Pagrav - 10 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 10

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પગરવ - 10

પગરવ

પ્રકરણ – ૧૦

સુહાની ઘરે આવી ગઈ. આજે થોડી ઉદાસ લાગી રહી છે. એની મમ્મીએ કહ્યું, " શું થયું સુહાની ?? તું ખુશ નથી આજે ?? કંઈ થયું છે તને ?? "

સુહાની : " ના મમ્મી બસ થાકી ગઈ છું એટલે..."

વીણાબેન : " બેટા આજે આરામ કરી લે...તને બીજી એક સરપ્રાઈઝ મળશે થોડીવારમાં...એટલે તારો બધો જ થાક હમણાં ગાયબ થઈ જશે અને કાલે સવારે આપણે એક જગ્યાએ એક જુનાં સંબંધીને મળવાં જવાનું છે..."

સુહાની : " ક્યાં જવાનું છે કાલે ?? એક દિવસમાં આમતેમ જવાનું... હું તો આરામ કરવાની વિચારતી હતી ને.."

અશોકભાઈ : " બેટા સંબંધો સાચવી રાખવા હોય તો એકબીજા માટે સમય પણ કાઢવો પડે છે..આજની બધાંની જિંદગી આવી જ દોડધામવાળી બની ગઈ છે...પણ મુશ્કેલીનાં સમયમાં કોઈ સાથે સંબંધ સાચવ્યાં હોય તો કામ લાગે..."

સુહાની : " સારું...મમ્મી... હું માનીશ જ ને...તમને ખબર છે તમારી કોઈ વાત હજું સુધી મેં ટાળી નથી...પણ.."

વીણાબેન : "શું પણ ?? "

સુહાની : " કંઈ નહીં...પણ અત્યારે શું સરપ્રાઈઝ મળવાની છે ?? " ત્યાં જ અશોકભાઈનાં મોબાઈલમાં એક ફોન આવ્યો ને એ ફટાફટ સુહાનીનો હાથ પકડીને એને ક્યાંક લઈ ગયાં.

વીણાબેન હસતાં હસતાં ફટાફટ બધું સરખું મૂકવાં લાગ્યાં. એટલામાં જ તો ખુશ થઈને હાથમાં નાનકડાં વીરને લઈને આવી..‌

સુહાની બોલી, " હવે તો મને જરાં પણ કંટાળો નહીં આવે...યાર દીદી આવી ગઈને હવે તો નટખટ વીર મજા આવી ગઈ....હવે તો મમ્મી સોમવારે જવાનું પણ નહીં ગમે‌.."

અશોકભાઈ : " તો રોકાઈ જજે એકાદ દિવસ વધારે ચાલે એવું હોય તો..."

સુહાની : " સારું...જોઈએ પણ હાલ તો મને આની જોડે રમવા દે..."

કૃતિ : " આ જો છોકરું આવી જાય એટલું આવું જ થાય સાસરી પિયર બે ય જગ્યાએ આપણો તો કોઈ ભાવ પણ ન પૂછે... એનાં વિના તો ઘરમાં પણ ન પેસવા દે કોઈ..."

ત્યાં જ વીણાબેન આવીને બોલ્યાં, " ના બેટા એવું ના હોય જરાયે... તું છે અમારી દીકરી તો પાછળ એ છે ને..." કહેતી બેય મા દીકરી ભેટી પડ્યાં.

રાત્રે બધાંએ જમી પરવારી દીધું..‌આજે તું સુહાનીની સાથે રૂમમાં કૃતિ અને નાનકડો વીર પણ છે.

સુહાનીને હવે સમર્થ યાદ આવ્યો‌. એને ખરેખર મનમાં એમ જ થઈ રહ્યું છે કે સમર્થ જો પરિવાર સામે કંઈ કહી નહીં શકે અને એ છોકરીને હા કહી દેશે તો‌..એ કેવી રીતે રહેશે સમર્થ વિના‌..‌

ઘણીવાર વાતો તો કરી પણ પછી અચાનક વિચારોમાં ખોવાયેલી સુહાનીને જોઈને કૃતિ બોલી, " બિટ્ટુ શું થયું છે ?? ક્યાં ખોવાઈ ગઈ છે ?? એની પ્રોબ્લેમ ?? "

સુહાની આમ તો દરેકવાત પોતાની દીદીને કહેતી. પણ હવે આ વાત કરવી કે નહીં એને અસમંજસ થઈ. એણે વિચાર્યું કાલે કહીશ...આજે શાંતિથી વાત કરી લઉં એની સાથે...એ બિચારી સાસરીમાંથી માંડ ફ્રી થઈને આવી હોય...

પછી બેય બહેનો વાતો કરતી કરતી સુઈ ગઈ. આજે સવાર સવારમાં વહેલા સુહાનીની આંખો ખુલી ગઈ. એણે જોયું તો હજું પાંચ વાગ્યા છે. એને રસોડામાં વાસણનો કંઈ ધીમો અવાજ આવ્યો‌. એણે જઈને જોવે છે તો એની મમ્મી કંઈક ડબ્બોને પેક કરી રહી છે.

સુહાની : " મમ્મી કેમ આટલી વહેલાં જાગી ગઈ છે ?? અને આ શું ભરી રહી છે ?? "

વીણાબેન : " કંઈ નહીં...આપણે પેલાં સંબંધીનાં ત્યાં જવાનું છે...ને ઘણાં વર્ષો પછી જઈએ છીએ તો એટલે મીઠાઈને લઈ જવાં તૈયાર કરું છું...એમ જ જઈએ તો સારું ન લાગે ને..."

સુહાની : " તું તો જાણે મમ્મી કોઈ છોકરો જોવાં આવવાનો હોય એવી તૈયારી કરે છે...મને કહ્યું હોત તો હું બરોડાથી લઈ આવત ને...આ બધી અત્યારમાં તારે માથાકૂટ ન કરવી પડત ને..‌"

વીણાબેન : " પણ તે ક્યાં અમને કહ્યું હતું કે તું આવવાની છે ?? આ તો તારાં કોલેજ ગયાં પછી મેં મામીને ફોન કર્યો તો ખબર પડી કે તું ઘરે આવવાની છે..."

સુહાની : " હમમમ..હા એ છે... મારું પણ નક્કી નહોતું આવવાનું પહેલાં..."

વીણાબેન ધીમેથી બોલ્યાં, : " જે થયું એ સારું થયું...બસ કાનાજી સૌ સારાંવાનાં કરે..."

સુહાની : " મમ્મી શું બોલી ?? "

વીણાબેન : " કંઈ નહીં. ઉંઘ આવતી હોય તો સૂઈ જા પછી ઉઠીને તૈયાર થઈ જજે..."

સુહાની : " હા જોઉં...હવે ઉંઘ આવે તો" કહીને સુહાની રૂમમાં જતી રહી. "

સુહાની આડી તો પડી પણ ઉંઘ ન આવી. અચાનક એને મનમાં થયું કે હું કેમ આટલી સ્વાર્થી બની ગઈ ?? મેં સમર્થની વાત પણ ન સાંભળી...એની સગાઈ થઈ ગઈ છે એવી મારી પણ થઈ છે...એની જગ્યાએ મારી સાથે આવું થયું હોત તો મારે પણ છોકરો જોવાં જવું પડત જ ને...

એ અત્યારે સમર્થને ફોન પણ કરી શકે એમ પણ નહોતી એટલે એણે મેસેજ કર્યો, " સોરી...આઈ એમ રીઅલી વેરી સોરી સમર્થ ફોર યસ્ટરડે...આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ...સાચો પ્રેમ તો સામેવાળાની ખુશી ઈચ્છે છે‌..આજે તું તારું મન કહે એ મુજબ ફેંસલો કરજે... કદાચ હવે આપણે હંમેશા માટે મળી શકીએ કે નહીં ખબર નહીં...પણ હંમેશા તું ખુશ રહે એવી ભગવાનને પ્રાર્થના કરીશ... હું મારાં છેલ્લાં શ્વાસ સુધી તને ચાહીશ...!! "

સુહાનીએ મેસેજ કરી દીધો એટલામાં તો વીર ઉઠી ગયોને. પછી એને રમાડીને બધાં નાહી ધોઈને જવાં માટે તૈયાર થયાં. આઠ વાગ્યે સુહાની એનાં પરિવાર સાથે ગાડીમાં નીકળી ગઈ.

સુહાની રસ્તામાં ઘણીવાર મોબાઇલ જોવાં લાગી કે કદાચ સમર્થે મેસેજ જોઈને કંઈ જવાબ આપ્યો હોય. પણ એણે તો મેસેજ જ જોયો ન હતો.

આખરે એ લોકો સંબંધીનાં ઘરે પહોંચ્યાં. એક સુંદર કુદરતી આહ્લાદક વાતાવરણને સવારનો કૂમળો તડકો ધરાવતું આજુબાજુ એકદમ હરિયાળીને વચ્ચે નાનકડું સુંદર સજાવેલું ઘર...

સુહાની : " વાહ આ તો કેટલું સરસ ફાર્મહાઉસ છે..આપણે અહીં જવાનું છે ?? કેટલું સરસ છે ?? "

અશોકભાઈ : " તને આવું વાતાવરણ ગમે હોય તો આપણે અહીં આવશું ફરીથી પણ.."

સુહાની : " હમમમ..." ત્યાં જ ધીમેથી ત્યાં પ્રવેશતાં દરવાજા પાસે જ કૃતિ બોલી, " સુહાની, આજની પસંદ તારાં પર છે.. બધાં તને બહું મોટી સરપ્રાઈઝ આપવાં આવ્યાં છીએ..."

સુહાની : " દીદી...મતલબ ?? "

કૃતિ: " સુહાની આ તારી સગાઈ કરેલી છે એ છોકરાનું ઘર છે...."

સુહાનીનાં પગ થંભી ગયાં. એ બોલી, " શું ?? એટલે તમે બધાં મને છેતરીને લાવ્યાં છો કે સંબંધીને ત્યાં જવાનું છે...મારે કોઈ છોકરો જોવો નથી... હું એ માટે માનસિક રીતે તૈયાર નથી..."

કૃતિ : " પણ તું જોઈ તો લે...આપણે સગાઈ માટે નથી આવ્યાં ફક્ત એમ જ એકબીજાંને મળવાનાં બહાને તમે લોકો એકબીજાંને જોઈ લો એ માટે રાખ્યું છે આ બધું જેથી છેલ્લે ન ગમે તો અંત સમયે દિવ્ય જેવું ન થાય... ઘણાં વર્ષો થયાં કે મોટાં થયાં બાદ કોઈએ એકબીજાંને જોયાં નથી વડીલો સિવાય. "

સુહાનીનો ચહેરો સાવ ઉતરી ગયો...એ ચૂપ થઈ ગઈ. અને એણે નાનકડાં વીરને હાથમાં લઈ લીધો. અને દુઃખ સાથે સમર્થને યાદ કરતી અંદર જવાં લાગી. ત્યાં જ સામેથી એક દંપતી એમને આવકારવા ઘરની બહાર આવ્યું. આ જોઈને સુહાનીએ પોતાનો મૂડ સુધારવાનો થોડો પ્રયાસ કર્યો.

સુહાનીનો પરિવાર અંદર ગયો. અંદર એકદમ સુંદર, સુઘડને આધુનિક રીતે આખું ઘરને ચકાચક રખાયું છે એ સુહાનીને ગમી ગયું...એ છોકરાનાં મમ્મી પપ્પા પણ એને એકદમ આધુનિક લાગ્યાં. કપડાં તો એ લોકોએ ગુજરાતી સ્ટાઈલની સાડી જ પહેરી છે પણ એકદમ સરસ રીતે ઘડીબંધ પહેરાયેલી છે‌. જ્યારે છોકરાનાં પિતાએ પણ જીન્સને શર્ટ પહેરેલાં છે.

કૃતિ ધીમેથી બોલી, " સુહાની બહું મોર્ડન લોકો છે...તને ગમે છે એવાં જ ને ઘર તો જો જાણે નવાં જ રહેવા આવ્યાં હોય એવું લાગી રહ્યું છે. લકી છે તું બહું જ..."

સુહાની : " દીદી, પ્લીઝ છતાં મારી આ સંબંધ માટે કોઈ હા નથી..."

કૃતિ : " પણ એનું કારણ ?? છોકરાંને મળ્યાં વિના જ આવી વાત કરે છે..."

સુહાની કંઈ કહે એ પહેલાં જ એનાં મમ્મી આવીને બોલ્યાં," માફ કરશો પણ લાલો બહાર ગયો છે બસ દસ મિનિટમાં આવે જ છે થોડું કામ હતું જરુરી તો..."

છોકરાનાં પિતા એની ધીમેથી મમ્મીને કહેવા લાગ્યા , " બધાંની સામે શું તું પણ લાલો કહે છે..."

સુહાની ધીમેથી બોલી, " તમારાં લાલાને તમારી પાસે જ રાખો...અમારે કંઈ કામ નથી..."

એટલામાં જ એમનાં મોબાઈલ પર ફોન આવ્યોને કે તરત વાત કરીને બોલ્યાં, " ચાલો એ આવી ગયો છે‌‌...પણ એની ઈચ્છા છે કે બીજાં બધાંને મળતાં પહેલાં છોકરીને મળશે...જો તમને વાંધો ન હોય તો..."

સુહાની : " મમ્મી, આ શું છે ?? તમે લોકોએ મોટો થયાં પછી એને જોયો નથી કે નથી મેં એને જોયો... હું ડાયરેક્ટ કોઈ અજાણ્યા છોકરાને મળવાં જાઉં...કોણ જાણે કેવો હોય... શું હોય...મારે નથી જવું..."

વીણાબેન : " ફક્ત રૂમમાં જ પાંચ મિનિટ વાત કરવાની છે અને એ પણ તને ઠીક લાગે તો જ નહીં તો બહાર આવી જજે...બસ અમે તને કંઈ જ નહીં કહીએ...સગાઈ પણ તોડી દઈશું....માણસો બહું સારાં છે આથી એમની પરવરિશમાં ખોટ નહીં જ હોય એટલો તો અમને વિશ્વાસ છે..."

સુહાનીને એની મમ્મીની વાતથી થોડી શાંતિ થતાં એ છોકરાને મળવાં ખાતર મળી લેવાં માટે તૈયાર થઈ...ને એ છોકરાં સાથે વાત કરવા અંદર પહોંચી...!!

બહાર બધાં બેસીને બંને આધુનિક જમાનાનાં છોકરાઓ આ નાનપણની સગાઈને માન્ય રાખશે કે નહીં એ માટે તર્કવિતર્ક કરવાં લાગ્યાં છે...

શું સુહાની એ છોકરાને પસંદ કરશે ?? સમર્થ પોતાનાં જીવનનો શું ફેસલો કરશે ?? ફરી બે જણાં એકબીજાને કેવી રીતે મળશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ -૧૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....