પ્રસ્તાવના:
"હેલો વ્હાલા વાંચકમિત્રો,ગરીબોની અમીરાઈ નવલકથા નો ચોથો ભાગ આપણે જોઇ રહ્યા છીએ.
તુટેલા પણ બન્ને માટે આરામદાયક. એવાં ઝૂંપડાને અલવિદા કરી બન્ને બહેન ભાઈ અમીરોની મૂડી સમાં શેઠના ઓરડે આવી ગયાં. કેટલીયે યાદોને પાછળ છોડી રામુ પોતાની અને તેની નાની બહેનના નિવન નિર્વાહ માટે શેઠના ઓરડે રહેવાનું સ્વીકારે છે.
ગરીબોની શુ અમીરાઇ હોય એ બધું નાનકડી ઈલા સમજી શકવા સમર્થ ન હતી એ શેઠને ઓરડે આવી ખુબજ ખુશ હતી.એણે પોતાનો બધો સામાન ખુશી ખુશી ઓરડામાં ગોઠવ્યો.
બપોરનો સમય એટલે શેઠાણીએ બન્ને ભાઈબહેનનેઅને શેઠ ને જમવા બોલાવ્યાં.
બધા જમવ બેઠાં.
લીલાવતી: " તારે ભણવું છે ઇલા."
રામ: " કેમ શેઠાણીજી, આમ કેમ પૂછો છો?"
લીલાવતી: " મારા સાસુ-સસરા વૃદ્ધ થયા એટલે, કામ કરી શકે એમ નથી ,તો ઇલા એની મદદ કરે અને બાકીના સમયે ભણવા જાય તો કેવું સારું".
"પણ એના માટે રામુ તારે ઇલાને શહેર મોકલવી પડે!" શેઠ વચ્ચેથી બોલી ઉઠ્યા.
ભાઈ થી અલગ થવાની વાત આવી એટલે ઈલા ને મન કંપારી છૂટી એક નાની ગંધાતી ઝુંપડી જેના માટે પોતાની દુનિયા હતી એ ઈલા ને મન શહેરમાં જઈને ભણવું એતો બહુ મોટો પ્રશ્ન હતો. અને આમ પણ એના મન તો એનો ભાઈ જ એનું સર્વસ્વ હતો. શેઠાણીના શબ્દો ઈલા ના મગજની આરપાર તીરની જેમ સોંસરવો નીકળી ગયાં. એને ક્યારેય ન કરેલી કલ્પના આજ હકીકત બની એની સામે ઉભી હતી. શહેર તો સુ એના માટે તો બે ઘડી પણ રમુથી દુર જવુ પોસાય તેમ નથી. એની આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ. ચહેરાનો બધો હાવભાવ બદલાઈ ગયો. જાને ભરચોમાસે વીજળી ન તૂટી પડી હોય.
રામુએ રડમસ થઈ ગયો.જે બહેન એના જીવનની એક માત્ર મૂડી છે અને જેના માટે એ ગામ લોકોના મેણાતોના સાંભળીનેય હજુ જીવે છે એવી એની એકને એકજ બહેન ને પોતાનાથી કેવી રીતે અળગી કરવી. શેઠના ઘણાં બધાં અહેસાન એના પર હતા એટલે બિચારો કઇજ બોલી ન શક્યો.
જમવાનું અધૂરુ મૂકી રડતી રડતી પોતાના રૂમ માં દોડી ગઈ .
રામુએ એને મનાવવા જવા થાળી બાજુમાં ખસેડી, પણ શેઠાણીએ તેનો હાથ પકડી રોકી લીધો.
લીલાવતી :"જો રામ , જન્મ થી આજ સુધી તમારો એક બીજા સિવાય કોઈ નથી .એ હું જાણું છું !અને તારા શેઠ પણ! તમારે કંગાલી ની જીંદગી ન જીવી પડે તે હેતુથી તને કહું છું . જો એકને એક દિવસ તો તમે છુટા થવાનાને? તમારી બન્નેની જિંદગી સુધરી જશે.પ્રેમના છાંયે એકબીજા જીવશો તો તમારો વિકાસ રૂંધાશે. તું તો દુકાનમાં નોકરી કરી તારું તો પેટ ભરી જ શકીશ. તું નથી ચાહતો કે ઈલા પણ ભણી-ગણીને આગળ આવે? તમારી ગયેલી મિલકત માટે લડી શકે?
પ...પ...પણ શેઠાણી ........
રામુની વાતને અટકાવતી લીલાવતીએ બોલવાનું ચાલુ રાખ્યું .જો રામુ દસ પંદર વર્ષ પછી એ પરણવાલાયક થશે. ત્યારે એની સાથે આવી હાલતમાં કોણ પરણશે ?તું નથી ચાહતો તમારી જીંદગી સુધરે? અને આમ પણ મારો દીકરો અને દીકરી તમારા જેવાં જ છે ,અને તમારા જેવડાજ છે .એટલે એને ત્યાં ફાવી જશે .
રામુ: "શેઠાણી જી હું એના વગર ન રહી શકું અને એ મારા વિના જવા તૈયાર નહીં થાય."
તું તો મોટો છે રામુ તું તો સમજ . બે ત્રણ દિવસ માટે મોકલી આપે તો? પછી ન ગમે તો આવતી રહેશે. રામુ અને લીલાવતી બન્ને ને ચૂપ કરાવી શેઠે વચ્ચેજ ટાપસી પુરી.
રામુ: "હું જોઈશ ,પૂછું એને પછી ખબર પડે !રામુ એ દુઃખી સ્વરે કહ્યું .
ઈલા ની થાળી લેતો જા અને એને જમાડી દેજે શેઠાણી એ થાળી સામે ઈશારો કરી ને કહ્યું.
રામુ જમવાનું લઇ ઓરડામાં ગયો. તૂટેલા-ફૂટેલા પણ પોતાના માટે સર્વસ્વ એવા ભગવાન ના પોસ્ટરો પાસે બેસી ઈલા ચોધાર આશુ એ રડી રહી હતી. એની આંખોના પાણી પોસ્ટર પર ટપક ટપક પડી રહ્યા હતા જાને છેલ્લા વરસાદ પછી નલિયાઓમાંથી નેવા ન ચુવી રહ્યા હોય.!
રામુ: "ઈલા જમી લે તારી મરજી વગર હું તને ક્યાંય નહીં મોકલું બસ! ઈલા રામુ ને બાથ ભરી ગઈ.
ઈલા: " ભાઈ તું તારાથી મને દૂર ન કરતો હો ને તારા સિવાય મારું કોણ છે ? આપણે ઝૂંપડામાં રહે શું પણ અલગ તો નહીં જ રહીએ."
ઈલા રડતા રડતા ભાઇ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહી હતી. અને ભાઈની લાવેલી થાળી શાંતિથી જમતી હતી.
રામુ:"ઈલા બા બાપુ ના કેટલાય સપના હશે નહીં ! કે અમારા દીકરા દીકરીઓ ભણી-ગણીને મોટા અફસર બને. અને એનું એક દિવસ નામ રોશન કરે?"
ઈલા:" હા તો ભાઈ, આપણે એક દિવસ જરૂર કોશિશ કરીશું, જેથી આપણા સ્વર્ગસ્થ મા બાપ ની છબી ઉજળી થશે."
રામુ:" પણ ઈલા આપણે કરશું કઈ રીતે ?"
ઈલા:" સાવ ગાન્ડો છે! આપણેય ભણી ગણી ને આગળ વધશું ને ભાઈ!"
રામુ:"કેમ ઈલા આપણાં કોઈ સ્વજનો નથી આપણને કોણ ભણાવશે? વળી આપણે એટલું તો કમાઈ પણ નહીં શકીએ જેથી આપણે ભણી શકીએ! હવે કદાચ આપણે ક્યારેય આપણા માતા-પિતાને સ્વપ્નો પુરા નહિ કરી શકીએ. ભણ્યા ગણ્યા વગેરતો આપણે આપણી મિલકત મેળવી શકવાનાજ નથી ને બેન?આપણે આપણા મા બાપ ની મિલકત ને કેમ મેળવીશું?
ઈલા:" આ તો મોટો પ્રશ્ન છે સાલો વિચારતા કહ્યું!!"
રામુ મોકો જોઈ ને:" તો શેઠ શેઠાણી તો તને ભણાવવા માંગે છે તું એક વાર શહેર જઇ આવ ને!
શેઠજીના બાપુ પાસે બે દિવસ
જા અને ત્યાં તને ફાવે તો રહેજે .નહીં તો પાછી આવતી
ઈલા:"ના ભાઈ, મને ત્યાં ન ફાવે મને તારી બહુ યાદ આવે ત્યાં હું નહિ જાઉં."
રામુ:"આપણા મા-બાપ માટે બે દિવસ તું જઈ આવીશ".
મને વિશ્વાસ છે ! અને આમ પણ ઇલા આ ગામમાં શેઠજી સિવાય મને કે તને નોકરી કોઈ નહીં આપે! તો રહી વાત ભણવાની, પણ ખાવાનુંય નહીં મળે. બેન તું ભણેલી હોય તો આ તારો ભાઈ પણ ક્યારેક શહેર નું મોઢું જોઈ શકશે .કોઈ શહેરમાં નોકરી પણ આપશે, નહીંતર આપણે ફરી પાછા પેલી ઝુંપડી માં જવું પડશે. તું એવું ઇચ્છે છે એવું?
જે હોય તે હવે તો તું આરામ કર. તને મૂકી હું ક્યાંય જવાની નથી.
રામુ પણ નહોતો ઈચ્છતો કે, એની સાથે ઉછેરેલી ફૂલ જેવી, એનાથી અળગી થાય .બંને ભાઈ-બહેનનો સાથ ક્યારેય ન તૂટે એવું એ ઈચ્છતો હતો.
પરંતુ એક બાજુ પ્રેમ ને દૂર કરી જોવે તો ઈલાની ભણતર જરૂરી હતી. ને પ્રેમમાંને પ્રેમમાં એ બંનેની જિંદગી બગાડી થોડી શકાય?
શું કંગાળ બની ને જ પ્રેમ થાય? બેન મોટી અફસર બનશે અને પોતાની મિલકત પર પણ કબ્જો કરશે એવા વિચારો કરતા રામુ નિંદ્રામાં તો નહીં પણ તંદ્રા માં સરી ગયો! આ બાજુ ઇલા પણ મળેલી તકને ગુમાવવા નથી માંગતી, ભાઇના પ્રેમને કારણે અહીં રહે તો ભાઈનું બોજ બને. અને મફતમાં ખાવાથી ભાઈની નોકરી એના કારણે જઈ શકે. એવું એ વિચારતી સૂતી સૂતી , એની આંખમાં પાણી છેક કાન સુધી આવી નીચે પડી જતા.
મા-બાપના સપના ,પોતાના વહાલસોયા ભાઈને માટે એક બહેતર જિંદગી, પોતાની સારી જિંદગી, ગામ લોકોને બતાવી દેવાનું કંઈક જુનુંન,ઘણું બધું એને નજર સામે ગોઠવાયું.
સાતેક વર્ષના એ મગજ અને હૃદય ના ઝગડા માં મન જીતી ગયું.
ઈલા:" રામુ... રામુ..... ભાઈ."
રામુ જાગી ગયો. બાજુમાં મક્કમ ચહેરાને બેઠેલી ઇલાને જોઈ .
ઈલા:"ભાઈ હું શહેર જવા તૈયાર છું."
રામુ:"ઇલા તું શું કહે ? તને ત્યાં ફાવશે?
ઇલા:" ભાઈ નહીં ફાવે તો પાછી આવતી રહી પણ ,બને ત્યાં સુધી મહેનત કરીશ કે, ત્યાં ફાવી જાય."
રામુ રડમસ અવાજ સાથે. પણ કેમ તું જવા માંગે એ તો કહે ?"
ઈલા:" ભાઈ તારો બોજ ન બનું એટલે. મા બાપ ની મિલકત પાછી લાવવા, પછી તારી નીચેય બે-ત્રણ નોકરો કામ કરતા હશે! એવી એક સારી જિંદગી જીવવા માટે આપણા પ્રેમનું આટલું બલિદાન તો આપવું જ પડશે !"
રામુ પોતાની નાનકડી બહેનની સમજદારી જોઈ ને થોડી વાર તો મંત્રમુગ્ધ બની ગયો.આટલી નાની ઉંમરમાં ઈલાને આવું બધું કોણે શીખવ્યુ.કુદરતનો ચમત્કારજ કહી શકાય કે જે છોકરી ને માથે કોઈનો હાથ નથી એ આટલી બધી હોશિયાર થઇ ગઇ.
બંને બહેન- ભાઈએ શેઠાણી પાસે જઈ વાત કરી. ઈલાની અને શેઠની
બે દિવસ પછી ની ટ્રેન ની ટિકિટ કપાણી .પછી તો જિંદગીમાં પહેલીવાર ટ્રેનમાં બેસવું છે એનો કેફ ઈલા ને. ખૂબ આનંદ હતો તે ઊછળતી કૂદતી રામુ પાસે જઈ બેઠી. દુકાનના કામમાં વ્યસ્ત રામુ ઇલાને જોઈ રહ્યો.
ઈલા:" ભાઈ મને ભૂલી તો નહી જાય ને."
રામુ:" ક્યારેય નહીં મારી લાડલી, પણ ઇલા તું મોટો અફસર બની જાય અને મને ભૂલી જાય તો!"
ઈલા:" ના હો રામુ ભાઈ ,તું તો મારા દિલ નો ટુકડો છો! તો તને ખોવ એ મને કઈ રીતે પોષાય ?
લે ઈલા આપણે બંને માટે શેઠજીએ આઈસક્રીમ મંગાવી. આપણે છેલ્લી વાર સાથે બેસી ખાઈ લઈએ પછી તો શું ખબર ક્યારે ભેગા થઈએ? દુકાનમાં ગ્રાહકનો મારો ઓછો એટલે બંને આઈસ્ક્રીમની મજામાં ને માણી. રામુ ઇલાની આંખોમાં જોઈ રહ્યો હતો. જે આંખો હંમેશા ભીની રહેતી હતી તે આજે કંઈક અલગ જ સ્વપ્નમાં ખોવાયેલી લાગતી હતી.
આ તારો આઇસ્ક્રીમ નો કાગળ મને આપી દે .ઇલા ના ભાઈ હું ફેંકી દઈશ.
ઇલા ને અજીબ તો લાગ્યુ પણ સામો પ્રશ્ન કરવો યોગ્ય ન લાગ્યો. હવે એને જવાને 15 કલાકની વાર જ હતી .રાત્રીના અગિયાર વાગ્યાનો સમય છે ઈલા ઊંઘ માં હતી. રામ હજુ પડખું ફેરવે છે ,અને વારંવાર ઇલના માથા પર હાથ ફેરવે છે. આજ એક નાનકડો ભાઈ કોઈ સાંભળી નહીં એમ મોઢા માં ઈલાની ચુંદડી ભરાવી કોઈ સાંભળે નહિ એમ રડી રહ્યો છે.
એના દુઃખનો પાર નથી. આંખમાંથી ગણવા પણ મુશ્કેલ એટલી ઝડપથી પાણી વહી રહ્યા છે. ઈલા જરા હલબલે
એટલે પોતે મોઢું ઢાંકી ઊંઘતો હોવાનો ઢોંગ કરતો. ઓરડાની બારી ખુલ્લી હતી ત્યાંથી ચાંદલીયા ડોકિયા કરી જાય. ઉભો થઇ બારી પાસે ગયો બહાર અંધારા એ માઝા મૂકેલી, ચાંદલીયા પરથી અનુમાન લાગે કે બીજ કે ત્રીજ હોવી જોઈએ. રાતમાં રામુ કેટલુંય રડ્યો હશે. આકાશમાં નજર નાખતો રામુ પોતાના મા-બાપને ે કોઈ તારાના રૂપમાં ગોતતો હતો. અને ફરિયાદ કરતો હતો કે બંનેને એકલા મૂકી બધા કેમ જતા રહ્યા?
રોઈ રોઈને રામની આંખો લાલચોળ થઈ. માથું દુખવાનું શરૂ થયું, કોઈ છાનું રાખવા વાળું હતું નહીં એટલે બાળક કેટલો સમય રોવે .ફરી ઓરડામાં આવી ઇલાની લગોલગ પથારી કરીને સુઈ ગયો.
હવે પછીની ઘટના આગળના ભાગમાં રજૂ કરવામાં આવશે.
આપ સૌ વાંચક મિત્રોનો દિલથી આભાર....😊😊
To be continue......☺☺
🌹🌹krishna solanki🌹🌹