એક ઇન્ટરનેશનલ કંપનીમાં મંદીનું મોજું ફરી વળ્યુ ને બધા કામદારો અને એમપ્લોય ને થોડા દિવસ માટે રજા આપી દીધી ને બધા ને કહેવામાં આવ્યું કે કંપની તમને જાણ કરશે ફરીથી જોઈન થવા માટે. કંપની તો ખાલી થઈ ગઈ, કોઈ પોતપોતાના ઘરે ગયા તો કોઈ ટૂર પર, તો કોઈ ગામડે જતાં રહ્યાં.
કંપનીમાં પંકજ પણ એમપ્લોઈ હતો. તે રજા ના કારણે ત્યાં રહેવાના બદલે તેની પત્ની ને લઇ ગામડે જવાનો નિર્ણય કર્યો. ગામડે ગયો તેનો ઘણો સમય થઈ ગયો હતો.
સામાન પેક કરીને બસ દ્વારા પંકજ અને તેની પત્ની પોતાના ગામડે પહોંચ્યા. ગામનું પાદર જોઈ પંકજ ને આંખ ને ઠંડક થઈ. ઘણા સમય પછી તેણે ગામડું જોયું. પણ પંકજની પત્ની તો ગામડે પહેલી વાર આવી હતી. તેને ગામડાના રીત રિવાજ, રહેણી કરણી, ખાણી પીણી થી તે વાકેફ હતી નહિ પણ પંકજ ની પાછળ પાછળ ચાલવા વાળી હતી એટલે તે ચૂપચાપ બધું જોઈ રહી હતી ને પંકજ ની સાથે ચાલી રહી હતી.
હાથ માં બેગ લઈ ગામડાની નાની નાની શેરી માંથી પસાર થઈ રહ્યા હતા. ઘણા સમય પછી ગામડાની શેરી જોવા મળી હતી. રસ્તા માં બેઠેલા બુઝુર્ગ માણસો ને રામ રામ કરતો પંકજ આગળ ચાલી રહ્યો હતો. ત્યાં બેઠેલા બધા માણસો બે ઘડી બંને ને જોઈ રહ્યા હતા. એકબીજા સામે જોઈ પૂછી રહ્યા હતા. કોનો દીકરો છે તે.?
એક બોલ્યા ઘનશ્યામભાઈ નો.
નાં ના તે ગૌતમભાઈ નો પંકજ છે. જે શહેરમાં નોકરી કરે છે.
પણ અહી તો તેનું મકાન જર્જરિત થઈ ગયું છે. લાગે છે સમારકામ માટે આવ્યો હશે. તેમ એક વય વૃધ્ધ બોલ્યા. બધા પંકજ ને જોઈ રહ્યા હતા ને પંકજ તેના ઘર તરફ જઈ રહ્યો હતો.
ગામના છેવાડે આવેલું મકાન પંકજ નું હતું. નળિયા વાળું એક મકાન હતું ને આગળ ખુલ્લી જગ્યા ને તેમાં ઘાસ ઉગી નીકળ્યું હતું. મકાન ની અંદર બંને પ્રવેશ્યા ને તાળું ખોલી રૂમ માં પ્રવેશ્યા. પાચ વર્ષ પછી મકાન ખોલ્યું હતું એટલે ધૂળ થી આખું મકાન ભરાયેલું હતું.
સામાન એક બાજુ મૂકીને બંને મકાનને સાફ સફાઇ માં લાગી ગયા. પંકજ આંગણું સાફ કરવા લાગ્યો ને પત્ની રૂમ. જોત જોતામાં માં બંનેએ મકાન ની સરસ સફાઈ કરી નાખી.
પંકજ હાથમાં થેલી લઈને ગામમાં થોડી વસ્તુઓ લેવા નીકળ્યો. વળતી વખતે તે તેના મકાન ની બાજુના મકાન ની બહાર ગીરધરભાઇ ને જુએ છે. તરત પંકજ હાથ ઊંચો કરી રામ રામ કહે છે. ગીરધરભાઇ સાંભળ્યા નહિ હોય પણ હાથના ઈશારા થી રામ રામ બોલ્યા. ને પંકજ ને નજીક આવવા કહ્યું. હાથમાં થેલી લઈને પંકજ ગીરધરભાઇ પાસે ગયો.
પંકજ પાસે આવ્યો એટલે ગીરધરભાઇ એ નંબર વાળા ગોગલ્સ ઊંચા કરી બોલ્યા કોનો દીકરો બેટા.
કાકા મને ન ઓળખ્યાં હું ગૌતમભાઈ નો દીકરો પંકજ.
ઓહ. દીકરા હવે તો ઉંમર થઈ ગઈ ને ઉપર થી ઘણા સમય પછી તને જોયો.
કાકા તમારો દીકરો અજય ક્યાં છે. કેમ દેખાઈ રહ્યો નથી.?
બેટા અજય તો અમારી થી બહુ દૂર જતો રહ્યો છે અમને મૂકીને જે ક્યારેય પાછો આવી શકે તેમ નથી. તેમ કહી ગીરધરભાઇ ના આંખમાં આશુ આવી ગયા.
માફ કરજો કાકા મને ખબર ન હતી , ચાલો કાકા ઘરે કામ છે પછી વાત કરું.
હા બેટા જા.
પંકજ ઘરે પહોંચ્યો. સાંજ પડી ગઈ હતી બંનેએ રસોઈ બનાવી ને બહાર આંગણા માં પલંગ ઢાળીને બેઠો. પંકજે ગામની જૂની વાતો તેમની પત્ની આગળ કરવા લાગ્યો. તે સમય બાજુમાં મકાન માંથી ગીરધરભાઇ અને તેમની પત્ની બહાર આવી તે પણ તેના આંગણા માં બેઠા.
ભૂખ લાગી એટલે પંકજ અને તેની પત્ની બંનેએ જમી લીધું. થાક્યા હતા એટલે વહેલા સુઈ ગયા.
રાત્રીના બાર વાગ્યા હશે. અચાનક કોઈનો ચાલવાનો અવાજ સંભળાયો. અવાજ સાવ નજીક હતો ને થોડો ડરાવણો હતો. ધબ ધબ અવાજ થી પંકજ જાગી ગયો. અવાજ તેની નજીક આવી રહ્યો હતો એવું તેને લાગ્યું. તેને દરવાજો ખોલવાના બદલે મકાન ની બારી ખોલીને જોયું. ચંદ્રના પ્રકાશમાં એક માણસ આવી રહ્યો હતો પણ તે ઓળખાઈ રહ્યો ન હતો. થોડી વાર પંકજ ને વિચાર આવ્યો ગામનો કોઈ માણસ ખેતર તરફ જઈ રહ્યો હશે, પણ તે માણસ તો પંકજ ના મકાન તરફ આવી રહ્યો હતો. તે પંકજ ના આંગણા પાસે આવ્યો ત્યાં પંકજ તે માણસ ને ઓળખી ગયો. તે હતો ગીરધરભાઇ નો દીકરો અજય હતો.
ગીરધરભાઇ ની વાત પંકજ ને યાદ આવી કે અજય તો મૃત્યુ પામ્યો છે તો આ કોણ. તે બાજુ નજર રાખી, અજય ગીરધરભાઇ ના મકાન માં દાખલ થયો. પંકજ તેના પાછા આવવાની રાહ જોવા લાગ્યો. થોડો સમય થયો ત્યાં અજય ગીરધરભાઇ ના મકાન માંથી બહાર આવ્યો ને આવ્યો ને આવ્યો હતો તે રસ્તે ચાલવા લાગ્યો.
પંકજ ને કઈ સમજ પડી નહિ આ શું હું જોઈ રહ્યો છું. તે તેની પથારી માં સુતો પણ ઊંઘ આવી નહિ ને અજયના વિચાર આવવા લાગ્યા હતા. માંડ માંડ સવાર પડ્યું.
સવારે ઉઠીને પંકજ ગીરધરભાઇ પાસે ગયો ને કહ્યું કાકા અજય જીવે છે. ?
નિસાસો નાખીને ગીરધરભાઇ બોલ્યા બેટા ત્રણ વર્ષ થઈ ગયા તેનું મૃયું થયું ને.
પણ પંકજ કેમ સવારમાં અજય ને યાદ કર્યો. ?
બસ એમ જ કાકા મારો મિત્ર હતો એટલે યાદ તો આવે ને. થોડી વાર બેસીને પંકજ તેના ઘરે જતો રહ્યો.
બીજી રાત પણ અજય ના આવવાનો અવાજ સંભળાયો. પંકજ બારીમાંથી નિહાળતો રહ્યો. ને અજય થોડીવાર માટે ગીરધરભાઇ ના મકાન માં રોકાયો ને પછી નીકળી ગયો. પંકજ ચૂપચાપ જોઈ રહ્યો.
સવારે પંકજ ને રહેવાયું નહિ, ને ગીરધરભાઇ પાસે જઈ પૂછ્યું કાકા મને સાચું કહો અજય રાત્રે તમારી પાસે આવે છે.
દીકરા પંકજ તે અજય ને જોયો ?
હા કાકા બે દિવસ થી રાત્રે અજય ને હું જોવ છું તે તમારી ઘરે આવે છે ને થોડીવાર રોકાઈ નીકળી જાય છે.
બેટા તું સાચું કહે છે. મારો દીકરો રોજ મારી પાસે આવે છે ને ખબર અંતર પૂછી ને નીકળી જાય છે. બેટા આ વાત કોઈને જાણ કરતો નથી.
સારું કાકા હું કોઈ ને વાત નહિ કહું પણ કોઈપણ વસ્તુ ની જરૂર હોય તો બેજીજક કહી દેજો.
સારું બેટા.
પંકજ ત્યાં એક મહિનો રોકાયો ને રોજ અજય ને નિહાળતો હતો. ને ભૂત બની ને મદદ કરતો અજય ઉપર ગર્વ કરતો હતો.
જીત ગજ્જર