Return of shaitaan - 24 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan - 24

Featured Books
Categories
Share

Return of shaitaan - 24

સિસ્ટિન ચેપલ ની અંદર કોન્ક્લેવ શરુ થવાની તૈયારી માં હતી . ફાધર પીટર બધા કાર્ડિનલ પાસે આવે છે અને કહે છે. ,"તમને બધાને ખબર છે કે પૉપ ના ઇલેકશન માટેના જે ચાર મેઈન ઉમેદવાર કાર્ડિનલ્સ હતા એ અત્યારે અહીંયા મોજુદ નથી પરંતુ એમના વગર પણ તમારે આ કોંકલેવ તો ચાલુ કરવી જ પડશે." બસ એટલું બોલીને દરવાજા તરફ ચાલવા લાગ્યા.
"હા પરંતુ તે લોકો છે ક્યાં?" એક કાર્ડિનલ એ પૂછ્યું.

"હું આ સવાલ નો ઈમાનદારીપૂર્વક જવાબ આપી નથી શકતો સોરી."
" તેઓ ક્યારે પાછા આવશે?"
"આ સવાલ નો જવાબ પણ ઈમાનદારીપૂર્વક જવાબ નથી આપી શકતો..
"તેઓ ઠીક તો છે ને?"
".............."કોઈ જવાબ નહિ.

"તેઓ પાછા તો આવશે ને?"
"ઈશ્વર માં શ્રદ્ધા રાખો."આટલું બોલીને તેઓ ત્યાંથી નીકળી ગયા.
અને પછી દરવાજા બંધ કરીને સાંકળ લગાવી અને તેની ઉપર એકદમ મોટું તાળું મારી ને ચાવીની જે જગ્યા છે તેની ઉપર સીલ માર્યું જેની ઉપર ઇંગલિશ માં લખેલું હતું." કોંકલેવ સિલ્ડ "
ફાધર પીટર ની પાસે ચાર સ્વિસ ગાર્ડ હતા. બધાને ખબર હતી કે આ સિલ્ડ રમ હવે જયારે કોન્ક્લેવ પુરી થશે ત્યારે જ ખુલશે. હા અગર કોઈ મેડિકલ ઇમેર્જન્સી આવે ત્યારે આ દરવાજો ખોલી શકાય.
**********************************
તમને પહેલી વાર માં કેમ ખબર ના પડી મી. રાજ? કમાન્ડર ઓલિવેટ રાજ ને પૂછી રહ્યા હતા.
"..........................." રાજે કઈ જવાબ ના આપ્યો.
"બોડી ને અહીંયા થી બહાર લઇ ને જાવ અને ધ્યાન રાખજો કે બહાર કોઈ ને ખબર ના પડે કે કાર્ડિનલ બેગીયા નું ખૂન થઇ ગયું છે બહુ સિક્રેટ રાખજો આ નહિ તો જો આટલો પણ મસાલો મળશે આ લોકો ને તો બધું જાહેર થઇ જશે અને આપડે એન્ટી મેટર અને બીજા કાર્ડીનલસ સુધી ક્યારેય નહિ પહોંચી શકીએ.

ત્યાં ઉભા રહેલા સ્વિસ ગાર્ડે હા પડી અને પછી બધા પોત પોતાના કામ માં લાગી ગયા.
રાજ ને હજુ પણ મુંજારો થતો હતો . જાણે તેની કોઈ પણ સેન્સ કામ જ ના કરી રહી હોય લોરા તેની તરફ આવી અને પૂછ્યું કે રાજ તમે ઠીક તો છો ને? " લોરા રાજ નો હાથ તેના હાથ માં લઇ ને પલ્સ ચેક કરી રહી હતી.
"હા ઠીક છુ કમાન્ડર ઓલિવેટ કેટલા ગુસ્સા માં છે."
"હા હોય ને ગુસ્સામાં આપડે બધી ગરબડ કરી દીધી ને અગર પૅથીઓન માં પહેલા ના ગયા હોત અને અહીંયા પહેલા આવ્યા હોત તો કદાચ કાર્ડિનલ ને બચાવી શક્ય હોત.
"હા મેં બહુ મોટી ભૂલ કરી દીધી આઈ વિશ કે હું સમય માં પાછો જઈ શકતો હોત લોરા હું સાચુ કહું છુ કાર્ડિનલ ને કઈ જ ના થવા દેતો." રાજ લગભગ રડમસ અવાજે બોલ્યો.
"રિલેક્સ રાજ આપડા હાથ માં જે હતું એ આપડે કર્યું બધી સિચ્યુએશન આપડા હાથ માં નથી હોતી નથી. પણ હવે બીજી એક ભૂલ તમે સુધારી શકો છો બીજા કાર્ડિનલ ને મરતા આપડે બચાવી શકીએ છે."
"હા એ તો છે જ."
"ચાલો રાજ આપડી પાસે ૪૦ મિનિટ નો સમય છે બરાબર ૯ વાગે બીજા કાર્ડિનલ નું ખૂન થશે મને કહો રાજ કે આગળ પોએમ નો શું મતલબ થાય છે તમારા થી વધારે એ કોઈ નથી જાણતું દિમાગ લગાવો અને કહો કે બીજા કાર્ડિનલ નું ખૂન ક્યાં થશે.."લોરા એ રાજ ને ઘડી બતાવતા કહ્યું.
"હા સાચી વાત છે." રાજ ઉઠ્યો અને આમ થી તેમ બધું જોવા લાગ્યો , ડેમોન્સ હોલ , સોલાર સિસ્ટમ ના મોડલ , પીરામીડસ કઈ પણ એવું જે આ ચેપલ માં હોય જેનાથી આગળ કલુ મળી શકે. પોતાની ઘડી મેં તેને જોયું અને તે પોતા ને જ કહેવા લાગ્યો," think raj think you have to save him . "
એ હજુ કૈક વિચારતો જ હતો એટલા માં લોરા તેની પાસે આવે છે અને કહે છે કે રાજ મેં એક મિસ્ટરી સોલ્વ કરી દીધી છે.
"કેવી મિસ્ટરી?"
"રાજ આપડે વિચારતા હતા ને કે ઈલ્લ્યુમિનાટી ગ્રુપ નો એ શિલ્પકાર કોણ હશે ? મને ખબર પડી ગઈ કે એ કોણ છે."
" તમને કેવી રીતે ખબર પડી? એ જ આપડો સેકન્ડ કલુ હશે."
"રાજ એ શિલ્પકાર નું નામ છે બર્નિની."
" બર્નિની ? "
"હા લૉરેન્ઝો બર્નિની "
"લોરા તમે કદાચ ખોટા છો અહીંયા તમને ખબર પણ છે કે બર્નિની કોણ હતા?"
રાજ ને ખબર હતી કે લોરા ખોટી ડિરેક્શન માં જઈ રહી છે કેમ કે બર્નિની એ માઈકલ એન્જેલો પછી ના શ્રેષ્ઠ શિલ્પકાર હતા અરે એમને ફેમસ પણ માઈકલ એન્જેલો એ જ કર્યા હતા.
"તમને કેમ એવું લાગે છે કે હું ખોટી છુ?"
"હા તમને ખોટા છો કેમ કે કેથોલિક ચર્ચ એ બર્નિની ને પોતાના માણસ ગણાવ્યા હતા અગર જો એ ચર્ચ ના માણસ હોય તો પછી ઈલ્લ્યુમિનાટી ગ્રુપ માં કેમ ના હોય? તેમણે કેથોલિક ચર્ચ માટે કેટલી બધી મૂર્તિઓ બનાવી છે. ચર્ચ ને જો થોડો પણ શક હોત તેમની પર તો ક્યારના મારી નાખ્યા હોત."
"હા એક્ઝટલી ગેલેલિઓ ની જેમ."
"ના ગેલેલિઓ ની જેમ નહિ ગેલેલિઓ તો રોમ ચર્ચ ને કાંટા ની જેમ ખૂંચતા હતા જયારે બર્નિની તો ચર્ચ ના ચહીતા હતા. "
" હા એટલે જ તો કોઈ ઈલ્લ્યુમિનાટી ગ્રુપ નું સભ્ય જે ચર્ચ ની એકદમ નજીક હોય અને રજે રજ ની માહિતી ગ્રુપ ને આપે.
"હા સાચી વાત છે."
"લોરા ગ્રુપ ના સભ્યો આ સિક્રેટ આર્ટિસ્ટ ને માસ્ટર કહેતા હતા. The Unknown Master "
"હા બરાબર રોમન ચર્ચ ની માટે અનોન."
"લોરા સાચી વાત છે તમારી હવે મારે બીજા કોઈ કલુ માટે વિચારવાની જરૂર નથી મને લાગે છે કે બનીની જ એ માસ્ટર છે જે રોમન ચર્ચ ની વચ્ચે રહી ને ઈલ્લ્યુમિનાટી ગ્રુપ માટે રસ્તો બનવી શકે. હવે મારે વધારે જહેમત ઉઠાવાની જરૂર નથી જુઓ દૂર પેલી દીવાલ પાર બે એન્જેલ દેખાય છે?"
" હા" લોરા એ પણ એ તરફ નજર કરતા કહ્યું.
"બસ હવે એ જે તરફ ઈશારો કરી રહ્યા છે એ જ આપડો બીજો કલુ છે .
"અચ્છા?"
"હા પોએમ ની બીજી લાઈન યાદ છે તમને?"
" હા યાદ છે Let Angel Guide you on your lofty quest ."
" હા બસ આ એજ એન્જેલ લાગે છે." આટલું બોલી ને રાજ દોડી ને બહાર ગયો જ્યાં ચર્ચ નું રીનોવેશન ચાલતું હતું અને ત્યાં બાંધકામ માટેના લાકડા વ્યવસ્થિત રીતે બાંધવામાં આવ્યા હતા. રાજ તેની ઉપર એક પછી એક ચડી ને ઉપર જાય છે તેને જાણવું હતું કે એન્જલ કઈ તરફ ઈશારો કરી રહ્યા છે.

દૂર દૂર કોહલેર પોતાની વહીલ ચેરને આમ થી તેમ લઇ જઈ ને કૈક શોધી રહ્યા હતા. તેઓ વેત્રા ના રૂમ ની અંદર હતા. હજુ સુધી તેમને જે જોઈતું હતું તે મળતું ના હતું . તેઓ વેત્રા ના બેડરૂમ માં જઈ ને બેડ ની પાસે આવેલા ડ્રોવર ને ખોલવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ હજુ પણ ડ્રોવર ખુલી રહ્યું ના હતું કોહલર પોતાની પાસે કિચેન માં થી લાવેલ ચાકુ થી તે ખોલવાની ટ્રાય કરે છે અને તે ડ્રોવર ખુલી જાય છે. આ જોઈ ને તેમના ચેહરા પર એક સ્માઈલ આવી જાય છે. તેમને જે વસ્તુ જોઈતી હતી તે એ જ ડ્રોવર માં હતી.
**********************************
રાજ ચેક ચર્ચ ની ચેટ પર જઈ ને સાઉથ વેસ્ટ જે દિશામાં એન્જેલ પોઇન્ટ કરતા હતા ત્યા જઈ ને દૂર દૂર સુધી નજર કરે છે પણ કઈ પણ દેખાતું નથી તે નીચ એ ઉતારી ને પાછો આવે છે લોરા તેને જોઈ ને પૂછે છે,"કોઈ કલુ મળ્યો?"
"ના કઈ સમજ માં નથી આવતું અહીં આવો હમણાં ખબર પડી જશે ."
રાજ કમાન્ડર ઓલિવેટ પાસે ગયો અને કાન માં કંઈક કહ્યું . થોડી વાર માં તો પાસે પડેલા ટેબલ પર રોમ નો નકશો હતો. ત્યાં લોરા તથા બીજા ચાર પાંચ સ્વિસ ગાર્ડ મોજુદ હતા. કમાન્ડર ને રાજે કહ્યું કે અહીંથી સાઉથ વેસ્ટ તરફ જુઓ.
કમાન્ડરે સીધી લીટી દોરી એ દિશા તરફ . પછી રાજ તરફ જોયું.
"હા બરાબર છે હવે મને કહો કે કોઈ પણ ચર્ચ આવે છે આ લાઈન માં ."
" ના કોઈ નહિ સીધું સેન્ટ પીટર્સ બેસિલિકા જ આવે છે અગર જો તમે બતાવેલી દિશા તરફ આગળ વધીએ છે તો."
" ઓકે તો કોઈ સ્ટૅચુ કે મોનોલીથ જેવું આવે છે આ દિશામાં?"
"સ્ટૅચુ તો કોઈ નથી આવતું " કમાન્ડર બોલ્યા.
"એક મોનોલીથ જેવું આવે છે." એક સ્વિસ ગાર્ડ બોલ્યો. બધાની નજર તેની તરફ હતી.
" હા એક ઇજિપ્સિયન મોનોલીથ આવે છે પરંતુ એ બર્નિની એ ડિઝાઇન નથી કર્યું બીજી પણ એક વસ્તુ છે પરંતુ એ કંઈક અલગ છે પણ રહેવા દો."
" ના તમે બોલો." રાજ અને કમાન્ડર એક સાથે બોલ્યા.
"હું આ જાણું છુ કેમ કે છેલ્લા ૬ મહિના થી મારી ડ્યૂટી ત્યાં હતી તો મેં એ નોટિસ કર્યું કે એ કોઈ મોનોલીથ કે સ્ટૅચુ નથી પરંતુ બ્લોક જેવું છે."
" હા સર માર્બલ ના બ્લોક હોય એવું છે પણ એની ઉપર કાર્વિંગ કરેલું છે ઉડતા પવન જેવું."
"રિલીફ , બેસ રિલીફ " રાજ બોલ્યો.
" ?????????" બધા તેની તરફ જોવા લાગ્યા.
" રિલીફ ટુ ડિમેન્શન માં બનેલું સ્કલ્પટર કે બ્લોક હોય તેને કહેવાય."
"સેન્ટ પીટર સ્કેવર ની આ જગ્યા ને west ponente કહેવાય છે." ગાર્ડ બોલ્યો.
" બ્રીથ ઓફ ગોડ ." રાજે કહ્યું.
" હા સર "ગાર્ડ બોલ્યો.
" પરંતુ એ તો માઈકલ એન્જેલો એ ડિઝાઇન કરેલું છે ને?" રાજે પૂછ્યું.
" હા સર ચર્ચ મતલબ સેન્ટ પીટર્સ બેસિલિકા તેમને કર્યું છે પરંતુ આ જે બહારનો ભાગ બેસિલિકા સ્કેવર છે તે બર્નિની એ ડિઝાઇન કર્યું છે."
" કમ ઓન બધા જ કાર માં બેસો. નાવ." કમાન્ડર એ આ વાત સાંભળતા જ કહ્યું.
********************************

થોડી વાર માં આલ્ફા રોમીઓ કાર નો કાફલો સેન્ટ પીટર્સ ચર્ચ ની પાસે હતો. પાર્કિંગ સ્પેસ માં કમાન્ડરે કાર લગાવી અને પાછળ ફરીને રાજ તથા લોરા ને કહ્યું કે," સેમ સ્ટ્રેટેજી અજમાવીશું આ વખતે પણ. ટુરિસ્ટ બનીને જાવ અને તમારી પાસે ફોન પણ છે કઈ પણ શંકાસ્પદ લાગે તો તરત જ કોલ કરજો."
રાજ અને લોરા ફટાફટ કાર માં થી ઉતારી ને બહાર ની ભીડ માં ગમ થઇ ગયા. કમાન્ડર તેમને જોતા જ રહ્યા અને મનોમન પ્રેય કરી રહ્યા હતા કે આ વખતે બીજા કાર્ડિનલ બચી જાય.
રાજ અને લોરા એક બીજાનો હાથ પકડી ને આગળ ચાલી રહ્યા હતા કોઈ કઈ બોલતું ના હતું પરંતુ માહોલ નું ટેન્શન બંનેને હતું બસ આ વખતે રાજ ને હતું કે તે ખોટો ના પડે અને કાર્ડિનલ ની જાન બચી જાય. લોરા ની પકડ રાજ ની આંગળીઓ પર એકદમ ટાઈટ હતી બંને ચાલતા હતા ત્યાં અચાનક એક માનવ ખોપરી લોરની આગળ આવી ગઈ અને બોલી," લોરા લોરા તારા પિતાજી ની આત્મા બહુ તડપી રહી છે નરક ની આગમાં શું ટુ તેમને છોડાવા નથી માંગતી? જલ્દી કર તારા હાથ માનો ટેટુ જો જો કેટલું નાનું થઇ ગયું છે તારી પાસે સમય બહુ જ ઓછો છે. જલ્દી કર લોરા નહિ તો તારા પિતાજી કાયમ માટે.......હા.... હા... હા....." આટલું બોલી ને એ માનવ ખોપરી ક્યાંય ગુમ થઇ ગઈ. લોરા એક ઝટકા સાથે રોકાઈ ગઈ.રાજ ની પકડ પણ એકદમ ટાઈટ હતી રાજ પણ એક ઝટકા સાથે રોકાઈ ગયો.
"લોરા શું થયું?"
" રાજજ રાજ્જ્જજજ અહીંયા... અહીંયા......" લોરા થી શ્વાસ લેવાતો ના હતો.
"એક મિનિટ પહેલા તમે શાંત થઇ જાવ પ્લીસ "
" રાજ શેતાન નો ચેહરો હોયો મેં હમણાં જ મારી નજરો ની આગળ મારા પિતાજી ની રૂહ વિષે વાત કરતો હતો જુઓ આ મારુ ટેટુ કેટલું નાનું થઇ રહ્યું છે આપડી પાસે કેટલો ઓછો સમય છે અને એન્ટી મેટર ક્યાં છે કંઈજ ખબર નથી મારા પિતાજી ની રૂહ રાજ...." લોરા ની આખો માં થી પાણી નીકળવા લાગ્યું . આજુ બાજુ થી આવતા જતા લોકો તેની સામે જોવા લાગ્યા.
" લોરા આ રડવાનો સમય નથી જુઓ આપણે હત્યારા ની બહુ જ નજીક છે એ આપણા હાથ માં આવશે તો એન્ટી મેટર પણ આવી જશે. અને તમારા પિતાજી નીરૂહ ને પણ આપણે છોડાવી લઈશું પ્લીસ સમય ની નજાકત ને સમજો ચાલો આગળ. આપણે મંજિલ ની બહુ જ નજીક છે."
લોરા પણ સમજી ગઈ અને જેમ તેમ ભરી પગે આગળ ચાલવા લાગી. થોડી જ સેકન્ડ માં તેઓ માર્બલ બ્લોક ની નજીક આવી ગયા.ત્યાં આવૈ ને જ્યું તો તેમને કઈ જ અજીબ ના લાગ્યું. તેની ઉપર કાર્વિંગ કરી ને પવન જાણે ઉડતો હોય તેવી રચના કોતરેલી હતી.બર્નિની ની આ ટ્રિબ્યુટ હતી બીજા એલિમેંટ એર મતલબ હવા ને( ચાર મૂળભૂત તત્વ જમીન , હવા , પાણી ,આગ ). રાજ ત્યાં જોતો જ હતો ત્યાં ......
*****************************

ક્રમશ: