Love ni Bhavai - 32 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | લવ ની ભવાઈ - 32

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

લવ ની ભવાઈ - 32



😍 લવ ની ભવાઈ - ૩૨ 😍


સિયા - હા જો.. આ મારી ફ્રેન્ડ... અમે પહેલા ફેસબુક ફ્રેન્ડ હતા પછી અમારી દોસ્તી વધુ ગાઢ થઈ ગઈ અને સારા ફ્રેન્ડ બની ગયા.


નીલ ભાઈની ઘરે આવી પછી અચાનક યાદ આવ્યું કે આ તો અહીં જ રહે છે તો આજે સવારે એને કોલ કર્યો અને ફટાફટ પ્લાન કરીને તને અહીં બોલાવ્યો..


દિવ્ય - ( સિયાની ફ્રેન્ડને ) કેમ છો... અને સોરી હો.. ઘરમાં આવતા જ હું તમને એટલું બધુ પૂછવા લાગ્યો...


સિયાની ફ્રેન્ડ - અરે કઈ વાંધો નહીં....


સિયા - દિવ્ય ... બીજી એક વાત....


દિવ્ય - હા બોલ ને સિયા...


સિયા - દિવ્ય યાર બોવ જ જરૂરી વાત છે પણ કેમ કહેવી..?


દિવ્ય - અરે બોલ ને પણ શું વાત છે...???


સિયા - પણ કેમ કહેવું યાર...


દિવ્ય - અરે જેમ કહેવું હોય એમ કહે ને....


સિયા - પણ....


દિવ્ય - પણ પણ કહી નહીં... તારે કહેવું છે કે હું જાવ...


સિયા - અરે..... સાંભળ...


આમ નીચે જો..


ઉતાવળમાં તું પેન્ટ ની જગ્યા એ શોર્ટ ( નાની એવી કેપરી )પેરીને આવી ગયો છો....હા હા હા હા.......


દિવ્ય - આ.... લે....લે......આ બધું તારા લીધે જ થયું ગાંડી..


ઉતાવળમાં ખબર જ ન પડી કે શું પહેર્યું છે એ....હા હા હા...


સિયા - અરે મારા ભોલુરામ... કઈ નહીં.. મને ખબર તો પડી કે તું મને કેટલો ચાહે છે અને મારી કેટલી ચિંતા છે...


દિવ્ય - ઓહ એવું એમને....સરસ...


પણ આવું બધુ શા માટે કર્યુ....


સિયા - અરે ગાંડા ... એ જ બતાવવા કે તને જો મારી એટલી ફિકર છે તો પછી કદાચ આવી ફીલિંગ નીલ ભાઈ અને અવનીમાં પણ હોઈ શકે ને...!!! ? તો.કદાચ આપણે આવું કઈ કરીએ અને એ બંને વચ્ચે કઈક ફીલિંગ જાગે....


દિવ્ય - હા... આઈડિયા તો સારો છે પણ શું કરીશું.....?


સિયા - અરે તું સાવ ભોલુરામ જ છે.. એ માટે તો તને બોલાવ્યો છે અને અહીં આવી ને તું મને જ પૂછે છે હે...?


દિવ્ય - ઓહ .... સોરી સોરી........


સિયા અને દિવ્ય બંને વિચારમાં પડી જાય છે. બને એક બીજાને અલગ અલગ આઈડિયા કહે છે પણ એક પણ આઈડિયામાં મઝા નથી આવતી....


દિવ્ય - સિયા એક કામ કરીએ... આપણે સાંજના સમયે મળીએ તો કેમ રહેશે.. અત્યારે થોડું કામ છે. સાંજે છ વાગ્યાની આસપાસ આપણે રેસ્ટોરન્ટ માં જઈને વાત કરી લઈએ.. આમ પણ આપણે હમણાં સાથે કોફી નહીં પીધી.... હા હા હા....


સિયા - હા તો એમ કરીએ ચાલ.. આમ પણ મારું માઈન્ડ પણ નથી ચાલતું... તો તું જેમ કહે છે એમ જ કરીએ....


દિવ્ય , સિયા બંને પોત પોતાના ઘરે ચાલ્યા જાય છે. સાંજ નો સમય થાય છે એટલે બંને જણા રેસ્ટોરન્ટ માં પહોંચી જાય છે.


સિયા - હા બોલ હવે... શુ વિચાર્યું તે...?


દિવ્ય - અરે શાંતિ તો રાખ.. પેલા અહીં આવ્યા છીએ તો કંઈક નાસ્તો તો કરવા દે યાર....


સિયા - અરે યાર ....


અહીં હું સવાર ની વિચાર કર્યા કરું છું અને તને અત્યારે નાસ્તા ની પડી છે....?


દિવ્ય - અરે આપણા વડીલો કહી ગયા છે કે ભૂખ્યા પેટે વિચાર ન આવે.. એટલે કઈક નાસ્તો કરી લઈએ તો સારા સારા વિચારો આવે..


સિયા - જેવી તારી મરજી....


એક નંબર નો ખાધુકડો છે તું...


દિવ્ય - છીએ તો છીએ હો...


દિવ્ય નાસ્તાનો ઓર્ડર આપે છે. બંને નાસ્તો કરી લે છે. નાસ્તો પૂરો થતાં જ સિયા ના પ્રશ્નો ચાલુ થઈ જાય છે..


સિયા - હા બોલ. હવે કઈ વિચાર આવ્યો....


દિવ્ય - તું પાગલ છે યાર.. બે મિનિટ તો શ્વાસ લે....


સિયા - જો દિવ્ય ... ખોટી મસ્તી નહીં અત્યારે....


દિવ્ય - હા મારી વાલી હા...


સાંભળ જો...


આપણે એક કામ કરીએ..


અવની ને એવું કહીએ કે નીલ ભાઈ છોકરી જોવા માટે ગયા હતા અને એમને એ છોકરી પસંદ આવી ગઈ..અને


નીલ ભાઈ ને એવું કહીએ કે અવનીને જોવા માટે છોકરા વાળા આવ્યા હતા અને અવની ને પણ છોકરો ગમી ગયો છે.


આ વસ્તુ આપણે એ બંને ને કહીએ..


પછી જોવાનું એ છે કે આ બંને ના ચહેરા ઉપર કેવું રિએક્શન આવે છે ? જો એક બીજાના હાવ ભાવ કઈ અલગ થાય તો આપણે આ પ્લાન આગળ વધારીશું....


તો કેમ રહેશે આ પ્લાન...???


સિયા - હા.. પણ આ પ્લાન સાવ સિમ્પલ છે. આમાં તો એક બીજા ભેગા થાય એવુ કઈ લાગતું તો નથી....!!


દિવ્ય - હા મને ખબર છે ડિયર... આપણે ખાલી એ જ જોવાનું અત્યારે કે એક બીજા માટે કેટલી ફીલિંગ છે હજુ..


જો એ બંને માં ફીલિંગ હશે તો ખબર પડી જશે અને જો ના હોય તો પહેલા આપણે એ બંને માં પહેલા જેવી ફીલિંગ લાવવી પડશે...


સિયા - હા તારી વાત સાચી છે..... પહેલા જાણી તો લઇએ કે એક બીજા માટે એ બંને ને કેટલી ફીલિંગ છે એક બીજા માટે....


દિવ્ય - હા ... એજ ને....


સારું તો આપણે હવે ઘરે જઈએ અને આ પ્લાન પર અમલ કરીએ ... તું નીલ ભાઈ ને કહે અને હું અવની ને....


સિયા - હા... પણ સાંભળ જો.. હું આ વાત નીલ ભાઈને કહું તો એ કદાચ કંફોર્મ કરવા માટે તને કોલ કરશે તો તું હા પાડજે હો....


દિવ્ય - ઓહ એવું ( મસ્તીમાં ) ......... સારું થયું તે મને કીધું.... મને તો ખબર જ ન હતી...


સિયા - બસ હો....


બંને જણા પોતપોતાના ઘરે જાય છે..


*************************************************


સિયા - નીલ ભાઈ .. મારે તમને એક વાત કહેવી છે.. ખબર નહીં તમને એ વાત ની ખબર છે કે નહીં...

નીલ - હા બોલ ને... શુ વાત છે મારી બહેના....

સિયા - ભાઈ વાત એવી છે કે... આજે હું અને દિવ્ય વાત કરતા હતા તો દિવ્ય એ મને એવું કીધુ કે આજે અવની ને જોવા માટે છોકરા વાળા આવ્યા હતા અને બને એ એક બીજા ને પસંદ કરી લીધા છે. અવનીએ પેલા છોકરાને હા પાડી છે અને હવે સગાઈ ની વાતો થવા લાગી છે....

નીલ - ઓહ....

ક્રમશઃ

Big Sorry For Late Publishing......

Guys Support Me In Insta....
Plz Follow Me....

@dhaval_limbani_official..