છોત્તેર વર્ષના રશીલા બા એ....આજે કબાટમાં મુકેલા....એમના વર્ષો જુના ધુળ ખાતા એ દિવાને અનેરા આનંદથી હાથમાં લઈ પોતાની સાડીના એ પાલવથી સાફ કર્યો હતો.
એમા વાત કંઈક એમ હતી કે એમનો એક નો એક લાડકવાયો દિકરો આજે વર્ષો પછી ઘરે આવી રહ્યો હતો.જેવુ રશીલા બા ને આ વાત ની જાણ થઈ કે એમની ખુશી નો કોઈ ઠેકાણો નઈ હતો.
બા દિકરા ના આગમન ની ખુશી મા ઘેલા થઈ ને આખા ઘરમાં ફરી રહ્યા હતા.બા ની આંખો આગળ પલ ભરમાં દિકરાની નાનપણની મસ્તી કરી રહ્યાના સ્મરણો આવવા લાગ્યા હતા.બા એ આજે દિકરાની મન ગમતી રસોઈઓ બનાવી હતી.બા એ આખા ઘરને જાણે દિવાળી હોય તેમ પોતાના હાથોથી સજાવ્યુ હતુ.
હકીકતમાં વાત કંઈક એમ હતી કે રશીલા બાનો દિકરો આર્મીમાં હતો.છેલ્લા પાચં વર્ષોથી ધણા પ્રયાસો કર્યા બાદ પણ તે એક પણ વાર ઘરે આવી શક્યો ન હતો.બા એ આટલા વર્ષ દિકરાનો વિહર સહન કરવા પડ્યો હતો.બા ઘણી આતુરતાથી પોતાના લાડકવાયા દિકરાની રાહ જોઈ રહ્યા હતા.છેવટે બા ના વિહરનો અંત આવ્યો ને બાનો લાડકવાયો થોડી જ ક્ષણોમાં ઘરે આવી રહ્યો હતો.
બા એ ધણા લાડકોર થી દિકરા ને મોટો કર્યો હતો.હરખથી દિકરાને ભણાવ્યો હતો.બાના પતિનુ બાર વર્ષ પહેલા જ મૃત્યુ થઈ ગયુ હતુ.તેઓ પણ આર્મી માં જ હતા.પતિ ની મૃત્યુ બાદ બા નો દિકરો જ તેમના ઘડપણ નો સહારો હતો.પરંતુ જેમ પતિ આર્મી મા હતા તેમ બા ના લાડકવાયા ને પણ આર્મી મા જ જવુ હતુ.
બા નુ મન ન હતુ કે પોતાના લાડકવાયા દિકરાને પણ સરહદ પર લડવા મોકલે પરંતુ દિકરાની ઈચ્છા આગળ બા ની નઈ ચાલી અને બા નો લાડકવાયો સાત વર્ષ પહેલા જ આર્મી મા ભરતી થયો હતો.શરુઆત ના બે વર્ષ દિકરો અવાર નવાર ઘરે આવી જતો હતો.પણ હવે તો પુરા પાંચ વર્ષ વિતી ગયા હતા.પણ દિકરો ઘરે આવ્યો જ ન હતો.
આ પાંચ વર્ષમાં દિકરો બા ને અવાર નવાર પત્રો લખી ને મોકલી દેતો અને બા દિકરાના પત્રો જાણે દિકરો જ આવવાનો છે એટલી આતુરતા થી હંમેશા એ પત્રો ની રાહ જોતા રહેતા.બા એ આટલા વર્ષો દિકરા ની યાદો તથા પત્રો વચ્ચે ઘણી ભાવુકતા થી વીતાવ્યા હતા.
આજે છેવટે થોડી જ ક્ષણોમાં દિકરો ઘરે પહોચવા નો જ હતો.બા હર્ષથી ઘેલા થઈ ને લાડકવાયા દિકરા ની રાહ જોતા જોતા રસોડામાં દિકરાની મન પસંદ કચોરીઓ પોતાના પ્રેમાળ હાથો થી બનાવી રહ્યા હતા.
કચોરી બનાવતા બનાવતા હર્ષથી બા ના મનમાં ઘણા બધા વિચારો ની નદીયો વહેતી હતી.બા ની બાજુમાં ઊભા તેમના પડોશી મીના બેન ને બા એ દિકરાની હર એક વાતો કહી કહી ને વાકેફ કરી દિધા હતા.મીના બેન ના મન મા પણ વિચાર આવવા લાગ્યો કે બાનો દિકરો હવે જલ્દીથી બાની નજર સમક્ષ આવી જાય તો જ સારુ જેથી બા ના આ કરુણ વિહર નો અંત આવે.
રશીલા બા દિકરાના આગમનની રાહ જ જોઈ રહ્યા હતા કે અચાનક જોરથી એક અવાજ બાના કાને સંભળાયો.......
"બા.....તમારો દિકરો......"
બસ આટલુ બોલતા અવાજ બંધ થઈ ગયો....
બા સમજી ગયા કે વર્ષોના વિહર બાદ છેવટે એમનો દિકરો આવી ગયો છે.બા પોતાના હાથમાં આરતી ની ડીશ લઈ દોડીને રસોડામાંથી ઘરના દરવાજા તરફ પહોચ્યા.
દરવાજા પાસાર કરતા જ બાએ ડીશમાં મુકેલી સળગતી જ્યોતને પોતાના હાથમાંથી સડસડાટ છોડી દીધી.બા પોતાની જગા પર ચીસ પાડી ધડામથી બેસી પડ્યા.
બા નો એક નો એક લાડકવાયો દિકરો આજે ઘરે આવ્યો તો હતો......પણ તિરંગા મા લપેટાય ને......
સમાપ્ત:
આભાર....
By jayshree_satote