virus 2020 - 10 in Gujarati Short Stories by Ashok Upadhyay books and stories PDF | વાયરસ 2020. - 10

Featured Books
Categories
Share

વાયરસ 2020. - 10

વાયરસ – ૧૦
સરિતા કેમ છે..?
વો મેડમ તો ઘર ગયા..અભી આયેગા થોડા દેર મેં..
ઘરે..? સરિતાની પુછપરછ આટલી જલ્દી પૂરી થઇ ગઈ..? અચાનક અવાજ આવ્યો..
ગુડ મોર્નિંગ ડોક્ટર આશિષ..
મારું ધ્યાન ગયું તો ઇન્સ્પેક્ટર ખાન ની સાથે સરિતાના પપ્પા કર્નલ દેવરા હતા..
ઇનકો પહેચાનતા હૈ નાં..? ઇન્સ્પેક્ટર ખાને મારી સામે સ્માઈલ કરતા કહ્યું..મ્હાત્રે ચાય દિલી કાય..?
હોય સાહેબ..
આપ ચાય લેંગે કર્નલ સાહબ..?
નો થેન્ક્સ..મને અહિયાં શા માટે બોલાવવામાં આવ્યો છે..?
હા સાહેબ, કર્નલ સાહેબને શા માટે બોલાવ્યા છે..?
વો જલ્દી પતા ચલ જાયેગા..
હલ્લો મિસ્ટર દેવરા હાઉ આર યુ.કમિશ્નર સાહેબની એન્ટ્રી થઇ..આજે દર વખત કરતા વહેલા આવ્યા હતા કમિશ્નર સાહેબ..એની સાથે સરિતા ને પણ લાવવામાં આવી જેની સાથે લેડી કોન્સ્ટેબલ હતી..સરિતાને જોતા જ કર્નલ સાહેબ ઉભા થઇ ગયા અને બાપ દિકરી બંને ભેટી પડ્યા..સરિતા લગભગ રડી પડી હતી..કર્નલ સાહેબે એના માથાઉપાર સ્નેહનો હાથ ફેરવતા કહ્યું..
કુલ ડાઉન બેટા.એવરીથિંગ ઈઝ ફાઈન..
બેસો..
કર્નલ અને સરિતા બેઠા..કમિશ્નર સાહેબે ખાન સામે જોયું..
અભી અભી આયે હૈ કર્નલ સાહબ..મેં કઈ પૂછ્યું નથી.
હસતા હસતા કમિશ્નર સાહેબ કર્નલ સાહેબની ફરતે ચાલ્યા.અને દરવાજા પાસે ઉભેલા મ્હાત્રે પાસે ગયા..
કાય મ્હાત્રે આજ આમ્હાલા ચાય નાહી..??
આતા આણતો સાહેબ..
કર્નલ સાહેબને એટલું પૂછવા માટે બોલાવ્યા છે કે ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદ નાં કતલ વિષે શું જાણે છે.
કર્નલ સાહેબે થાપર અને ઝુનૈદ વિષે શું કહ્યું એ તો મેં બરાબર ન સાંભળ્યું..પણ એમનું મંતવ્ય રેકોર્ડ કરવામાં આવ્યું અને રજીસ્ટરમાં લખવામાં પણ આવ્યું..નિયમ પ્રમાણે.કર્નલ સાહેબ ઉભા થયા કમિશ્નર સાહેબ સાથે હાથ મેળવ્યો..અને મને હાશકારો થયો..કે એમને કર્નલ પર શંકા નથી..આ એક રૂટીન ઈન્કવાયરી હતી.સરિતા પણ પપ્પાની સાથે જ ઉભી હતી પણ એની નજર મારા તરફ હતી..મેં સરિતાને જોઈ સ્માઈલ કરવાની કોશિશ કરી પણ..ન કરી શક્યો મોઢા ઉપર ગળાની હતી..હા હું ગુનેગાર નહોતો પણ અત્યારે હું ગુનેગાર તરીકે લોકઅપમાં હતો..આંખો આપમેળે નીચે ઢળી પડી અને મ્નોનામ હું સરિતાની માફી માંગવા લાગ્યો..મારા લીધે એને અને એના પપ્પાને કેટલી તકલીફ પડી હશે.
તને કઈ નહિ થાય..
અવાજ સાંભળી હું ચમક્યો..સામે સરિતા ઉભી હતી.
પપ્પા નહિ આવ્યા..?
નાં..એ..
નારાજ છે..?
ખબર નહિ, પણ અત્યારના સંજોગો પ્રમાણે એમને મળવું ઉચિત નહિ લાગ્યું હોય..
પરિસ્થિતિ મારા વિરુદ્ધ છે એટલું તો મને સમજાય છે સરિતા..જે ગુનો મેં કર્યો જ નથી એની સજા..અને મારા કારને તમે લોકો પણ..
આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને અવાજમાં ડૂમો..સરિતાએ મારા હાથ પર હાથ મુકતા કહ્યું..
કુલ ડાઉન હવે આ કેસ જલ્દી પૂરો થઇ જશે..
એટલે ખૂની મળી ગયો..?
ખૂની મળ્યાની તો ખબર નથી પણ હા કમિશ્નર સાહેબની વાત પરથી લાગ્યું કે એમણે કેસ સોલ્વ કરી નાખ્યો છે..
અમારી વાત ચાલુ હતી ત્યાં જ હવાલદાર મ્હાત્રે આવ્યો અને બોલ્યો..
ચલા મેડમ મિલને કા ટાઈમ ઓવર..ઔર સાબ આપ ભી રેડી હો જાઓ..થોડા દેર મેં કારાવાસ જાનેકા હૈ..
કારાવાસ..? એટલે કે મોટી જેલ..?
જી સાબ, કૈદી લોગ કો વહી રખતે હૈ..લોકઅપ મેં જ્યાદા સે જ્યાદા ચાર પાંચ દિન.આ સાંભળી સરિતાના મોઢે ટેન્શન છવાઈ ગયું..હજુ હમણા જ તો એબોલી હતી કે કમિશ્નર સાહેબને કેસ નો છેડો મળી ગયો છે અને..હવે આ લોકો મને મોટી જેલ માં શિફ્ટ કરી રહ્યા છે..
અરે પણ આ નિર્દોષ છે..
મેડમ હમકો જો બોલા વો હમકો કરના પડતા હૈ..બડા સાહેબને બોલા ઇનકો લોકઅપ સે બાળા જેલ મેં શિફ્ટ કરનેકા..
ત્યાં અવાજ આવ્યો..” મ્હાત્રે ચલા”
હોય સાબ..લોકઅપ ખોલી ને મ્હાત્રે હાથમાં હાથકડી સાથે અંદર આવ્યો અને મને હાથકડી પહેરાવવામાં આવી..સરિતાની સામે એક ગુનેગાર તરીકે હું લાચાર મ્હાત્રેને એનું કામ કરવા દેતો હતો..હાથકડીની સાથે જ એક લાંબી સફેદ રસ્સી હતી જેનો એક છેડો મ્હાત્રે નાં હાથમાં હતો..ખેડૂત બળદ ને ખેતરે લઇ જતો હોય એમ મ્હાત્રે મને લોકઅપમાંથી બ્હાર કાઢી મોટો પોલીસ વેન સુધી લઇ જઈ રહ્યો હતો..સરિતા મને અને હું સરિતાને જોઈ રહ્યો હતો..પ્લીસ ચોકીની બ્હાર નીકળતા કમિશ્નર સાહેબની ગાડી અમારી સામેથી પસાર થઇ રહી હતી એ મોટી પોલીસ વાન પાસે અટકી..ગાડી નો કાંચ નીચે થયો..કમિશ્નર સાહેબ દેખાયા..
ખાન તમે બાકીની કારવાઈ શરુ કરી દયો.આજે જ..
જી સર..
ગાડી નીકળી ગઈ અને મ્હાત્રે મારી સાથે મોટીવાન માં બેઠો દરવાજો બધ થયો અને ખાન સાહેબ પણ આગળ બેઠા..વાન મોટીજેલનાં રસ્તે નીકળી પડી..સરિતા પણ મારાથી દૂર થતી મને વેનમાંથી દેખાતી હતી, ઉપરવાળાએ મારા નસીબમાં શું લખ્યું છે એ જ સમજાતું નહોતું..આંખ સામે અંધારા આવતા હતા..અને આખીરાતનો ઉજાગરો હતો..અચાનક ગાડી ને બ્રેક લાગી..
ચલો ડોક્ટર સાબ..
મ્હાત્રેએ મને જગાડ્યો..હું લગભગ સુઈ ગયો હતો. સામે મોટો જેલનો દરવાજો જેના ઉપર લખ્યું હતું “ જીલ્લા કારાવાસ – થાણે ”
ક્રમશઃ