રહે છે ચાલતી રહે છે .
નવા નવા લોકોને મળવું, કોઈકનુ ચાલ્યા જવું ,કોઈનું રોકાઈ જવું, કોઈના પ્રત્યે નફરત થઇ જવી તો કોઈને પ્રેમ થઈ જવો બસ આવી નાની કહાનીઓ છે.. જે મળીને જિંદગી ની પુરી કહાની બની જાય છે... અને આવી કહાની વાંચતા-વાંચતા રોકાવું શક્ય જ નથી પછી ભલે તે ગમે તેટલી મહત્વની કેમ ન હોય.... એવી રીતે આ લાઇફમાં એવા લોકો મળી જાય છે... જે ખૂબ જ નજીક આવી જાય છે ...‌પણ એમની કહાની પુરી નથી.. એટલી જ છે... જેમને પહેલાથી જ લખી છે ...આપણે જેની જોડે પ્રેમ થઇ જાય છે એનાથી અલગ થવાનું મન થતું નથી... વાત સાચી પણ છે.... પણ આપણી લાઈફ ની જિંદગીના પુસ્તકમાં કહાની એટલી જ છે.... પણ અધૂરી હોય છે ...‌આપના તરફથી કે લોકો આવી જવું અલગ અલગ વાર્તા છે કોઈક ગમે કોઈક ના ગમે પણ આ સમય કોઈના માટે નથી રોકાતો જિંદગી ની આગળ નું પત્તુ ફેરવવું જ પડે છે.... જવું જ પડે છે.... આગળ તે તમારા હાથમાં નથી.... પછી ભલે તે વાર્તા અધૂરી જ કેમ ન રહી જાય..... વ્યક્તિ અધૂરો છે... કે પૂરો જિંદગીના પેજ પર સમય પ્રમાણે આગળના પેજ પર જવું જ પડે છે.... આપણે જે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તેના માટે બધું જ કરીએ છીએ.... બધું જ બરાબર હોય છે.... પણ આપણે પુસ્તકમાં તેની કહાની અધૂરી હોય તો તે વ્યક્તિ અથવા કહાની રોકાવાની નથી ....સમય રોકાવાનો નથી... સમય આગળના પેજ પર વધીને જ રહે છે .. સમય તો પોતાને આગળના પેજ ને ઉલટાવીને જ
જિંદગીની કિતાબ આગળની વાર્તા પૂરી કરીને જ રહે છે.... બસ એટલા માટે જિંદગીમાં જ ખુશીઓથી ભરેલું ચેપ્ટર છે... તે પેજ ને યાદ રાખી ને ખુશ થવું જોઈએ...‌ કે તમે શું શીખવ્યું તે યાદ રાખવું જોઈએ... રડવાનું મન થાય તો રડી લો... ખુશ થતા પહેલાં રડવું પણ જરૂરી હોય અનેત્યારે જ ખબર પડે છે કે ખુશ થવું કેટલું સુંદર છે ...બધાની કહાની પુરી પણ હોય છે ....અને અધૂરી પણ બસ એ નજરીયો હોવો જોઈએ દેખવાનો ...તેને તેના માટે જિંદગી ખૂબસૂરત છે ...મેં પણ સમય સાથે આગળ વધીને જીવવાનું નક્કી કર્યું છે ...આજે હું બે વર્ષ પછી અમદાવાદની ધરતી પર પગ મૂકી રહ્યો છું... આજે આ એરપોર્ટ પર ગેટની બહાર નીકળી ને જોયું તો સાંજ પડી ગઈ છે... અને આ મારું સ્વાગત કરી રહી છે કડકડતી ઠંડી આજ સાંજે જેટલી ખૂબસૂરત લાગી રહી હતી કદાચ બે વર્ષ થયા માતૃભૂમિ પર પગ મુકતા એટલે જ એક નવી લાગણી નો અહેસાસ થઇ રહ્યો છે...‌ નવો માહોલ જોવા મળ્યો અમદાવાદનો આટલી બધી ઠંડી કેમ લાગી રહી હતી... જરૂર પારો નીચો હતો... કેમકે આવી ઠંડીનો અનુભવ એના માટે કેનેડામાં કઈ નવો નહોતો... હા ઠંડીને લીધે આજુબાજુ નો માહોલ થોડો સુમસામ થઈ ગયો હતો યાત્રીઓને લેવા આવેલ ગાડીઓ ટેક્સી તેમના સંબંધીઓ ને લીધે ભીડભાડ દેખાતી હતી ...પણ એના સિવાય બીજી લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી ...એક ટેક્સી ડ્રાઇવર એ પૂછ્યું ક્યાં જવું છે સાહેબ પણ મારે તો જવું હતું નહીં ...નીરવની રાહ જોઈને ઉભો હતો તે એરપોર્ટ પર આવવાનો હતો... હા પણ હજી દેખાતો નથી ...ખબર નહીં કેટલી વાર છે‌... એક કોલ કરી લઉં ખબર પડે લેવા આવે છે કે નહી.
નહીં તો હું મારી જાતે આ ટેક્સી કરી લઉં..
(ક્રમશ)