Of cloud - 20 in Gujarati Fiction Stories by અવિચલ પંચાલ books and stories PDF | મેઘના - ૨૦

Featured Books
Categories
Share

મેઘના - ૨૦


“ભાભી અને ભાઈ પંજાબથી અહી આવ્યા ત્યાર પછી આજકાલ કરતાં બે વર્ષ પસાર થઈ ગયાં. અને હવે અમારા પરિવારમાં એક નવું સભ્ય આવશે.” આટલું કહીને વીરા અટકી ગઈ. અંજલિ એકધારું વીરા સામે જોઈ રહી. પછી અંજલિ બેધ્યાન હોય તેમ આતુરતાપૂર્વક બોલી, “પછી આગળ શું થયું ?”

વીરાએ મેઘના સામે જોયું એટલે મેઘનાએ હસીને કહ્યું, “અંજલિ, તારું ધ્યાન કયા છે? વીરા ની વાત પૂરી થઈ ગઈ.” આ સાંભળીને અંજલિનું ધ્યાનભંગ થયું હોય તેમ મેઘના સામે હસીને બોલી, “આઈ એમ સોરી મેઘના. પણ તારી સ્ટોરી મને સાંભળવાની મને ખૂબ જ મઝા આવતી હતી એટલે હું ધ્યાનથી સાંભળતી હતી. વીરા અટકી ગઈ પણ મને લાગ્યું કે સ્ટોરી હજી બાકી છે.” આટલું કહીને બધા એકસાથે હસી પડ્યા.

“તો ચાલો, હવે બાકીનું કામ પૂરું કરી લઈએ.” આમ કહેતાં વીરા પોતાની જગ્યાએ થી ઊભી થઈ ગઈ. અંજલિ પણ તેની સાથે આવીને બોલી ,”હું તારી મદદ કરવા લાગુ ત્યાં સુધી મેઘના આરામ કરી લેશે.” આમ કહીને અંજલિ વીરા સાથે ગઈ. જયારે મેઘના તેના બેડરૂમમાં આવીને પલંગમાં સૂતા સુંતા તેના ગૃપ ફોટોગ્રાફ જોવા લાગી.

અચાનક એક ફોટા પર તેની નજર અટકી ગઈ. જેમાં તે અને રિધ્ધી એકબીજાને પીઠ અડકાવી ઉભા હતા. તેનું મન રિધ્ધીને યાદ કરીને રડતું હતું. પણ તેને રિધ્ધીની કહેલી વાત યાદ આવી એટલે તે હસી પડી. મૃત્યુ તો બધાનું થવાનું છે જો તમે આજે બચી ગયા તો કાલે ચોક્કસ મૃત્યુ પામશો તો કોઈ પણ ચિંતા કર્યા વગર આજને જીવી લો.

મેઘના તરત ઊભી થઈને તેના બુક શેલ્ફ પાસે ગઈ અને તેમાંથી વિલિયમ શેક્સપિયરનું રોમિયો એન્ડ જુલિયેટ પુસ્તક લઈને વાંચવા લાગી. બીજી બાજુ અંજલિ અને વીરા હૉલમાં શાંતિથી બેસીને ટીવી પર કાર્યક્રમ નિહાળી રહ્યા હતાં. ત્યારે વીરાએ અંજલિને પૂછ્યું, “અંજલિ, તું અચાનક આટલા દિવસોથી વિદેશમાં રહેતી હતી તો તારો કોઈ બોયફ્રેન્ડ તો બન્યો હશે ને?”

અંજલિ હસીને જવાબ આપતાં કહ્યું,”મારો અત્યારે બોયફ્રેન્ડ નથી બસ એક પ્રેમાળ પતિ અને એક વહાલું બાળક છે.” આમ કહીને અંજલિએ પોતાના ફોનમાં એક ફોટો બતાવ્યો જેમાં તે એક વિદેશી યુવક સાથે ઊભી હતી. તેણે એક નાના બાળકને તેડયું હતું.
આ જોઈને વીરા આશ્ચર્યથી પામી. અંજલિએ કહ્યું, “હા, તે ઓસ્ટ્રેલિયન છે. તેનું નામ એડમ છે. હું અહીથી પહેલીવાર ઓસ્ટ્રેલિયા ગઈ હતી ત્યારે એરપોર્ટ પહેલીવાર તેની સાથે મુલાકાત થઈ હતી. બીજા દિવસે મને ખબર પડી કે હું જે કંપનીમાં કામ કરવાની છું તે જ કંપનીમાં તે જનરલ મેનેજર છે. એટલે અમારી ઓળખાણ વધી. એક મહિના સુધી એકબીજાને ડેટ કર્યા પછી અમે મેરેજ કર્યા હતાં. તે પોતાની જોબ સાથે યુનાઈટેડ નેશન્સની સંસ્થા યુનિસેફમાં પણ કામ કરતો હતો. મને તેની આ વાત ખૂબ ગમી.કેમકે જે નિસ્વાર્થ ભાવે બાળકોની ભલાઈ માટે કામ કરતો હોય તે એક સારો વ્યક્તિ હોય.ગયા મહિને મારો દીકરો રુદ્ર એક વર્ષનો થયો. ત્યારબાદ મે પણ યુનિસેફ માટે કામ કરવાનું નક્કી કર્યું. તેના માટે એક પ્રોજેક્ટ બનાવવા માટે હું અહી આવી છું.”

વીરા ને અંજલિની વાત ગમી. તે થોડીવાર ચૂપ રહીને બોલી, “તો તમારા હસબન્ડ અને તમારો દીકરો અત્યારે એકલા હશે તો તમારો દીકરો તમારા વગર રહી શકે ?”

“હા, બિલકુલ રહી શકે. એડમ એકલો પણ તેની સંભાળ રાખી શકે છે. તે મુંબઈના વાતાવરણથી પરિચિત નહોતો એટલે આ પ્રોજેક્ટ બનાવવા માટે હું આવી છું.” અંજલિએ પોતાનો ફોન એક તરફ મૂકતાં કહ્યું. “મારે આ પ્રોજેક્ટમાં ધારાવીના વિસ્તારમાં રહેતાં બાળકોની જીવનશૈલી પર વિસ્તૃત રિપોર્ટ બનાવવાનો છે એટલે મારે અહી સાત થી આઠ મહિના જેટલો સમય રોકાવાનું છે.”

આ સાંભળીને વીરા ખૂબ જ ખુશ થઈ. તેને મેઘનાની ચિંતા હતી તે દૂર થઈ ગઈ.