The Author Urvisha Vegda Follow Current Read માધવરાયનુ માધવપુર By Urvisha Vegda Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books THE WAVES OF RAVI - PART 2 UNIQUE AURA It was the month of November. It was ten... Stranger Things Season 2 Reviews Hello Everyone After my Reviews on First Season I've got... Trembling Shadows - 3 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... Love at First Slight - 26 Finally the birthday of Rahul arrives..The sun is just begi... Robo Uncle - 1 1. Nancy's loneliness A tiny girl was standing wi... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share માધવરાયનુ માધવપુર (7) 1k 4.5k 1 શ્રીકૃષ્ણના પગલે પગલે ન જાણે કેટલીયે લીલાઓ સંકળાયેલી છે. સૌરાષ્ટ્રમાં એવી અનેક જગ્યાઓ છે જયાં કનૈયાની લીલાઓને વર્ણવતી અને એમના ઉપસ્થિત હોવાની અનુભૂતિ કરાવે છે. આવા તમામ સ્થળોની સાથે સાથે કૃષ્ણની વાતો ક્ષણે ક્ષણે વણાયા કરી છે. મોહનની મોરલીની યાદ અપાવતુ આવું જ એક સ્થળ એટલે 'માધવપુર'. પોરબંદરથી સોમનાથ જતા કોસ્ટલ હાઇવે પર માધવપુર શોભી રહ્યુ છે. તો આવો જોઈએ માધવપુરની એક નાનકડી ઝલક માધવપુર.......શબ્દ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આ સ્થળનો સબંધ નકકી કૃષ્ણ સાથે હોવો જોઈએ. હા, એવુ જ છે. અહી પૌરાણિક મંદિરો, કુંડ, વાવ, તીર્થો અને પાડ્યાઓ આવેલા છે, જે કોઇને કોઇ રીતે કૃષ્ણ એટલે કે અહીના માધવપ્રભુ સાથે જોડાયેલા છે. અહી શ્રી ભગવાન માધવરાયનુ સુંદર ધામ આવેલુ છે. માધવપ્રભુનું મંદિર હોવાથી આ ગામ માધવપુર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે હજારો વર્ષો પહેલા આ મંદિર દરિયામાંથી નીકળી આવેલુ જેમા ભગવાન માધવરાય અને શ્રી ત્રીકમરાયની મૂર્તિ બિરાજમાન હતી. આજે આ મૂર્તિઓને બદલી દેવામા આવી છે અને તેનું સ્થાન બાજુની હવેલીમા કરવામા આવ્યુ છે. "મધુવન" માધવપુરમાં નંદનવન સમાન આ મધુવન આવેલુ છે. અહીની લોકમાન્યતા પ્રમાણે ભગવાન શ્રી માધવરાય અને રુક્ષ્મણીના વિવાહ અહી થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીનુ હરણ કરીને અહી લાવ્યા હતા અને પછી અહીં તેમના વિવાહ થયા હતા. .અહીં દરવર્ષે રામનવમીએ મેળો ભરાય છે. જેમા માધવ રુક્ષ્મણીના વિવાહ ધામધૂમથી ઉજવવામા આવેમેળો યોજાતા વિસ્તારને રાહીતળ તરીકે ઓળખવામા આવે છે. આ મેળાનો આનંદ લેવા લોકો ઠેકઠેકાણે થી આવે છે. સૌ પ્રથમ અહીં હોળીના પડવે ભગવાન માધવપ્રભુની કંકોત્રી લખવામાં આવે છે અને સૌને સામૂહિક આમંત્રણ આપવામાં આવે છે. ચૈત્ર મહીનાની નોમના દિવસથી મેળો ચાલુ થાય છે અને તેરસના દિવસે પુરો થાય છે; નોમના દિવસે સાંજે ઠાકોરજીનું ફુલેકું કાઢવામાં આવે છે. 'તીર્થરાજ કદંબકુંડ' . આ કુંડ મધુવનમાં વચ્ચેના ભાગમાં આવેલો છે. કહેવાયછે કે માધવરાયજીએ આ કુંડનું સ્થાપન કર્યુ હતું. મધુવનની વચ્ચે સર્વોત્તમ તીર્થની સરખામણીએ ત્રણેય લોકમાં આવું બીજું એક પણ તીર્થ નથી. કહેવાય છે કે રુક્ષ્મણીની કૃપા સિવાય આ કુંડમા સ્નાન કરવા ખુદ દેવો પણ સક્ષમ ન હતા. આ કુંડમાં વિધિ પ્રમાણે સ્નાન કરવાથી સાત ગોત્ર અને એકસોએક કૂળનો ઉધ્ધાર થાય છે. અહીં બીજા ઘણા પવિત્ર તીર્થો છે ચોરીમાયરા, રુક્ષ્મણી મઠ, પંચેશ્ર્વર મહાદેવના અખંડ ધૂણો, મધુઆશ્રમ, ગોપકુંડ. .મેળો યોજાતા વિસ્તારને રાહીતળ તરીકે ઓળખવામા આવે છે. આ મેળાનો આનંદ લેવા લોકો ઠેકઠેકાણે થી આવે છે. સૌ પ્રથમ અહીં હોળીના પડવે ભગવાન માધવપ્રભુની કંકોત્રી લખવામાં આવે છે અને સૌને સામૂહિક આમંત્રણ આપવામાં આવે છે. ચૈત્ર મહીનાની નોમના દિવસથી મેળો ચાલુ થાય છે અને તેરસના દિવસે પુરો થાય છે; નોમના દિવસે સાંજે ઠાકોરજીનું ફુલેકું કાઢવામાં આવે છે. .સૌના આકર્ષકનુ કેન્દ્ર છે આ વિશાળ દરિયાકિનારો. મીઠું સંગીત છે આના ઘુઘવતા અવાજ માં છે. સમગ્ર ઘેડની સુંદરતા છે આ દરિયો. આ દરિયાની મજા માણવા ઠેકઠેકાણે થી આવે છે લોકો માધવરાય ના માધવપુર માં.તો જોયું ને મારુ માધવપુર. ?પસંદ આવ્યું કે ના આવ્યું એ જરુર જણાવજો જો જો ભુલાય નહિ જાય ને?આપના પ્રતિભાવ અને આપના આગમનની આ ધેડની ધરા ને આતુરતા રહેશે.જરુર થી આવજો હો..આ ધેડ માં જરુર થી આવજો.દરિયાના એ મોજો તમને ઠંંંનો આહલાદક અનૂભવ જરુર થી કરાવશે.મારિ ધેડની એ ડમરીઓ ઊડી ઊડીને તમારું સ્વાગત કરશે. ખાણોમાં ભરાયેલું પાણી તમને ફુવારા થીં પણ વધુ આરામદાયક લાગશે. આવજો ખરા Download Our App