લવ બ્લડ
પ્રકરણ-29
સુધાંશુ શાલીનીની આજે ઘણાં વર્ષો પછી મધુરજની ફરીથી ખૂબ મીઠી ઉજવાઇ હતી બંન્ને ખૂબ આનંદમાં હતાં પ્રેમનો અને પ્રેમનાં સ્પર્શનો પૂરેપૂરો ગરાસ લૂંટીને બંન્ને તૃપ્ત હતાં અને ત્યાંજ મુખ્ય દરવાજાની સાંકળ ખખડે છે અને શાલીની કપડાં સરખાં કરીને દરવાજો ખોલવા ગઇ.
શાલીનીએ દરવાજો ખોલતાંજ સામે રીપ્તા ઉભી હતી. રીપ્તા માં નો દેખાવ અને ઘરનું વાતાવરણ જોઇને આનંદથી ઝૂમી ઉઠી આજે ઘણાં સમય પછી ઘર ઘર લાગી રહ્યું હતું.
************
નુપુરની જુદો થઇને દેબાન્શુ ઘરે આવ્યો એણે જોયું માં ફોન પર વાત કરી રહી છે માં નાં ચહેરાં પર ચિંતાની રેખાઓ ખેંચાયેલી હતી એ થોડી વ્યથિત હતી અને કોની સાથે વાત કરી રહી હતી ખબર ના પડી દેબાન્શુએ કમ્પાઉન્ડમાં બાઇક મુકતાં જોયુ હતું એણે બાઇક ઝડપથી પાર્ક કરીને માં ની પાસે આવ્યો. માં સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
માં એ ચિંતાતુર ચહેરેજ જવાબ આપ્યો કે એક મીનીટ એવો ઇશારો કર્યો અને સામેની વ્યક્તિ સાથે વાત કરીને ફોન ઓકે કહીને મૂક્યો
દેબુએ કહ્યું "કેમ માં આટલી ચિંતામાં છો શું થયું ? કોની સાથે વાત કરતાં હતાં ? કોણ હતું ? માં એ એજ ઉદાસ ચહેરે કહ્યું "બેટા તારાં પાપા આજે સવારે પરોઢથી ગયા છે ટી ગાર્ડન જવાનાં હતાં ત્યાંથી ઓફીસ… પણ નથી એમનાં કોઇ ફોન લાગી રહ્યાં ના એમનો મોબાઇલ ચાલુ છે સાંજ થવા આવશે પણ એમનો કોઇ સંપર્ક થઇ નથી રહ્યો.
દેબુએ કહ્યું "માં ટાવર નહીં હોય.. હમણાં પાપાનો ફોન લાગશે ચિંતાના કરો અને પાપા આમ પહેલીવાર તો આટલાં વહેલાં ગયાં નથી. ધીરજ રાખો, ચિતાં ના કરો હમણાં પાપાનો ફોન સામેથી આવી જશે.
માઁ એ કહ્યું "એવું નથી પણ મેં એમની ઓફીસે ફોન કર્યો તો કહે છે ઓફીસ આવ્યાં જ નથી તેઓ ટી ગાર્ડન એસ્ટેટ જવાનાં હતાં અને ત્યાં કોઇ સાથે મીટીંગ હતી..કલકત્તાથી કોઇ આવવાનાં હતાં અને અહીંથી અમે એમનો કોન્ટેક્ટ કરીએ છીએ તોય સંપર્ક સ્થપાતો નથી.
દેબુએ કહ્યું "માં તમે ચિંતા ના કરો હું ફરીથી ફોન લગાવી જોઊં છું અને દેબુએ એનાં પાપાને મોબાઇલ પર ફોન કર્યો તો સ્વીચ ઓફ જ આવ્યો એમની ઓફીસે ફોન કર્યો ફરીથી તો ઓફીસમાંથી કહ્યું "સર અહીં આવ્યા જ નથી મેં હમણાં મેડમને કહ્યું.. ભાઇ પણ જેવી અમને જાણ થશે અમે જણાવીશું તો દેબુએ થોડીવાર વિચારી કહ્યું "તમે સરને લાઇન આપો અથવા સરનો મોબાઇલ નંબર આપો મારે વાત કરવી છે પાપા વહેલી સવારનાં ગયાં છે સાંજ થવા આવી છે હજી નથી આવ્યાં ચિંતા થાય છે.
એમનો ફોન કાયમ સામેથી આવી જાય પણ સાંજ થવા આવી પણ નથી એમનો કોઇ ફોન આવ્યો કે નથી એમનો સંપર્ક થતો શું કરવાનું ?
પેલા ઓફીસ મેનેજરે કહ્યું "દેબાન્શુબાબુ અમે પણ હવે ચિંતામાં છીએ અમારે સંપર્ક નથી થઇ રહ્યો બીજું કે બોસ તો લંડન ગયેલાં છે એટલે જ મીટીંગમાં સુરજીત સરને જવાનું હતું એમનો સંપર્ક શક્ય નથી પણ રોજ વિશ્વજીત સરનો ફોન આવે છે સવારે આવી ગયેલો હવે કાલે આવશે અને સવારે તો સુરજીતસર સાથે અમારાં બોસને વાત થઇ હતી.
દેબુએ કહ્યું "ભલે પણ મને વિશ્વજીત સરનો નંબર તો આપો હું છેવટે એમને મેસેજ કરી જાણ તો કરુ પેલાએ કહ્યું "ઓકે હું મેમનાં નંબર પર કરુ છું મોકલુ છું. અને દેબાન્શુએ ફોન મૂક્યો.
દેબુએ કહ્યું "મોમ તમે ચિંતા ના કરો પાપાનો ફોન કે મેસેજ આવી જશે. આમતો ઘણીવાર પાપા ગયાં છે અને બે-બે દિવસે પાછાં આવ્યાં છે. પહેલાં તો મોબાઇલ પણ નહોતાં માં છતાં. તમારી ધીરજ રહેતી હતી ને. પાપાનું કામ જ એવુ છે એટલે આપણે રાહ જોવી જ રહી.
સુચિત્રારોય કહ્યું ઓકે દીકરા ચલ તું પણ થાકીને આવ્યો છે ચલ તને કોફી અને નાસ્તો આપું છું. તું પણ થાક ખા.. કોલેજ શરૂ થઇ. અને તારે દોડધામ ચાલુ થઇ ગઇ.
દેબુ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે માઁ મેં મહેનત કરી બધી મસ્તી અને મજા લૂંટવામાં જ. માઁ કેટલી ભોળી છે અને એનાં ચહેરા પર સ્માઇલ આવી ગયું.
**************
નુપુર ઘરે પહોંચી તો ઘર અને આંગણ બધું સૂમસામ હતું એને થયું હવે તો માં ટી ગાર્ડન જતી નથી તો ક્યાં ગઇ ? એ ઘરમાં આવી બધે જોયું માં નહોતી એને થયું પાછળ વાડામાં જોઊં અને એ પાછળ વાડામાં ગઇ તો ત્યાં માઁ કંઇક ખોદી રહી હતી.. નુપુર એની પાસે જતાં બૂમ પાડી માઁ અત્યારે શું કરો છો ? ઘર આખું જ ખાલી છે તમે છેક પાછળ વાડામાં શું કરો છો ?
નુપુરની માં જ્યોતિકા ધોસે કહ્યું "અરે તારાં પાપા કાલે ટી ગાર્ડનમાંથી કમ્પોસ્ટ લાવેલાં સરસ ચાની પતીનું હતું એ અહીં દબાવેલું મને થયુ કાઢી રાખુ થાય તો પછી મારે ગુલાબમાં નાંખ્યુ એ તો કામ લાગે.
તારી જ ક્યારની રાહ જોતી હતી અને સમય પસાર કરતી હતી. વાહ મારી ડોલ તો આજે ખૂબ ખુશ ખુશ લાગે છે ચહેરો તો તારો આનંદથી ચમકતો છે. કોલેજમાં મજા આવી લાગે છે. કેવુ ચાલે છે ભણવાનું ચાલુ થયુ ? પેલો તારો ફેન્ડ શું નામ હતું ?.. હાં હાં દેબાન્શુ કેમ છે ? તમારે મળવાનું વાત થાય છે ?
નુપુરે કહ્યું "હાં માં તું કેટલા સવાલ પૂછે ? મળે છે વાત પણ થાય છે. ભણવાનું ધીમે ધીમે શરૃ થઇ ગયુ છે થઇ જ જાય ને માં કોલેજ ચાલુ થયે મહિનો થવા આવ્યો. માં ખૂબ ભૂખ લાગી છે કંઇ ખાવા આપ મને.
જ્યોતિકા ધોષે કહ્યું બધુ તૈયાર રાખ્યુ છે તારાં માટે ખાઇલે પછી... પણ પહેલા હાથ પગ ધોઇલે પછી ખાજે નુપુરે કહ્યું "હાં હાથ પણ ધોઇ જમી લઊં ખૂબ ભૂખ લાગી છે. પછી મનમાં વિચાર્યુ કે આમ આડો દિવસ હોતતો નહાઇ પણ લીધુ હોત પણ અત્યારે તો દેબુની સુવાસ મારાં અંગ અંગમાં સચવાયેલી છે. એમ કહીને મલકાઇ ગઇ.
નુપુરની માં એ કહ્યું "તું આજે ક્યારની આવી છે ત્યારની મલકાયા કરે છે શું વાત છે ? કહેને ?
નુપુરે કહ્યું માં એવું કાંઇ નથી પછી વાત બદલવા કહ્યું "પાપા ક્યારે આવવાનાં આજે રાત્રે આવવાનાં કે કાલે ? હમણાંથી પાપા નાઇટમાં કેમ કામ કરાવે ?
નુપુરની માં એ કહ્યું "દીકરા અત્યારે ચા પત્તીની સીઝન ચાલે છે એમને ખૂબ કામ રહે છે પાછું હવે યુનીયન લીડર પણ થયાં છે એટલાં ઘણાં માણસોને મળવાનું થાય છે મીટીંગો હોય છે એમનેય મળવાની ફુરસદ નથી હોતી.
નુપુરે કહ્યું "સારુ થયું માં તને કામ છોડાવી દીધું. તને આરામ અને ઘરે તું હોય તો મને પણ ગમે છે.
જ્યોતિકા ઘોષે કહ્યું "સાચું કહુ નુપુર મને પહેલેથી એવું હતું કે ઘર સંભાળુ ઘરનાં કામ કરી તારો સરસ ઉછેર કરુ બાગ કામ કરું ભરતકામ અને આપણી અલગ ગૂંથણીનાં કામ કરું ગીતો ગાઉ એવુ બધુજ ગમતું પરંતુ આપણી સ્થિતિ એવી હતી કે બંન્ને જણાએ કામ કરવું પડતું હતું. વળી લગ્ન એવી રીતે થયાં કે પાપાને મારી સલામતિની ચિંતા થતી એટલે મને સાથે ને સાથે રાખતાં. પછી હસીને કહે.. હું સુંદર પણ પેહેલેથી એટલી હતી કે મને એક ક્ષણ એકલી નાં મૂકતા મને સદાય સાથે રાખી.. પ્રેમ પણ ખૂબ કર્યો અને માર પણ ખૂબ ખાધો છે તારાં પાપાનો... પણ એ મારમાં પણ એમનો પ્રેમ જ પ્રેમ હતો હું બધુંજ સમજતી.
હવે કેટલાય વર્ષો પછી નિશ્ચિંતતા અને સુખ ઘરમાં આવ્યું છે તારાં પાપાની આવક પણ સરસ થવા લાગી છે હવે મને સંતોષ છે.
નુપુર કહે "ઓહો તું તો હજી એટલીજ સુંદર છે માં ભલભલી હીરોઇનને ટક્કર મારે એવીજ. પણ માં મને તું કહેવાની હતી કે તમારાં લગ્ન કેવી રીતે થયા ? તું કહેતી હતી કે અનોખા અને એવી રીતે થાયં એની અલગ જ સ્ટોરી છે તો કહેને માઁ.
જ્યોતીકા ઘોષે કહ્યું તું પહેલાં શાંતિથી જમીશ પછી હું થોડું રસોડાનું કામ નિપટાવુ આ ખાતર આગળ મૂકી આવુ પછી સૂતા સૂતા વાત કરીએ મારે ખાવું નથી મને ઠીક નથી તારાં પાપા રાત્રે આવે પણ ખરાં ના પણ આવે...
બધુ પરવારી માં દિકરી પથારીમાં આડા પડ્યાં અને જ્યોતિકા ઘોષે પોતાની વાત શરૂ કરી...
વધુ આવતા અંકે ---પ્રકરણ-30