hu kya sudhi in Gujarati Philosophy by મોહનભાઈ આનંદ books and stories PDF | હું ક્યાં સુધી?

Featured Books
Categories
Share

હું ક્યાં સુધી?

હું એટલે શું? ક્યાં સુધી હું?
=================

જીવન મંગળમય હો, આનંદ મય અનુભૂતિ હો, સર્વત્ર
સુખ સમૃદ્ધિ અને ‌શાતિ હોય, એવું કોણ‌ નથી ઇચ્છતું?
આપણા ધર્મ ના ઠેકેદારો કહો કે ધર્મ ધુરંધર કહો, શું તેમણે
શાંતિ ક્યાં થી અને કેવી રીતે પ્રાપ્ત થાય છે,એ આપણને નથી શીખવ્યું ? અને કદાચિત શીખવ્યું છે તો એમની કે આપણી ક્યાંક ભુલ થઈ રહી છે. એ શોધો , અને સુધારો.
પરંતુ અહંકાર વશ આપણે ગાડરિયા પ્રવાહ માં તણાઈ રહ્યા છીએ. કદી જાણવા પ્રયત્ન કર્યો જ નથી.નહિતર સત્ય તો પુર્ણતા માં પ્રતિષ્ઠિત છે એની સમજણ કે અનુભૂતિ કરી નથી. માટે અધકચરા લોકો નો ઉપદેશ જગત ની શાંતિ સમૃદ્ધિ ને છિન્નભિન્ન કરી રહ્યો છે.

સૌપ્રથમ આપણે ચૈતન્યમય આત્મા છીએ, તે મન બુધ્ધિ ઈન્દ્રિયો ને ચલાવનાર શક્તિ છે જે સ્વયં પરમાત્માનો જ
અંશ છે , એ સમજણ કેળવવી જોઈએ. એ જાણવા માટે
આપણે બહુ મોટી કઠોર સાધના નથી કરવાની. ફક્ત જગત ની પરિવર્તન શીલતા સમજવા ની છે, દેહ અનિત્ય છે અને ઋણાનુબંધ કર્મ થકી છે. માટે કર્તા ભોક્તા ભાવ
ત્યજી દઈ, હું પણું કે અહંકાર નો ત્યાગ કરી શરણાગત
ભાવે નૈષકર્મણ્યતા પામી લેવાની છે. આના થી વિશેષ કશું કરવાનું નથી. કોઈ યોગ ઈતર આદરવાની જરૂર નથી. પરંતુ શું તમે આ કરી શકો છો? ના નહિં , ફક્ત ઉપદેશ આપવા તૈયાર છે આચરણ કરવું નથી. પછી ધર્મ ની અનુભૂતિ ક્યાં થી થાય.

બધી સમસ્યાઓનો નું મૂળ કારણ હું જ છે. એ હું તો તમે સ્વયં છો. અને એનો ત્યાગ શક્ય નથી.કારણ કે એ દેહ અને દુનિયા દારી સાથે જબરદસ્ત જોડાઈ ગયું છે. એ
પણ આપણે જાણીએ છીએ છતાં અજાણ છે. માટે મૂળ
દેહાભિમાન કે અધ્યાસ નું કારણ શોધી કાઢી એ.

દેહ અધ્યાસ કેમ ? આ જીવાત્માની અનંત ઈચ્છાઓ છે
અને તેની પુર્ણ કરવા માનવ જન્મ છે. જન્મ પછી ચેતના
ને જિજિવિષા છે, ચિત્ત માં રહેલા સંસ્કાર એને ઇન્દ્રિયો વિષયો ની તન્માત્રા શબ્દ, સ્પર્શ રૂપ રસ ગંધ ને ભોગવવા લાલાયિત છે. એ બહિર્મુખી વૃત્તિમાં આવૃત્ત છે, બસ તેને
ત્યાં થી પાછું વાળીને મૂળ સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવાનું છે.
ઈચ્છા ને તૃષ્ણા વગર નો માણસ ક્યાં છે? એટલે એનું
સ્વરૂપ બદલવાની કળા શીખવા ની જરૂર છે.

જગત છે પ્રકૃતિ છે શરીર છે ,આ બધું ઈશ્વર ની લીલા નો એક ભાગ છે. બ્રહ્માંડ માં તમારું અસ્તિત્વ છે.એટલે તમે
પ્રકૃતિ માં રહો છો, દેહ ઈન્દ્રિયો પ્રકૃતિ ની છે, એની સાથે તમે જોડાયા છો બસ આટલી સમજણ મળે તો સમસ્યાઓ નું સમાધાન નિશ્ચિત છે. પરંતુ અહીં તો બધા
પોતાને મન અને બુદ્ધિ ના દાયરામાં જીવતા ‌પોતાને બુધ્ધિ શાળી માને છે, હું ચૈતન્યમય છું એવું માનતા નથી તો પછી જાણવા ની વાત જ ક્યાં ?

આમ વિશ્લેષણ કરીએ, તો બધા પ્રકારના દ્વન્દ્વ સમી જશે
ચીન અમેરિકા કે રશિયા કોઈ એ વિશ્વની શાંતિ ભંગ કરવા ની મહત્વકાંક્ષા નહીં થાય. પરંતુ સત્ય એ છે ,અજ્ઞાન વશ
વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પોતાને શક્તિ શાળી માનતા દેશો
પોતાનો વિનાશ કરવા ઉદ્ધૃત થયા છે. જે આવનારા નિકટ ના ભવિષ્યમાં એમના અહંકાર નું પરિણામ તમે અવશ્ય જોશો.

અત્યાર ની વિકટ પરિસ્થિતિ કોરોના ને લીધે જ નહીં, પરંતુ ચીન ની મેલી મુરાદ ના કારણે છે, ચીન ને વૈશ્વિક અર્થતંત્ર માં પ્રથમ હરોળમાં આવવું છે,એના માટે ની આ કૂટનીતિ કે ગંદી ચાલ છે, બીજા દેશોની આર્થિક સ્થિતિને બગાડી પછી પોતાની શક્તિ વધારવા નો અહંકાર છે. આવું સમય અનુસાર થતું રહે છે અને વિશ્વ યુધ્ધ થતાં રહે છે ,આ કંઈ નવું નથી.
માનવ માત્ર નો અહંકાર વિનાશ કરે છે, માનવ ને સત્ય સમજાતું નથી

ૐ શાંતિ