" ચાલો બાળકો ફટાફટ તૈયાર થઈ જાઓ જુઓ બહાર અંજના માસી આવ્યા છે." અનાથ આશ્રમ ના બાળકો ને સાચવતા પૂનમબહેન એ બાળકો ને બહાર બોલાવતાં કહ્યું.
બધા બાળકો તો તૈયાર થઈ ખુશખુશાલ થઈ ને અંજના માસી ને મળવા બહાર દોડી આવ્યા... અને તેની ફરતે ટોળું વળી ગયા.
અંજના બહેન એટલે અનાથાશ્રમ ના માલિક સૂરજભાઈ ની પત્ની. ખૂબ જ પ્રેમાળ અને બાળકો ને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી. દરેક બાળક જાણે અંજના બહેન નું પોતાનું જ સંતાન હોઈ તેમ સાચવતા. આજે અંજના બહેન બધા બાળકો માટે નવા કપડાં લઈ ને આવ્યા હતા.
બધા બાળકો અંજના બહેન પાસે મેદાન માં દોડી આવ્યા પણ એક છોકરી દરવાજા પાસે ઊભી રહી અને કઈક ઊંડો વિચાર કરી રહી હતી તેને અંજના બહેન એ જોઈ. તરત જ અંજના બહેન એ પૂનમ બહેન ને બોલાવ્યા અને પૂછ્યું " અા છોકરી કેમ એકલી જ ત્યાં ઉભી છે. તે કેમ ના આવી."
પૂનમ બહેન એ કહ્યું " મેડમ તે છોકરી હમણાં 15 દિવસ પહેલા જ અહીંયા આવી છે, અને જ્યારથી તે આવી છે ત્યારથી તેનો સ્વભાવ આવો જ છે... કોઈ સાથે કઈ બોલતી નથી, બધા બાળકો રમવા બહાર નીકળે ત્યારે એ પેલા બાકડા પર બેસી ને શાંતિ થી બસ કઈક ઊંડા ઊંડા વિચારો જ કર્યા કરે છે."
"તમે ક્યારેય તેની સાથે વાત કરવાની કોશિશ કરી છે?" અંજના બહેન એ પૂછ્યું.
" હા મેડમ મે તેની સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી પણ તે કઈ પણ બોલ્યાં વગર મારી સામે જોઈ રહે અને માત્ર વિચારો જ કર્યા કરે." પૂનમ બહેને કહ્યું.
" તેનું નામ શું છે?"
" મેડમ તેનું નામ રિયા છે." પૂનમ બહેને જવાબ આપ્યો.
અંજના બહેન એ પૂછ્યું "તેને અહીંયા મૂકવા કોણ આવ્યું હતું તેનો કોઈ કોન્ટેક્ટ છે?"
" ના મેડમ તે એકલી જ આવી હતી અને ત્યારે તેણે જાતે જ તેનું માત્ર નામ રિયા અને ઉંમર 15 વર્ષ બતાવ્યું હતું બીજું કઇ તેને જણાવ્યું ન હતું."
અંજના બહેન કહે છે " પૂનમ બહેન તમે અહીંયા બાળકો સાથે રહો હું હમણાં તેની સાથે વાત કરવાની કોશિશ કરું છું."
એટલું બોલી અંજના બહેન રિયા આગળ જાય છે. " હાઈ બેબી..."
પણ સામે થી કઈ જવાબ ના મળ્યો. અંજના બહેને ફરી વાર કહ્યું બેટા... છતાં રિયા તેની સામે જ જોઈ રહી અને કઈ જ ના બોલી. અંજના બહેન ને રિયા ને જોઈ ને તેના ચહેરા પર કઈક દેખાઈ આવતું હતું જાણે કઈક ઊંડા વિચારોમાં પડેલી રિયા અને દુઃખો નું અઢળક પોટલું સાથે લઈ ને આવી હોઈ, ક્યાંક ખૂણે તૂટેલી હાલત માં પોતાના દુઃખ ને માત્ર મૌન માં વ્યક્ત કરી રહી હતી, ફૂલો જેવી નાજુક, કોમળ અને થોડી શ્યામ વર્ણી પણ નમણી અા છોકરી માત્ર અને માત્ર વિચારો માં જ પડેલી રહેતી, કઈ ના બોલવા છતાં ઘણું બધું કહી જતી.
રિયા કોઈ સાથે કઈ પણ બોલી નહિ તેથી અંજના બહેને પૂનમ બહેન ને કહ્યું " તમે તેને જેમ બને તેમ બોલાવવાની કોશિશ કરજો અને તેને બાળકો સાથે પ્રેમાળ સ્વભાવ માં રાખજો જેથી તેનામાં કઈ ફેર ફાર આવે... સમય જતાં બધું ઠીક થઈ જશે."
એટલું બોલી અંજના બહેન પોતાના ઘરે જવા નીકળે છે.
બધા બાળકો અંજના માસી ને બાય કહી ને પોતપોતાની રૂમ માં જતાં હત ત્યારે દરવાજે ઉભેલી રિયા જે કોઈ સાથે 15 દિવસ થી કઈ બોલી જ ના હતી તેણે એક 8 વર્ષ ની નાનકડી છોકરી ને સાદ આપ્યો " ઋતું..."
પૂનમ બહેન અને બધા બાળકો વિચાર માં પડ્યા કે ક્યારેય રિયા એ કોઈ સામે એક શબ્દ પણ નથી બોલ્યો તેણે આજે ઋતું ને બોલાવી છે. હવે તો પૂનમ બહેન ને જાણે અા સાઈલન્ટ છોકરી માં એક આશા નું કિરણ દેખાયું કે ઋતું સાથે રિયા વાત કરશે અને બધું ઠીક થઈ જશે.
ઋતુ દોડી ને રિયા આગળ ગઈ...
be continued...
( ક્યારેય કોઈ સાથે ના બોલતી રિયા એ ઋતું ને આજે બોલાવી કઈક પૂછવા માટે.... શું હશે આગળ.... જાણવા માટે વાંચતા રહો મારી સ્ટોરી અને આપનો કીમતી પ્રતિભાવ જરૂરથી આપજો જેથી મને આગળ લખવાની પ્રેરણા મળતી રહે... )