Fresh Massage - 2 in Gujarati Motivational Stories by Abhi books and stories PDF | ફ્રેશ મેસેજ - 2

The Author
Featured Books
Categories
Share

ફ્રેશ મેસેજ - 2

એક મુઠ્ઠી મીઠું !

એક યુવાન સંત પાસે જાય છે અને ફરિયાદ કરે છે.
ગુરુદેવ ! હું ખૂબ જ દુઃખી છું મહેરબાની કરીનેે મારા દુઃખને દૂર કરો. યુવાનની ફરિયાદને ધ્યાનમાં રાખીને સંતે જવાબ આપતા કહ્યું : ' વત્સ ! અડધો ગ્લાસ પાણીનો ભરી આવ સાથે એક મુઠ્ઠી મીઠું લઈને આવજેેે. યુવક અડધો ગ્લાસ પાણી અને મુઠ્ઠીભર મીઠું લઈને આવ્યો.
સંતે કહ્યું : મીઠાને પાણીના ગ્લાસમાં નાખી દે. અને પી જા......
યુવાને સંતના કહ્યા પ્રમાણે કર્યું. ગ્લાસમાં મીઠું નાખીને પી ગયો.
સંતે પૂછ્યું : કેવું લાગ્યું પાણી?
યુવાન મોઢું બગાડતા બોલ્યો: બહુ જ ખારું લાગ્યું.
સંતે કહ્યું : હવે એક કામ કર મુઠ્ઠીભર મીઠું લઈને મારી સાથે ચાલ. યુવાન એક મુઠ્ઠી મીઠું લઈને સંતની પાછળ ગયો. સંત યુવાનને નદીના કિનારે લઇ આવ્યા.

સંતે યુવાને કહ્યું : વત્સ ! આ મુઠ્ઠી મીઠું નદીમાં નાંખી દે. યુવાને નાંખી દીધું.
સંતે કહ્યું : હવે નદીનું પાણી પી.... યુવાને પાણી પીધું.
સંતે પૂછ્યું : પાણી કેવું લાગ્યું ?

યુવાને મલકાતા જવાબ આપ્યો. બહુ મીઠું લાગ્યું સાકર જેવું મધુર છે. સંતે હવે છેલ્લો ઘા કર્યો. વત્સ ! આમાં તું કંઈ સમજ્યો ? યુવાન તો દાઢી પર હાથ રાખીને વિચારતો રહ્યો. ત્યાર બાદ અંતે સમજાવતાં કહ્યું : મીઠું એક મુઠ્ઠી જ હતું. અડધા ગ્લાસ માં નાખ્યું તો ખારું લાગ્યું. નદીમાં નાખ્યું છતાં પાણી મીઠું જ રહ્યું. એવી જ રીતે જીવનમાં આવતા દુઃખો મીઠાનો સ્થાન ધરાવે છે. નદી અને પાણીનો અડધો ગ્લાસ એ વિચાર ના સ્થાને છે. સંકુચિત વિચારો હશે તો જીવન ખારું લાગશે. ઊંચા અને ઉદાર વિચાર હશે તો દુઃખ હોવા છતાં જીવન મધુર લાગશે...

[ FRESH MASSGE ]

હું જ્યારે સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારે ટીચરે એક સરસ વાત સમજાવેલી 'બીજાની લીટી નાની કરવા કરતાં પોતાની લીટી મોટી કરી દો.સામેવાળાની આપોઆપ નાની થઈ જશે.' આ બ્રહ્મજ્ઞાન તે સમયે માથા પરથી ઊડી ગયું હતું. પણ આજે આ વાતના ઊંડાણમાં પહોંચ્યો છું તેના સરસ રહસ્યો મળ્યા છે. જેના જીવનમાં દુઃખ હોય જો કે આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે એના જીવનમાં દુઃખ ન હોય. જો દુઃખનું જીવનમાં હોવું સ્વાભાવિક છે. પછી ચાહે એ દુઃખ શારીરિક હોઈ, આર્થિક હોઈ, પારિવારિક હોઈ, સામાજિક હોય કે માનસિક હોય, આમાંથી કોઈ પણ દુઃખ હોય જ છે આ પંચકોણની બહાર કોઈ દુઃખ નથી. એટલે જીવનમાં દુઃખનું હોવું સ્વાભાવિક છે. દુઃખી હોવું એ સ્વાભાવિક નથી. દુઃખના હોવામાં અને દુઃખી થવામાં ફરક છે. માથા પર પથ્થર પડ્યો તે દુઃખ છે. તેને લઈને મહિના સુધી રહો તે દુઃખી થવું છે. દુઃખ બહારથી આવે છે. દુઃખી પણું અંદરથી આવે છે. દુઃખને દૂર કરવું એ આપણા હાથની વાત નથી પણ દુઃખી થવું કે પ્રસન્ન રહેવું એ આપણા હાથની વાત છે. મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ જેવા અનેક મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરજો. દુઃખ દેખાશે પણ દુઃખી નહીં દેખાય. દુઃખમાં પણ ચહેરા પર મુસ્કાન જોવા મળે. જો જીવનમાં દુઃખી ન થવું હોય તો "લીટી" વાળો સિદ્ધાંત અપનાવી લો. પછી જોવો શૂળીનું દુઃખ સોય જેવું લાગશે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે ત્રણ લીટી મોટી કરી દો. દુઃખની લીટી આપોઆપ નાની થઈ જશે. દુખને નાનું કરવામાં જિંદગીઓની જિંદગી ખપી જશે. દુઃખ એક ઇંચ પણ નાનું નહીં થાય પણ આપણે મોટા બની જઈએ દુખ આપોઆપ નાનું થઈ જશે.

( ૧ ) દુઃખને વ્યવહારમાં ન આવવાદો.

હું એક કેન્સર પીડિત વ્યક્તિને મળ્યો હતો. મેં પૂછ્યું કેમ છે ? સામેથી જવાબ મળ્યો. આઈ એમ ફાઈન ! આ શબ્દો બોલતા એના ચહેરા પર જે ચમક હતી લાગે નહીં કે આ કેન્સરથી પીડિતો હશે. કેન્સરનું દુઃખ છે. પણ ચહેરા પર મુસ્કાન છે. પોતે મરી જવાનો છે. એ ખબર છે પણ ચહેરા પરની મુસ્કાનને મરવા દીધી નથી બજારમાં ક્રાઇસિસ છે. મોંઘવારી વધી ગઈ છે.... નોટ બંધી પછી ધંધો ઘણો ઠંડો પડી ગયો છે... લાખો રૂપિયાની ઉઘરાણી બાકી છે. લાખો રૂપિયા નું વ્યાજ ભરવાનું છે. લાખોની મૂડી ક્યાંય ફસાઈ ગઈ છે. આ બધું દુઃખ છે હું સમજી શકું છું. પણ આ બધા વચ્ચે પણ હું મારા ચહેરાની મુસ્કાન બનાવી રાખીશ. આટલી પ્રોમિસ આપી શકશો યુ કેન ગીવ મી પ્રોમિસ ? તમારા મુસ્કાન વગરના ઉદાસ ચહેરાને કારણે કેટલા લોસ થાય છે કંઈ અંદાજ છે ? ઉદાસ ચહેરો લઈને ઘરે જાઓ એટલે તમારો દીકરો તમારી સાથે વાત કરતા ગભરાય. પપ્પા ટેન્શનમાં લાગે છે. ક્યાંક ગરમ થઈ ગયા તો ? તમારી પત્ની તમારા માતા-પિતા તમારી જોડે વાત કરવામાં અચકાય છે. એ તમારા ચઢી ગયેલા ઉદાસ ચહેરાના કારણે.

ગમે તેટલું દુઃખ હશે પણ એને અંદર જ રાખીશ બહાર વ્યવહારમાં ક્યારે બતાવીશ નહીં એટલું નક્કી કરજો. ચહેરા પરની મુસ્કાન તે દુઃખ સામે લીટીને મોટી કરવા જેવું છે.

( ૨ ) દુઃખને ઉચ્ચારમાં ન આવવા દો.

કેટલાક માણસો આંખોથી રડે છે. કેટલાક માણસો મોંઢાથી રડે છે. જ્યાં જાય ત્યાં એની સરસ્વતી ચાલુ જ હોય. કોઈ પૂછે કેમ છે ? એટલેેેે ચાલુ જ થઈ જાય. શું કેમ છે યાર... બજારમાં મંદી છેે. ઘરમાં તંગી છે. શરીરમાં માંદગી છે. શું કરવું યાર ! કેવી રીતે જીવીએ છીએ મારું મન જાણે છે અને ઘણીવાર કંઈ ન મળે તો ઠંડી બહુ છે ગરમી બહુ છે હો.. આ વખતે વરસાદ બહુ પડયો હો... બોલ્યા જ કરે. એક વાત મને સમજાવો. મંદી કે તંગી, ગરમી કે ઠંડી વધારે હોય ઓછી હોય તેને આખા ગામમાં બોલવાથી દૂર થઈ જવાની છે ? એ દુઃખને ઉચ્ચારમાં લાવવાની આપણા અંદર ની ઠંડી ગરમી વધી જશે ઉપરની ઠંડી ગરમી માં કોઈ ફરક નહીં પડે તમે મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં તમારી ચંપલ ચોરાઈ ગઈ. સાચું કહેજો જે મળશે એને શું કહેશો. ભગવાનના દર્શન સારા થયા એ ? કે ચપ્પલ ચોરાઈ ગઈ એ ? માટે ખુલાસો કરવાની જરૂર નથી તમે સમજી ગયા છો. તમારા ગાવાથી ચપ્પલ તો પાછી નથી આવવાની પણ ૨૦૦ રૂપિયાના ચપ્પલ ના લીધે હજારો ભવો પછી મળેલા પ્રભુદર્શન ને તમે સાઈડ પર રાખી દીધા. જીવનમાં ગમે તે કોર્નર નો દુઃખ હશે એને ક્યારેય વચનના માધ્યમે બીજાને નહીં કહું. આટલું જ નક્કી કરજો. છેવટે એટલું તો કરજો. વૈશાખ-જેઠની ગરમી હોય કે પોષ-મહાની ઠંડી હોય તે સમયે તમને કોઈ પૂછે કે કેમ છે ? તો જવાબમાં એ ના કહેતા ગરમી બહુ પડે છે. ઠંડી બહુ પડે છે. પડે છે તો પડવા દો તે કુદરતનો ક્રમ છે હું શું કામ મારી વાણીથી લોકોને કહું મારી જાત પર ક્રાઈમ કરૂં. ઉચ્ચારમાં ન આવવા દો તો દુઃખી નહીં થાઓ.

( ૩ ) દુઃખ ને વિચારમાં ન આવવા દો.

દુઃખનું કોઈ વજન નથી. દુઃખનું કોઇ માપ નથી.
પણ વિચારના માધ્યમે દુઃખ વજનદાર પણ લાગે છે. દુઃખ નું માપદંડ પણ નક્કી થઈ જાય છે. કોઈ ફૂટપટ્ટી દુઃખને માપી શકે છે ? કોઈ ત્રાજવું કે દુઃખનું વજન નક્કી કરી શકે ? દુઃખ નું વજન નથી અને દુઃખનું માપદંડ પણ નથી. નકારાત્મક વિચારો કરવાથી દુઃખ વજનદાર લાગે છે. દુઃખ મોટું લાંબુ લાગે છે. બે માણસો આપણી સામે છે. બંને માણસો ધન-દૌલત-સૌરત-એશ્વર્ય બધું જ સરખું છે. છતાં એક દુઃખી છે. બીજો સુખી છે. કેમ ? એક એવું વિચારે છે મારી પાસે કાંઈ નથી. બીજો વિચાર છે મારી પાસે બધું જ છે. વિચારોમાં ફરક છે. એક વિચારે સુખી છે. બીજો વિચારે દુઃખી છે. વિચારની ગરીબી જે રીતે માણસોમાં ઘર કરી ગઈ છે. ટેન્શન ઇરિટેશન ફસ્ટ્રેશન ડિપ્રેશનના કેસો દેશમાં વધતા જાય છે. મેડિકલ માર્કેટમાં માનસિક ડૉક્ટરોનો વધુ બોલબાલા છે. શારીરિક કરતાં માનસિક ડોક્ટરો તગડી ફી વસુલે છે. કોના ભોગે ? બસ, આપણી વિચારની ગરીબીના ભોગે. પૂર્વેના માણસોની વૈચારિક માનસિક તાકાત કેવી જબરજસ્ત હતી. દુઃખના પહાડ ભલે એમની પર તૂટી પડતા પણ પોતે ક્યારેય અંદર થી તૂટતા ન હતા. મજબૂત ચટ્ટાનની જેમ દુઃખને ઝીલી લેતા.
આ હતો આપણા પૂર્વે પુરૂષોનું જીવવાનો અંદાજ, આજે તો પરિસ્થિતિ જ પલટી ખાઈ ગઈ છે. સ્યુસાઇડના આંકડા દિવસેને દિવસે વધતા જાય છે. થોડા ઉમદા વિચારવાળા બનો. વિચારોને ખુલ્લું આકાશ આપો. ખુલ્લા આકાશની સામે દુઃખ ક્યાંય દેખાશે નહીં... એક છોકરો ૧૦૦ માર્કની અપેક્ષા રાખે છે. એક્ઝામમાં ૯૮ માર્કસ આવે છે. બે માર્ક ઓછો આવવાથી સ્યુસાઇડ કરી લે છે. એની સામે બીજો છોકરો ૩૫ માર્કમાં ફ્રેન્ડ સર્કલ ને પાર્ટી આપે છે. પૂછવામાં આવ્યું કે ૩૫ માં પાર્ટી ? તો કે હા... ૯૮ માર્કવાળો જે ક્લાસ માં બેસવાનો છે તે જ ક્લાસમાં હું બેસવાનો છું. શું ફરક પડે છે. દોસ્ત ! જલ્સા કર ને ! દુઃખ સામે વિચારની લીટી લાંબી કરી દો દુઃખ આપોઆપ નાનું થતું દેખાશે.