પહેલાંના અનુભવ જે તેણે નાનપણથી જોયેલા એ બધાં ક્યાંક બુદ્ધિની આગળ ઓળખાણ આપતાં છતાં થતાં....
આ કોઈ જુદી જ યુક્તિ હતી.
તેનું ખાલી નામ જ તે જાણી શકાયું હતું.
એ કોણ હતી?
તેનો ભૂતકાળ શું હતો શું ન હતો?
વિજયને ખબર નહોતી તેને તો બસ હાજરી આપવાની હતી. તે બોલાવે ત્યારે હાજર થઈ જવાનું.
"વિજય ને આગળ વધવું હતું."
છેલ્લી થયેલી મુલાકાત સતત એના મનમાં ગુંજતી રહી હતી અને સાથે ભયના ઓછાયા ઠેર નજરે ચડતા હતા. કરોળિયા ના જાળા અને બીજું બધું જૂનું ભયાનક લાગી રહ્યું હતું. એથી વધારી હતી શાંતિ....
કોઈ અવાજ સંભળાયો નહિ. કોઈ પાસે થોડું કશું વાગતું હોય તેમ મન ને રાહત મળશે પણ કંઈ વસ્તુ પડે તો સંભળાય એટલી શાંતિ હતી.
કોઈ હતું પણ ગાયબ હતું તેણે તો ત્યાં હાજર રહેવું જોઈએ.
વધુ એક ઘટનામાં સુર પુરાવવા જેવું બન્યું હતું. આખરે વિજય હાજર તો હતો. ધીમે ધીમે આગળ વધતાએ ઘરની સામે આવેલા રેલવેના પાટા કેટલા ભયાનક લાગી રહ્યા હતા.
આરામ કરી તે જોઈ રહ્યો અંધારામાં ધીરે ધીરે વિજય આગળ વધ્યો તેના મનમાં અને હૃદયમાં ઝંઝાવાત હતું કે પટારો ખૂલી ગયો કે શું?
હવે તે કેવા નાટક કરવાની છે તેની ખબર ન હતી પણ જેને પકડી લે છે તેનો છેલ્લામાં છેલ્લો રસ કાઢી લેવાનું તેનો ચોક્કસ પ્રયત્ન હોય છે.
"આરામ ખુરશી ની આગળ આવીને ઊભો રહ્યો."
આ વખતે પણ તે કોઈ પ્રકારે હલનચલન કરી ન શક્યો અને પેલી ભૂતાવળ પણ તેની જગ્યાએ સ્થિર હતી એ જ રીતે જાણે મરીને પડી હોય......
"મડદાની જેમ."
વિજય જાણતો હતો કે પાછલી વખતે પણ તે એમ જ પડી રહી હતી અને ભયંકર બિલાડું કાઢયું હતું. વિજયની નજર કબાટ પર ગઈ. આ વખતે કબાટમાંથી એટલો ભયાનક સાપ ના હતો.
"વિજય ના કાન માં સૂસવાટા થયા."
તેને ખબર હતી કે તે પેલી ભૂતાવળ નો જ અવાજ હતો તે જાણતો હતો કે હવે કશું અજુગતું બનવાનું હતું અને થયું પણ એવું જ પેલી ભૂતાવળ તેની સામે ફરી અચાનક જ તેનો ભયંકર ચહેરો તેની આગળ ઉપસી આવ્યો.
અંધારામાં પ્રગટ થયેલો તે ચહેરો એટલો ભયાનક હતો કે વિજય થી બૂમ પાડી જવાયું.....
જંતુઓથી ખદબદતો અને સડી ગયેલો અને લાબા વાળ પૂરી થયેલી આંખો એ સાથે જ બીજાની આખું ખાઈ ગઈ. વિજય આંખો બંધ કરી યાદ કરવા લાગ્યો કેટલાક દ્રશ્યો તેની આગળ આવવા લાગ્યા.
પરંતુ પહેલા દિવસે કેતન ની માની મળ્યો હતો. તેણે પહેલા કદી આવું કશું જોયું હોય તે તેની યાદ નહોતું. તે જોઈને તેના બાળસહજ મનમાં ન બનવાનું બની ગયું હતું.
કશું અજુગતું અનુભવી રહ્યો હતો અને તેનું મન વાસના માં ભરાઈ ગયું હતું. વિજય ને થોડી ક્ષણો યાદ આવવા લાગી એક પછી એક દ્રશ્યો તેની આગળ ઉભા થતા લાગ્યા. વિજય ની અદ્રશ્ય ફરિયાદ આવે છે એ તો કેવળ એક નાનકડો વિચાર હતો.
એ તો કેવળ એક જ વાતની શરૂઆત હતી.
ફૂંકાવાની સાથે જ તે હવામાં ઊડવા લાગ્યો તેની આંખો ખૂલી ગઈ ત્યારે તેને જોયું કે તેને કોઈ ઢસડીને લઈ જઈ રહ્યું હતું તે તો ભૂતાવળ હતી તેણે વિજયના વાળની પકડી લીધા હતા, અને વિજય ને જમીન પર ટકાવીને લઈ જઈ રહી હતી. વિજય ચીસો પડતો રહી ગયો, તેની એક પણ ચીસ બહાર નહોતી આવી રહી તે ગળા માંથી અવાજ બહાર કાઢી રહ્યો હતો....
ધારે તો પણ કશું કરી શકે તેમ ન હતું તેને ભૂતાવળ પકડીને બહાર લઈ જઈ રહી હતી. પેલા તો વિજય ને રેલવેના પાટાની વચ્ચે નાખવામાં આવ્યો.
વધુ આવતા અંકે......