chhe chhelchhabili jindagi in Gujarati Motivational Stories by Shreya Parmar books and stories PDF | છે છેલછબીલી જિંદગી

Featured Books
Categories
Share

છે છેલછબીલી જિંદગી

જીવન શુ છે?

કહેવાય છે ને કે જીવન જીવી જાણો મોજથી ભજન કરો.

એટલે કે તન,મન અને ધન સાથે રાખી ને એટલી બધી મસ્તી થી જીવો કે જોયીને બધા બળતરા કરવા લાગે.

જીવન એટલે એટલું બધું સુુંદર આપણું સપનું.જેેમાં કાઈ બને ના બને. મતલબ આપણી ઈચ્છાઓ પૂરી થાય પણ ને પુરી ના પણ
થાય.

જીવન એટલે એટલુ બધુ ભાગદોડ કે આપણ નેે પરીવાર જોડે બેસવા પણ ના મળે.

એટલે તો જીવન માટે હું કહીશ કે

જીવન મળ્યું મળ્યો પરિવાર.
આ જિંદગીને એટલે જ કહી સૌ મળી જાઓ ફરીવાર.

જીંદાદીલી ની વાત છે.
વાત માં સૌનો આભાસ છે.

દિન કહો એ રાત મા ને મારી એ સોગાદ માં.
દિન દુુઃખીયાની વાત છે.

પૈસાવાળા ને લહેેેર છે.
મધ્યમ વર્ગ નો સવાલ છે.

રોજ રોજ ના કામ માં
પરિવાર ની વાત માં.


જિંદગી એક એવી પહેલી છે જેને જીવો તો આનંદ છે.
જિંદગી એક જાણે રમત છે.

કહેવાય છે ને કે

જીવન બુઠું ચાકુ છે તો કાઢો એની ધાર
જિંદગી માં ખેલ,હસી અને મજાક મસ્તી સિવાય કંઈ જ નથી.

જીવન એક અમસ્તું પરિવાર સાથે ની મજા છે.

જીવન ઘસાવું તો પડે પણ એનું ફળ પણ મળે છે.

જીવન એક કર્મ કરવા કાઈ કરવા માટે ભગવાન તરફથી મળેલ અમૂલ્ય દેન છે.

પોતાના માત પિતા સાથે બેસી અમૂલ્ય પળ વિતાવવા મળેલ અમૂલ્ય દેન છે.

જીવન એટલે ફૂલની સુગંધ ને બાળપણ ની મજા.

જીવન એટલે સમય હોય તો સાથ ના હોય
અને સાથ હોય ત્યારે સમય ન હોય.


જીવન એટલે એક પિતા ને એની દીકરી જોડે બેસવા માટે એની દીકરી ને જાણવા સમજવા માટે એના જોડે વિતાવેલી એક પળ.

જીવન એટલે એક માતા ની લાગણી એના દીકરા ને મારિપીટી ને પણ કાઈ થાય તો એની પક્ષ માં બોલવું.

જીવન એટલે દાદા દાદી ને હેરાન કરીને મજા માણવાની અમુક પળ.

જીવન એટલે એક અનોખી શક્તિ કહી સકાય.
કેમ કે માનવ ને મળેલી દુનિયા એ બહુ જ અમૂલ્ય કહી શકાય.

જીવન એટલે જુવાની ની મજા, બાળપણ માં મળેલી માર ની સજા, અને ઘડપણ માં એક માત પિતા ને એના બાળક જોડે શાંતિ થઈ જીવન જીવવા માટે મળતી અમૂલ્ય પળો.

જીવન એટલે થોડી ખુશી થોડી ઉદાસી.

જીવન એટલે એક એવી કઠપૂતળી ની રમત.

જીવન એટલે રાત દિવસ નો ખેલ.

સવાર પડે એટલે જાગો નહાઓ અને પછી પોતાના કામે લાગી જાઓ.

અને પછી રાત પડે એટલે એ જ થાક ને ઓછો કરો અમે સુઈ જાઓ.

જીવન મળ્યું છે તો જીવવું.

જીવન એટલે એક જાત ની પરીક્ષા. જેમાં પાસ થાઓ કોઈ દિવસ નાસીપાસ ના થાઓ.

જીવન એટલે બાળપણ થઈ લઇ ને ઘડપણ સુધી તમે કરેલા કર્મો નો હિસાબ.

જીવન એટલે પરિવાર સાથે બેસવા મળેલી એક જ વાર ની પળ જે નહિ મળે ફરીવાર.

જીવન એટલે દોસ્તો સાથે બેસી ને ગપ્પા મારવા ના દિવસો.

જીવન એટલે બાળપણ માં માટી રેતી માં રાગદોડાયી ને બગડવાની મજા.

જીવન એટલે રડવાની સાથે હસતું રહેવાની મજા.

જીવન એટલે યાદગીરી ની સાથે લડાયી ની મજા.

જીવન એટલે દરેક તહેવાર ની સાથે અનોખી પળો વિતાવવાની માજા.

જીવન એટલે આનંદ, અવસર, ખુશી, મોજ, મસ્તી, શક્તિ,ભક્તિ, બધું જ આપણ ને મળે એવો અનોખો પળ.

જીવન એટલે બાળપણ થી જવાની સુધી માર ની જે માજા મળે એ.

જીવન એટલે એક અનોખો આનંદ.

જીવન જીવી જાણો મોજ થઈ દોસ્ત પરિવાર સાથે,
કેમ કે ફરી આ જીવન નહિ મળે ફરીવાર.