Pagrav - 9 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 9

Featured Books
Categories
Share

પગરવ - 9

પગરવ

પ્રકરણ – ૯

સમર્થ રૂમ પર આવીને બેઠો ત્યાં તો એની મમ્મીનો ફોન આવી ગયો હતો બે વાર...

સમર્થે સામેથી ફોન કરીને પૂછ્યું, " શું થયું મમ્મી ?? કંઈ કામ હતું ?? હું રસ્તામાં હતો ટ્રાફિકમાં એટલે ફોન આવ્યો ખબર ન પડી.

સવિતાબેન : " મેં તને સવારે વાત કરી હતી ને તો એ છોકરીવાળાં પણ મળવાં તૈયાર છે. તો તને આ રવિવારે ફાવે જો તું ઘરે આવે તો ?? "

સમર્થ : " આટલું જલ્દી ?? મતલબ આવતાં રવિવારે રાખીએ તો...મારે થોડું કામ છે કોલેજનું રવિવારે પૂરું કરવાનું છે એટલે..."

સવિતાબેન : " સારું કંઈ વાંધો નહીં... હું એમને કહેવડાવી દઉં છું..." ને ફોન મુકાઈ ગયો.

સમર્થ ફોન પૂરો થતાં જ મનોમન બોલ્યો, " સોરી મમ્મી,...પણ મને એમ થાય છે કે એ વાર સુહાનીનાં મનની વાત જાણી લઉં..‌.કદાચ...પછી...પસ્તાવો..."

સાંજે જમવાનું ને પતાવીને સમર્થને થયું સુહાનીને ફોન કરે...પણ પછી થયું એ તો એનાં મામાનાં ઘરે રહે છે અને વળી છોકરીનાં ત્યાં એમ જ ફોન ન કરાય...એણે " હાય !!" મેસેજ કરી દીધો ફક્ત...ને ફરીથી થોડું વાંચવા માટે બેસી ગયો.

**************

લગભગ દસ વાગ્યે સુહાનીનો ફોન આવતાં સમર્થ ખુશ થઈ ગયો.

સુહાની : " બોલો મહાશય...અમને કેમ યાદ કર્યાં ?? "

સમર્થ : " મને થયું કદાચ તું પેલાં તારાં ડિયર સાથે વાત કરતી હોઈશ કદાચ....એટલે મને કંટાળો આવતો હતો એટલે મેસેજ કર્યો કે ફ્રી હોય તો મારી સાથે વાત કરે..."

સુહાની : " શું કરું...એ બહું ગભરાય છે મારાંથી ફોન કરતાં પણ ડરે છે..."

એમ કરતાં કરતાં બંને જણાં એકબીજા સાથે ઘણીબધી પોતાની સારીનરસી વાતો એકબીજા સાથે શેર કરવાં લાગ્યાં.

થોડીવાર પછી અચાનક સમર્થે પૂછ્યું, " કેમ ઘરે કોઈ નથી કે શું ?? "

સુહાની : " છે ને પણ હું ઉપર મારાં રૂમમાં છું... બધાં હવે સૂઈ ગયાં. હું એકલી જ છું રૂમમાં હવે..."

સમર્થ : " હમમમ... તું આવી બધી વાત તારાં ડિયરને કરે છે કે નહીં ?? મારી સાથે કેમ આ બધું સેર કરે છે ??" ને ફરી પાછો વાતોનો દોર શરૂ થયો.

સુહાની : " બસ કરું જ છું ને બહું જલ્દીથી એને ઓળખીને એને મારાં મનની વાત કરી દઈશ...પણ તું તો મારો ફ્રેન્ડ નહીં એટલે તને કહું છું...તને ના ગમતું હોય મારી સાથે વાત કરવાનું તો નહીં કરું...બસ... બાય..."

સમર્થ : " હું તો મજાક કરતો હતો...તને ચીડવવાની મજા આવે છે...પણ આવી રીતે બે બે જણાં સાથે વાતો કરવી...ધીઝ ઈઝ નોટ ફેર..."

સુહાની : " એવરીથીગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વૉર...વેઈટ એન્ડ વોચ.. મિસ્ટર સમર્થ..!! " કહીને સુહાની હસવા લાગી.

પછી ઘણીબધી વાતો કર્યાં પછી એકબીજાનાં શમણાં જોતાં બંને જણાં સૂઈ ગયાં.

*****************

થોડાં દિવસો ગયાં... ધીમેધીમે સુહાની અને સમર્થ એકબીજાંની નજીક આવી રહ્યાં છે...એ સાથે જ સમર્થને યાદ આવ્યું કે હવે બે દિવસ જ છે...મારે તો ઘરે એ છોકરી જોવાં જવાનું છે જેની સાથે મારી સગાઈ થયેલી છે...એ નિરાશ થઈ ગયો...!!

શુક્રવારે સવારે કોલેજ સુહાની બહું વહેલાં આવી ગઈને સમર્થની રાહ જોવા લાગી. સમર્થને આજે સહેજ મોડું થઈ ગયું હોવાથી એ કટોકટ સમયે આવ્યો‌. સુહાની " સાંજે ઉભો રહેજે કામ છે..." એમ કહીને સુહાની રૂમમાં જતી રહી.

સમર્થને થયું એવું શું કામ હશે.‌‌..એ મને મેસેજમાં પણ કહી શકતી હતી ને આવું તો...

આખો દિવસ તો લેક્ચરમાં પસાર થઈ ગયો. લન્ચ સમયે પાયલ સાથે હોવાથી બહું કંઈ ખાસ એવી વાત થઈ નહીં. પાયલને હવે આ બંનેના રિલેશનમાં બંનેની લાગણીઓ જોઈને ફ્રેન્ડશીપ કરતાં કંઈ વધારે હોય એવું લાગી રહ્યું છે. સુહાનીનાં પરિવારથી જાણકાર પાયલે આજે સુહાનીને ધીમેથી કહ્યું," સુહાની તારી સગાઈ થઈ ગઈ છે એ તને યાદ છે ને બકા... ક્યાંક તું સમર્થ તરફ વધું પડતી ઢળી નથી રહીં ?? "

સુહાની આજે પહેલીવાર બોલી, " પાયલ ખબર નહીં પણ હું સમર્થ વિના નહીં રહી શકું હવે મને લાગી રહ્યું છે. એનામાં શું ખોટ છે ?? આવો સારો છોકરો તો ક્યાં મળશે મને ?? "

પાયલ : " હું સહમત છું તારી સાથે‌...પણ સમાજ, પરિવાર એ બધાનું શું ?? એ લોકો આપણી આ લાગણીઓને સમજશે ?? "

સુહાની કદાચ આજે આર યા પાર નક્કી કરીને જ આવી હોવાથી એ બોલી, " મને મારાં કાના પર પૂર્ણ વિશ્વાસ છે જે થશે એ સારું જ થશે‌... હું જાઉં છું બાય થોડું કામ છે..." કહીને સુહાની કોલેજ પૂરી થતાં ફટાફટ નીકળી ગઈ. પાયલને પણ ઘરે જવાનું મોડું થતું હોવાથી એ એ પણ બહું વાતચીત કર્યાં વિના નીકળી ગઈ.

સુહાની બહાર આવી તો સમર્થ બહાર એની રાહ જોઈને ઉભો છે...

સુહાની બોલી, " મને આજે શુભમનો કોકો પીવાં જવું છે રસ્તામાં આવે છે ત્યાં... તું આવીશ મને કંપની આપવાં ?? જો તને પ્રોબ્લેમ ના હોય તો..."

સમર્થ : " આપણે તો આમેય એકલ વિહારી જ છીએ હાલ તો...કોઈ પૂછનાર નથી...ચાલો.."

બંને પોતાનાં વ્હીકલ પર કોકો પીવાં પહોંચી ગયાં. આજે રોજ કરતાં સુહાની કંઈ વધારે સરસ લાગી રહી છે... એનાં ગોરા ઘાટીલા વાન પર કોઈ પણ કપડાં સરસ લાગે છે છતાં આજે એ સમર્થનો મનગમતાં બ્લુ કલરની કુર્તિને એને મેચિંગ નાનકડી સિલ્વર ઈયરિગ પહેરી છે... હંમેશાં છુટ્ટા વાળ રાખીને આવતી સુહાની આજે છોકરો જોવાં ગઈ હોય એમ લાંબા કાળા વાળમાં હાફપોની વાળીને આવી છે...

સમર્થ તો કંઈ બોલ્યાં વિના ચૂપ થઈને એને જોઈ જ રહ્યો છે.

સુહાની : "સમર્થ, કોકો તો મંગાવ આમ શું બેસી રહ્યો છે ?? "

સમર્થને સુહાનીનાં વાક્યએ જાણે સપનામાંથી બહાર લાવી દીધો. ને તરત જ સમર્થે ઓર્ડર કર્યો. આસપાસ કોઈ ખાસ એટલાં નજીક બેઠેલા નથી.

સુહાનીએ સીધું જ પૂછ્યું, " સમર્થ તને કોઈ છોકરી ગમે છે ?? તું તારી મંગેતર સાથે જ લગ્ન કરીશ ?? "

સમર્થ થોડો અચકાયો પછી બોલ્યો, " સાચી વાત કહું સુહાની...આઈ રિઅલી લવ યુ... પરંતુ કાલે મારે મારી મંગેતરને જોવાં જવાનું છે. ઘરેથી કહ્યું છે કે અમને ગમશે તો જ સંબંધ રહેશે નહીં તો પછી આગળ વિચારશે...મને એ સમયે તારાં તરફથી કોઈ આશા નહોતી એટલે મેં હા કહી દીધી હતી. કારણ કે મને લાગ્યું હતું કે કદાચ તું બીજાં કોઈને પસંદ કરે છે‌..."

સુહાનીને પોતે જે કહેવાની હતી એ સમર્થે સામેથી કહી દીધું એ સાંભળીને એ ખુશ થઈ પણ પછીનું... સાંભળીને એ નિરાશ થઈ ગઈ..

સમર્થ : " પણ તું શું કહેવાની હતી સુહાની ?? "

સુહાની : " એ જ કે આઈ લવ યુ ટુ સમર્થ...આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ... મેં નક્કી કર્યું હતું કે હું તો મારી સગાઈ કરેલાં છોકરાને મળ્યા વિના જ સગાઈ માટે ના જ કહી દઈશ...પણ હવે તું તો...."

સમર્થ : " તું ટેન્શન ન કર... કંઈ તો થશે...હવે એકવાર તો ઘરે જવું તો પડશે ને સાવ તો..."

સુહાની તો રીતસરની રડી પડી..એ બોલી, " સમર્થ તે તો મને કહ્યું હતું કે જેને પ્રેમ કરીએ એની સાથે જ લગ્ન કરાય તો પછી શું થયું ?? "

સમર્થ : " એવું નથી બકા... તું સમજતી નથી મારી વાત..." પણ સુહાની કંઈ સાંભળ્યા વિના કોકો પણ પીધાં વિના ફટાફટ બહાર નીકળી ગઈ.

સમર્થે ફટાફટ પૈસા આપ્યાં શોપમાં ને એ પણ ફટાફટ નીકળ્યો પણ સુહાની કંઈ પણ સાંભળ્યા વિના ઘરે જતી રહી. ઘરે પહોંચતા જ સમર્થે એનાં નંબર પર ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવવાં લાગ્યો. એ ચિંતામાં આવી ગયો. એનાં ઘરે પણ જઇ શકે એમ નથી. હવે સવાર પડે ને સુહાની કોલેજ આવે એની રાહ જોવા લાગ્યો.

સમર્થ બીજાં દિવસે ફટાફટ કોલેજ આવી ગયો..આજે એ સુહાનીની રાહ જોવા લાગ્યો. સુહાની આવી તો ગઈ પણ કંઈ પણ બોલ્યાં વિના જતી રહી. એની આંખો પરથી દેખાઈ રહ્યું છે કે એ ચોક્કસ બહું રડીને આવી છે.. લંચબ્રેકમાં પણ સુહાનીએ પાયલને કહ્યું કે એ સમર્થની સાથે જમી લે...એને ભૂખ નથી. પણ એ ન ગઈ.

પાયલે સમર્થને પૂછ્યું, " આજે સુહાની બહું ઉદાસ છે તને કંઈ ખબર છે ?? "

સમર્થ : " તું અમારાં બંન્નેની કોમન ફ્રેન્ડ છે... હું તને બધી સાચી વાત કહું તું મને સુહાની સાથે વાત કરાવીશ પ્લીઝ..." સમર્થ જાણે રડમસ થઈ ગયો.

સમર્થે બધી વાત કરી. પછી પાયલે કહ્યું, " સમર્થ સાચું કહું તો સુહાની લાડકોડમાં રહી હોવા છતાં એ સમજું છે...પણ કદાચ આ વાતમાં એ ખબર નહીં કેમ જીદ કરી રહી છે...આજે તો સાંજે એ મારી સાથે ઘરે આવવાની છે એવું એણે કહ્યું છે..."

સમર્થ : " ઘરે કેમ ?? એ તો અહીં જ રહે છે મામાનાં ઘરે તો ?? "

પાયલ : " એણે કહ્યું કે એને મમ્મીપપ્પાની યાદ આવી ગઈ છે એટલે આવું છું... બીજું કંઈ કહ્યું નહીં...પણ એ આજે કંઈક છુપાવી રહી હોય એવું લાગ્યું મને..."

સમર્થે કહ્યું, " તું એનું ધ્યાન રાખજે પ્લીઝ...હવે તો સોમવારે જ વાત થશે... તારાં નંબર પર કંઈ કામ હશે તો ફોન કરીશ‌.‌ વાંધો નથી ને ?? "

પાયલ , " ના કંઈ વાંધો નહીં..." ને પછી સમર્થ જમ્યાં વિના જ લેક્ચર માટે જતો રહ્યો.

પાંચ વાગ્યે લેક્ચર પૂરું થતાં સુહાની અને પાયલ ઘરે જવાં નીકળી ગયાં. સાથે જ સમર્થ પણ પોતાનાં ઘરે નીકળી ગયો...!!

શું સમર્થ સુહાનીને મનાવી શકશે ?? સમર્થ પોતાની મંગેતરને ના પાડી દેશે ?? સુહાનીનાં મનમાં શું ચાલી રહ્યું છે ?? બંને એકબીજાં વિના રહી શકે એમ નથી તો શું થશે એમનાં સંબંધોનું ?? જાણવા માટે વાંચતા રહો, પગરવ - ૧૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે