Bhuj the pried of India in Gujarati Film Reviews by Amit Giri Goswami books and stories PDF | ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા પ્રિવ્યુ

Featured Books
Categories
Share

ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા પ્રિવ્યુ

મિત્રો આપણે બધા જ્યારે પણ "સૈનિક" , "ફૌજી" આવા શબ્દ વાંચીએ કે સાંભળીયે ત્યારે આપણે કેવી ફિલિંગ આવે છે ??? એક પડછંદ કાયા, શરીર પર ખાખી વર્દી, પગમાં કાળા મજબૂત બૂટ, માથા પર જાળી વાળી ટોપી, અને હાથમાં એક જબરી એવી બંદૂક ! કેમ ખરું જ કહ્યું ને ?? પણ આજે જેની વાત કરવા જઈ રહ્યો છું એની પાસે આમનું કશું જ નહોતું ! હતું તો ખાલી દિલમાં એક ધધક્તિ એક દેશભક્તિ અને દેશ માટે કઈક કરી છૂટવાની તમન્ના !

તાન્હા જી ની અપાર સફળતા પછી અજય દેવગન ફરી આવી રહ્યા છે એક દેશભક્તિ ની ફિલ્મ લઈને જેનું નામ છે ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા જેમાં અજય દેવગન જોવા મળશે એક વાયુસેના ના ઓફિસર ના રોલ માં. ફિલ્મ આગામી ૧૨ કે ૧૪ ઓગસ્ટ ના દિવસે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે !

ફિલ્મ બેઝડ છે ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર ( જે આપણે બોર્ડર ફિલ્મ માં જોઈ ચૂક્યા છીએ ) બોર્ડર માં આપડે આર્મી ની બહાદુરી જોઈ જ્યારે આ ફિલ્મ માં વાયુસેના એ પણ એ યુદ્ધ માં કેટલું અગત્ય નું અને અમૂલ્ય યોગદાન આપ્યું એ બખૂબી રજૂ કરવામાં આવશે ! અજય દેવગણ સ્કવોરડન લીડર વિજય કરનિક નો રોલ નિભાવશે આ ફિલ્મ માં !

આ ફિલ્મ ની અંદર તમને નોરા ફતેહ પણ જોવા મળશે જે એક સ્પાય એજન્ટ નો રોલ કરે છે, પહેલા આ રોલ પરિણીતી ચોપરા ના ફાળે હતો પણ હવે આ રોલ નોરા ફતેહ કરશે.

(એક આડ વાત: ફિલ્મ બોર્ડર માં જે એરફોર્સ નું શૂટિંગ બતાવાયું છે એ મારા
જોરદાર જામનગર નું એરફોર્સ છે અને એરફોર્સ સાથે મારી એક અલગ જ લાગણી જોડાયેલી છે.)

આ ફિલ્મ અંદાજે ૯૦ કરોડ જેટલા માતબર બજેટ સાથે સુટ કરવામાં આવી છે એટલે સ્વાભાવિક છે ફિલ્મ માં દ્ર્શ્યો ખૂબ સારા અંદાજમાં ફિલ્માવવામાં આવ્યા હશે !

અજય દેવગણ સીવાય આ ફિલ્મ માં જોવા મળશે સંજુ બાબા અને અસલી સોના એવી સોનાક્ષી સિંહા ( આમ પણ સંજુ બાબા અને સોનાક્ષી ઘણા સમય થી રૂપેરી પડદે દેખાયા નથી ) શરદ કેલકર, એમ્મી વિર્ક, પરિણીતી સુભાષ અને રાણા દગ્ગુબાતી !

ફિલ્મ નું સંગીત વિશાલ શેખર દ્વારા આપવામાં આવ્યું છે ! ફિલ્મ ના ડિરેકટર છે અભિષેક દુધૈયા.

ફિલ્મ ના પ્રોડ્યુસર ભૂષણ કુમાર છે !

૩ ડિસેમ્બર થી ૧૭ ડિસેમ્બર સુધી પાકિસ્તાની લડાકુ વિમાનો એ ભુજ ના એરફોર્સ બેઝ પર ૯૨ થી વધુ બોમ્બ ધડાકા કરીને ભુજ એરબેઝ ને તહેશ નહેશ કરી નાખ્યું હતું. પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે વિમાનોને ઉડાન ભરવા માટે રન વે ની તાતી જરુર હતી. પણ આવા ભય ના માહોલ માં બધા લોકો ત્યાંથી પલાયન કરી ચૂક્યા હોઈ છે.... આવા સમયે ભારતીય વાયુ સેનાની મદદે આવે છે કચ્છ ના માધાપર ગામની ૩૦૦ જેટલી મહિલાઓ જે વાયુસેનાને મદદ કરીને યુદ્ધ ના ધોરણે રન વે બનાવવા માં મદદ કરે છે.. ( સોનાક્ષી સિંહા જ આ બધી બહેનોને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે ફિલ્મ માં તેનું નામ હશે સુંદર બેન જેઠા ) !

પાકિસ્તાન ના વિમાનો એ ભુજ એરફોર્સ નો રન વે એટલી હદે ખરાબ કરી નાખ્યો હતો કે મુખ્ય રન વે પર ૧૨ ફૂટ પહોળો અને ખાસ્સો ઊંડો ખાડો પડી ગયો હતો, આ રનવે રિપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું જરૂરી હતું ! આવા કપરા સમયે વાયુસેનાની મદદે આવે છે કચ્છ ના માધાપર ગામની ૩૦૦ જેટલી મહિલાઓ ! અને આ મહિલાઓ એક ઉદાહરણ પૂરું પાડે છે કે દેશભક્તિ ખાલી સૈન્ય માં જોડાઈને જ સાબિત નથી કરી શકાતી !! જો દિલમાં દાઝ અને દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના હોઈ તો ફૂલ નહિ પણ ફૂલ ની પાંખડી રૂપે પણ આપડા સૈન્ય ની મદદ કરી શકો છો !!


પાકિસ્તાની વિમાનો ની નજર માં આ મહિલાઓ દેખાય નહિ એટલા માટે વિજય કરનિક એ તેમને લીલી સાડી પહેરવા માટે સૂચન કર્યું હતું, રન વે રિપેર કરતી વખતે આકાશ માં જેવા પાકિસ્તાની વિમાનો ઉડ્ડયન કરતા દેખાય એટલે એક ખાસ સાઇરન વગાડવામાં આવતું જેથી આ મહિલાઓ એક સુરક્ષિત બંકર માં છુપાઈ જાય ! તૈયાર થયેલો રન વે પાકિસ્તાની પાઇલટ જોઈ ન શકે એટલા માટે તેના પર ગાય અને ભેંસના છાણા પાથરી દેવામાં આવતા હતા !!

દેશભક્તિ થી ભરપુર આ ફિલ્મ માં હવે શું શું છુપાયેલું છે એ તો ફિલ્મ જોઈને જ ખ્યાલ આવશે !

તો મિત્રો આ પ્રિવ્યુ તમને કેવો લાગ્યો એ કૉમેન્ટ કરીને જણાવશો !

જય હિન્દ વંદે માતરમ્ ભારત માતા કી જય !!