એક નાના શહેર માં બે મિત્રો તેમના પરિવાર સાથે રહેતા હતા. એક મનસુખભાઈ તેમના પત્ની લક્ષ્મીબેન અને તેમનો એક પુત્ર મોહિત અને બીજા જીવણભાઈ અને તેમના પત્ની કામિનીબેન અને તેમનો પુત્ર કિશન. મનસુખભાઈ શહેર ની એક મોટી કંપની માં મેનેજર હતા. જયારે જીવણભાઈને નાની કરિયાણાની દુકાન હતી.બંને રોજે પોતાના પરિવાર સાથે રાત્રે જમ્યા પછી સોસાયટી ની બાજુમાં આવેલ બગીચા માં ચાલવા માટે જતા,મનસુખભાઈ અને જીવણભાઈ પોતાની ધંધાદારી ની વાતો માં વ્યસ્ત હોય જ્યારે લક્ષ્મીબેન તથા કામિનીબેન પોતાની ઘરકામ ની વાતો માં વ્યસ્ત હોય, અને છોકરાઓ નું તો આપણે જાણીએ જ છીએ. બગીચા ના હીંચકા અને લપસણી માં વ્યસ્ત. મનસુખભાઈ હંમેશા કહેતા કે મારે મોહિત ને વિદેશ માં ભણાવી ને સેટ કરવો છે.જેથી તે વધારે પૈસા કમાઈ શકે અને પછી હું જવાબદારી માંથી મુક્ત થઇ ને શાંતી નુ જીવન જીવી શકું જીવણભાઈ ને હંમેશા મનસુખભાઇ ના મોઢેથી આ વાત તો સાંભળવા મળતી જ જયારે જીવણભાઈને એવો કોઈ મોહ ના હતો.
જોત-જોતા માં સમય વીતતો ગયો. મોહિત અને કિશને ધોરણ ૧૨ સાયન્સ માં શારુ પરિણામ મેળવ્યું મનસુખભાઈ તથા જીવણભાઈએ પોતાના પુત્રો ની પસંદ મુજબ કોમ્પ્યુટર એન્જિનિયરીંગ માં સારી કોલેજ માં એડમિશન કરાવ્યું, હવે મોહિત અને કિશન ની વ્યવહારિક જીવન ની શરૂઆત થઇ. મનસુખભાઇ જીવણભાઈને કહેતા કે તું પણ કિશન ને વિદેશ મોકલ એ પણ ત્યાં સારો સેટલ થશે અને સારા પૈસા કમાસે પણ જીવણભાઈ તેમની વાત ને અવગણી ને બીજી વાત માં આગળ વધી જતા ફરી પાછો જોત- જોતા માં એ સમય આવ્યો ચાર વર્ષ પૂરા થયા મોહિત અને કિશને સારા પરિણામ સાથે કોમ્પ્યુટર એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું, મનસુખભાઇએ પોતાના સપના પ્રમાણે મોહિત ની ફાઈલ કેનેડા જવા માટે મૂકી.
દસ દિવસ માં મનસુખભાઇ ને સારા સમાચાર મળ્યા કે મોહિત નું કેનેડા ની સારી યુનિવર્સિટી માં એડમિશન થઇ ગયું છે. તથા વિઝા પણ મળી ગયા છે. આ વાત થી મનસુખભાઈ ના ઘર માં ખુશી નો માહોલ છવાઇ ગયો. આખી સોસાયટી માં મીઠાઈ વહેંચીને ખુશી ના સમય ની ઉજવણી કરી. એક મહિના માં મોહિત ની કેનેડા ની ટીકીટ આવી ગઈ અને અંતે એ સમય આવી ગયો. મનસુખભાઇ, લક્ષ્મીબેન તથા જીવણભાઈ , કામિનીબેન અને કિશન બધા સાથે મળીને મોહિત ને એરપોર્ટ સુધી મૂકવા ગયા. અંતે મોહિત વિદેશ જવા રવાના થઇ ગયો. આજે મનસુખભાઈ તથા લક્ષ્મીબેન નુ સપનુ પુરૂ થઇ ગયુ. અહીંયા બીજી બાજુ કિશન ને પણ સારી કંપની માં નોકરી મળતા તે પણ બીજા શહેર માં રહેવા માટે જતો રહ્યો. સમય વીતતો ગયો કિશન શની-રવિ ની રાજા માં ઘરે આવતો અને પોતાના માતા-પિતા કામિનીબેન તથા જીવણભાઈ સાથે બે દિવસ પસાર કરતો સોમવાર થતા જ ફરી તે શહેર જવા માટે રવાના થઇ જતો.મનસુખભાઈ અને લક્ષ્મીબેન નું ઘર હવે સુનુ થઇ ગયું હતું. મોહિત ને વિદેશ માં ભણવા ની સાથે નોકરી પણ મળી ગઈ હતી. મોહિત કેનેડા થી હવે થોડા-થોડા પૈસા પણ મોકલવા લાગ્યો હતો. જેથી મનસુખભાઇ ને હવે વધારે કામ કરવાની જરૂર રહેતી ન હતી.
હવે સમય જતા લગ્ન ની વાત આવી કિશન ને તેની સાથે કામ કરતી છોકરી ગમતી હતી તેથી જીવન ભાઈએ કિશન ના લગ્ન તેની સાથે ખુબજ ધામ-ધૂમ થી કરાવી દીધા. તેમનું જીવન ખુબજ સારું જઈ રહ્યું હતું. કિશાન દર શનિ-રવિ ઘરે આવતો અને આખોય પરિવાર એકસાથે ખુબજ ખુશી થી રહેતો. બધા સાથે નાના- મોટા પ્રવાસ પણ કરતા અને ઘણીવાર મનસુખભાઈ તથા લક્ષ્મીબેન ને સાથે પણ લઇ જતા.