- “જુલી?”
- “ઓળખી ગયો મને એમ? કહેવું પડે...ખૂબ સારો હસબન્ડ નીકળ્યો તું..?? તારી રૂપ ને તો હું હવે નહિ છોડું મોન્ટી....હા...હા...હા...હા...”
- “પ્લીઝ રૂપને કાઈ ના કરતી જુલી એ નિર્દોશ છે. પ્લીઝ એને છોડી દે..”
- “ન.....હીં..... મો.....ન્ટી.....! મોન્ટી તે સાચે મને દગો કર્યો..તે મારી પર હાથ ઉપાડતા એકેયવાર ના વિચાર્યું કે હું તને કેટલો પ્રેમ કરતી’તી? મને મારતા તારા હાથ નહતા ધ્રુજયા?!!”
- “મને માફ કરી દે જુલી, મારાથી ભૂલ થઈ ગઈ..પ્લીઝ મને માફ કરીદે..!”
- “માફ? હું પણ રોઇતીને તારી આગળ? ભીખ માંગતી’તી ને કે મોન્ટી પ્લીઝ મને છોડી દે... જવા દે.... મોન્ટી.. પ્લીઝ મને જવાદે.. પણ તે?? તે શું કર્યું? તે મારું ખૂન કરી નાખ્યું? તે મને મા.....રી.... ના....ખી....?!!”
આટલું બોલતા રૂપાલીના શરીરમાં રહેલી જુલિની આત્મા એ મોન્ટીને જોરથી ધક્કો માર્યો..તે ફંગોળાઈને સીધો ભીત સાથે અથડાયો...ગુસ્સાથી ભરેલી જુલીની આત્માએ રૂપાલીના શરીરને ઘાયલ કરવાનું ચાલુ જ રાખ્યું...અને ભીત પાસે નીચે પડેલા મોન્ટીના ગળાથી પડકીને ઊંચો કર્યો અને બંગલામાં લટકેલી હરણની ડોકમાં રહેલા સિંગડામાં તેની પીઠ ખોસી દીધી...મોન્ટી દર્દથી ચીસ પાડી ઉઠ્યો..જુલી એટલામાં પણ શાંત ના થઇ..તેણે પછી મોન્ટીને ફરી પડકીને નીચે જોરથી પટક્યો..મોન્ટી લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલો જુલીને જોઈ રહ્યો. એટલામાં ત્યાં ઇન્સ્પેક્ટર કુમાર આવી પહોંચ્યા..પણ તે રૂમમાં ચાલી રહેલા આવા ભયાનક ખુલી ખેલને જોઈને ડઘાઈ ગયા. હવામાં લટકતી રૂપાલી ફર્સ પર લોહી થી લથબથ પડેલો મોન્ટી...તે ત્યાં જ ઉભા ઉભા આ જોઈ રહ્યા.
“તારી રૂપને પેહલા તારી આંખોની સામે મારીશ પછી તને મારીશ મોન્ટી...હા હા હા હા...(જુલી ક્રૂરતા ભર્યું અટ્ટહાસ્ય કરી રહી હતી જેનાથી ઇન્સ્પેક્ટર કુમાર અને તેમના તમામ સાથીદારો પણ ધ્રુજી ગયા હતા)”
જુલી ઇન્સપેક્ટર કુમાર તરફ વળી અને બોલી: “ઇન્સપેક્ટર તમે મારી મોતનું રહસ્ય શોધી રહ્યા હતા ને? આ મોન્ટી જ મારો કાતિલ છે.”
(જુલી એ પછી હકીકત જણાવી...)
મોન્ટી જુલીને વહીલચેરમાં જ રડતી મૂકીને થપ્પડ મારીને પોતાના રૂમમાં જતો રહ્યો..એનું શેતાની દિમાગ કામ કરવા લાગી ગયું હતું..તેને જુલીને મારવા માટે બે જુદા જુદા પ્લાન બનાવ્યા હતા.જે એક પ્લાન ફેલ થાય તો બીજો પ્લાન..પણ એનો પહેલો પ્લાન જ સફળ થઈ ગયો. એણે જુલી ને મારવા માટે એની દવામાં ઝહેરને અમુક માત્રામાં ભેળવી દીધું હતું..જેથી તેના મોત પછી તે પકડમાં ના આવે..અને જો કઈ એવું થાય તો તેની પણ તેણે તૈયારી રાખી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બદલવાથી લઈને ડૉક્ટરને ખરીદવા સુધીની તમામ સગવડ કરીને બેઠો હતો. જુલી તેના ગમમાં દારૂ પીતી અને પિયાનો વગાડતી અને આખો દિવસ વહીલચેર પર પડ્યા પડ્યા રડતી રહેતી. એની દવાઓ ચાલી રહી હતી.. એટલે એને એમ ઝહેર ભેળવીને એને મારવાની કોશિશ કરી. રાવ સિંહ તેની જુલી મેડમ ને સમયસર દવા આપતો, જમવાનું પીરસતો અને તેની સારસાંભાળ લેતો. તે પણ અજાણ હતો કે તે એ દિવસે દવાની જગ્યાએ એને ઝહર આપી રહ્યો છે. જુલી એ દવા ગળી ગઈ..એની અસર થવા લાગી..મોન્ટી ઉપર લોબીમાંથી ઉભો ઉભો આ બધું જોઈ રહ્યો હતો. જુલીને મરતા જોઈને તે ધીમે ધીમે વિલનની જેમ સીડીઓ ઉતરીને નીચે આવ્યો. તે જુલીને આમ ખાંસી ખાતી ને તરફડાતી જોઈને લુચ્ચાઈ થી હસી રહ્યો હતો..જુલી કાઈ સમજે એ પહેલાં મોન્ટી બોલ્યો: “જુલી ડાર્લિંગ હેપી જર્ની... તારા અને તારા બાપ નું કામ તમામ ....હવે હું અને રૂપ આરામથી રહીશું. તારી બધી પ્રોપર્ટી મારા નામે મેં કરી લીધી છે. પેલા તારા ડોસા બાપની પણ બધી મિલકત હવે મારી છે. અને ડાર્લિંગ તને મેં આ બધું જોઈને જ તો ફસાવી હતી...”અને નફ્ફટાઈ ભર્યું હસવા લાગ્યો. જુલી ભણેલી હતી. તે જાણતી હતી કે ઝહર મો મારફતે પેટમાં ગયો છે. તેણે તરત જ ઉલટી કરવાનું ચાલુ કર્યું અને બધું બહાર કાઢવાનું શરૂ કર્યું.. મોન્ટી આ જોઈને ગુસ્સે ભરાયો.. એણે જુલીના બન્ને હાથ પડકી લીધા અને વહીલચેરમાંથી પછાડીને પાડી દીધી..ને ગુસ્સામાં તેનું ગળું દબાવા લાગ્યો. નીચે જમીન પર પડેલી જુલી તરફળિયા મારી રહી હતી..રાવ સિંહ કિચનમાંથી દોડી આવ્યો..તેણે પોતાના સાહેબને રોકવાનો પ્રયાસ કર્યો પણ મોન્ટી એટલા ખૂંનસમાં હતો કે તેણે રાવ સિંહને એક હાથે ધક્કો મારી દીધો અને તે ફંગોળાઈને સીધો પાસે પડેલા પિયાનોના ખૂણા સાથે અથડાયો અને બેભાન થઈ ગયો. મોન્ટી એ ગળું દબાવીને જુલીને મારી નાખી. ગુસ્સામાં પોતે તેને મારી તો નાખી પણ હવે પોતે ફસાઈ જશે તે ડરથી તે જુલીની લાશ ને ઉપરના સ્ટોરરૂમમાં ઢસડીને લઇ ગયો અને ખૂણામાં પડેલા જુના કબાટમાં તેની લાશને પુરી દીધી...ઢસડીને લઈ જતી વખતે દીવાલ અને કબાટ પાસેની જગ્યામાં તેના ઢસડાતા પગમાં રહેલી ગોલ્ડન સેન્ડલ ત્યાં ભરાઈ ગઈ...જેનું ધ્યાન મોંટીને નહતું...પછી ત્યાંજ તે ઉભા ઉભા સિગરેટ કાઢીને ફૂંકી રહ્યો અને હવે આગળ શું કરવું તે વિચારવા લાગ્યો. જુલી તે કબાટમાં બંધ હતી..જીવતી હતી..તેનો શ્વાસ ચાલી રહ્યો હતો...પણ તે તેમા પુરાયેલી હતી..છેવટે તેણે તેમા દમ તોડી દીધો..પછી મધરાત્રે તે જુલીની લાશને લઈને રાજકોટ હાઈવે પાસે આવેલા સુમસામ જંગલમાં તેને દાટી આવ્યો.”
મોન્ટી લોહી નીતરતી હાલતમાં ઇન્સપેક્ટર કુમારને જોઈ રહ્યો...અને દબાતા અવાજે જુલીને રૂપાલીને છોડી દેવા કહ્યું....ઇન્સ્પેક્ટર કુમાર પણ સમજી ના શક્યા કે જુલી રૂપાલીને કેમ મારી રહી હતી. તેમણે જુલી-રૂપાલી તરફ જોતા કહ્યું: “જુલી આપ સાથે દુઃખદ થયું છે..તમારો બદલો મોન્ટી સાથે છે એ સમજી શકાય છે પણ રૂપાલી ને તમે છોડી દો.એતો નિર્દોષ છે ને..!?”
“નિર્દોષ? આ રૂ...પા....લી? બધો આનો જ તો ખેલ હતો...નહિ સમજ્યા ને? આ રૂપાલી એ મારા ડેડીને ફસાવ્યા હતા...હા...ડેડીને ફસાવીને આ કંપનીમાં આવી..અને જ્યારે ખબર પડી કે બધું મારા અને આ મોન્ટીના નામે છે તો એને ડેડીને છોડી દીધા...ઝગડો કર્યો એમની સાથે..ગાળો આપી એમને..એટલેજ એમને આઘાતમાં અટેક આવી ગયો...અને ડેડી પણ આવી નીચ સાથે ઘડપણ કાઢવાના સપના સેવતાતા?? મિલકત પાછળ હતી આ...આણે પેહલા મારા ડેડને માર્યા...પછી મોન્ટીને પાગલ કર્યો...આણે મારી જિંદગી બરબાદ કરી નાખી..હું આને નહિ છોડું...”
આટલું કહીને રૂપાલીના શરીરમાં રહેલી જુલી એ તેના શરીરને હવામાં જોરદાર ઉડાણ ભરી અને સામેની ભીત સાથે અથડાઈ...પછી તેણે રૂમમાં ઉપર તરફ જોયું...પંખો ચાલુ હતો...તે હવામાં ઉછળીને સીધી ચાલુ પંખા સાથે ભીડી ગઈ..રૂપાલીની ડોક કપાઈ ગઈ ને બધે લોહીના ફુવારા ઉડી ગયા...તેના લોહીના છાંટા નીચે પડેલ મોન્ટી ઉપર પણ પડ્યા...તેનો કપાયેલો શરીર નીચે પટકાયો અને જુલી હવે પોતાના અસલ રૂપમાં સામે ઉભી હતી...ખુલ્લા વિખેરાયેલા વાળ...લાલ ઘુમ આંખો...કોહવાયેલો બિહામણો ચેહરો...હાથ પગ પર માટીથી ગળી ગયેલ નિશાન...ધીમે ધીમે પોતાના હાથ ઉપર કરીને મોન્ટી તેની માફી માંગવા માટે હાથ જોડી રહ્યો..પણ જુલી પ્રતિશોધ ઇચ્છતી હતી..તે ખૂનની પ્યાસી હતી...તેણે નીચે પડેલા મોન્ટીને હવામાં અધ્ધર ઊંચો કર્યો અને પોતાના ખૂની નખ તેની છાતીની આરપાર કરી દીધા...ઇન્સ્પેક્ટર કુમાર આ બધું જોઈ રહ્યા હતા...નિઃસહાય જ હતા..કેમ કે સામે કોઈ માણસ નહતું..એક આત્મા હતી..એ પણ ખૂનની પ્યાસી આત્મા..બદલાની-પ્રતિશોધની પ્યાસી આત્મા..પોતાના નખ વડે તેણે મોન્ટીનું દિલ બહાર કાઢી લીધું...અને તે દિલને પોતાની સાથે લઈ ગાયબ થઈ ગઈ...મોન્ટીનો નિષ્પ્રાણ શરીર હવે જમીન પર પડ્યો હતો..કુમાર સાહેબ અને તેમની ટિમ આ સમગ્ર ઘટનાના સાક્ષી હતા...તેમણે ઘટનાસ્થળે બધી કાર્યવાહી પૂર્ણ કરી અને તે બંગલૉને સિલ કરીને તમામ નોકરો અને બાકીના સ્ટાફને લઈને નીકળી રહ્યા હતા...ત્યારે તેમણે બંગલાના ગેટ પાસે વાન ઉભી રાખીને પાછળ ફરીને જોયું તો જુલી બાલ્કનીમાં રહેલા હિંચકા પર પોતાના હાથમાં દિલ લીધેલ દિલને છાતી સરસુ ચાંપીને હિંચકા ખાઈ રહી હતી...!!
(સમાપ્ત)
આપ સૌને આ વાર્તા કેવી લાગે...?? મને જણાવવાનું ભૂલતા નહિ..આપના પ્રતિભાવો મારા માટે વધારે અગત્યનાં છે, આપ મને MB માં મેસેજ કે રેટિંગ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી શકોછો અને જો આપને આ પસંદ પડી હોય તો શેર કરવાનું ન ભૂલતા મિત્રો..!!
આભાર.