call center - 32 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૩૨)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૩૨)

બસ એક કદમ તારી નજીક આવવા..!!!અને હું આવી પણ ગઇ તેની મને આજ ખુશી છે.એ ખુશીનો મને આજ હવે તું આનંદ લેવા દે.તું તારી રૂમમાં હવે જઈ શકે છો.ગુડ નાઈટ

***************************

ઓકે ગુડ નાઈટ પલવી..!!!અનુપમ ડોર ખોલી તેની રૂમમાં ચાલ્યો ગયો.મને એમ હતું કે આજ પલવી મને કહેશે કે હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.પણ તેમાંનું તેણે કઈ ન કીધું.બસ મારી વાતો જ સાંભળી.આ સ્ત્રીઓ તેના મનમાં શું સમજતી હશે.

અનુપમ હજુ તો વિચારી રહ્યો હતો ત્યાં જ પલવીનો મેસેજ તેના ફોનમાં આવ્યો.મને માફ કરજે અનુ..!!હું તારી સામે તને કહી ન શકી સ્ત્રીઓનો સ્વભાવ શરમાળ રહયો ને.તું મારી પરીક્ષામાં પાસ થયો છે.

મારુ સપનું હતું કે મારે આવો છોકરો જોઈએ એ સપનું આજ તે પૂરું કર્યું.એટલે જ હું તને તારા મેસેજનો જવાબ આજ હું આપી રહી છું.

"આઈ લવ યુ ટુ અનુ"

અનુપમ મેસેજ જોઇને ખુશ થઈ ગયો તે રૂમમાં જ બેડ પર ઉભો થઈને બેડ પર કૂદી પડ્યો.અનુપમ અને પલવી આજ ખુશ હતા.બંને એકબીજાની ઘણા નજીક આવી ગયા હતા.

રાત્રીના એકને દસ થઈ ગઇ હતી પણ આ લવની ભવાઈ હજુ શાંત થવાને નામ નોહતી લઇ રહી.કોઈ પ્રેમમાં મળી રહ્યું હતું તો કોઈ પ્રેમને પામવા માટે દોડી રહ્યું હતું.

માનસીના રૂમનો દરવાજો કોઈએ ખટખટવાયો.માનસીને ખબર હતી જ કે વિશાલસર આજે મારી રૂમમાં આવશે જ એટલે તે જાગી રહી હતી.નિંદર પણ કેમ આવે જેને આપણે પ્રેમ કરીએ છીએ તે વ્યક્તિ મારી સાથે લગ્ન કરશે કે નહીં તે પણ કહેવું મુશ્કેલ હતું.એકતરફી પ્રેમ હોઈ તો સમજ્યા પણ આ તો બંને તરફનો પ્રેમ હતો.તો પણ ચિંતાનો વિષય હતો.

વિશાલસરે રૂમનો દરવાજો બંધ કરી માનસીની રૂમની અંદર પ્રવશે કર્યો.માનસી પહેલી બાજુ ફરીને ઉભી હતી.કેમ માનસી તું મારી બાજુ નથી ફરી રહી.

તું જા ને પાયલને મળવા.મને ખબર છે હવે તું તેને છુટાછેડા નથી આપવાનો.તું તેની સાથે જ રહેવાનો છે.તું મને એ જ વાત કહેવા અહીં આવ્યો છે ને?
મારે તારી વાત નથી સાંભળવી.જો તું એ જ વાત મને કહેવા આવ્યો હોઈ તો મારી રૂમમાંથી તું જઈ શકે છો.

પણ માનસી તને આવું કોણે કહ્યું કે હું પાયલને છૂટાછેડા નથી આપી રહ્યો?હું પાયલ સાથે રહેવા માંગુ છું?મેં તો ફક્ત તને એટલું જ કહ્યું હતું મેસેજમાં કે આજની રાત હું પાયલ સાથે છું.તે મારી પત્ની છે.મેં હજુ તેને છૂટાછેડા નથી આપ્યા માનસી.અને તેની સાથે મારી નાનકડી દીકરી પણ છે.વિશાલસરે માનસીની નજીક ગયા અને તેને બેડ પર બેસારી.

સાંભળ માનસી સાંજે હું પાયલને મળવા ગયો.ત્યારે બધું બરોબર હતું પણ સવારે મેં વહેલા પાયલને કહ્યું કે હું તારી સાથે રેહવા નથી માંગતો.આ મારો વિચાર અડગ છે,અને એ નહિ ફરે.જેવી મેં પાયલને સવારે વાત કરી તે મારી પર ખુરશી અને ટેબલનો ઘા કરવા લાગી.

તને કહી લાગ્યું તો નથી ને?

નહિ માનસી..!!!પણ બીજી એક વાત તને કહેવા આવ્યો છું હું કે પાયલ માહીને તેની પાસે રાખવા તૈયાર નથી.તો શું તું માહીને તારી પાસે રાખીશ?

પણ તું માહીના લગ્ન થાય ત્યાં સુધીનો ખર્સ આપી દે જે ને પાયલને?નહીં માનસી હું એ ખર્સ ઉપર પણ પૈસા આપવા તૈયાર છું.પણ તે "ના" પાડી રહી છે.તે કહી રહી છે કે તારે મારી સાથે છૂટાછેડા જોઈએ તો માહીને તારી પાસે જ રાખવી પડશે.

પણ એ છોકરી છે એ તારી પાસે કેમ રહે.માહીને તેની માં પાયલ જ રાખશે.તું ફાઇલ બનાવાની શરૂવાત કર.હું મારા રિલેટિવમાં એક વકીલ છે,તેમની સાથે વાત કરી બધી ગોઠવણ કરી લવ છું.માહી હજુ નાની છોકરી છે અને તેને તેનીમાં પાસે રહેવું જોઈએ.અને તેને રાખવી પણ પડશે.
ઓકે તું મને જવાબ આપજે મારે આજે થોડું કામ છે મીટીંગ બાબતેનું.હું જઈ રહ્યો છું.તું વકીલને પૂછી મને જવાબ આપજે.અને સાંભળ હું તારી સાથે જ લગ્ન કરવા માગું છું.પાયલ સાથે નહિ.એટલે તારા મનમાં જે પણ મારા પ્રત્યે શંકા હોઈ તો તે તારા મન માંથી બહાર નીકાળી દે જે.

ઓકે..!! વિશાલ હું તને કાલે કોલ કરીશ.


***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)