એક અનામી વાત ભાગ ૧૦
હમસફર બનકે હમ જાને કયું આજભી ,
હે યે સફર અજનબી...અજનબી.
મુંબઈ એરપોર્ટ પર આજે સવારથી થોડી ચહલ પહલ વધુ હતી અને એ કારણે આજે મુસાફરોને લેન્ડીંગ પછી પણ બહાર નીકળવામાં સમય લાગી રહ્યો હતો. ક્યુમાં ત્યારનો ઉભેલો મેક્સ આજે અધીરાઈમાં ગડીમાં પોતાની ઘડિયાળ સામે ગડીમાં આગળ લાંબી થયેલી લાઈન સામે જોતો આજે તે એટલો રઘવાયો હતોકે આજે તે સવારે ચેન્નાઈથી સીધો ફ્લાઈટમાં નહાયા વગર બેઠેલો અને ઉતાવળમાં તે પોતાની સાથે પોતાનો ફોન લાવવાનો પણ ભૂલી ગયેલો. તેને ચિંતા હતીકે ક્યાંક પેલો રવલો એને લીધા વગર પ્રાષાને મળવા ના ઉપડી જાય. કેટલો સમય થયો એ બધાને મળે કેવો સુવર્ણ કાળ હતો તે જ્યારે તેઓ સાથે હતા. રમતાં-જગડતા અને ગલગલીયા કરતા. અચાનક જિંદગી ખબર નહિ કેવા વળાંકો લે છે કે એ નિર્મળ હાસ્ય પણ અચાનક એવા દર્દીલા રુદનમાં ફેરવાઈ જાય કે જિંદગી જીવવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. અચાનક પાછળથી ધક્કો લાગતા મેક્સની તંદ્રા તૂટી અને તે આગળ ધકેલાયો. સામાન્ય સંજોગો હોત તો ધક્કો મારવા વાળાને ક્યારનો અવળા હાથે લીધો હોત પણ આજે એણે એ વ્યક્તિને હસીને થેન્ક્સ કહ્યું અને આગળ વધ્યો.
સવારના પોણા આઠ થવામાં હતા અને મેક્સ હજી હમણાજ એરપોર્ટથી બહાર નીકળેલો તે એટલો ટેન્શનમાં હતો કે આટલું ટેન્શન તો તેને તેના પહેલા એક્ષ્હિબિશન વખતે પણ નહોતું થયું. તેણે નીકળતા પહેલા એક સહયાત્રી પાસેથી ફોન પર હેલી સાથે વાત કરેલી અને એને એરપોર્ટ પર આવવા કહેલું પણ ખબર નહિ કેમ હજી તેને અંદર કૈક ચિંતા થતી હતી, જો પલાશ વચ્ચે ના હોત તો કદાચ આજે પરિસ્થિતિ કઇક અલગ હોત એ પ્રાષાના આંસુઓનો બદલો પલાશ પાસેથી લઈને જ રહેશે.
હેય મેક્સ... ક્યાં ખોવાયો છે યાર રોડ પર હોર્ન વગાડી રહેલી હેલી બોલી.
અચાનક જ તંદ્રામાંથી જાગેલા મેક્સે હેલીને જોઈ અને સાથે પ્રિન્કા અને રવિને પણ જોયા. રવિને જોતાંજ મેક્સને હાશ થઇ અને તે ફટાફટ કારમાં ગોઠવાયો. અને કારમાં ગોઠવાતા જ તેને અંદર પ્રિયંકાએ ધબ્બો માર્યો અને બોલી, કેમ મેકી કેવું ચાલે તારું .
પ્રિયંકાના આવા ધબ્બાથી થોડો ડગાયેલો અને ચીડાયેલો મેક્સ બોલ્યો યાર ચીબડી તું હજી ના સુધરી. આમ મરાય યાર થોડો તો વિચાર કર ક્યાં તું અને ક્યા હું? તું તારું શરીર જોઇને બીજાની સાથે મસ્તી કર. અલે.. આ તારું પેટ કેમ આટલું ફૂલ્યું છે.ડાયેટિંગ નથી કરતી કે શું?
અબે..હું સેવન મંથ પ્રેગનેન્ટ છુ. અને તને માર્યો એટલા માટે કે પ્રાષા તો પછી ગઈ પણ તું.. તું ક્યા ખોવાઈ ગયેલો યાર ફેરવેલ પાર્ટીમાં દેખાયો તે દેખાયો પછી ક્યા ખોવાઈ ગયો યાર? ક્યાય નહિ બસ ખોવાયો હતો. અને આટલું બોલતાજ મેક્સ ફરી પાછો ભૂતકાળમાં ખોવાયો. એસ.આર.ડી. ઇન્સ્ટીટયુટ ના છેલ્લા વર્ષના બધા જ સ્ટુડન્ટસ આજે કૈક ઉત્સાહમાં હતા, આખરે કેમ ના હોય આજે તેમની કોલેજનો છેલ્લો દિવસ હતો.આજના દિવસે હંમેશ ની જેમ શિખા મેડમ કોલેજના હોલમાં બધાજ વિદ્યાર્થીઓને સંબોધી રહ્યાં હતા અને તેમને જીવનના નવા આયામો અને નવા પડાવો વિષે માહિત ગાર કરી રહ્યાં હતા. તેઓ કહી રહ્યા હતા કે,
“આજના દિવસ પછી તમારી દિવસ દુનિયા સંપૂર્ણ બદલાઈ જશે.,હવે તમેં દુનિયામાં એક જવાબદાર વ્યક્તિ તરીકે આગળ વધશો. અત્યાર સુધી તમે જે સપનામાં જોતા હતા હવે તે સપનાઓને જીવવાનો, તે સપના માટે મથવાનો અને પોતાની એક અલગ ઓળખ ઉભી કરવાનો.વિદ્યાર્થી મિત્રો તમારા દરેકમાં કૈક ખૂબી છે તો કૈક ખામી પણ,બસ ખામીઓ અને ખૂબીઓને ઓળખો અને ખામીને પણ ખુબીમાં પલટાવો. જેમ કૃષ્ણના નામ પરથી સાંદીપની ઓળખાતા હતા બસ એમજ તમારા નામ પરથી ક્યાર્રેક અમે ઓળખાઈએ એટલીજ ઈચ્છા આ ઇન્સ્ટીટયુટ ના દરેક ફેકલ્ટીસ રાખી રહ્યાં છે. મિત્રો હું જાણું છુ કે તમને દરેકને આ ઇન્સ્ટીટયુટે ઘણું આપ્યું છે અને સામે તમે પણ અમને ઘણું આપ્યું છે. તમે જ્યાં અમને તમારું ટેલેન્ટ, તમારી મહેનત, અને અને કૈક કરી છુટવાની ભાવના આપીછે. તો સામે અમે તમને એક ના ભૂલાય તેવો સંબંધ આપ્યો છે, દોસ્તીનો. જે બીજા બધા સંબંધોથી પર છે. બસ તમારો વધારે સમય નહિ લઉં, તમે જિંદગીના દરેક પડાવમાં ખુશ રહો અને મજબુત રહો એટલીજ ગુરુ દક્ષિણા માગીશ તમારી પાસેથી. થેંક્યું.”
શિખા મેમનું લેકચર પૂરું થતાજ હોલનો બધો સામાન ખસેડીને પાર્ટી સેટ અપ કરવામાં આવ્યો હતો અને બધાજ વિદ્યાર્થીઓ આજે ફૂલઓન પાર્ટી મૂડમાં હતા મેક્સને હજી યાદછે પ્રાષાએ એ દિવસે રેડ ફ્રોક પહેરેલું અને ઉપર દેનીમનું જેકેટ,એક રૂપકડી બાર્બી જેવી લાગી રહી પ્રાષા તેમાં. પલાશે વાઈટ શર્ટ અને બ્લુ ડેનીમ જેકેટ અને પેન્ટ પહેરેલા અને પોતે પણ સેમ એ જ ડ્રેસ કોડમાં હતો. આજે તે રૂમ પરથી રીતસર રટતો-રટતો આવેલો કે આજેતો પ્રાશાને મનની વાત કહી જ દેવી છે. એમ વિચારીને જેવો તે પ્રાષાને આજે પ્રપોસ કરવા જતો હતો ત્યાં....
અરે... ત્યાજ બસ ત્યાજ ઉભી રાખ જો પેલો દેખાય તે બંગલો છે એમનો. જોરથી પ્રિયંકા બોલી અને તેના અચાનક બોલાયેલા અવાજે મેક્સની તંદ્રા તૂટી અને તે બારીની બહાર જોઈ રહ્યો.તેઓ જુહુ પહોચેલા અને તે કોના બંગલે તે આઈડીયા હજી કઈ ક્લીઅર થાય ત્યાજ શ્રિમતી સત્યા મેહતાને સામેથી આવતા જોઈ મેક્સ ઉકળી ઉઠ્યો, આમને કેમ લેવા છે? પ્રાષાની જીંદગીમાં આટલા ઝંઝાવાત ઉભા કરીને શું હજી તેમને શાંતિ નથી મળતી. કોણે કીધું આમને લેવાનું? I hate that lady.
રીલેક્સ મેક્સ. પ્રિયંકા બોલી, તેઓ પલાશના મધર છે અને પ્રાષાને સચ્ચાઈ થી અવગત કરાવવાની તેઓ એકમાત્ર કડીછે.
હં... સચ્ચાઈ. જ્યારે માથું જ વધાઈ ગયું પછી પાઘ બાંધવા બેઠાછે. સચ્ચાઈની વાતો કરેછે. અરે એ આખા ખાનદાનમાં જ જુઠાણું છે નથી જોતો તું. અને ખાલી પ્રાષાને શોધવાનો ડોળ કરતો હશે તે જરૂર હજી પ્રાષા પાસે કૈક હશે જે તેને અને તેના બાપને નહિ મળ્યું હોય. સા..
ઈનફ મેક્સ. તું સચ્ચાઈ જાણતો નથી અને બીજી એક વાત નિયતિમાં જે થવાનું હતું તે થઇ ગયું છે હવે સમયછે કરેલી ભૂલોનો પછતાવો કરીને તેને સુધારવાનો અને પલાશની હાલત અમે જોઈછે. હેલી બોલી. અને પ્લીસ તેની મમ્મી સામે તો આવું ના બોલ તેઓ સાંભળશે તો શું વીતશે તેમના પર.
ત્યાજ રવિ હાથમાં બેગ લઈને સત્યા મેહતાને લઈને આવ્યો જેને જોઇને હેલી અને પ્રિયંકાએ મેક્સને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને તેમને સગવડ કરાવવા ઉભી થઇ.
સત્યા મેહતાના ગાડીમાં ગોઠવાતાજગાડીનું વાતાવરણ જાણે ભારે બની ગયું. કોઈ કઇજ બોલવા તૈયાર નહોતું. અને ગાડી હાઈવે પર ધીમા સંગીત સાથે ગતિ કરી રહી. રેડિયો પર ગીત વાગતું હતું,
હમસફર બનકે હમ,
દુર હે આજભી .
ફિરભી કયું હે સફર અજનબી..અજનબી..
રાહભી અજનબી..
મોડ ભી અજનબી..
જાયેંગે હમ કિધર .
અજનબી..અજનબી..
ક્રમશ:
મિત્રો અત્યાર સુધીના ભાગ તમને કેવા લાગ્યા તે તમારા કીમતી પ્રતિભાવ આપી ચોક્કસ જણાવશો.
પલક પારેખ.