Kartavya - ek balidan - 13 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષા

Featured Books
Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષા

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ના લગ્ન ની સાથે અનંત પરિવાર માં પાયલ ની આત્મા પણ આવી ગઈ હોય છે. કુલદેવી ના પૂજારી મેધા ને આ આત્મા માંથી મુક્તિ અપાવે છે. મેધા અને આખો અનંત પરિવાર તેમના અનંત નિવાસમાં પોહચી ગયો છે , પણ દરવાજા ઉપર જ અંબા બા તેમને રોકી દે છે. હવે આગળ…..





ભાગ – 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષા



મેધા અને રોહન કુલદેવી મંદિર થી સીધા અનંત પરિવાર માં આવી જાય છે , જેવા જ બંને દરવાજા ની નજીક પોહચી જાય છે કે તરત જ મેધા ને દરવાજા ઉપર જ રોકવામાં આવે છે. “ તું અંદર નહિ આવી શકે મેધા ! “ કડક અવાજે અંબા બા બોલી ગયા. ત્યારે મેધા ચિંતા માં આવી જાય છે કે અચાનક શુ થઈ ગયું ? કેમ મને દરવાજા ઉપર જ રોકવામાં આવી ? પણ એને વિશ્વાસ હતો કે હવે બધું સારું જ થઈ રહ્યું છે મારી જિંદગી માં ! પણ આ મેધા ની સૌથી મોટી ભૂલ હતી !

“ચાલ રોહન હવે અંદર આવી જા!” આટલું કહીને સરલા અંદર જતી રહે છે. ત્યારે રોહન પોતાના ખભા ઉપર નાખેલો ખેસ હાથ વડે જટ થી નીચે ફેંકી દે છે ને સીધો અંદર જવા લાગે છે. આ બધું મેધા માટે આસાન નથી હોતું ! એને હવે ડર લાગવા લાગ્યો હતો કેમકે અનંત પરિવાર તો એના માટે નવો હતો પણ એનો બે વર્ષ નો પ્રેમ રોહન પણ આજે એને અહી જ મૂકી ને જઈ રહ્યો છે ? આ બધા સવાલો એ મેધા ને તોડી ને મૂકી દીધી હતી. પણ મેધા ની હિંમત આટલી જલ્દી તૂટે એમ પણ નોહતી.


“ રોહન શું થયું છે ? તમે મને કેમ અહી જ મૂકીને ચાલ્યા ? “ ત્યારે રોહન પાસે કોઈ જ જવાબ નથી કેમકે એના પરિવારે રોહન ના મન માં મેધા માટે શક ભરી દીધા હતા. અનંત પરિવારે એ જાણી ગયો હતો જે મેધા એ આજ સુધી રોહન થી છુપાવ્યું હતું. હવે આ વાત રોહન પણ જાણે છે ને મેધા ને અપવિત્ર માનવા લાગે છે. મેધા ની જિંદગી હવે ઊઠલ પાથલ થવા ની તૈયારી માં હતી.
જે પરિવાર કુલદેવી ના મંદિર થી સુખ શાંતિ નીકળે છે તેમની સાથે રસ્તા માં એવો તો શું થઈ જાય છે કે જેના લીધે મેધા ને પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે અગ્નિ પરીક્ષા આપવી પડશે ?


થોડા સમય પહેલા મેધા અને આખો અનંત પરિવાર કુલદેવી ના મંદિર થી દર્શન કરી ને ઘરે આવી રહ્યા હોય છે, એ જ વખતે રોહન ના પિતા શિવરાજ ના મોબાઇલ માં એક MMS આવે છે. આ MMS જોઈ શિવરાજ ની આંખો ફાટી જાય છે. પોતાના ઘરની ઈજ્જત આમ સરે આમ રેલાતી જોઈને શિવરાજ અને આખા અનંત પરિવાર ના પગ નીચે થી જમીન સરકી જાય છે. આ MMS એ વખત નો હતો જે વખતે મેધા પહેલી વાત ગુડીયા શેરી માં પોહચી હતી. ત્યારે ત્યાં તેની સાથે પેલા ખરીદદાર એ જે જબરજસ્તી કરી હતી તેનો MMS હતો. આ MMS નો ઉપયોગ કરી એ ખરીદદાર મેધા ના પરિવાર પાસે થી પૈસા હડપવા માગતો હતો. પૈસા ની લાલચ લોકોને એટલા અસહ્ય બનાવી દે છે કે એ કોઈનો પરિવાર તોડવાથી પણ ગભરાતા નથી.

આખો પરિવાર મેધા ને તિરસ્કાર ની નજર થી જોતો હતો પણ મેધા તો આ બધી વાત થી જ અજાણ હતી. મેધા ને તો એ પણ નોહતી ખબર કે આટલો પ્રેમ આપવા વાળો પરિવાર એનો તિરસ્કાર કેમ કરી રહ્યો છે! મેધા પોતાની કિસ્મત ને હજુ પણ કોસતી નથી કેમકે એને હજુ પણ ઉમ્મીદ હતી કે હાલ જ એનો રોહન આવશે અને તેને અંદર લઇ જશે.

ઘર માં કેશવ જોર જોરથી રડતી હોય છે તો પણ કોઈ મેધા ને અંદર બોલાવતું નથી. રોહન ના ઘર ના લોકો ને ઈજ્જત એટલી વહાલી હોય છે કે એ લોકો ભૂલી જાય છે કે આ નાનકડું ફૂલ એની મા માટે રડી રહ્યું છે.

સવાર થી સાંજ થઈ ગઈ છે પણ હજુ સુધી મેધા ત્યાંજ ઊભી હતી જ્યાં તેનો રોહન એને મૂકીને ગયો હતો. રોહન ઉપર ની બારી માંથી પડદો હટાવી ને જુએ છે તો મેધા ત્યાં જ ઊભી હોય છે , સવાર ની મેધા ભૂલી ને તરસી હતી તો પણ આખા અનંત પરિવાર ને પોતાની ઈજ્જત આગળ મેધા ની ખરાબ થતી હાલત પણ દેખાતી નોહતી.

હવે ધીરે ધીરે અંધારું થવા લાગ્યું હતું ને વરસાદ ની મોસમ હતી એટલે વરસાદ પણ આવવાની તૈયારી માં જ હતો. ઠીક રાત ના દશ વાગે છે ને ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ જાય છે. મેધા પોતાની હિંમત હાર્યા વગર અહી જ ઊભી હતી. રોહન ઉપર બારી માંથી પોતાની મેધા ને નિહાળી રહ્યો હતો , કેમકે એ મેધા ને બહુજ પ્રેમ કરતો હતો ! એટલે આટલી આસાની થી એ પોતાની પત્નીને કઇ રીતે છોડી દે ? એ હવે મેધા પાસે જવાનું જ કરતો હતો ને જેવો જ તે નીચે પહોંચ્યો ત્યારે તેને પેલો MMS યાદ આવી જાય છે ને એના કદમ પાછા ફરી જાય છે. મેધા ને ઠંડી લાગતી હોય છે પણ મેધા એ જગ્યા છોડવા માટે તૈયાર નોહતી.

આખો અનંત પરિવાર મેધા ને બારી થી જોઈ રહ્યો હતો પણ કોઈને દયા આવે એમ નોહતી. ચંપા ફોઈ એ તો મેધા ને પોતાની દીકરી માની હતી પણ ઘર ના વડીલ ના ફેંસલા ની ખિલાફ કોઈ જઈ શકે એમ નોહતું . રાત ના બે વાગ્યા હતા પણ આખા અનંત પરિવાર ની ઊંઘ ઊડી ગઈ હતી.

રોહન બારી થી જ મેધા ને જોઈ રહ્યો હોય છે ને એ જ વખતે મેધા નીચે પડી જાય છે. હવે રોહન ઊભો રહે ખરો ? રોહને જોરથી ચીસ પડી “ મેધા “ . ને પછી તો આખો અનંત પરિવાર મેધા ની તરફ ભાંગ્યો. મેધા ની હાલત જોઈને આખા પરિવાર ને પોતાની ઉપર સરમ આવતી હતી કે એક માણસ બીજા માણસ સાથે આવો વર્તાવ કઇ રીતે કરી શકે? આખા પરિવાર ની આંખો માં આંસુ હતા!

રોહન મેધા ને પોતાની બાહો માં ઊપડી ને અંદર લઇ આવે છે. સરલા અને ચંપા ફોઈ મેધા ના કપડાં બદલાવે છે. અંબા બા મેધા માટે ગરમ હળદર વાળું દૂધ લઈ આવે છે પણ મેધા આ દૂધ પીવાની ના પાડી દે છે. બધા ની સામે એક પછી એક એમ મેધા જુએ છે અને પૂછે છે “ મને કેમ બાર ઊભી રાખી હતી ? મારા થી કોઈ ભૂલ થઈ ? “ પણ હરામ છે ઘર નું એક પણ સભ્ય કઈ પણ બોલે ! આખો પરિવાર આંખો નીચી કરી ને ઊભો રહ્યો હોય છે કેમકે કોઈના પાસે કોઈ જ જવાબ હતો જ નઈ! મેધા રોઈ રહી હતી પણ એના આંસુ રોકવા માટે આજે રોહન ના હાથ પણ બંધાયેલા હતા કેમકે ઘર ના વડીલ ના ફેંસલા ની ખિલાફ જવા ની એની અંદર હિંમત પણ જરાય નોહતી.

મેધા રોઈ રોઈને આખા પરિવાર ને એક જ પ્રશ્ન પૂછી રહી હતી કે “ મારી ભૂલ કહો મને , પછી તમે જે સજા આપો એના માટે હું તૈયાર છું.” પણ પરિવાર નું કોઈ કઈ બોલવા માટે તૈયાર હતું જ નઈ ! પરિવાર ની આ ચૂપી મેધા ને અંદર થી ખોતરી ખાતી હતી.


મને મારી ભૂલ કહી દો ,
હું હસતા હસતા આ મહેલ છોડી દઈશ.
અત્યાર સુધી મે ખાલી કર્તવ્ય,
જ નિભાવ્યું છે જે હવે પણ નિભાવિશ !


મેધા ને આગળ કેટલી અગ્નિ પરીક્ષા ઓ પોતાના માટે આપવી પડશે ?

મેધા ના જીવન માં ખુશી પળ બે પળ ની બની ગઈ છે. મેધા પોતાના ઉપર લાગેલા કલંક મે કઈ રીતે હટાવશે ?

આ બધા પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં ત્યાં સુધી મારા એટલે કે અંકિત ચૌધરી ના દિલ થી જય શ્રી રામ.