કેટલાંક સમય બાદ હર્ષને તેના મિત્રોનો કોલ આવે છે. સામે અભી વિધિનું પત્ર મળ્યું હોવાની જાણકારી હર્ષને આપી રહ્યો હતો. હર્ષ આ સમાચાર સાંભળી આનંદ અને ઉલ્લાસથી કુદકા મારવા લાગી જાય છે. તેના મનમાં એક આનંદની લહેર દોડી જાય છે. કારણ કે, જે દિવસનો ઇંતેજાર હતો કદાચ આ એ દિવસ હોઈ શકે છે. આ વિચાર સાથે જ હર્ષના મનમાં કેટલાંક વિચારો આવવા લાગે છે. વિધિએ આ લખ્યું હશે. વિધિ એ તે લખ્યું હશે. તે મને મળવા આવવાની હશે. તે મને અપનાવશે.
"પણ હર્ષ પુરી વાત તોહ, સાંભળ!" આલોક એ કહ્યું.
"આલોક પુરી વાત નહિં પહેલાં મને પત્રમાં શું લખ્યું છે? એ વાંચીને સંભળાવ." હર્ષ એ કહ્યું.
"હું એજ કહેતો હતો હર્ષ. પુરી વાત-"
"અરે યાર! તું પત્ર સંભળાવ કા તોહ ફોટો લઈને મને મોકલી દે. હવે વધું ઇંતેજાર નથી થતો."
"હા! એ બેસ્ટ આઈડિયા છે. હું તને ફોટો જ મોકલી દઉં."
અંતે કેટલાંક દિવસો બાદ, હર્ષને વિધિનો પત્ર મળે છે.
ડિયર હર્ષ! બધું ખૈરિયત હશે. છેલ્લી વખત જ્યારે મેં તને પત્ર લખેલો. ત્યારે તું એકદમ બેકાર કેરેક્ટર હતો. અને આટલાં દિવસોમાં પણ કંઈજ બદલ્યું નથી! એ વાતની જાણકારી મને લીલી દ્વારા મળી. મેં તને કહ્યું હતું ને? તારે બદલવાનું છે. પરંતુ, તારા વ્યવહાર પરથી એવું લાગી રહ્યું છે કે, તું હંમેશા માટે આવો જ રહેવાનો છે. મને તારી યાદો સતાવી રહી છે. હું તારા વિના રહી શકું એમ નથી. પરંતુ, હું તારી પાસે આવું અને મારી હાલત પણ લીલી જેવી થાય તોહ? તું શરાબનું સેવન કરી તારા પરનો આપો ખોઈ નાખ તોહ? તું કાંચ પર હાથ ફટકારી ફટકારી અને ઘાયલ થઈ જા તોહ? આ બધાં ડર મારા મનમાં રમી રહ્યાં છે. આ ડર મારાં અંદર વસી ગયાં હોય એવું લાગી રહ્યું છે. પરંતુ, તારા વિના જીવવું અઘરું લાગી રહ્યું છે. તારી યાદોના સહારે જીવવું કઠીન થઈ પડ્યું છે. યાદોના સહારે લોકો કેટલાંક સમય જીવી શકતાં હોય? આ તારા વિચારો મને અંદરથી નષ્ટ કરી રહ્યાં છે. મને તારી માટે જીવવું છે. પરંતુ, આ રીતે? આ રીતે હું જીવી શકવાની નથી. મેં એક નિર્ણય કર્યો છે હર્ષ. એટલીસ્ટ હું ચૈનથી મરી શકું તોહ, પણ મારી માટે સારું રહેશે. આમ તારી યાદોના સહારે કેટલોક સમય હું જીવવાની? મારી પાસે આ પ્રશ્નનો જવાબ તોહ નથી. પરંતુ હું એટલું જરૂર જાણું છું કે, તારી યાદોના સહારે વધું વખત નહિં જીવી શકું. ખૈર આ પત્ર મળતાંની સાથે તું મને શોધવા લાગી જઈશ. પરંતુ, હું તને ક્યાંય નહિં મળું. કારણ કે, આ પત્ર મેં એક અઠવાડિયા પહેલાં લખ્યો હતો. અને અઠવાડિયા બાદ, જ્યારે તને આ પત્ર મળશે! ત્યાં સુધીમાં હું એક તારો બની ગઈ હોઈશ. અને હા! તારી માટે જીવીને પણ શું કરી લેવાની? તું મને નફરત કરે છે ને? ચલ મારી પાસે વધું સમય નથી. કારણ કે, મરવા માટે પણ હિમ્મત જુટવવી પડશે. મારા પ્રિય પર્સનનને ઘણો... ઘણો...અને ઘણો પ્રેમ. તારી મોસ્ટ ફેવરેટ પર્સન વિધિ.
આ પત્ર વાંચી હર્ષ પોતાની જગ્યાએથી નીચેની તરફ સરકી જાય છે. તેના મનમાં કોઈ જ વિચારો નહોતા આવી રહ્યા. એ માત્ર શૂન્ય બની ગયો હતો. આ પત્રથી એ સ્તબ્ધ થઈ ગયો હતો. તેનું મન વિચારવા લાયક જ નહોતું રહ્યું. અને જો એક વિચાર આવ્યો તોહ, દિમાગ અને મન બંને વિચારોની બાઢમાં વહી જવાના હતાં. શૂન્ય થઈ ગયેલો હર્ષ અચાનક આડો પડી જાય છે.
********
"હર્ષ...હર્ષ...હર્ષ... શું થયું છે આને લીલી? કેમ કંઈ બોલતો નથી? હર્ષ? હર્ષ? શું થઈ ગયું આ યાર? હર્ષ મારા ભાઈ" આ વાક્યો સાથે આલોકના આંખમાં આંસુ હતાં.
"સોરી ટુ સેય. બટ હી ઈઝ નો મોર." ડોક્ટરએ કહ્યું.
ડોક્ટરના આ વાક્યો બાદ, રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
ક્રમશઃ