unique marriage - 1 in Gujarati Fiction Stories by Meera books and stories PDF | અનોખું લગ્ન - 1

The Author
Featured Books
Categories
Share

અનોખું લગ્ન - 1

"લગ્ન ની સાંજ"

એ દિવસે સવાર થી જ ઘર માં ચહલ - પહલ હતી. ઘર નાં બધાં સદસ્યો કોઈ ને કોઈ કામ માં પરોવાયેલા હતાં. કોઈ મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરતું હતું, તો કોઈ એમના જમવાની , કોઈ આવતીકાલ ની વિધિ માટે ના સામાન ની લિસ્ટ બનાવવામાં વ્યસ્ત હતું , વળી નાના બાળકો આંગણા માં લીલાછમ લીમડા ના છાંયે એમની જ મસ્તી માં વ્યસ્ત હતાં. કેટલાક વડીલો એ જ લીમડા ના છાંયે ખાટલો પાથરી બેઠા - બેઠા અહીં - તહીં ની વાતો કરતા હતા.
એટલે વાત એમ હતી કે બીજા દિવસે મીરલ ના ફોઈ ની છોકરી ના લગ્ન લેવાયા હતા. આ બધી દોડધામ એના કારણે જ હતી. મીરલ પણ ત્યાં અઠવાડિયા પહેલાં આવી પહોંચી હતી.
લગ્ન ના ઘર માં તો મહિના ઓ પહેલા બધી તૈયારી ઓ કરવાની શરૂઆત થઈ જતી હોય છે. અહીં પણ એવું જ હતું. બધાં બહું જ ખુશ હતા.
મીરલ ના ફોઈ ને એક દિકરો ને એક દિકરી છે. દિકરી નું નામ છે પૂજા. જેનું લગ્ન લેવાયું છે. અને દિકરા નું નામ છે વિર. બહેન ના લગ્ન હોવાથી વિર પણ ખૂબ ખુશ હતો. એના ઘણાં મિત્રો પણ તેની મદદ કરવા આવતા. બધાં જ મિત્રો ખુબ જ મિલનસાર. પરંતુ એમાં એક હતો નિલય, એ થોડો સ્વભાવ થી હતો શરમાળ. આમ મિત્રો જોડે તો ઘણી વાતો કરે પરંતુ જો બધાં બેઠા હોય તો બહું જ ઓછું બોલે. કામ પૂરતી જ વાત કરે. પરંતુ એ વિર નો ખાસ મિત્ર. આ બધાં જ મિત્રો રોજ સવાર થી આવી જતાં ને મોડી રાત સુધી રોકાતા. આજે પણ તેઓ સવાર થી અહીં જ હતાં. કાલે લગ્ન હોવાથી આજે બધું જ કામ વેળાસર પતાવી દેવાનું હતું, એટલે સવાર માં આવતા ની સાથે જ બધાં કામ માં પરોવાઈ ગયાં હતાં. સાંજ સુધી લગભગ બધું કામ પતાવી દીધું. પછી જમી પરવારી ને બધાં જ બેઠા.
એકબાજુ કાલ ના જમણ માટે મોહનથાળ બનવાની તૈયારી થતી હતી, બીજી બાજુ સ્ત્રી ઓ આંગણા માં બેસી ને મહેંદી મૂકતી હતી. પુરુષો વાતો કરતા હતાં ને બાળકો લગભગ સૂઈ ગયા હતા. પરંતુ પેલા મિત્રો નું ટોળું એ બધાં થી દૂર પોતાની મસ્તી એ ચઢ્યું હતું. મીરલ પણ ત્યાં બેઠી હતી અને એમની બધી વાતો સાંભળતી હતી. બધાં બેઠાં - બેઠાં એકબીજા ના કારનામાં યાદ કરી ને હસતાં હતાં. કોઈ પોતાની સ્કૂલ ના દિવસો ના કારનામા કહેતું તો કોઈ મિત્રો સાથે ના રખડપટ્ટી વખત ના !
પરંતુ આ બધા માં નિલય સાવ શાંત બેઠો હતો. એ તો બધા ની વાતો થી જ જાણે હરખાતો હતો. મીરલ ક્યારનીય આ જોતી હતી. પહેલા તો મીરલે આ ધ્યાન માં ન લીધું. પરંતુ ફરી મીરલ થી ન રહેવાયું તો એને પૂછી જ લીધું કે, તમે કેમ આમ શાંત બેઠાં છો?., કંઈ બોલતા જ નથી. તમે આમની જેમ મસ્તીખોર નથી લાગતા.
ત્યાં જ મીરલ નો ભાઈ વિર બોલી ઉઠ્યો, અરે ! બેન આ તો તું છે એટલે. બાકી આ ભાઈ કાંઈ શાંત નથી. અમારા બધા થી ચઢીયાતા છે. અને પાછા હમણાં જ લગ્ન થયા છે ને એટલે થોડા દિવસ થી ટાઢા છે, બાકી એ કાંઈ ઓછો નથી. આ બધું સાંભળી ત્યાં બેઠેલો બીજો મિત્ર બોલી ઊઠ્યો, અરે હા ! સારું યાદ કરાવ્યું, મને પણ ખબર ના પડી આના લગ્ન આમ અચાનક કેમના થઈ ગયા? .... નિલય આ બધું બેઠાં - બેઠાં સાંભળતો જ હતો. હજું સુધી કાંઈ જવાબ નહોતો આપ્યો. પરંતુ જ્યારે લગ્ન ની વાત આવી ત્યારે એના ચહેરા ના ભાવ બદલાઈ ગયા. મન માં હસતો હોય ને કંઈક છૂપાવતો હોય એવા ભાવ એના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા.

નિલય નું આ રીતે શરમાવું ને એના અચાનક થઈ ગયેલા લગ્ન નું કારણ આવતા ભાગ "ખુલાસો" માં......