Man to Ironman - 9 - last part in Gujarati Biography by Nilesh N. Shah books and stories PDF | પુરુષ થી લોખંડી પુરુષ - 9 - છેલ્લો ભાગ

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પુરુષ થી લોખંડી પુરુષ - 9 - છેલ્લો ભાગ

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

નિર્ણાયક દિવસ

ભાગ - 9

જોતજોતામાં ફેબ્રુઆરી 2020 આવી ગયો. મારી ઇવેન્ટ 9 ફેબ્રુઆરી 2020 ના રોજ હતી. Ahmedabad Cranks (A.C.) દ્વારા આયોજિત Sports Autonity of Inida, Gandhinagar Chapter ખાતે ઇવેન્ટ યોજાવાની હતી. ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન માં હાફ IRON MAN નું રજીસ્ટ્રેશન ડીસેમ્બર 2019 માં કરાવી Rs. 10,000 ભરેલા હતા. 8 ફેબ્રુઆરી એક્ઝીબીશન દિવસ હતો. મતલબ જ્યાં ઇવેન્ટ થવાની હોય ત્યાં તમને બોલાવે અને બધી જરૂરીઆત ની વસ્તુ તમને આપે. રજીસ્ટર કરાવે અને રૂટ ની જાણ કરે, કાર્યક્રમ ની રૂપરેખા આપે. શનિવાર તારીખ 8 ના રોજ હું અને નીતા ત્યાં ગયા રજીસ્ટર કરાવ્યું અને મને ટાઈમિંગ બેલ્ટ આપ્યો. સ્વિમિંગ પછી સાઈકલ ના બ્રેક ને (Transits # 1) T1 કહેવાય તેના વિષે સમજાવ્યું. સાઈકલ પછી દોડવાના વખતને (Transits # 2) T2 કહેવાય. ક્યાં કેવીરીતે વસ્તુઓ મુકવી ગોઠવવી અને સેટ કરવી તે જણાવ્યું. મારો BIB નંબર 326 આવ્યો. લકી #11 હતો 3 જુદી જુદી (સ્વિમિંગ, સાઈકલ અને દોડવાની બેગ આપી) બધું લઇ ઘરે આવ્યા.

D.Day આવ્યો અને 9 ફેબ્રુઆરી સવારના 2 વાગે ઉઠ્યો. આમેય આવા દિવસે મનમાં એટલી બેચેની હોય કે ઊંઘ આવેજ નહિ. આગલા દિવસે 9:30 વાગે ઊંઘવા ગયો. રાત્રે 10 થી સ્વરે 02 વાગ્યા સુધી ચાર કલાકની ઊંઘ લીધી. માટેજ આગલા દિવસે શુક્રવારે બિલકુલ આરામ કર્યો હતો. બોડી એકદમ રીલેક્સ રાખવી જરૂરી હતી. સવારના ઉઠી મારો નિત્યક્રમ પતાવ્યો. લગભગ 1 કલાક થયો. પૂજા પ્રાર્થના અડધી કલાકમાં પૂરી કરી. લગભગ 3:30 વાગે ગાંધીનગર જવા નીકળ્યા. નીતા ગાડી ચલાવતી. પ્રભુના ગીત સાંભળતા ત્યાં 4:00 વાગે પહોંચી ગયા. લગભગ અમેજ પહેલા હતા. મહાત્મા મંદિર, ગાંધીનગરની બાજુમાં સ્પોર્ટ ઓર્થોનીતી સેન્ટર માં 4:00 વાગે ગયા. મારું બધું ગોઠવ્યું. સૌથી પહેલા ટેન્ટ માં જઈ મારી જગ્યા શોધી અને મારો સામાન મુક્યો.

ટ્રાયથ્લોનમાં Gear મહત્વનો છે માટેજ મેં મારો ટ્રાઈ શૂટ Castelli કંપની માંથી લીધો હતો. બાંડિયું હતું. ઉપરથી નીચે એક જ પીસ માં હોય. બે પગ ની વચ્ચે ઘણું સરસ ગાદી હોય જેથી સાઈકલ ચલાવવામાં આરામ મળી રહે, લગભગ Rs. 10,000 નો ટ્રાઈ શૂટ પહેરી તૈયાર થઇ ગયો.

આમ તો કહેવાય કે D - Day ના દિવસે કોઈ નવી વસ્તુ કરવી નહિ. એક્સપર્ટ ના કહેવા મુજબ પગના મોજા પણ ન બદલવા કોઈ નવી વસ્તુ નો ટ્રાય ન કરવો. મારા મગજમાં ખબર નહિ કેમ પણ સવારે કેળું ખાવાનું મન થયું. ગાંધીનગર પહોંચ્યા પછી અચાનક પોટી લાગી ગઈ. અહિયાં ભારતમાં સગવડ બરોબર ન હોય અને જનરલ ટોઇલેટ ઘણા ખરાબ હોય. છતાં પ્રેશર આવ્યું હતું માટે જવું પડ્યું. ત્યારે લાગ્યું કે આવી ઇવેન્ટ અબ્રોડ માં કરવી વધારે સારી પડે. માંડમાંડ 4:25 વાગે સ્વસ્થ થઇ ગયો. નીતા મારી ઇવેન્ટ ની દરેક પળ કેપ્ચર કરવા તૈયાર હતી. એણે પણ મારી સાથે ઘણી મહેનત કરી.

ફ્લેગ ઓફ નો સમય લગભગ 4:30 વાગ્યા નો આપ્યો હું પહેલો જ હતો અને 4:35 ની આસપાસ સ્વિમિંગ માંગે ફ્લેગ ઓફ થયો. ફેબ્રુઆરી મહિનામાં પાણી ઠંડુ હતું માટે પૂલ માં કુદ્યો અને ઠંડીના લીધે હાર્ટબીટ વધવા લાગ્યા. થોડો નોર્મલ થયો. સ્વિમિંગ ના રૂલ્સ પ્રમાણે દરેક લેન માં ત્રણ પ્રતિયોગી રહેતા. 30 સેકંડ ના અંતરે પડતા અને સ્વિમિંગ કરવું. તમારે જમણીબાજુ થી ઓવરટેક કરી શકાય. હું પડ્યો અને થોડો ગભરાયો કેમકે ઠંડી બહુ હતી. અને સાથોસાથ સ્વિમિંગ પુલ માં લીમડાના ઘણા પાંદડા પડેલા હતા કે જે મારા મોઢામાં ગયા. માટે થોડો વધુ મૂંઝાયો. માંડ માંડ પહેલી લેન્થ પતાવી થોડો ઊંડો શ્વાસ લીધો. બબલ કર્યા અને 2 જી લેન્થ પણ બરોબર ન થઇ કારણ કે ગભરાયેલો હતો. 2 જી લેન્થ પછી નર્વસનેસ ઓછી થવા લાગી. પછી 36 લેન્થ બરોબર કરી શક્યો. ટોટલ ૩૮ લેન્થ - 19 લેપ્સ કરવાના હતા. તો મેં લગભગ 47:15 મીનીટમાં પતાવ્યા. ફટાફટ બહાર નીકળી દોડતો T1 માં ગયો.

Transits # T1 માં મારે ખાલી બુટ અને મોજા પહેરવાના હતા. હેલ્મેટ બાંધવાનું હતું. સંગીતની મંજુરી ન હતી. માટે T1 માં લગભગ 5:30 A.M. ની આસપાસ નીકળી ગયો. મારી ટ્રેક ની બાઈક લઇ પહેલા દોડતા માઉન્ટ થવાની જગ્યા સુધી લગભગ 200-300 મીટર જવાનું માઉન્ટ થવાનું મતલબ કે સાઈકલ પર બેસવાનું અને ભગાવવાની. T1 માં લગભગ 6:03 મિનીટ પસાર કરી. સ્પોર્ટ ઓર્થોનીતી સેન્ટરમાંથી બહાર નીકળી મહાત્મા મંદિર રોડ ઉપર 15 કિલોમીટર નો એક લેપ હતો. કે જેમાં 7.5 કિલોમીટર જવાના અને 7.5 કિલોમીટર પાછા આવવાના થતા.

1 લેપ 15 કિલોમીટરનો એવા ટોટલ 6 લેપ કરવાના હતા કે જેથી 90 કિલોમીટર થઇ જાય. સાઈકલ લગભગ 4 કલાક ચલાવવાની હતી. મારી 90 કિલોમીટર સાઈકલ 3:30:56 માં પતી. પહેલા લેપ સુધી ખબર પડતી ન હતી કે ક્યાંથી જવું ને પાછા આવવું. પણ બીજા લેપથી બરાબર થઇ ગયું. પવન ઘણો હતો પણ સાઈડ નો હતો માટે વાંધો ન આવ્યો. મારી એવરેઝ સ્પીડ 27 KM/Hr આવી હતી. લગભગ ચોથા લેપ પછી મારો ભાઈ પંકજ, તેની પત્ની હીના અને છોકરીઓ રીચી-જુહી મને ચીઅર્સ કરવા આવી ગયા. આમ ફેમીલી માં મારા ભાઈનું ફેમીલી ચીઅર્સ કરવા આવી ગયું. સારું લાગ્યું. મારા છોકરાઓ ( નકુલ અને નંદીશ) ને નીતા વિડીઓ શુટિંગ કરી મોકલાયું. હું જયારે તેમને ક્રોસ થાઉં ત્યારે તે લાઈવ વિડીઓ છોકરાઓને બતાવતી. તેઓ વર્ચુઅલ્લિ ચીઅર્સ કરતા અમારી સાથે રાજપથ માં સ્વિમિંગ કરતા મૌલિક વોલીએન્ટર તરીકે હતા. તેણે પણ ચીઅર્સ કર્યા. આમ સાઈકલ પતાવી ડીસમાઉન્ટ થઇ હું T2 માં ગયો. સાઈકલ ચલાવતા દર 45 મીનીટે 1 એનર્જી બાર અને દર અડધી કલાકે લેમન જુસ અને નારિયેળ પાણી પીતો.

T2 માં આવી આમતો કશું કરવાનું ન હતું. પણ મારી એનર્જી ની 2 બોટલ અને કમરમાં બેલ્ટ પહેરતા વાર લાગી. બક્કલ નીકળી ગયું માટે વધુ વાર લાગી. નીતા દોડતી આવી અને મદદ કરી અને T2 માંથી નીકળી દોડવાનું ચાલુ કર્યું. T2 માં મેં 3:૦૦ મિનીટ લીધી. ટોટલ 21.1 કિલોમીટર દોડવાનું હતું. મહાત્મા મંદિરના પાછળના ભાગમાં લેપ લઇ આવવાનું હતું. અને ત્યાં 1 લેપ લગભગ 5 કિલોમીટર નો હતો. ત્યાં 4 લેપ લેવાના હતા. દરેક લેપ માં 1 હેન્ડ બેન્ડ મળે કે જેનાથી ખબર પડે કે 21.1 કિલોમીટર થયા. ગરમી વધી ગઈ હતી. થાક લાગવા માંડ્યો હતો. લગભગ પહેલા 2 લેપ માં વાંધો ન આવ્યો 10 કિલોમીટર પછી એનર્જી લેવલ ઘટી ગયું. ત્યારે મારા M-7 ના મિત્રો Magnificent 7 માંથી ભાવિન-પ્રીતિ, ચિરાગ-સોનલ, નીરવ-વૈદેહી, અને પ્રફુલ-સ્વાતી, મને ચીઅર કરવા આવ્યા. વાતાવરણ થોડું રીલેક્સ થઇ ગયું પંકજ પણ ત્રીજા લેપ માં થોડું મારી સાથે દોડ્યો. 4 થા લેપ માં મિત્રો આવી ગયા અને ચીઅર કરવા લાગ્યા મારી ઓફીસ માંથી ખાલી કૌશલ અને તેની વાઈફ બીનલ આવ્યા હતા. મેં 21:1 કિલોમીટર 2:29 મિનીટ માં પતાવ્યું.

મેં ફિનીશ લાઈન લગભગ 11:30 વાગ્યાની આસપાસ પૂરી કરી. ફિનીશ લાઈન પાસે મારો મિત્ર ભાવિનના પ્રોફેસનલ કેમેરાથી ફોટા પાડી રહ્યો હતો. ફિનીશ લાઈન મેં ઘણા સારા સમય માં પૂરી કરી તેવું મને લાગ્યું. Ingit - અનુજ ઉપરાંત પંકજ, હીના, રૂચી, જુહી, ભાવિન, પ્રીતિ, પ્રફુલ સ્વાતી, નીરવ, વૈદેહી, ચિરાગ, સોનલ અને સૌથી મહત્વની મારી ધર્મપત્ની - પાર્ટનર - પ્રેમિકા - નીતા સાથે ઘણા ફોટા પડાવ્યા. મને સરસ મજાનું મેડલ, ખુબજ સુંદર ટ્રોફી, હાફ આઈરોન મેન નું ટીશર્ટ આપ્યું સમય પૂરો થયો. લાગ્યું કે 7 કલાકની અંદર પતિ ગયું છે. ઘણો આનંદ થયો. બધી વિધિ પતાવ્યા પછી નીકળવાના હતા ને મેં અનુજને પૂછ્યું કે પોડીયમ-વિજેતાના ચાન્સ છે ? તે જાણી આવ્યો કે 7 કલાક ની અંદર પતી ગયું છે માટે શક્ય છે કે મારી કેટેગરી માં પોડીયમ-વિજેતા ના ચાન્સ છે.

થોડી માહિતી પછી ખબર પડી કે લગભગ મને પોડિયમ ફિનીશના ચાન્સ છે માટે અમે વિજેતાના નામ જાહેર થવાની રાહ જોઇને બેઠા. ગાંધીનગર ના મેયર આવ્યા અને લગભગ 1 વાગે વિધિ શરુ થઇ. ઘણી કેટેગરી હતી. અને બધાને વિજેતા જાહેર કરતા. મારી કેટેગરી માં કે જે સિનીયર સિટીઝન કે જેમાં 45 વર્ષથી ઉપરના આવે તેમાં મને ત્રીજો નંબર જાહેર કર્યો. મારો સમય 6:57 નો હતો. 1 નંબરે ભરત રાજપૂત, 2 જા નંબરે આશિષ શેઠી અને હું ૩જા નંબરે આવ્યો. સરપ્રાઈઝલી આખા ઇવેન્ટ માં સૌથી મોટી ઉંમરવાળો હું હતો. કોઈની ઉંમર 56 ન હતી. 56 વર્ષ ની ઉમરે હાફ IRON MAN કરી પોડિયમ ફિનીશ કરીને 3જા નંબરે આવવાનો ખુબજ આનંદ થયો. મારું HALF IRON MAN 7 કલાક ની અંદર પત્યું માટે હું પ્રોફેશનલ્સ કેટેગરી માં આવું. ઇન્ટરનેશનલ રૂલ્સ પ્રમાણે ક્વોલિફાય થઇ ગયો. ઘણી ખુશીની વાત હતી. મારી મમ્મી મોતનબહેન, સાસુ મધુબહેન, અને સસરા મનહરભાઈના આશીર્વાદ છે.

ત્યાંથી નીકળતા 2 વાગી ગયા. ત્યાંથી સીધો મારી મમ્મી ને પગે લાગવા ગયો. લગભગ 4:30 વાગે ઘરે પહોચ્યો. મારા સરસ પિકચરને ભેગા કર્યા અને સોશિઅલ મીડિયા માં મેં પોસ્ટ કર્યા. વોટ્સઅપ, ફેસબુક લીંકદિન વગેરે પર પોસ્ટ કર્યું કે હું મેન માંથી IRON MAN થઇ ગયો. 56 વર્ષે આ કઈ નાની વાત ન હતી. ઘણો આનંદિત થઇ પ્રભુનો પાર માન્યો કે કોઈ તકલીફ કોઈપણ જગ્યાએ આવી નહિ. શાંતિથી હાફ IRON MAN થયો.

હાફ IRON MAN પછી છેલ્લી વસ્તુ અમારી ડેઝર્ટ પાર્ટી. નીતાની ડેઝર્ટ પાર્ટી ઘણી વખણાતી હોય છે. હું જયારે જયારે આવું કૈંક મોટું કરું તો તે મારા માટે ડેઝર્ટ અને સ્નેકસ બનાવે છે. અમારો સ્વભાવ પહેલેથી એવોજ છે કે ખુશી વધુ લોકો સાથે શેર કરવી. અમારી ડેઝર્ટ પાર્ટી માં 100 માણસો હોય પણ આ તો અવોર્ડ ઇવેન્ટ હતો. માટે ગ્રુપ પાર્ટી હોવી જરૂરી હતી. માટે નીતાએ ત્રણ દિવસ પહેલા તૈયારી ચાલુ કરી. અને ગ્રુપ ડેઝર્ટ પાર્ટી 10 ફેબ્રુઆરી એ રાખી હતી.

ગ્રાંડ ડેઝર્ટ પાર્ટી - 10 ફેબ્રુઆરી 2020 માં અમારા ઘરે B-51 આર્યમાનમાં માં સાંજે 8:30 વાગે રાખી મેનુ માં 1 - Oreo Pudding, 2 - Choclate Mouse, 3- Biscuit Tarte, 4 - Fresh Strawberry cake, 5 - Apple cineman taco, 6 - Fruit Plates, 7 - Nacho clips and salsa, 8 - Spinch dip and Veg and 9 - Humnas and Lavasa હતું. આમ ખુબજ સરસ ઘર શણગાર્યું હતું. મારો ખાસ મિત્ર ભાવિન શાહ કાયમ આવા વખતે મોટી ફોટો ફ્રેમ લઇ આવતો. ખુબજ સરસ ફોટો ફ્રેમ મને આપી કે જેમાં HALF IRON MAN ની સુંદર પળો કેપ્ચર કરી હતી. મેં ત્યાં બધાને દેખાય તેવી રીતે મૂકી અને બધાને તેની વાતો કહેતો. મેં મારું હાફ મેરાથોન નું ટીશર્ટ પહેર્યું હતું. અમારા ફેમીલી અને વેલ વિષર ને બોલાવ્યા હતા. ફેમિલીમાં મમ્મી, મારો ભાઈ પંકજ નું ફેમીલી, મનહરભાઈ, ઉપરાંત ધીરુકાકા, મારા વેવાઈ પ્રશાંતભાઈ નું ફેમીલી હતું. મિત્ર મંડળ માં અમારા બધાજ ગ્રુપ Magnificient 7 (st. xavier's college group), Aryman Group (Fantastic Fifteen), Extended Aryaman Group, Ashima Group, Return to Ahmedabad Group, Personal Group નો સમાવેશ થઇ લગભગ 150 માણસો ને નિમંત્રણ હતું. લગભગ 108ની ઉપર માણસો આવ્યા હતા. જલસો પડી ગયો. 11 ફેબ્રુઆરીના મેં ડેઝર્ટ પાર્ટી મારી ઓફિસમાં નિશટેક અને માતૃભારતીના એમ્પ્લોયી ને આપી. આમ ટોટલ 150 માણસોની ડેઝર્ટ પાર્ટી કરી. જિંદગીનો અત્યંત મહત્વનો પ્રસંગ ભગવાનની દયા, વડીલોના આશીર્વાદ તથા મિત્રો અને ફેમિલીના વિશ થી સંપૂર્ણ થયો. મારી ખુશી નો પાર ન રહ્યો.

સમાપ્ત