horror express - 38 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 38

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 38

લાગતુ એવું જ હતું અને આજે પણ જાણે તે વિશે અંદાજ આવી ગયો ન હોય. તે ભૂતાવળ કદાચ વિજય ને કુવા પાસે લઈ ગઈ. વિજય થી તે ગુસ્સે ભરાઈ અને મોઢું ફાડીને રાડો પાડી રહી હતી.એના પગ જમીન સાથે જોડાઇ રહ્યા હતા તે કશું કરે છે તેવો ભાસ થવા લાગ્યો. સાથે સાથે માથામાં અસહ્ય દર્દ થવા લાગ્યું તે ભૂતાવળ ના હાથ ભળી ગયા હતા. તે ગજબના મજબૂત હતા તે હાથની પકડ એટલી મજબૂત હતી કે વિજય ત્યારે કશું કરી શકતા નથી. વિજયના તરફડિયા પણ એ હાથની રમત રમી રહ્યા હતા.
આખરી વિજય થાકી ને લથડી પડ્યો તેણે હાર માની લીધી. એક ગુલામની જેમ ભૂતાવળ તેના ઉપર હાવી થઇ ગઇ, તે "વિજયને કૂવા પાસે લઈ જઈ."
જે થવાનું હતું તે ઘણું જ દુઃખદાયક હતું તે ભૂતાવળ વિજય સાથે પૂરેપૂરી વાત કરવાની ચાલુ કરી હતી.
પાણી જોવું છે તારે?
હે......
એ ભુજાઓનું કર્કશ અવાજ વિજય ના ઉત્સાહ માં ખૂબ જ વધારો કરી રહ્યો હતો. એ શું કામ બોલી?
મોત નો અવાજ જાણે તે જગ્યાના માલિકની હાક જેવો હતો. તેમાંથી નિકળેલી ધમકીથી વિજય ખૂબ ડરી ગયો.
એવું તો શું કારણ હતું એણે ખાલી પાણી જોવાની કોશિશ કરી હતી અને આ સજા...
તે કૂવામાં એવું તો શું હતું તે જોઈ ન શકાય અને એવું તો શું અપરાધ કર્યો હતો તેણે કોઈ જનાવરની જેમ ભૂતાવળ તેની કસ્ટડીમાં લઈ જઈ રહી હતી.
કેમ ભૂતાવળ તેના થનારા પતિ ઉપર આટલી બધી નિર્દયી બની શકે.કોઈ જવાબ ન હતો.
વિજય પાસે લાચારી વગર બીજું કશું બચ્યું ન હતું ઉપરથી પંજામાંથી છટકી જવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ સફળ થયો નહિ. તે જગ્યા વિજય નો છેડો મૂકતી ના હતી. વિજય જાણતો ન હતો પણ જોવા જેવું એ હતું કે કોઈ નો પછડાયો પડ્યો અને હાડકાં માં પણ દર્દ થવા લાગ્યું વિજય હાથ મુખ પર નાખી દર્દથી કણસતો પડી રહ્યો. તેના આંસુ ફૂટવાની તૈયારીમાં હતા.
પેલી ભૂતાવળ વિજયની ઉપર હસતી રહી વાતાવરણ ગૂંજી રહ્યું વિજય ને જીતીને પણ ખુશ દેખાઇ રહી હતી તેના હાસ્યને લીધી જાણે આખું વાતાવરણ પણ ખુશીની જગ્યા ઓ પાડતું હોય તેમ બદલાયું તે કડક થઈને આકાશ ભણી યુવતી ઊભી રહી અને વિજય તેના પગમાં પડી લાચારી જેમ પોતાના માથાના વાળની બચાવશે અને એટલામાં જ પેલી ભૂતાવળ તેનો જીવ લેવા લાગી.
અવાજ સાથે તે નીચે સુધી જોવા લાગી વિજય તો હજી તેની આંખોથી દૂર નીચેની બંને હાથ જોડીને રક્ષણ માટે મનોમન પ્રાથના કરી રહ્યો હતો.વિજય ને જોયો અને ફરીથી ગુસ્સામાં પર આવી ગઈ આ વખતે તેને છોડવા માગતી ન હતી,એણે વિજયને હાથ થી ઉંચો કર્યું એટલે જાણે કશુંક રૂમાલ જેવું ના હોય અને સટાક થઈને તેનું આખું શરીર ઉંચકી પેલા કૂવામાં નાખી દીધો. વિજય તળિયે જઈ પડ્યો રહ્યો.
"આ બધું એકદમ જ બન્યું અને ખૂબ જ ઝડપથી બની ગયું."
વિજય કૂવામાં જઈ પડ્યું હતું અને ભૂતાવળ ગાયબ હતી. તે તો બહુ ઊંડો હતો કૂવામાં કશું જ નહોતું કૂવામાં કાંકરા અને રેતી હતા.જેના થી વિજય ને વધુ એક દર્દ મળે તે કાંકરાઓ વિજયના શરીરમાં ઘા કરેલો અને ઘૂસી ગયેલા.
તેથી વધારે એકાદ પથ્થર પણ તેના માથામાં વાગ્યું હતો. પોતાના વાળને બચાવતો પોતાના બંને હાથ માથાને પકડીને સુઇ રહ્યો હતો છતાં પણ તેના બાકીના શરીર ને દર્દ મળ્યું હતું.તેના મોઢામાંથી હજી ચીસ નીકળતી ન હતી.
ભૂત ના હાસ્યના પડઘા તેના મગજમાં ચાલતા રહે છે.
વધુ આવતા અંકે....