રીમા આજે કામ પળવારી ને માથું ઓળવા અરીસા સામે બેઠી કેટલાયે વખત પછી જાણે અરીસામાં જોતી હોય તેવું લાગ્યું અરીસા માં જોતાં જોતા તેના અતિત માં ડુબી ગઇ જ્યારે તે પરણી ને સાસરે આવી ત્યારે તે એકવીસ વરસ ની હતી , ઘર તો તેનુ ખાનદાન હતું ,જમીન ઘણી હતી એટલે તેનો પતિ રવિ પણ તેના પિતા સાથે ખેતીકામ કરતો રીમા તો વડોદરા જેવા શહેરોમાં મોટી થયેલી અને ગ્રેજ્યુએટ થયેલી એટલે જ્યારે આ વાત આવી ત્યારે રીમા ની તો ના જ હતી પણ તેના પપ્પા એ તેને સમજાવેલી કે બેટા ગામડું છે પણ માણસો સરસ છે, તું તારી આખી જિંદગી માં ક્યારેય દુઃખી નહી થાય સુખ દુઃખ તડકો છાયો ક્યાં કોઇને કહીને આવે છે પણ દરેક દિકરી ના પિતાને તો એવું જ હોય છે, કે મારી દિકરી ને સ્વર્ગ થી પણ સુંદર સાસરું મળે, એમ રીમા ના પિતાને પણ આ ઘર કદાચ સ્વર્ગ કરતાં ય વધુ સારું લાગ્યું હશે, રવિ ભણેલો ગણેલો જ હતો, રીમાના લગ્ન થયા ત્યારે રવિ તેને ખૂબ સાચવતો તેના સાસુ સસરા તો દિકરી કરતાં પણ અધિક સાચવતા હતા, રીમાને તો ઘરનું જ કામ કરવાનું અને ઘર ને સારી રીતે સંભાળવાનું, રીમા ખૂબજ ખુશ હતી, તેના પપ્પા ના કહેવા પ્રમાણે બધા લોકો તેને બહુજ પ્રેમ કરતા બે વરસ લગ્ન ના વિતી ગયા અને રીમા નો ખોળો ભરાયો, દરેક દિકરી પિયર જવા હરખઘેલી હોય પણ રીમા ને અહીંથી જવાનું અઘરું લાગતું હતું, સાસરીમાં કેટલો પ્રેમ મળ્યો હશે !, તે પૂરા નવ મહિને દિકરી નો જન્મ થયો, તેને એવું કે કદાચ ત્યાં બધાને નહી ગમે પણ અહીં તો બધાને હરખમાતો નથી ઘરે લક્ષ્મી પધાર્યા છે, સગાસંબંધીઓ માં મિઠાઈ વહેચાવી અને હર્ષોલ્લાસ થી દિકરી ના આગમન ને વધાવ્યુ...બધું સરસ ચાલતું હતું તેની દિકરી ખુશી ત્રણ વરસ ની થઇ ત્યાં તો તેને ભાઇ આવ્યો તેનું નામ ખુશ પાડ્યુ રીમાએ રવિ ને કહ્યુ રવિ મેં પેલા જન્મ માં કેવા સરસ પુણ્ય કર્યા હશે કે મને આટલો સરસ પરિવાર મળ્યો છે, હું પણ રીમા એવુ જ વિચારુ છુ કે મે એવા કેટલા સરસ પુણ્ય કર્યા હશે કે તારા જેવી જીવન સાથી મળી જેને કોઇ દિવસ કોઇ ફરિયાદ જ નહીં શહેરમાં ઉછરેલી છતાંય ગામડામાં ભરી ગઇ ખરેખર તારા કરતાં તો હું ધન્ય થઇ ગયો, ખરેખર જ્યાં બધું જ સુંદર ચાલતું હોય ત્યા કોઇક ની નજર લાગે છે, રીમાના પરિવાર માં પણ એવું થયું કેટલો સુંદર માળો એક દિવસ પિખાયો, સારસ બેલડી ની જોડી તુટી, ખુશી પાંચ વરસ ની ને ખુશ બે વરસ નો હતો અને એક દિવસ રાતે ખેતર માં રવિ પાણી વળેલુ અને નિક બદલતા એરુ આભડ્યુ થોડી વાર બળતરા થઇ તેને તે જગ્યા પર કસકસાઇ પાટો પણ બાધ્યો, પણ કુદરત ના ઘરનું આવી રહે છે ,ત્યારે કોઇનું કંઈ ચાલતું નથી, તેનો સામે શેઢે થી ચાકર દોડતો આવ્યો પણ તેટલા માં તો રવિ નીચે ઢળી પડેલો સવાર નું ભરભાખરુ થવા લાગેલુ ચાકરે બુમાબુમ કરી મૂકી આજુબાજુ ના ખેતરો વાળા ભેગા થઇ ગયા, પણ હવે રવિનુ ત્યાં શરીર પડ્યું હતું અહીં તો રીમા સરસ મજાનુ સપનું જોતી હતી તેની પાછલી જિંદગી નું કે તે અને રવિ નિવૃત થશે ત્યારે કેવી કેવી રીતે સમય પસાર કરશે રીમા રવિ ને કહેશે કે હું તને વહેલી છોડી ને પરલોક સિધાવુ તો તું શું કરીશ રવિ અરે ગાડી એમ હું તને થોડી જવા દઇશ ,હજુ તો સપનું ચાલુ છે ને રીમા ભાભી એવી બુમો સંભળાઇ આખો મહોલ્લો બહાર આવ્યો રીમા પણ બહાર આવી ને જોયુ તો રવિ ને ખાટલામાં ઊઘાડેલો તે રવિ ને હલાવવા લાગી , રવિ ઉઠો રવિ ઉઠો પણ રવિ તો ચાલ્યો ગયો હતો ગામતરે પાડોશ ની સ્ત્રી ઓ એ તેને પકડી પાડી તેને સાત્વના આપવા લાગી રીમા નું તો બધુ લૂંટાઇ ગયું તે તો શુધ બુધ ગુમાવી બેસી,તેના સાસુ સસરાની પણ હાલત તેવી જ હતી, રીમા નું સર્વસ્વ લુટાઇ ગયું , રવિ ની અંતિમ ક્રિયા કરવામાં આવી ખુશી અને ખુશ પણ તેમની માના ખોળામાં ભરાઈ રડવા લાગ્યા , રીમા થી બોલાઇ ગયું ભગવાન આ બે ભુલકા સામું તો જોવું હતું, અને હ્રદય ભરાઈ આવ્યું, પણ હવે શું થાય જવા વાળાની પાછળ ગમે તેટલા માથા પછાડો પણ તે ક્યાં પાછા આવે છે, પણ નાની ઉમરે વૈધવ્ય અને ઘરની જવાબદારી બધું જ રીમાના સીરે તે છ મહિના સુધી તો બોલી નહી કોઇની સામે હસી નહી , બસ તે એક જિવતી લાશ બની ગઇ તેવામાં એક બેન તેને મળવા આવ્યા તે પણ વિધવા હતા જો રીમા આ જિંદગી તો આ રીતે જ લેખા જોખા કરે છે, રવિ ભાઇ તો પાછા નહી આવે અને તારે જાતે જ તારા ઘાવ રુઝવવા પડશે, કોઇની નહી તો તારા બાળકો માટે જિવવુ પડશે અને સમય સમય નું કામ કરે છે, સમય જ બધા દુઃખો ની દવા છે, એમ સમય વિતતો ગયો અને રીમા હંમેશ માટે રવિ ને દિલમાં જીવતો રાખી ને જીવન જીવવા લાગી તે ધીરે ધીરે ખેતી શીખી અને ચાકરો પાસે કામ કરાવતી થઇ પણ તેના સસરા રવિ ગયાનો આઘાત પચાવી ન શક્યા અને બે વર્ષ પછી તે પણ ચાલ્યા ગયા, હવે તો તે અને તેના સાસુ બંને એકબીજાને સાથ આપ્યો, મા દિકરી ની જેમ જ રહ્યા, ગામ લોકોને પણ ઇર્ષા આવે તેટલો બંને વચ્ચે પ્રેમ અને સમજણ, સમય વિતતો ગયો અને બાળકો મોટા થવા લાગ્યા, ખુશી મોટી થઇ ને ડોક્ટર બની, અને ખુશ એન્જિનિયર બની વિદેશ આગળનું ભણવા ગયો, રીમાએ બાળકોને ભણતર સાથે સંસ્કાર આપ્યા, સુખ અને દુઃખ સિક્કા ની બે બાજુ છે એટલે દુઃખ માં હિંમત ન હારવી ને સુખમાં છલકાઈ ન જવું એ જ જીવન મંત્ર સાસુ વહુએ જીવન માં વણી લીધોતેના સાસુએ હજી સુધી તેનો સાથ આપ્યો, હમણાં જ ખુશી ના લગ્ન કરાવ્યા, અને આજ સુધી ની સંસાર ની જવાબદારી માં તે પોતાને જ ભુલી ગઇ કેટલા અરસા પછી તે અરીસા સામે બેસી તેના સફેદ વાળ પણ અરીસામાં ડોકાઇ રહ્યા હતા, ખરેખર જિંદગી કેવી વિચારી હોય અને કેવી જીવાય જાય એટલેજ એવું કહેવાય છે કે આપણે તો આ જીવનના નાટકમંચ પર નાટક જ ભજવીએ છીએ જેવું પાત્ર આવે તેવું ભજવવુ પડે, અને એટલામાં રીમાના સાસુ ની બુમ સંભળાઇ રીમા ચાલ કેન્દ્ર માં જવાનો સમય થઈ ગયો, અને રીમાની તંદ્રા તુટી અને તે માથું સરખું કરી તેની સાસુ સાથે કેન્દ્ર માં ચાલી, રીમાએ વિચાર્યુ કે મને મારા જીવનમા રવિ ની ખોટ તો પડી પણ મારો વ્હાલો દુઃખ મુક્યા ની સાથે હિંમત પણ આપી દેછે આ જિંદગી ના લેખા જોખા કરવા...