paheli mukalat - jindagi khubsurat chhe - 2 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસુરત છે. - 2

Featured Books
Categories
Share

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસુરત છે. - 2

કોઈને અંતરથી મહેસુસ કરવું એ પણ પ્રેમ છે ન તો કોઈ મતલબ હતો ન તો કોઈ ગરજ છતાં આ દિલ તેની રાહ જોતું હતું.

પણ આજે તો આ શું થયું આખો દિવસ વાવાઝોડું આવ્યું અને વરસાદ ના લીધે બધા જ પાર્ટી પ્લોટ માં ગરબા બંધ રહ્યા.
તારુ જ્યોતિષ તો સાચું પડ્યું લાગે છે વૈભવ જો આજે તો વરસાદથી પાણી ભરાઈ ગયા છે.
બધા જ પાર્ટી પ્લોટમાં ગરબા નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે નીરવે કોલ માં કહ્યું.
બસ હવે મારી મજાક ના ઉડાવ હું કઈ જાણતો નથી. ચલ હું ફોન મૂકું છું.
facebook પર એક નામથી શોધતા આજે ખબર પડી કે અટક પણ જાણવી જરૂરી હોય છે .
નહીં તો ફેસબુક પર મળે પણ નહીં.
ખાલી શ્રદ્ધા હવે તો શોધવી પણ કેવી રીતે અટક વગર.
હું મનોમન વિચારી રહ્યો હતો અરે કાલે ફરી નવરાત્રી ના ગરબા માં મળીશું ત્યારે પૂછી લઈશું. પણ તે તો દિલો દિમાગ પર છવાઈ ગઈ હતી. બસ આવા વિચારોમાં ક્યાં ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી.

દરેક ક્ષણ નવો શ્વાસ લઈને આવે છે, આપણને કંઈક ઉમેરાતું રહે છે, થોડુંક ઠલવાતું પણ રહે છે ,ક્યારેક કંઈક દિલમાં કાયમ માટે સચવાઈ જાય છે.
ક્યારેક કઈક આંખમાંથી આંસુ બનીને વહી જાય છે દરરોજ આપને જિંદગીમાં થોડો-થોડો ભૂતકાળ ઉમેરાતો જાય છે અનુભવો ,યાદો, સ્મરણો સુખ દુખ ઉદાસી ,એકાંત અને એકલતા પ્રેમ જિંદગીમાં ઉમેરાતો જાય છે અને દિલ દિમાગ વચ્ચે કશ્મકશ ચાલતી રહે છે .
આજે તો પાંચમો દિવસ નવરાત્રિનો હતો અને આંખો શ્રદ્ધાને સોધી રહી હતી માણસ પ્રેમમાં હોય ત્યારે ઉડે છે .બીજા કોઈની મરજી કે સૂચનથી ખૂટે બંધાઈ જવા કરતા પોતાની મરજી મુજબ પોતાના ગમતા પાત્રને સાથે રહેવું માનવું ગમે અને એટલે જ તેને શોધી રહી હતી.
" ક્યાંય દેખાતી નથી આ શ્રદ્ધા આજે આવી લાગતી નથી કે શું નીરવ"
"આજે મોડું થયું હશે આવતી હશે!"
"શ્રદ્ધાની ફ્રેન્ડ જો નીરવ શ્રદ્ધા એની જોડે નથી દેખાતી પૂછ તો ખરા."
"કેમ આજે શ્રદ્ધા નથી આવી??"
"હા એને કામ આવી ગયું હોવાથી તે બહાર ગઈ છે."
"ક્યારે આવાની પાછી"
”હવે તો તે નવરાત્રિ પૂરી થયા પછી જ આવશે એટલે અહીં તો નહીં આવી શકે"
"રંગીલા શહેર બરોડા માં રહે છે, તેના પપ્પાનો કોલ હતો કે નવરાત્રી કરવા અહીં આવ"
"અમદાવાદમાં નથી રહેતી"
"ના એને એડમિશન અહીં મળ્યું છે, તે હોસ્ટેલમાં રહે છે"
"આવું સાંભળીને વૈભવ ખૂબ જ ઉદાસ થઈ ગયો."
"સારુ એનો કોન્ટેક નંબર તો આપ."
"શ્રદ્ધા ને પૂછ્યા વગર એનો કોન્ટેક નંબર ન અપાય"
"કાઈ નહીં એનું આખું નામ જ જણાવી દો પછી ફેસબુક પર શોધી લઈશું."

તારું પહેલા વરસાદ સમું આવવું .
હવે આંખોને કેમ રે ભુલાવવું.
બળબળતી બપોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં ,
ત્યારે આંખોના એવા અંનધાર્યા વાદળાં કે
સમણે આવેલ મોર બોલ્યા..

આખરે સોશિયલ મીડિયા પર મહેનત કરીને શ્રદ્ધા ને શોધી લીધી.

આજે તો રવિવાર ની રજા હતી સવારે ઊઠીને ફેસબુક મેસેન્જર ચેક કર્યું તો એ 15 મિનિટ પહેલા એક્ટિવ હતી એવું નોટીફિકેશન હતું એનો મતલબ કે તે ઉઠી ગઈ હતી મને એવું કે તેને પણ મારા મેસેજની રાહ જોતી હશે.
ગુડ મોર્નિંગ એનો પણ સામેથી રીપ્લાય આવ્યો બસ એમ જ બે-ત્રણ દિવસ ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ ના મેસેજ થતા રહ્યા.
મ્યું અને મારા પ્રત્યે તને પણ લાગણીઓ છે.
એવું લખીને હું ઊંઘી ગયો.
જેનું ડી.પી જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી જતું હતું.
થોડા દિવસ પહેલાં જ મારી મુલાકાત નવરાત્રિમાં થઈ હતી અને હવે તો જાણે કે એની આદત પડી ગઈ છે.
બસ મારી ચાની જેમ તેની પણ આદત થતી જાય છે ..
સાલુ જબરુ કહેવાય સોશિયલ સાઈટ પણ કેવી છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડી દે છે .
બંનેને એકબીજા જોડે કેટલા નજીક લાવી દે છે.
જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ લાગણીઓ વધતી ગઈ .
ગમતી વ્યક્તિ જોડે હોય એવું જરૂરી તો નથી.
કેટલીક વ્યક્તિઓ તો હૃદયમાં જ રહેતી હોય છે.
પછી ભલેને તે તમારાથી ગમે એટલી દૂર હોય.
આ સોશિયલ મીડિયા તો દિલની નજીક લાવી દે છે.
આ મારી આંગળીઓ મોબાઈલ પર ચાલવા લાગી.

"તારી તબિયતતો સારી છે ને "
"હા સારી છે ને"
"બરાબર ઊંઘ તો આવી હતી ને"
"પગ તો બહુ દુખતા નથી ને"
"કેમ એવું પૂછ્યું ?"
મને શું થવાનું હતું.?
" અને તે પણ પગ દુખવા ને શુ લેવા દેવા"
"બસ એમ જ"
"મારે જાણવું હતું."
"ગઈકાલ તું આખી રાત મારા સપનામાં આવીને દોડા-દોડ કરતી હતી"
"એટલે મેં પૂછ્યું"
"દોડી-દોડીને😀 તુ કદાચ થાકી ગઈ હોઈશ.
જોડે જોડે ગરબા રમવાનો થાક.
આરામ કરી લે.