What was. what is happening and what will happen - 1 in Gujarati Short Stories by ashish kunjadia books and stories PDF | શું હતું, શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 1

Featured Books
Categories
Share

શું હતું, શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 1

રોજીંદુ જીવન હતું,ચારે તરફ હર્ષોલ્લાસ હતો,જીવન વ્યસ્ત હતું ,સવારે તમામ રસ્તાઓ ભરાઈ જતા અને બપોરે થોડો વિરામ લેતા અને ફરી પાછા સાંજે ટ્રાફિક થી ભરાઈ જતા,રાત્રે મસ્તીભર્યા બની જતા,આમ કરતા કરતા રવિવાર આવતો અને સવારનો ચટપટો,ગરમાગરમ નાસ્તો લેવા ભીડ ઉમટી પડતી અને તે પણ બે ઇંચ ની પણ જગ્યા રાખ્યા વગર,વ્યોપાર ,કામધંધા પુસ્કળ હતા,હરીફાઈ હતી વધારે પૈસા કમાઈ લેવાની, '' સૌનો વિકાસ તો દેશ નો વિકાસ '' એવી વાતો હતી,ક્યારેક ''મંદી '' શબ્દ સાંભળવા મળતો,તો ફરીથી તેજી લાવવાનો ઉત્સાહ આપોઆપ આવી જતો,ભારત દેશ વધુ શક્તિશાળી બની રહ્યો હતો,
શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેકેશન ની આતુરતાથી રાહ જોતા હતા,વૅકેશનને ભરપૂર માણી લેવાના સપના જોવાઈ ચુક્યા હતા,અને તે સપનાઓ ને પરિપૂર્ણ કરવાની રૂપરેખા તૈયાર પણ હતી,પરીક્ષાઓનું ટેન્શન હતું પણ છતાં મોજ માં હતા,
નોકરિયાત વર્ગ પગારવધારા ની આશા બાંધી ને બેઠા હતા,ઘણા પ્રમોશન ની રાહ માં હતા,અને તેમની પત્નીઓ તે પગાર ને ક્યાં વાપરવો તેની ફિરાક માં હતી,કોઈ નવી દુકાન લેવી હતી,નવું મકાન ખરીદવું હતું,નવો વ્યોપાર શરુ કરવાની તૈયારી માં હતા,
ઘણાના લગ્નની તૈયારી ચાલતી હતી,મંદિરો ખુલ્લા હતા,સમૂહમાં આરતી,ભજન-કીર્તન થતા,સ્કૂલો,કોલેજો,યુનિવર્સિટીઓ બાળકો અને યુવાધન થી છલકાતી હતી,ચારે તરફ વિદ્યાર્થીઓની કિલકારીઓ ગુંજતી હતી, તમામ મમ્મીઓ સવારે છોકરાઓ અને ઘરના બધા સભ્યો માટે નાસ્તો, ટિફિન બનાવવામાં વ્યસ્ત રહેતી,
બાગબગીચો ,વોટરપાર્ક,પીકનીક સ્પોટ્સ ,સહેલાણીઓથી ભરપૂર હતા,પ્રેમી પંખીડાઓ પ્રેમભરી વાતોનો ગુંજારવ કરતા ખૂણે ખાચરે સાવ લગોલગ બેસીને બેઠેલા જોવા મળતા, રાત્રે જમી પરવારીને પાન ના ગલ્લે ઘણા પુરુષો સોડા,કે પાન માવા ખાવા ટોળે વળતા અને આખા દેશની ચર્ચા કરતા, રોજ બધાની લગભગ એકસરખી જ જીવન પદ્ધતિ હતી, નોકરી ધંધે ગયા, સાંજે કે રાત્રે ઘરે આવ્યા ખાધું પીધું,થોડું ટીવી જોયું અને સુઈ ગયા, ઘણા ના મોઢે એક વાક્ય વારંવાર સાંભળવા મળતું કે ' યાર કંટાળો આવે છે આવી જિંદગી નો, થોડો ટાઈમ આરામ મળે તો સારું, ક્યાંક એવી જગ્યા એ જવું છે જ્યાં પરમ શાંતિ મળે અને બધા ટેન્શન ભૂલી જાઉં, બસ ખાવું પીવું ને મોજ કરવું,

મહિલાઓ ખાસ કરીને સાડી,ડ્રેસ ના સેલ, હાટ બજાર ,શાકભાજી બજાર માં ટોળે વળતી અને પતિઓના ખિસ્સા ખાલી કરતી, અને પુરુષો વારેઘડીએ ભેગા થવાના બહાના બનાવતા, તારા દીકરાના સારા માર્ક્સ આવ્યા તો પાર્ટી આપ,તારું પ્રમોશન થયું પાર્ટી આપ, બાપ બની ગયો પાર્ટી તો જોઈએ જ, બહુ ટાઈમ થયો સાથે બેઠાને ચાલો પાર્ટી કરીયે,
થિયેટર કે મલ્ટિપ્લેક્સ માં પિક્ચર જોવા જતા, પોપકોર્ન,પેપ્સી ની મજા તો ખરી જ અને પિક્ચર જોયા પછી હોટેલ માં ડિનર કરીને જ ઘરે જતા.

સગાસંબંધીઓ સાથે કે મિત્રમંડળ સાથે બર્થડે, એનિવર્સરી, અને બીજા ઘણા નાના નાના પ્રસંગો ઉજવવાની મજા હતી, હોટેલ માં સેલિબ્રેશન, વીકએન્ડ માં નાના પીકનીક સ્પોટમાં ફરવા જવું,
જેવો પગાર આવે તે પહેલા ખરીદી નું લિસ્ટ બની જતું, અને દર મહિને થોડી વધારાની ખરીદી પણ થઇ જતી,પછી બજેટ ની ચિંતા કરતા પણ ફરી એવીજ ખરીદીનો આનંદ લેતા રહેતા,
તહેવારોની મૌસમ એટલે આનંદોત્સવ,નવું સર્જન કરવાનો ઉત્તમ સમયગાળૉ, ભારે ઉત્સાહ, તહેવારો આવતા મોડા પણ બહુ ઝડપથી પસાર થઇ જતા,નવા કપડાં,બુટ,ઘર સજાવટની વસ્તુ ની ખરીદી,બોનસ ,મીઠાઈઓ, ભાતભાતની વાનગીઓ,સાફસફાઈ,વગેરે ની મજા જ અલગ છે,

રક્ષાબંધન,શિવરાત્રી,નવરાત્રી,ગણેશચતુર્થી,અલૂણાં,શ્રાવણ માસ,દશેરો,વગેરે તહેવારો પછી,સૌથી મોટા તહેવારો હિન્દૂ ની દિવાળી,મુસલમાનોની ઈદ,ખ્રિસ્તીઓની ક્રિસમસ, નાતાલ, એક સરખા ઉત્સાહ-ઉમંગ થી ઉજવાતા, અને ઘણા જુના વેરભાવ,દુશ્મની,ભેદભાવ ભૂલીને એકબીજાને શુભેચ્છા પાઠવતા હતા,એકબીજા માટે તમામ દુઃખ-દર્દ ચિંતા,મુશ્કેલીઓ,વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના થતી ,અને આ તહેવારો નો બીજો ફાયદો એ છે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના તમામ દુઃખ-દર્દ,તણાવ,મૂંઝવણો માં થી થોડો સમય મુક્તિ મેળવી લેતો, અને પોતાના અને સ્વજનોના સપનાઓ,ઈચ્છાઓ,પુરા કરવાનો પ્રયત્ન કરતા,
આવી તો લાખો ઘટનાઓ,યાદો,સંસ્મરણો,એવા છે જે કદાચ હવે તેના અસલ સ્વરૂપમાં, અસલ રંગરૂપમાં જોવા નહિ મળે કારણકે।.............