Ajnabi Humsafar - 21 - last part in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૨૧ - છેલ્લો ભાગ

Featured Books
  • Devil I Hate You - 23

    और फिर वहां सोचने लगती है, ,,,,,वह सोचते हुए ,,,,,अपनी आंखों...

  • श्रापित

    मनोहरपुर का नाम सुनते ही लोगों के चेहरे पर अजीब सी घबराहट आ...

  • स्वयंवधू - 33

    उलझन"कल शाम हुआ क्या था? भविष्य के लिए मुझे विस्तार से बताओ।...

  • लव एंड ट्रेजडी - 16

    उन सब ने नाश्ता कर लिया था अब उन्हें एक गाइड की ज़रुरत थी जो...

  • अपराध ही अपराध - भाग 31

    अध्याय 31 पिछला सारांश: कार्तिका इंडस्ट्रीज कंपनी के मालिक क...

Categories
Share

અજનબી હમસફર - ૨૧ - છેલ્લો ભાગ

રૂમમાં ગુલાબની પાખડીઓથી " I love you Diya" લખ્યું હતુ . આખો રૂમ ફૂલોથી અને ફુગાથી શણગારેલો હતો અને રાકેશ તેની સામે ઉભો હતો.
દિયા ઝડપથી રાકેશ પાસે ગઈ , તેના બંને ગાલ પર પોતાના હાથ રાખી અને કહ્યું ,"તુ ઠીક છે ને? તને કંઈ થઈ ગયું હતું ને તો આ બધું ?આ બધું શું છે રાકેશ?"

દિયાની વાત સાંભળી રાકેશ પોતાના ઘુટણ પર નીચે બેઠો પોતાનો હાથ દિયા તરફ લંબાવીને કહ્યું ,

" દિયા,
સવારની ચા થી માંડીને સાંજની આઇસ્ક્રીમ સુધી હું તારો સાથ માંગું છું.
પગપાળા ચાલવા થી માંડીને કારમાં લોંગ ડ્રાઈવ સુધી હું તારો સાથ માંગું છું.
દોસ્ત થી માંડીને જીવન સાથી બનવા સુધી હું તમારો સાથ માંગું છું.
આદત થઈ ગઈ છે તારી સાથે ચાલવાની . તો આ હાથ માં તારો હાથ માંગુ છું.

આપણે પહેલીવાર મળ્યા ત્યારે એકબીજા માટે અજાણ્યા હતા.. પછી દોસ્ત બન્યા ..પણ હવે આ દોસ્તીએ મારા મનમાં પ્રેમનું સ્થાન લઈ લીધું છે.. તો શું તું મારા આ પ્રેમનો સ્વીકાર કરીશ? આ અજનબીને તારી જિંદગીનો હમસફર બનાવીશ ? I love you Diya .. will you be my soulmate?

દિયાના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે રાકેશને કહ્યું ," હું કઈ વાત પર વિશ્વાસ કરૂ રાકેશ? , એ વાત કે જે સવારે તુ સમીરને મારા વિશે કહી રહ્યો હતો કે એ વાત જે અત્યારે તુ મને કહી રહ્યો છે?હું તો ગુસ્સેલ છું ને ?
આ સાંભળી રાકેશ ઉભો થઈ ગયો કહ્યું ,"દિયા એ તો એટલા માટે કે એ તને પ્રપોઝ" રાકેશની વાત પૂરી થાય એ પહેલા દિયાએ કહ્યું,

"હા તો શું થયું જો એણે મને પ્રપોઝ કરેલું તો ?પણ મેં તો એને ના પાડી દિધેલી તારા લીધે.."તે બોલતા અટકી ગઈ

"એક મિનિટ ... સમીરે તને પ્રપોઝ કરી દીધું છે ?એણે તો મને એમ કહ્યું કે એ તને પ્રપોઝ કરવા માંગે છે. હું તારા માટે એટલે એવું બોલ્યો કે એ તારાથી દૂર રહે પણ તે એને ના પાડી કેમ કે તુ મને ? રાકેશના ચહેરા પર ખુશી છવાઈ ગઈ .

રાકેશની વાત સાંભળી દિયાની ગેરસમજ દૂર થઇ ગઇ .. તે રાકેશને ભેટીને રડવા લાગી અને કહ્યું,

"હા કેમ કે હું તને ચાહવા લાગી છું પાગલ.. બધાને મારી આંખોમાં તારા માટે પ્રેમ દેખાય છે પણ તને જ ક્યારેય ના દેખાયો." એમ કહેતા દિયાએ રાકેશની છાતી પર હળવો મુક્કો માર્યો.

આ સાંભળી રાકેશે દિયાને પોતાના આગોશમાં લીધી.કેટલાય સમય સુધી તે બંને એકબીજાના આલિંગનમાં વીંટળાઈ રહ્યા .

થોડીવાર પછી દિયા રાકેશથી અલગ થઈ. તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," તું હંમેશા મારી સાથે રહીશ ને મને છોડીને નહીં જાય ને ?"

રાકેશે તેના માથા પર હાથ ફેરવતા કહ્યું ,"ક્યારેય નહીં . હું હંમેશા તારી સાથે છું ."

ત્યાં જ દિયાના ફોનની રીંગ વાગી દિયાએ જોયું તો તેના પપ્પાનો ફોન હતો. તેણે ફોન ઊંચક્યો.

"હા પપ્પા બોલોને"

"તું ક્યાં છે દિયા"

"કેમ પપ્પા"

"હું શું સાંભળી રહ્યો છું તારા વિશે ..તુ અત્યારે ને અત્યારે સુરત આવી જા. અહીં રાકેશના પપ્પા આવ્યા છે ."

"પપ્પા શું થયું એ તો કહો"

"એ બધું તુ આવે પછી તારી જાતે જ જોઈ લેજે." એમ કહી કમલેશભાઈએ ફોન કાપી નાખ્યો

દિયાના ચેહરા પર એક અજાણ્યો ડર પેસી ગયો . એ જોઈ રાકેશે પૂછ્યું ,"શું થયું દિયા?"

"પપ્પાએ અત્યારે ને અત્યારે સુરત જવાનું કહ્યું છે"

"પણ કેમ"

"તારા પપ્પા મારા ઘરે છે અને તેને લગતી કોઈ વાત છે."
દિયાની વાત સાંભળી રાકેશ પણ ચિંતામાં પડી ગયો.પપ્પા ત્યાં કેમ ગયા હશે ? તેણે સ્વસ્થ થઈ દિયાને હિમ્મત આપતા કહ્યું ,

"કઈ નહિ થયું હોય ..તુ તૈયાર થઈ જા હું તારી સાથે આવું છું."

થોડીવારમાં બંને રાકેશની કાર લઈને સુરત જવા નીકળ્યા. દિયા હજુ પણ ચિંતામાં હતી . કાર ચલાવતા ચલાવતા રાકેશે દિયાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું,

"તુ નાહકની ચિંતા કરે છે અને પપ્પા તો એમ જ મળવા ગયા હશે."

"તને તારા પપ્પાએ મારા ઘરે જવાનું છે એ કીધેલું?" દિયાએ પૂછ્યું.

"ના એ તો નથી કીધું"

"તારા પપ્પાને ખબર છે કે તું મને પ્રેમ કરે છે?"

"ના એને ફક્ત એટલું જ ખબર છે કે તું મારી દોસ્ત છે. "

"તારા પપ્પા આપણા સંબંધને મંજુર કરશે?"

"કદાચ હા કેમકે જ્યાં સુધી હું તેમને જાણું છું તેમની વિચારસરણી સ્વતંત્ર છે . અમારા સમાજની કોઈપણ ખરાબ રૂઢિવાદી વિચારસરણી તેણે અપનાવી નથી. અને હા, જો આજે તે તારા ઘરે હશે તો બધાની વચ્ચે હું જ આપણો સંબંધની જાહેર કરી દઈશ.જે પણ મુશ્કેલી આવશે તેનો આપણે બંને સાથે મળીને સામનો કરીશું"

રાકેશની વાત સાંભળી દિયાને થોડી રાહત થઈ. થોડીવારમાં તે સુરત પહોંચ્યા. દિયાના ઘર આગળ રાકેશે ગાડી ઊભી રાખી. દિયા ધડકતા હૈયે પોતાના ઘરમાં પ્રવેશી . રાકેશ પણ તેની સાથે હતો. અંદરનું દ્રશ્ય તેમના માટે આશ્ચર્યજનક હતું

અંદર રાકેશના પપ્પા સાથે ધનજીદાદા,શારદા બા અને સમીર પણ હતો. દિયા અને રાકેશની આંખો આશ્ચર્ય અને સવાલોની સાથે પહોળી થઈ ગઈ. રાકેશના પપ્પાએ ઊભા થઇને રાકેશ પાસે આવ્યા. તેના ચહેરા પર ખુશી હતી, જે જોઈને રાકેશ પ્રશ્નાર્થ નજરે તેને જોઈ રહ્યો .દિયા પણ પરિસ્થિતિનો તાગ મેળવવા મથી રહી હતી .રાકેશના પપ્પાએ બંનેને બેસાડ્યા અને કહ્યું,

" મને તારા મામાએ દિયા વિશે પહેલેથી જ કહી દીધું હતું એટલે મેં તારા મમ્મી સાથે આ બાબતમાં ચર્ચા કરી અને અંતે તારી પસંદ જોવા માટે મેં આમોદ આવવાનો નિર્ણય કર્યો અને એટલા માટે જ મેં તને ફોન કરેલો પણ તું બીમાર હતો અને મને અહીં આવવાનું બહાનું પણ મળી ગયું. તને દિયા પસંદ છે એ તો મને ખબર હતી પણ એ તને પસંદ કરે છે કે નહીં એ જાણવું પણ જરૂરી હતું . જે હું ત્યાં રહ્યો એ સમયમાં જાણી ચુક્યો હતો ." રાકેશના પપ્પા વાત કરતા કરતા સમીર પાસે આવ્યા અને ઉમેર્યું.

"એકવાર ધનજી દાદા સાથે દિયા અને રાકેશના સંબંધ વિશે વાત કરતો હતો ત્યારે સમીર ત્યાં આવ્યો . તેણે જ અમને જણાવ્યું કે દિયા પણ રાકેશને પ્રેમ કરે છે . જે રીતે દિયા રાકેશની કાળજી રાખતી હતી તેના પરથી રાકેશ માટે મને તે સૌથી યોગ્ય લાગી એટલે આગળ જતા એ લોકો સમાજના ડરથી કોઈ અયોગ્ય પગલું ભરે એના પહેલા મેં દિયાના માતા-પિતાની આ સંબંધ માટે મંજૂરી લેવાનું વિચાર્યું અને એના માટે ધનજી દાદાનો સાથ માંગ્યો . એટલે જ અમે બધા યોજના પ્રમાણે સવારે દિયાના ઘરે આવ્યા પણ અહીં મને એક નવો ઝટકો લાગ્યો ."

"જેની દીકરીનો હાથ મારા દીકરા માટે માંગવા આવ્યો હતો તે બીજું કોઈ નહીં પણ મારી માનેલી બહેન રૂપલ હતી .જેનુ વર્ષો પહેલાં મેં કન્યાદાન કરેલુ ."

આ સાંભળી દિયાએ રાકેશના પપ્પાને કહ્યું કે," તમારું નામ સુરજસિંહ છે?"

"હા બેટા.., હું જ સુરજસિંહ જેને વર્ષો પહેલા તારી મમ્મી રાખડી બાંધતી હતી. એ જતી રહી પછી મેં પણ હમીરગઢ છોડી દીધું અને મારા પૈતૃક ગામમાં જતો રહ્યો . જે તારી મમ્મી અને પપ્પા સાથે થયું ,હું નહોતો ઈચ્છતો કે એ તારી અને રાકેશ સાથે થાય એટલા માટે જ મેં આ સબંધની વાત કરવા માટે તારા મમ્મી પપ્પાને મળવાનું નક્કી કરેલું."

કમલેશભાઈએ દિયા પાસે આવીને કહ્યું,

"બેટા તમારી ખુશીમાં જ અમારી ખુશી છે અને તે જે પાત્ર પસંદ કર્યું છે તેના પર તો અમે આંખ બંધ કરીને પણ ભરોસો કરી શકીએ છીએ આખરે એ સુરજસિંહ જેવા વ્યક્તિનુ લોહી છે . એ તને ક્યારેય દુઃખી નહીં કરે."

શારદાબા પણ દિયા પાસે આવીને બોલ્યા, "મને તો પહેલેથીજ તમે બંને રાધાકૃષ્ણની જોડી લાગતા.. હંમેશા ખુશ રહો મારા દીકરાઓ"

રાકેશ અને દિયાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા . રાકેશે તેના પપ્પાને અને દિયાએ એના પપ્પાને ભેટીને કહ્યું .. "તમે દુનિયાના ‌સૌથી બેસ્ટ પપ્પા છો ." દૂર ઉભેલા સમીરના આંખમાં પણ આંસું હતા.

"હવે ફક્ત વાતો જ કરવાની છે કે આગળ પણ વધવાનું છે . સબંધની તૈયારી કરો . કાલે તારા મમ્મી, બા - દાદા અને બહેન આવે છે" રાકેશના પપ્પાએ કહ્યું.

બીજે દિવસે થોડા મહેમાનોની હાજરીમાં દિયા અને રાકેશ ની સગાઈ થઈ . ધનજી દાદા અને શારદા બાં આગ્રહથી લગ્ન આમોદમાં ગોઠવવામાં આવ્યા . ખૂબ જ ધામધૂમથી રાકેશ અને દિયાના લગ્ન થયા . સમીર દિયાના લગ્ન પછી અમેરિકા જતો રહ્યો . રાકેશ અને દિયા પોતાના લગ્ન જીવનમાં ખુશ હતા . હજુ પણ તે રોજ સાંજે ધનજી દાદાના ઘરે જતા ,ક્યારેક ક્યારેક તળાવે પણ બેસવા જતા અને ક્યારેક ગાડી હોવા છતાં પણ બસમાં સુરત જતા અને જ્યાંથી તેની કહાની શરૂ થયેલી તે પળોને ફરીથી માણતા.

(મિત્રો આ સાથે આ નવલકથા અહીં જ સમાપ્ત થાય છે મારો નવલકથા લખવાનો પહેલો અનુભવ હતો જેથી તેમાં ઘણી બધી ભૂલો હશે એ સ્વાભાવિક છે પરંતુ તમે જે રીતે આ નવલકથાને પ્રેમ આપ્યો છે તેના માટે ખરેખર હ્દયપૂર્વક તમારો આભાર માનું છું . એ લેખકોનો પણ આભાર જેને હું નિયમિત વાંચું છું કેમકે તે પણ મારા માટે પ્રેરણા સ્વરૂપ બન્યા છે. આપ સૌના અભિપ્રાય અને પ્રેમના લીધે જ આ વાર્તા હું લખી શકી છું આથી મારી પ્રથમ નવલકથા તમામ વાચકોને અર્પણ)