કવિતેઓ અને અછાછંદ ગઝલો
======================
લેખક:- મુકેશ રાઠોડ. (મન)
#########
કવિતા:- ૧
=========
ગાય, ભેંશ, હાથી કે બકરી,
નથી વાત પશુતાની!!
આ વાત છે માનવતાની ,
ગૌ માટે કઈ કેટલાય માર્યા,
મોત કાજે ડગ પાછાં ના ભર્યા,
એ વીર હતા બલિદાની,
આ વાત છે માનવતાની.
દિન દુઃખિયા ની સેવા કરતો,
ભૂખ્યા ને એ ભોજન ધરતો,
ના બનતો અભિમાની,
આ વાત છે માનવતાની.
હોય ભલે ના ઘર માં દાણા,
તોય પીરસતા હેત થી ભાણા,
એ નિશાની સમજણતાની,
આ વાત છે માનવતાની.
#####################₹###########
કવિતા :- ૨
#######
તું નાનો ને હુ મોટો,
એ વાત માં નથી કઈ મરમ,
સૌ થી મોટો માનવ ધરમ.
નાત જાત ના વાડા કર્યા,
ઉચ નીચ ના ખાડા કર્યા,
તને કેમ ના આવે શરમ?
સૌ થી મોટો માનવ ધરમ.
યાદ કર પોતાની ફરજ,
મારે કોઈ ની શી ગરજ,?
એ તોડિદે ખોટો ભરમ,!
સૌ થી મોટો માનવ ધરમ.
કરો સેવા,? તો મેવા પામો,
દંભ,લોભ ના કરો નકામો,
ભરો એક બીજાની શરમ,
સૌ થી મોટો માનવ ધરમ.
હોય ભૂખ્યું તો ભોજન આપો,
દિન દુઃખિયા ના દુખડા કાપો,
મજગ ને રાખો નરમ,
સૌ થી મોટો માનવ ધરમ.
#################################
કવિતા :- ૩
=========
મોર, પપિહા,કોયલ બોલે,
આ ધરતી જો મહેકાઈ
મને તારી યાદ આઈ.
વીજળી બની આ વાદળ ગરજે,
ઝરમર ઝરમર મેહુલો વરશે,
શુર મધુરો ગાઈ!
મને તારી યાદ આઈ.
ચાતક જેમ પાણી ને તરશે!,
ઊંડા ઊંડા શ્વાસ ભરશે,
મન માં ઉમંગ લહેરાઈ,
મને તારી યાદ આઈ.
માછલી જેમ પાણી વિના તડપે,
તું પણ આવે વાયુ ઝડપે,
આ તન મારું ભીંજાઈ,
મને તારી યાદ આઈ.
#################################
કવિતા:- ૪
==========
આયો અવસર આંગણે.
***********************
ઢોલ,ત્રાંસા ને શરણાઈ વાગે,
જાનૈયા સૌ નાચે,
આયો અવસર આંગણે.
કાલ હતી જે લાડકવાયી,
હતી જે સૌ થી સવાઈ,
એ દિવસો આજ મને સાંભળે,
આયો અવસર આંગણે.
દીકરી નથી સાપ નો ભરો,
એતો છે તુલસી નો ક્યારો,
એ શોભે ગઢને કાંગરે,
આયો અવસર આંગણે.
હાથે મહેંદી,કંકણ શોભે,
પેરી પાનેતર ઘૂંઘટ ઓઢે,
એના હૈયે હેત પાંગરે,
આયો અવસર આંગણે.
વિદાય ની આ વસમી વેળા,
રહેજે સદા સૌ ની ભેળાં,
માં, બાપ ના બોલ લાંગરે,
આયો અવસર આંગણે.
#################################
ગઝલ:- ૫
========
લાગ્યું.
######
આવવાના એના એંધાણે ,
મન મારું ઉછળવા લાગ્યું.
નોતી રજા મળવાની,
તો પણ પ્લાનિંગ કરવા લાગ્યું.
ઝટ મળીલવ , બથ ભરીલવ,
તન પણ થનગવા લાગ્યું.
પૈસા ની થોડી મૂકી ઢીલ,
ખિસ્સું પણ સળવળવા લાગ્યું.
થઈ જો મુલાકાત સાથે એની,
તો ' મન' મધુરમ બનવા લાગ્યું..
#################################
અછાછંદ.:-૬
#########
યાદો ના શમણાં ને સજાવી રાખ્યા છે,
મે ઘરના દ્વાર ને જગાડી રાખ્યા છે.
ફરી મળીશુ ચોક્કસ,કહેતા ગયા તમે,
એ તમારા શબ્દોને દિલમાં સમાવી રાખ્યા છે.
માળો જો કોક ' દિ, જોઈ લેજો હાથ પર,
અમે તમારા નામ ,ત્યાં પણ લખાવી રાખ્યા છે.
આવશો એક દિવસ તો, આંગણે,
એ તમારી આશ માં , મંડપ લગાવી રાખ્યા છે.
ન આવ્યા નું ,કોઇતો કારણ હશે વ્યાજબી,
ધીરજ ધર થોડી, એવા "મન " મનાવી રાખ્યા છે.
################################
અછાછંદ :-૭
*********
કહું છું તને હું સાંભળ ને!!.
આંખ પૂછે છે પાંપણ ને.
કોઈતો ઉપાય બતાવ,!!
કેમ મળવું સાંજણ ને??
ગુંજશે ક્યારે કિલકારી?
સૌ પૂછે છે આંગણ ને.
કહ્યુ ક્યાં કરે છે કોઇનું,
કોણ સમજાવે ડાપણ ને?
શું કરશો ભેગુ કરી બધું?
ખિસ્સું ક્યાં હોય છે ખાપણ ને.
################################
અછાછંદ :-૮
######
જિંદગી ને થોડી સજાવાની કોશિશ કરું છું.
તેથી જ આ થીગડાં ને લગાવાની કોશિશ કરું છું.
તસવીરો ઘણી ખેંચી છે જીંગીમાં, દુઃખ ની,
એમાં થોડીક મઢાવાની કોશિશ કરું છું.
સવાલો ઘણા પડ્યા છે મારી સામે હજી,
એમાંના થોડાક પતાવાની કોશિશ કરું છું.
લાડ ઘણા ઓછા મળ્યાં છે નાનપણમાં મને,
એ બધા ને હવે લડાવાની કોશિશ કરું છું.
રહી જિંદગી, તો આગળ પણ વધીશું,
એવું ' મન ' ને મનાવાની કોશિશ કરું છું.
#################################
મિત્રો કેવી લાગી તમને મારી આ કવિતાઓ અને અછાછંદ
આપનો પ્રતિભાવ જરૂરથી જાળવશો.અને હા રેટિંગ આપવાનું ભૂલતા નહિ પ્લીઝ.તમારા અભિપ્રાયો મને આગળ લખવામાં ઘણા કારગત નીવડશે.તો આપનું સુચન અવશ્ય જણાવશો.
આસિવાય આપ મારી બીજી વતાઓ પણ વાંચી શકો છો.
૧: પ્રેનક સ્ટોરી
૨: દુઃખીયારી માં.
૩: મારી વાતું.( કવિતા સંગ્રહ)
૪: પિતૃ પ્રેમ.
આપ આપનો પ્રતિભાવ Gmail. Par pan જણાવી શકો છો.@mansukhrathod418@gmail.com.
આભાર.👏👏